RSS

આપણૉ સમાજ પુરુષ પ્રધાન

17 સપ્ટેમ્બર
આજે આપણૉ સમાજ પુરુષ પ્રધાન છે,અને પુરુષ લેખકો માટે સિમોન દ’બુવ્વાર નું’સેકન્ડ સેક્સ’પુસ્તક્ હાથવગુ હથિયાર છે.જે પુસ્તકના અનુસંધાને સ્ત્રીઓને સેકન્ડ સેક્સનું માધ્યમ ગણૅ છે,પણ મારાં માનવાં મૂજબ હું સેકન્ડ સેક્સ માનવાં તૈયાર નથી.માનવિય જિવનમાં લગ્ન અથવા એક સ્ત્રી અને પુરુષનાં સંબધનું વર્તુળ રચાય છે ત્યારે દરેક પુરુષના જિવનમાં આવતી સ્ત્રી ઇશ્વરે આપેલા કુમળા છોડ સમાન છે જેને તમારા દિલના અરમાનોની કોમળ માટીમાં રોપી અને તેને માવજતથી ઉછેરવો પડે છે.

જે છોડ્ને સમયે સમયે તમારાં શ્વાસોની હવા મળવી જોઇએ,તમારા શરીરની હુંફની ગરંમી મળવી જોઇએ,તમારા ધડકનની સંગીતમય તર્જો સભળાવવી જોઇએ,તમારી આંગળીઓના કોમળ સ્પર્શથી તેમાં સંવેદના જગાવવી પડે છે,સમયે સમયે તમારા શરીરમાંથી ખાતર આપવું પડૅ છે.અને આ ઇશ્વરે આપેલા કુમળા છોડ્ને એક માનવિય સજિવતા બક્ષી છે,અને આ સજિવતાને જિંવત કરવા માટે તેને તમારા હોઠોના અમૃત પ્યાલાની જરૂર રહે છે!અને થોડા મ હિના પછી તો આ નાનકડો કોમળ અને કુમળૉ છોડ એક એવું ઘટાદાર વૃક્ષ બને છે જેમાં ફુલોની મૌસમની કરામત્ માજા મુંકે છે અને રસદાર ફુલોથી લચી પડે છે.ઇશ્વર દ્વારા સૃષ્ટીનું સૌથી અનુપમ રહસ્ય તમારી જિવનસાથી બની આવેલી તમારી પત્નીને જ્યાં સુંધી આ સંવેદના અને લાગણી મળશે નહીં ત્યાં સુંધી આ કુમળાછોડનો વિકાસ શક્ય નથી.
અને આ ઇશ્વર પણ મૌજિલો પુરુષ છે જે પ્રુથ્વિ પરનાં દરેક પુરુષનો મિત્ર છે,અને વારતહેવારે આ કુમળા વંસતના વરદાન આપતૉ રહે છે,જેથી આ પ્રુથ્વિ પરના પુરુષને કદી પણ પાનખરનૉ અનુભવ ના થાય!!!! (ઓહ!નયનતારા..નરેશ ડોડીયા)
————–
શ્રીકૃષ્ણ અને રાધાની પનાહમાં આવતાં જ દરેક પ્રેમીયુગલોના જિવન ધન્ય બની જાય છે,અને આવી જ કંઇક ભાવના નયનતારાના ચહેરા પર દેખાતી હતી.જ્યારે તેના માથા પર બાંધણીની ડિઝાઇનવાળી ચુંદડી ઓઢી અને આંખો બંધ કરીને જગતમંદિરના પરિસરમાં ભગવાન શ્રીકૃષ્ણને બે હાથ જોડી વંદન કરતી હતી.મંદિરમાં બહારથી આવતી દરિયાય હવાઓની લહેરખીઓ કૃષ્ણમય બનીને મારી નયનતારાની લટ્ટૉ સાથે રાસ રમતી હતી.જાણે ખુદ બાંકેબિહારી નયનતારા નામની ગોપી સાથે રાસોત્સવ મનાવતાં હોય તેવું લાગતું હતું.
આ દ્રશ્ય જોઇને મને બાંકેબિહારીની ઇર્ષા આવતી હતી.અંદરખાનેથી ડર સતાવતો હતો કે નયનતારાને જોઇને,”સંભવામી યુગે યુગે”…મતલબ કે દરેક યુગે હું પ્રુથ્વિ પર જન્મ લઇશ.એ સુત્ર સાર્થક કરવાં ભગવાન શ્રીકૃષ્ણ ખુદ પ્રુથ્વિ પર જન્મ લેશે તો? નયનતારાના રૂપ અને કામણ જોઇને ભગવાન શ્રીકૃષ્ણની પ્રુથ્વિ પર જન્મ લેવાની ઇચ્છા બળવતર બની જશે તો?
અચાનક નયનતારાએ આંખો ખોલી અને એક અમૃતમય મીઠાસભરી અમીદષ્ટિની પ્રસાદી ચાખવાં મળી અને ખુદ બાંકેબિહારી મને કહી રહ્યા છે કે,’હે..પામર મનુષ્ય..!હું પ્રુથ્વિ પર દરેક જિવોનું કલ્યાણ કરવાં જન્મ લેતૉ આવું છું અને તમને બંનેને આશિર્વાદ આપું છું! તથાસ્તું..તમારાં બંનેનું પ્રેમજિવન લગ્નજિવનમાં પરિવર્તિત થાય અને મારી બાંસુરીના મધુર સૂરોના સંગીત રેલાવતું અને રાધાકૃષ્ણનાં પ્રેમના સાક્ષીરુપ એક મધુર પ્રેમગાન બને…!                    (ઓહ્!નયનતારા..નરેશ ડોડીયા)

————————————————————————————————————————
Advertisements
 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 17, 2009 in Uncategorized

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: