RSS

Monthly Archives: જાન્યુઆરી 2012

જલ્દીથી આપણે ઉપર ફરી મળીશું

નીશું,પપ્પાં જુઓ તો કંઇક કહેવાં માંગે છે,

ખૂરશી પર બેસીને ચોપડી વાંચતી નીશાં ઝટપટ ઉભી થઇને એના દાદા પાસે પહોંચે છે.

અર્જુનની એ લાડકી પોતી હતી.

બોલો દાદા,શું કહેવાં માંગો છો?

બેડ પર સુતાં સુંતાં અર્જુન નાની ડાયરીનાં એક પાનાંમાં કંઇક લખીને પોતાની પોતી નીંશુંને વાંચવા આપે છે

સામેની ખૂરસી પર બેસેલાં અર્જુનના પત્ની મીરાંનેં સંબોધીને નીશું કહે છે,”દાદી,દાદા કહે છે,કે નયનાદાદીને હમણા જ અહિંયા બોલાવો.”

મીરાં ઉભી થઇને અર્જુન પાસે પહોંચીને બેડ પર સુતેલા અર્જુનની બંધ આંખોમાં એની સાથે ગુજારેલા સહજીવનનાં પાંચ દાયકા ઉપરનાં હિસ્સામાં પોતાની બાદબાકી થયેલા હિસ્સાનાં એક કિસ્સાને વાંચવાં પ્રયાસ કરે છે.

અચાનક અર્જુનની આંખ ખૂલે છે,અને મીરાંને સામે ઉભેલી જોઇને ચહેરા પર એક પરિચિત હાસ્ય આવી જાય છે.

મીરાં અર્જુનનો હાથ હાથમાં લઇને નીંશુંને મોબાઇલ પરથી નયનાદાદીને ઘરે ફોન કરવાંનું કહે છે.

નીશું એ ફોન લગાડીને એનાં દાદી મીરાનાં હાથમાં મોબાઇલ આપ્યો.હળવા હાથે મીરાં ફોન કાને લગાડીને વાતની શરૂઆત કરે છે.

‘નયનાબેન,એ તમને અત્યારે અહિંયા હોસ્પીટલ બોલાવે છે,આપ કહો તો,અંશુલને કાર લઇને તેડવા મોકલું.”

મીરાં થોડા ઉતાવળા અવાજમાં જવાબ આપે છે,”તમે જલ્દી અહિં આવી જાવ,હું અંશુલને લેવા મોકલું છું.”

નયનાનો જવાબ આવે છે,કોઇ જરૂર નથી,અમારા ડ્રાઇવર હાજર છે,હું હમણા જ નીકળૂં છું.”

થોડી વાર પછી નયના શાહનું આગમન થાઇ છે.૭૫ વર્ષની ઉમરે પણ ટટાર ચાલ,બધા વાળ સફેદ થઇ ગયાં હતાં,યુવાનીમાં ઘાટા વાળ હતાં,એમાં થોડો ઘટાડા દેખાતો હતો.

સીધી મીરાં પાસે જઇને એનો હાથ હાથમાં લઇને દબાવ્યો અને નીશુંએ એક ખૂરશી અર્જુનનાં બેડની બાજુમાં રાખી દીધી.

એ ખુરશી પર નયના બેસી ગઇ અને આંખો બંધ કરીને સુતેલાળ અર્જુન પર એક નજર નાંખી,આ એ જ અર્જુન પરમાર છે,જેને મારા અંસખ્ય કવિતાઓ,ગઝલ લખી છે,આ એ જ અર્જુન છે,જેને મને દિલફાડીને જિંદગીનો અંત આવવાની તૈયારી છે,ત્યાં સુધી કર્યે રાખ્યો.?આ એ જ અર્જુન પરમાર જેની એક અલગ ખૂમારી હતી,એ જ ખુમારી મારી સામે એની નિર્દોષ લાગણી બની જતી હતી.

નયનાની બુઢી આંખોમાં એની ચાલીસ વર્ષની ઉમરમાં એક અલ્લડ યુવતી બનાવનાર,એ અર્જુન પરમારની ગઝલો અને દિલફાડી પ્રેમ કરનાર એનો પ્રેમી અર્જુનનાં જુદા જુદા ફોટાઓ યાદ આવી ગયાં

નયનાનીઆંખોમાં એક અનેરી યુવાનીની ઝલક ચમકી ગઇ અને સાથોસાથ બંને આંખોની ભીનાશે ઝટપટ એ ઝલકને છુપાવી દીધી.

નયનાએ અર્જુન હાથમાં એનાં હાથમાં લઇને હળવેથી જગાડવાની કોશિશ કરી,’અર્જુન,જરાં આખો ખોલો તો.”

નયનાનાં શબ્દો પુરા થાઇ એ પહેલાં જ નયનાનાં હાથનાં સ્પર્શના કારણે અર્જુનની આંખો ખુલી ગઇ.મીરાં સામે જોઇને એક ચમકદાર હાસ્ય નીકળી પડયું.

બાજુમાં પડેલી ડાયરી લઇને નયનાને કંઇક લખીને આપ્યું

‘દેવી,આજે પણ એવી ને એવી લાગે છે,જ્યારે તું મને પહેલીવાર મળી હતી’.

“અર્જુન,હજું પણ તું એવો ને એવો જ છે.”આટલું બોલતાની સાથે નયનાની આંખોમાં આંસુનો ધોધ છુટી પડયો.એ જોઇને મીરા એની બાજુમાં જઇને ઉભા રહીને નયનાને પોતાની છાંતી સરસી દાબી દીધી.

નયના અને મીરાંને જોઇને અર્જુનની આંખો બંનેં આંખોમાં ના સમજાઇ એવો ભાવ દેખાતો હતો.સાત દાયકા વટાવી ગયેલી બનેં સ્ત્રીઓનાં ગાઢ સખીપણાંની સમજણની ભીતર ઘણા રહસ્યો દબાઇ ગયાં હતાં.

આઠમાં દાયકે પહોંચી ગયેલા અર્જુનનાં જિંદગીમાં બે અડધાં હિસ્સાને આ રીતે જોડાયેલા જોઇને અર્જુનને કલેજે થંડક થઇ હોય એવું લાગ્યું

અજુનનો હાથ ઉચકાયો અને બંને સ્ત્રીને જાણે બોલાવતો હોય એવો ઇશારો કર્યો.

બંને સ્ત્રીઓ અર્જુનનાં બેડ પર બેસીને અર્જુનની સામે જોવાં લાગી,અને એક બીજા સામે કશી ફરિયાદ ન હોય એ રીતે બંનેએ આંખો મેળવીને ઢાળી દીધી.

અર્જુને ફરી ડાયરી લઇને નયનાંને કંઇક લખીને આપ્યું.એટલે નયનાંએ ડાયરીનો કાગળ ફાડીને પોતાની પાસે રાખી લીધો.

નયના ઉભી થવા જતી હતી તો અર્જુને એનો હાથ પકડીને બેસવાનું કહયું,સાત દાયકાં વટાવી ગયેલી નયનાંનો હાથ અર્જુનનાં હાથમા હોવાથી કંઇક ન સમજાય એવું કશું અનૂભવતી હતી.

નયનાંનો હાથ પોતાનાં ડાબાં હાથથી પકડી રાખી અને અર્જુન પડખું ફરે છે અને પોતાનો જમણાં હાથને લંબાવીને મીરાંનાં ડાબ હાથનાં પંજાને પકડીને જોરથી દબાવે છે.અને ડાબા હાથથી નયનાંના હાથનાં પાને જોરથી દબાવે છે.થોડીવાર સુધી અર્જુનના હાથનું દબાણ આ બંને સ્ત્રી અનુભવે છે અને અચાનક ઘીરે ઘીરે અર્જુનના હાથની પક્કડ ઢીલી થતી જાય છે.

જાણે બંને સ્ત્રીઓ અચાનક તંદ્રાંવસ્થામાંથી બહાર આવી હોય એ રીતે ઉભી થઇને અર્જુનની અંખોની નજીક જોઇને એની આંખોમાં જોવાની કોશિશ કરે છે.

બંને સ્ત્રીઓનાં હાથ અર્જુનનાં હાથમાં અને અર્જુનને બંને સ્ત્રીઓનાં હાથ પોતાની છાતી સરસા દાબી દીધાં

થોડી પંળ વીતી હશે ત્યાં બંને સ્ત્રીઓનાં મોઢાંમાંથી ચીસ નીકળી ગઇ.”અરરરરજુન”

બંને સ્ત્રીઓનાં આંક્રદથી હોસ્પીટલનો સ્પેશિયલ રૂમ પણ રડી પડયો.લાડકી નીંશું દાદાનાં પગને વળગીને,ના,દાદા,મને મુકીને તમે નહી જઇ શકો.મારા દાદું…તમારી લાડકી નીશુંનાં લગ્નમાં ડાન્સ કરવાનું વચન તોડીને આમ ચાલ્યાં જાવ એ નહી ચાલે”…

આટલુ બોલીને નીશું એના દાદાનાં પગ પર જ ઢળી પડી.

પૌત્ર અંશુલ એનાં પપ્પાને ફોન પર હોસ્પીટલ જલ્દી આવો કહીને અન્ય ખાસ લોકો અને

અજુર્ન પરમાર દુનિયામાં નથી રહ્યાં એ સમાચાર આપે છે.

અજુનનાં ડાયરી વચ્ચેથી એક ચબરખી નીકળી પડે છે.મીરાં એ ઉઠાવી અને વાંચી અને નયનાંનાં હાથમાં આપી.એમાં લખ્યું હતું

બધા ઉઠાડે, તોય ના ઉઠું, એવી સવાર હશે.

મારું આ “આવજો”, શું આખરી જુઆર હશે?

બોર એંઠા કરી કરીને, બધાય થાકી ગયા

રામ, તારે આવવાને, હજી કેટલી વાર હશે?

મીરા અને નયનાં બંને પોતાનાં હાથને અર્જુનનાં હાથમાં છોડાવા માટે બળ કરે છે.મીરાંનો હાથ પહેલા હાથ છુટ્યો અને નયનાંનાં હાથમાંની એક આંગળીની વિંટી અર્જુનનાં હાથમાં રહી ગઇ,મીરાંએ અર્જુનની બંધ મુઠીમાં એ વિંટી બહાર કાઢી અને એ વિંટી સામે જોવા લાગી.

આજથી બરાબર ચોત્રીસ વર્ષ પહેલા પોતાનાં જન્મદિન પર અર્જુને એ વિંટી ભેટમાં આપેલી

હતી.એ જ સફેદ હીરો આજે પણ એવો જ ચમકતો હતો જ્યારે અર્જુનની આંખોમાં એ ભેટ આપતી વખતે જે ચમક હતી

કોઇની નજર ન પડે એમ પાર્ટીમાં અચાનક અર્જુનને એનો હાથ હાથમાં લઇને એ વિંટી પહેરાવી દીધી હતી.અને એટલા વર્ષોથી આ વિંટી અને બીજી એક વિંટીને એનાં હાથની આળીથી અળગી નથી કરી

હોસ્પીટલની બધી વિધિ પુરી થયાં પછી અર્જુન પરમારનાં શબને એમ્બુલન્સમાં મુકવા આવે છે અને એ એમ્બયુલન્સ પાછળ નયનાશાહની કાર અર્જુનના ઘરે જવાં નીકળે છે.

રસ્તામાં પેલી ડાયરીનું પાનું કાઢીને નયના એ પાનાંમાં અર્જુને શું લખ્યું છે વાંચવાં પોતાનાં ચશ્માની નજીક આ ડાયરી પાના લાવે છે.

એમાં લખ્યું હતું-વ્હાલી ગ્રેસ,તારા પહેલા સ્વર્ગમાં પહોંચીને હું તારા સ્વાગતની તૈયારી કરવાની છે,એટલે હું તને એકલી મુકીને રવાનાં થાંઉં છું,રડતી નહી મીઠું!જલ્દીથી આપણે ઉપર ફરી મળીશું

-અર્જુન

Naresh k.dodia

14–8-2011

 
1 ટીકા

Posted by on જાન્યુઆરી 30, 2012 માં Uncategorized

 

પ્રેમ,પ્યાર,દોસ્તી,ઇશ્ક યહ સબ કયાં હૈ-

પ્રેમ -આજ સુધી આ વિષય પર લાખો-કરોડો લેખ લખાયા હશે,પણ પ્રેમ એટલે શું,કોઇ એનાં તળને માપી ન શકયું.જિંદગીમા કેટલાઇ લોકો આવે છે અને જાઇ છે.ઘણી સ્ત્રીઓ એમ માને છે કે પુરુષ એની જિંદગીમાં એક સમયે એકથી લઇને ત્રણ-ચાર સ્ત્રીઓને પ્રેમ કરી શકે છે અને આ બધી સ્ત્રીઓને એક સરખો પ્રેમ કરે છે એવો એહસાસ કરાવતો રહે છે,પણ હક્કીત જુઓ તો આ તથ્ય સાબિત થવાની શકયતા નહિવત છે.કારણે કે એક પુરુષ એકથી વધું સ્ત્રીઓને પ્રેમ કરતો હોય,એમાંની બધી સ્ત્રીઓ એ જ પુરુષનાં પ્રેમ વિશે ચર્ચા કરવા સાથે બેસતી નથી અથવા એક જ પુરુષ દ્વારા એ મોકો મળે એવી શકયતા ઉભી થવા દેતો નથી.

કદાચ એક જ પુરુષની બેથી વધું પ્રેમિકા એકબીજાને રૂબરૂ મળી હોય તો પણ એક બિજાને ખબર હોતી નથી કે એક જ પુરુષને પ્રેમ કરે છે.

પણ આ વાત અહિંથી પુરી થતી નથી.હક્કીત એ છે કે પુરુષ એની જિંદગીમાં એક જ સ્ત્રીને સાચો પ્રેમ કરી શકે,ભલે એ એક કરતા વધું સ્ત્રીઓને પ્રેમ કરતો હોય,પણ એનાં સાચા પ્રેમનુ લક્ષ્ય તો હમેંશા એક જ સ્ત્રી રહે છે.

અને એ પુરુષનાં વિચારો માત્ર અને માત્ર એ જ સ્ત્રીની આસપાસ ફરતા રહે છે,છતાં પણ અન્ય સ્ત્રીઓને એ એહસાસ થવા દેતો નથી કે મુખ્ય પ્રેમની ધારા તો એની ચાહિતી સ્ત્રી સાથે જ જોડાયેલી છે..પણ એ મુખ્ય સ્ત્રીને જે રીતે પ્રેમ કરે છે એનાં અનુભવ થકી બાકીની સ્ત્રીઓને એ એહસાસ કરાવતો રહે છે કે માત્ર અને માત્ર તને એકને જ હું પ્રેમ કરૂં છું.

પ્રેમ શું છે એ તો ત્યારે જ ખબર પડે છે જ્યારે એ પુરુષની જિંદગીમાંથી એનાં પ્રેમનું મુખ્યપાત્ર ચાલ્યું ગયું છે,અથવા ટેમ્પરરી બ્રેકઅપ થયું છે,અથવા સંજોગોને આધિન થઇ એ પ્રેમનું મુખ્યપાત્ર પ્રેમની ધારાથી અલિપ્ત થઇ ગયું છે.ત્યારે જ સાચો પ્રેમ શું છે એ એને સમજાઇ છે,અને પછી બાકીની સ્ત્રીઓને એ પ્રેમ કરતો હોય છે,એમાની એક પણ સ્ત્રી એ મુખ્યપાત્રના સ્થાને ગોઠવાઇ શકતી નથી.એ પુરુષની પ્રેમની ઝંખના તો એના મુખ્ય પાત્ર સાથે જ જોડાયેલી રહે છે.

પ્રેમ નથી આધ્યાત્મિક,નથી ખુદાઇ..પ્રેમ એટલે આત્માથી લઇને શરીરને એક જ સાથે સોટકા લાગણીથી તરબતર ભીંજવી નાખે છે.કોઇ વ્યકિત એટલી હદે નખશીખ ગમી જવી કે જાણે એ વ્યકિત વિના મારું આયખું મરણપર્યત અધુરું છું.

હું કાંઇ સંત નથી કે આધ્યાત્મિક પ્રેમ કરી શકું.લોકો ઇનર બ્યુટીની વાત કરે છે,આત્મા સુંદર હોવાની વાતો કરે છે.પણ એ વ્યકિતની નીકટ આવ્યા વિના કંઇ રીતે જાણી શકો કે જેટલી એ બહારથી ખૂબસૂરત દેખાઇ છે એટલી જ અંદરથી ખૂબસૂરત છે.સંવાદો અને નીકટતા વિના શકય નથી કે તમે એની આંતરીક ખૂબસૂરતીને પરખી શકો.

ઘણા લોકો એમ કહે છે કે પ્રેમ એટલે બે આત્માઓનું મિલન છે.આપણા પુરાણૉમાં એમ કહેવામાં આવ્યું છે કે,”શરીર એ આત્માનું પ્રવેશદ્રાર છે.”.

એક માનવી તરીકે જો પ્રેમમાં શારિરીક મિલન વિનાં પ્રેમના આત્મિય મિલનનો આંનદ પામી શકતો હોય એ માણસને ખરેખર એક સંત ગણવો જોઇએ.”ઇનરબ્યુટી”શબ્દને વારેવાંરે ઉછાળીને પોતાનાં પ્રિયપાત્રને ખૂશ કરી શકાય…જો પ્રેમ સાચો હોય તો કશું જ અશક્ય નથી…પણ સાચો પ્રેમ એટલે શું?

બસ એટલા માટે જ પ્રેમ વિશે જે કાંઇ લખાઇ છે…દુનિયાભરનાં પ્રેમીઓ માટે ફકત એક અધુરો,ક્રમશઃ લેખ સિવાઇ કશું જ નથી..

જોકે મારા માટે પ્રેમ એ માણવાનો વિષય નથી,પ્રેમ એ લખવાનો વિષય નથી,પ્રેમ એ ચર્ચા કરવાનો વિષય નથી.પ્રેમ એ તો ફકત અને ફકત કરવાનો અને અનૂભવવાનો વિષય છે.

->ચંદ્રકાંત બક્ષી લખે છે કે,” કદાચ લવ વિશેની શ્રેષ્ઠ વ્યાખ્યા મારી દૃષ્ટિએ હેવલોક એલિસે આપી છેઃ

લવની કલા શેમાં રહેલી છે? એક જ અને એ જ વ્યક્તિમાંથી હંમેશાં કંઈક નવું શોધી કાઢવામાં લવની કલા રહેલી છે!કાળક્રમે લવની કલા પ્રેમ જગાડવા કરતાં પ્રેમને જીવંત, ચેતનવંત રાખવામાં રહેલી છે. સેક્સ એ લવની કલાનું માત્ર આરંભબિંદુ છે…! લગ્નનાં વર્ષો પસાર થતાં જાય છે એમ એમ પત્નીનું પત્નીત્વ માતૃત્વમાં કેમ બદલાતું જાય છે?

લવના વિશ્વમાં તમે કોઈને લવ કર્યો છે? જેવા પ્રશ્ન માત્ર આનુષંગિક બનીને ગૌણ બની જાય છે.

જે પ્રશ્ન મુખ્ય છે એ છે : તમને કોઈએ લવ કર્યો છે? એક પુસ્તક વાંચ્યું હતું. લવ-સ્ટોરી જેવું કંઈક નામ હતું. અને એમાં એક વ્યાખ્યા હતી :

લવ એ સ્થિતિ છે જ્યાં થેન્ક યૂ કહેવાતું નથી…!

->પ્રેમ માણસને ‘હું’ની કૈદમાંથી મુક્તિ આપે છે. હું ને એક પરવાઝ મળે છે. હું નાનો બની જાય છે. ઉંચે જઈ ચાંદનીમાં ભીંજાઈ શકે છે. જે સંબંધમાં બીજો આપણે માટે આપના જેટલા જ અથવા આપણાથી વિશેષ મહત્વનો બની જાય એને પ્રેમ કહેતા હશે..

->જયારે પુરુષ સ્ત્રીને કહે કે આપણે મિત્રો તરીકે રહીએ ત્યારે મને એ જૂઠો લાગે છે.અને કદાચ પ્રેમ અને દોસ્તીને સમજવામાં માણસ જિંદગીના છેલ્લા દિવસ સુધી નાકામિયાબ રહે છે. એક ઉંમર હોય છે પ્રેમ થઈ જવાની, અને એક ઉંમર હોય છે પ્રેમ કરવાની, અને એક ઉંમર હોય છે પ્રેમ કરી લેવાની, અને એક ઉંમર હોય છે પ્રેમની નિષ્ફળતાનો સ્વીકાર કરી છૂટવાની. દોસ્તી જુદી વસ્તુ છે.

->મારે માટે પ્રેમ દૈહિક છે, મૈત્રી બૌદ્ધિક છે. બુદ્ધિહીનને હું સહન કરી શકતો નથી. બુદ્ધિમાન સ્ત્રી સાથે સેક્સ એ શેમ્પેઈન સાથે કેવિયાર છે, અને શેમ્પેઈન-કેવિયારના લુત્ફનો મને અહેસાસ છે, અનુભવ છે, અનુભૂતિ છે. પ્રેમમાં ઇન્ટેન્સિટી છે, દોસ્તીમાં ઇન્ટિમસી છે. શત્રુ થવાનું માન હું દરેકને આપતો નથી, બહુ જ ખુશકિસ્મત માણસો મારા શત્રુઓ બની શકે છે. બુદ્ધિમાં એ મારો સમકક્ષ અથવા ઉરચકક્ષ હોય તો હું એને શત્રુ બનવાની તક આપું છું, કારણ કે એ મારી ખાનદાનીની તાસીર છે.

->પ્રેમ થવો એ તડકો જોવા જેવું કામ છે. તડકો જોવાની ક્રિયાને વૈજ્ઞાનિક રીતે સમજાવવી અઘરી પડે, પણ આંધળો માણસ પણ બંધ આંખોથી સમજી શકે છે કે તડકો ખૂલી ગયો છે.

ફેસબુક તમારા વિચારોનાં ફેલાવા માટે એટલું સશકત માધ્યમ છે કે તમારી છીંક પર કોમેન્ટ અને લાઇક મળી શકે છે તો વિચારો કે ફેસબુક પર તમે જેને પ્રેમ કરતાં હો તો….!!!!

મારા માટે પ્રેમ એટલે-આત્માંથી શરીર સુધીનાં જેટલી જિંવતતા છે એ બધી જિંવતતા સાથે

તમારા પ્રેમિને દિલ અને આત્માં ફાડીને પ્રેમ કરવો…પગની પાનીને ચુમતા તમારા પ્રિય પાત્રનાં મગજમાં તોફાન મચી જાય અને પછી એનાં શાંત મગજ બીજું કશું જ ના હોય માત્ર અને માત્ર તમે જ આંખો અને હ્રદયને દેખાતા હો.

આજથી દોઢ વર્ષ પહેલા મેં પહેલી નવલકથા “ઓહ!નયનતારા”લખી એ પ્રેમ વિષય પર લખી હતી એ નવલકથાં એક ૨૨ વર્ષનાં યુવાનની અનૂભૂતિને અનૂભવી એક લેખક તરીકે લખી હતી.કારણકે માત્ર ૧૭વર્ષની ઉમરે ધંધામાં જોડાઇ ગયો હતો અને ૨૦ પૂરા નહોતા થયા અને મારા લગ્ન થઇ ગયાં.યુવાનીમાં ઘણા લોકો પ્રેમમાં પડતા હોય છે,પણ મારા માટે “પ્રેમ”શબ્દ થોડો દૂરના સગા જેવો હતો.એ નવલકથામાં લખ્યું હતું કે,

-> સારી કાયનાત મને તાન ચડાવે છે.એક અદ્ર્શ્ય શકિત મને ધક્કા મારે છે.પ્રેમ આંધળૉ છે,પ્રેમ પાગલ છે,પ્રેમમાં પડવા ઊમરનો બાધ નથી,પ્રેમ આવારા છે,પ્રેમમાં અફિણી નશો છે,પ્રેમમાં કેશુડાનો રંગ છે,પ્રેમમાં વતનની ભીની માટીની ખુશ્બુ છે,પ્રેમ વર્ષારાણીના આગમનનો છડીદાર છે,પ્રેમ પાનખરનો દુશ્મન છે,પ્રેમ વંસતનો વિહારી છે,પ્રેમ એ મેઘદૂત,શૃંગારસતક અને કામશાસ્ત્રનો રચયતા છે,પ્રેમ એ શીતલહરનો શાંતિદૂત છે….

(ઓહ!નયનતારા…નરેશ ડૉડીયા)

-> પ્રેમ-એટલે સાથીના મનની ભાષા સમજવાનો શબ્દ્કોષ છે.આ શબ્દકોષ બ્રેઇલલિપિમાં લખાયેલો હોઇ છે.તેને વાંચવાં માટે અન્ધજનની જેમ આંખો બંધ કરી આંગળીના સ્પર્શ થી

વાંચી શકાઇ છે…પ્રેમ ,પવન્ અને પાણીને સતત વેહવાનો માર્ગ જોઇયે છે…..

( નરેશ ઙોઙીયા….ઑહ ! નયનતારા )

ઘણા ફેસબુકનાં મિત્રો મને ઘણીવાર પુછે છે કે મિત્રતા અને પ્રેમમાં શું ફર્ક છે.મોટે ભાગે મને કોઇ પણ મેઇલ આવે છે એ લોકોને રીપ્લાઇ જરૂર આપું છું.જોકે મારા માટે પુરુષ સાથે મિત્રતાં તમેં જીવનકાળ દરમ્યાનનાં જે કાંઇ અનૂભવ્યા છે અને જે કાંઇ અનૂભવવા માંગો છે એ બધાને કાંઇ પણ જાતનાં શાબ્દિક કે દાંભિક વાધા પહેરાવ્યા વિનાં કહી શકો એવો મિત્ર એટલે પુરુષનો પુરુષ મિત્ર ..

જ્યારે સ્ત્રી સાથે મિત્રતા એટલે,આમ જુઓ તો ઘણી સરળ છે.પણ આ સરળ બનાવવાની પ્રક્રિયા સુધી પહોંચવાં માટે સ્ત્રીનાં પુરુષ મિત્રએ જાત જાતની પરિક્ષામાંથી પસાર થવું પડે છે.અને સ્ત્રીનો પુરુષ મિત્ર એમની સ્ત્રી મિત્ર સાથે કાંઇ પણ છુપાવી શકતો નથી.પણ સ્ત્રી પોતાની વાત કહેવા માટે “પુરુષ મિત્ર કે પુરુષ માત્ર”નાં પૃથકરણ કરે છે.અને અંતે એ સ્ત્રીને એવો એહસાસ થાઇ કે આ પુરુષ મારો પુરુષમિત્ર થવાને લાયક છે ત્યારે જ એ પુરુષમિત્ર સામે સ્ત્રી પોતાની વાત રજુ કરે છે અને દરેક વાત સમજી-વિચારી ફેસબુકમાં જેમ

ફોટૉને ક્રોપ કરીને જેટલું દેખાડવું હોય એ રીતે સ્ત્રી પોતાની દરેક વાતને ક્રોપ કરીને જેટલી કહેવાની હોય એટલી જ વાત કરે છે.

અંતે એક વાત નક્કી છે કે પુરુષની પુરુષની મિત્રતાંમાં પુરુષ સાથે સંબધ તુટે તો મિત્રતા તુટી એવું ચોખું અને સ્પષ્ટ કહી શકાય છે પણ એક સ્ત્રી સાથે જ્યારે મિત્રતા તુટે છે ત્યારે

અંતમાં એ સ્ત્રી અને પુરુષ બેને જ ખબર હોય છે કે મિત્રતા સિવાઇ શું શું તૂટયું છે.સ્ત્રી સાથેની મિત્રતા આમ જુઓ તો એક આધુનિક યુગમાં તપ કરવાં જેવું કાર્ય છે.જો ઋષીમુનિઓ સ્ત્રીના કારણે તપ જેવાં મહાન પાવન કાર્યમાં વિચલિત અને મોહભંગ થઇ શકતા હોય તો આજના યુગનો પામર માનવી સ્ત્રી માટે તપોભંગ થઇ જાય એમાં નવું શું છે.

———————–

Soft – Corner

ચાહતઃ-એટલે માનવીને તદ્દન પ્રાકૃતિક બનાવનાર,નિતાંત,નિરીમય,નિઃસીમ,હ્રદયને બીજાના હ્રદય સાથે તાલ મીલાવવા મજબૂર કરનારી,માનવિય જીવનની એક અલૌકિક ઘટના.જેમાં ઇશ્વરિય સામિપ્યનો અનુભવ છે.નિસર્ગની નમણીય નઝમ છે.ગુઢ રહસ્યમય સૂફિ બંદિશ છે..મનનાં મૃદંગ અને શરીરની સિતારની સંગીતમય જુગલબંધી છે..માનવીને જિવતેજીવ સ્વર્ગનો અનુભવ છે..ઇશ્વરના પૃથ્વિ પરના છેલ્લા બે ચમત્કાર-ચાહત અને સ્ત્રી…

(.નરેશ ડૉડીયા)

———————–

અસ્તું

નરેશ કે.ડૉડીયાં

૧૧-૦૧-૨૦૧૨

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 30, 2012 માં Uncategorized