RSS

માથાફરેલ,વિવેચક,ટીકાકાર તરીકે નર્મદ નામનો માણસ મળ્યો હતો એવું મારું માનવું છે

મોટાભાગના કલાકારો,કવિઓ,લેખકો.ચિત્રકારો અને વિચારકોના ચિત ઉંછાછળા અને ચંચળ અને ક્યારેક અતિ પ્રિય લાગે તેવા અલગારી જેવા હોય છે. પોતાની ભાષા,પોતાની ખૂમારી અને દુનિયાથી જુદો તરી આવવાનો અંદાજ આ શ્રેણીમાં આવતા માણસોની પહેચાન છે.

આવા લોકોનું પોતાનું એક અલગ મંતવ્ય હોય છે.જેને આપણે વિવેચન કહીં શકીયે ! ગુજરાતી ભાષામાં પ્રથમ વિવેચન કરનાર વ્યકિત કોણ હતો ? ગુજરાતી સાહિત્યમાં નર્મદથી માંડીને જય વસાવડા સુધીના લેખકો/કવિઓ વાંચ્યા છે.આમાંના ઘણા ખરા લોકોએ પોતાના લખાણૉમાં જાણે-અજાણ્યે વિવેચન કર્યુ છે,અથવા અંતરની વેદનાઓ અનાયાસે બહાર નીકળી ગઇ છે.

ઓગણીસમી સદીમાં નર્મદે કરેલું આલોચન એ સાહિત્ય વિશે નહીં પણ સામાજીક રિતીરિવાજો ઉપર છે.”હાલમાં વાણિયેણૉ,ભાટીઆ,કાએચ વગેરે વૈષ્ણવોણી સ્ત્રીઓની હાલત શોકકારક છે.પ્રથમ મરજાદેણૉ વિષે બોલું છું-વલ્લભી વૈષ્ણવમાં આચાર-વિચાર સારો છે-નહાવું,ધોવું,સ્વચ્છ રહેવું,સુઘડતા રાખવી એ વાત ઘણી સારી છે,તો પણ જે મરજાદ પાડે છે તે સ્ત્રીઓ એ વાતને અતિ ઉપર લાવી મુકે છે.તેથી તેઓ નિંદાના ઘરમાં પેસે છે,અને તેણે કરીને પાપી થઇને વૈકુઠ જવાને બદલે નરકમાં જાય છે.”

“તે મરજાદેણો પોતાના ઠાકોર ઉપર,ગુરુ ઉપર અને પોતાના હાથ પગ ધોવા ઉપર પ્રીતિ હોય છે.તેઓના ધણી ઉ પર,છોકરા ઉપર,ભાઇભાડું પાડોસી વગેરે કોઇ પણ જાત ઉપર હેત હોતું નથી.દેવ ઉપર નહીં પણ દેવની સામગ્રી કરવામાં જ તેનું મન હોય છે.”

“એકબીજા સામે લડવામાં અને તેમાં એકબીજાનું છાનુ ઉઘાડવામાં અને નફ્ફટ બોલવામાં બાએડીઓ ઓછ મુકતી નથી;ઘરડી પણ સરખીને બાળક પણ સરખી.”

નર્મદ સ્ત્રી-પુરુષના સબંધ વિશે આગળ લખે છે-“ઘણી જાતની ઇચ્છા મધ્યે ચકમક પથ્થર અને લહોડુ એ પેઠે સ્ત્રી-પુરુષે પરસ્પર મળવાની જ તેઓની તે ઇચ્છા પણ સમજવી.મનુષ્યમાં ત્રણ ભૂખ મુકી છે-ખાવાની,પીવાની અને સંભોગ કરવાની.ભોગના ફળથી સંસાર યોગ્ય રીતે ભોગ કરવાની ઇચ્છા તે-કામ.

ભાષા વિવેચનનું એક ઉદાહરણ-“ગુજરાતીમાં ટીકા કરવાની ચાલ નથી.સંસ્ક્રુતમાં અને અંગેજીમાં ટીકાવિધ્યા એટલી તો સારા ધોરણમાં ખેડાયેલી છે કે જેથી વિધ્યાની શુધ્ધી અને વૃધ્ધી સારી પેઠે જોવા મળે છે.’

“પદ,ગરબી,લાવણીઓ કરવામાં કાવ્યશાસ્ત્રનૉ નિયમ છે જ નહીં.કવિતાનું શાસ્ત્ર ના જાણતો તે પણ આવી રચનાઓ કરી શકે છે…નરસંઇ મેતો,મીઠો,મીરા વગેરે ભક્તજનો ને કંઇ પિંગળ શાસ્ત્રનું જ્ઞાન નો’તું..એ લોકોને એક લેખે કવિ ન કહેવા જોઇએ,કેમ કે એ કાવ્યશાસ્ત્ર રહિત છે.કંઇ પણ નવું ઉપજાવી કાઢે તે કવિ એમ અર્થ લેતા તેઓને કવિ કહેવાં ખરા…”

એક નાટક વિશે નર્મદ અભિપ્રાય આપે છે-“પણ આમાં તો મોળુ મોળુ,ઠાવકુ અને ડાહ્યુ ઘણુ લખાણ છે.નાટકમાં રંગ નહીં તો ચટકો ક્યાંહાથી આવે..”

જો સુધારાવાળા ખાટા થઇને ભાષણૉના ભારા બાંધી મહારાજોને ડારા દેતા હતાં ને રાંડેલી દારાઓના લગ્ન કરવાનાં ધારા કહાડવામાં સારા આગેવાન તારા જેવાં લાગતાં હતાં,એ હવે પરબારા નઠારા થઇ જઇ મહાડેથી,કહેવાતાં સુધારાઓને છોડી રાંડીરાંડો પેઠે કાળા મ્હોડા કરી ક્યાં ફરે છે..”

કદાચ ગુજરાતીઓને પહેલી વખત માથાફરેલ,વિવેચક,ટીકાકાર તરીકે નર્મદ નામનો માણસ મળ્યો હતો એવું મારું માનવું છે.

આવા માથાફરેલ માણસને પણ સ્ત્રીઓ પ્રત્યે બહું મીઠાસ હતી.કોક જ કરમભમરાળો માણસ હોય જેને સ્ત્રી પ્રત્યે મીઠાશ અને આશકિત હોતી નથી.

નર્મદ લખે છે,”બાપ મુંબઇ,રોજગાર નહીં.એકલો પડી ગયો હતો તેથી પાછું મન દલગીરીમાં ફટકેલ થઇ ગયુંને તેમાં મારી માં સંબધી પાછા ખ્યાલો આવવાં માંડયા.એવામાં એક કુળવંતી અને ડાહી સ્ત્રીનો સહવાસ થયો અને એથી મારું સમાધાન થયું..”

“તા.૧૯મી ફેબ્રુઆરી ૧૮૫૧ અને તા.૨જી જાનેવારી ૧૮૫૪ એ એના દરમિયાન મેં કોઇ અંગ્રેજીકે ગુજરાતી ચોપડી વાંચી ન્હોતી.હું ભાંગ પીતો,પાક ખાતો…અને બૈરાઓમાં મ્હાલતો..એકાંતમાં હું નામ મેળવવાના અને પ્રેમસંબધી વિચારો કરતો..”
નર્મદ ૧૬માં વર્ષે લખે છે,”મને બૈરાઓની ગંધ આવવા લાગી..બૈરાઓ ગમે તેમ વાતો કરતાં હતાં તે મેં છાનામાના સાંભળવા માંડી..કોઇ બઇરી પાતાની મેળે મને બોલાવે તો હું બોલું એવી ઇચ્છા થતી..”

“સ્ત્રી કવિતા ગાયન વિના,મને ન ભાવે કાંઇ;
આ જગતમાં ત્રણ મોહિની,અનુપમ,રત્ન સુહાઇ.”

ચંદ્રકાંતબક્ષી અને કાંતિભટ્ટ ક્યારેક પોતાની કોલમમાં એક્બીજાની ચુટકી લઇ લેતાં હતાં
બક્ષીસાહેબની એક વાર્તામાં એક વાકય છે.”દસ હજાર રૂપિયા ભેગા થાય એટલે તેને દોઢસોનું વ્યાજ દેખાયા કરે છે.પાતળો થવાં ઉરુલીકાચન જાય છે.”

કાંતિભટ્ટ નિકરની શોધ વિશે કોલમમાં લખે છે,”જો નિકરનૉ સાચો ગુજરાતી શબ્દ શોધવો હોય તો ચંદ્રકાંત બક્ષીને પુછીએ તો નિકરની નજીકનો ગુજરાતી શબ્દ મળી શકે..”

નર્મદ,મેઘાણી,મુનશી,ર.વ.દેસાય,ન્હાનાલાલ,ક્લાપી,લલિત કે બક્ષીની શ્રેણીમાં આવતા કવિઓ અને લેખકો ગણી ગણીને કેટલા ગણવા…?મારા માનવા મુજબ એ સંખ્યા ૨૦થી વધું નથી.

માત્ર ૧૭વર્ષની ઉમરે નર્મદે પોતાનું ગધ્ય લખવાની શરુઆત કરી હતી.
નર્મદે ‘ડાંડીયો’નામનું પાક્ષિક શરું કર્યુ હતું.તે સમયમાં એવું કહેવાતું કે ‘ડાંડીયો’નામ રાખવામા નર્મદનું સ્વરુપનું અડધુ સુચન કરે છે.
નર્મદ ‘ડાડીંયો’નામ રાખવા પાછડ પોતાની ફિલસુફી કહે છે,”મેં કહ્યુ તે ઠીક છે કેમ કે મોહટુ નામ રાખી હલકુ કામ કરવું,એના કરતાં હલકુ નામ રાખી મોટું કામ કરવુ વધારે સારું..”
મહાવીર અને મહાકવિ નર્મદ માટે એક કવિતા અહીં રજુ કરું છું.

ઉગામી ડાંડીયો ને કલમની તલવાર,
જોસ્સોભેર તેજથી ત્રાટકયો એ નર્મદ,
મહાગુજરાત તણો એ નર્મદવિર,
ઉતાવળે સૌવ બાઘા બન્યા.

ખુલ્લા કર્યા એ બની બેઠેલા બાવાઓ અને
સ્વામીઓના નારી ઢાંકવાના પ્રયાસ,
સજાવી સાજને શણગાર રૂપને શૃંગાર,
નવી નવેલી દુલ્હન બનાવી ભાષા નામની,
એ ગુજરાતી નાર.

એ મહાકવિ નર્મદ
આ આધુનિક સાહિત્યકારાના સો સો સલામ…

કોર્નર–સુવાળુ સુવાળુ લખતાં ચીબાવલા અને ડોબા સાહિત્યકારોની જમાત વચ્ચે જ્યારે કોઇ મેઘાવી માથા ફરેલ પુરી પારદર્શકતાથી આંનદ અને આઝાદીની નગ્ન સચ્ચાઇ કરતો હોય ત્યારે ઓસ્કાર વાઇલ્ડનો પુનરાવતાર થતો હોય છે–(જય વસાવડા)

નરેશ ડૉડીયા
તા-૧૨-૨-૨૦૧0

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: