RSS

સ્પેન-એક મર્દાના દેશ

હિંદુસ્તાન અને સ્પેન,બંને દેશ વચ્ચે એક સામ્ય છે,એ છે સાતમી સદીમાં બંને દેશ ઉપર મુસ્લિમ સલ્તનતનો પાયો નંખાય છે.

ઇ.સ.૭૧૧માં મહમદ બીન કાસિમ હિંદના સિંધ પ્રાંત ઉપર આક્રમણ કરે છે અને ઇ.સ.૭૧૧માં સ્પેન ઉપર મુર મુસ્લિમ તારિક-ઇબ્ન-ઝિયાદ સ્પેન ઉપર આક્રમણ કરે છે.ઝિયાદ સ્પેનના દક્ષિણ કિનારા ઉપર ઉતરે છે.આજે જે જિબ્રાલ્ટરની ખાડી કહેવાય છે,તે સમયે મુર લોકોએ ‘જલાલ તારિક’નામં આપ્યું હતું.

સ્પેનના આ પહેલાના ઇતિહાસ ઉપર ઝાકી કરવી જરૂરી છે.ઇસુના ત્રણ હજાર વર્ષ પહેલા સ્પેનનું નામ આઇબિરિયા હતું.ત્યારે ઉતર આફ્રિકાની આઇબિરિયન પ્રજા અહીં આવીને વસી ગઇ હતી.

ઇસુના એક હજાર વર્ષ પહેલા પાયરેનીઝ પર્વતને પાર કરીને કેલ્ટિક પ્રજા અહીં આવીને વસે છે,એ પછી ફિનિશિયનો અહીં વેપાર અર્થે આવે છે અને એજ અરસામાં ગ્રીકો અહીં આવીને ભુમધ્ય સમુદ્રના કિનારાની આસપાસ વસી ગયાં.૬ઠી સદીમાં
ફિનિશિયનોની પેટા જાતિ જેવી કાર્થેજિયન પ્રજા અહીં આવીને વસે છે.

રોમન સામ્રાજયનો પ્રસાર તે સમયે ચાલુ હતો.સ્પેનમાં મહાન રોમનો આવે છે.રોમનોનું આગમન થતાં પાછળથી જે કાર્થેજિયનો આવ્યા હતાં તેઓની સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે. આ સંઘર્ષમાં જોડાવા કાર્થેજિયનો સાથે જોડાવા મહાન સેનાપતિ હનિબાલનું આગમન થાય છે.હનિબાલ બાર્બાસ વંસનો હતો અને તેના ઉપર સ્પેનના બાર્સેલોના પડયુ
હતું.સંગુન્ટમમાં રોમનો અને હનિબાલ વચ્ચે ખુંખાર અને લાંબુ યુધ્ધ થાય છે અને છેવટે તાકાતવર રોમન સામ્રાજય સામે હનિબાલ હારી જાય છે.અંતે સ્પેન ઉપર રોમન સામ્રાજયનો વાવટો ફરકે છે.રોમનો કાર્થેજિયનોએ પાડેલા સ્પેનીયા
નામમાં ફેરફાર સ્પેન નામ આપે છે.

એ પછી રોમન શૈલી મૂજબ સ્પેનનો વિકાસ થાય છે.રસ્તાઓથી માંડીને મકાનો સુધી રોમન સ્થાપત્યની અસર દેખાવા લાગી અને સ્પેન ઉપર રોમનો છવાય ગયાં.મોટાભાગનો સ્પેનનો વિકાસ રોમનોના શાસન હેઠળ ક થયો હતો..

એ પછી સ્પેન ઉપર સુએવી,વન્ડાલસ અને જર્મન વિસિગોથ પ્રજાનું આક્રમણ થાય છે.છેવટે એક સમયે મહાન રોમન સામ્રાજયનો અંત આવે છે અને સ્પેનમાં વિસિગોથનું શાસન સ્થપાય છે.તેઓએ ટોલેડેને નવી રાજધાની બનાવી.

વિસિગોથ પરિવારમાં રાજાની પંસદગી કરવાની એક અનોખી પ્રથા હતી.નવા રાજાની પંસદગી રાજપરિવારના સભ્યો મતદાનથી કરતાં હતાં.ઇ.સ.૭૧૦માં રાજાનું મૃત્યુ થતાં ‘અચિલા’નામનો પુત્ર બળજબરીથી ગાદી ઉપર ચડી બેઠો.આ બાજુ ચુંટણીમા પરિવારનો બીજો પુત્ર ચુટાય આવ્યો.પરિણામે અચિલાને પદભ્રષ્ટ કરી ચુટાયેકા પુત્રને ગાદી પર બેસાડે છે.

અપમાનથી ગુસ્સે થયેલો અચિલા મોરક્કોના મુસ્લિમમુર લોકોની મદદ માંગે છે.ત્યારે એવો સમય હતો મુસ્લિમમોને ઇસ્લામના ફેલાવાની તાતી જરૂરિયાત હતી.સાતમી સદીમાં ઇસ્લામી યોધધાઓ તત્કાલિન શ્રેષ્ઠ હતાં.મુર લોકો અચિલાને મદદના બહાને સ્પેન આવી અચિલા અને ગાદીપતિ રાજાને તગેડી મુકી અને સ્પેન ઉપર કબજો જમાવે છે.

સ્પેન મુસ્લિમ શાસનનો ઉદય થતાં લોકોનું મોટા પાયે ધર્માન્તર શરૂ થાય છે.ચર્ચોને બાળી નાંખવામાં આવ્યા.સ્થાનિક પ્રજાના મર્મસ્થાન ઉપર ઘા કરવાનું મુસ્લિમ શાસકોએ ચાલુ રાખ્યું.દસ વર્ષના ગાળામાં આખા સ્પેન ઉપર મુરલોકોને કબજો જમાવી દીધો.

સાતમી સદીના ઉતર્રાધમાં ક ધ્વસ્ત થયેલી ખ્રિસ્તી પ્રજા પુરી તાકાતથી મુસ્લિમ શાસન સામે ઇન્કલાબ શરૂ કરી દીધો.સતત સાત સદી સુધી ચાલેલા આ ભિષણ યુધ્ધોને ઇતિહાસ ‘ક્રુસેડ’એટલે કે ધર્મયુધ્ધ તરીકે ઓળખે છે.આ સાત સદી સુધી ચાલેલા મહાસંગ્રામમાં કત્તલ અને હેવાનિયતની ચરમસિમા હતી.સમસ્ત યુરોપની ખ્રિસ્તી પ્રજા તે સમયે એકજુટ થઇ ગઇ હતી.

સતત પોણઆઠ સદી ચાલેલા આ સંઘર્ષના પરિણામે સ્પેનીશ પ્રજા ખડતલ અને બહાદુર બની ગઇ હતી.મુસ્લિમ લોકોની જેમ પુરેપુરી કટ્ટર ધર્માન્ધ બની ગયેલી ખ્રિસ્તી પ્રજાના બચ્ચેબચ્ચામાં તે સમયે યુધ્ધે ચડવા હાકલ કરી હતી.

ખ્રિસ્તી લોકોએ ત્રણ મુદાના કાર્યક્રમ હેઠળ આ ધર્મયુધ્ધ શરૂ કર્યુ હતું.મુદો(૧)-સ્પેનમાં મુસ્લિમ શાસનનું નામોનિશાન મિટાવી દેવું…મુદો(૨)-સ્પેનમાં એક પણ મુસ્લિમ રહેવો ના જોઇએ..મુદો(૩)-સ્પેનમાં એક પણ મસ્જિદ ના રહેવી જોઇએ.

આ સંઘર્ષના પરિણામે સ્પેન એક શકિતશાળી રાષ્ટ્ર બનીને ઉભરી આવ્યું.સ્પેનના બે મોટા રાજ્યો એરગોન અને કેસ્ટાઇલના રાજપરિવારોના વારસદારો ફર્ડીનાન્ડ અને ઇઝાબેલાના લગ્ન થાય છે.

આ જોડી તેના ઐતહાસિક કારનામાને કારણે ઇતિહાસમા એક ગૌરવવંતુ નામ ધરાવે છે.તેમના નિર્ણયોને કારણે સ્પેનનો રાજયપ્રસાર વધતો ગયો.૧૪૯૮માં ઇઝાબેલા અને ફર્ડીનાન્ડ બંને ક્રિસ્ટોફર કોલંબસને મહાન સમુદ્રયાત્રાએ મોકલે છે.કોલબંસના કારનામાને કારણે અમેરિકા પર સ્પેનીશ શાસન સ્થાપિત થાય છે.

આ જોડીના વર્ષોવર્ષ ઉત્તમ વહિવટના કારણે તેઓના શાસન હેઠળ દક્ષિણ અમેરિકાનો પોણૉ પ્રદેશ,મેકસિકો,મધ્ય અમેરિકાનો અમુક ભાગ,સેન્ટલ અમેરિકાનો અમુક ભાગ,ફિલિપાઇન્સ અને યુરોપનો અમુક ભાગ આવી જતો હતો..

એ સમયે બ્રિટનના મહાન સામ્રાજયના ઉદય પહેલા સ્પેનનો સુરજ મધ્યાને તપતો હતો.થોડા સમય પછી આ જોડીની પુત્રીનો પુત્ર પહેલો રોમન એમ્પરર બને છે.

હિંદુસ્તાન અને સ્પેનમાં એક જ સમયે મુસ્લિમ આક્રમણ થયું હતું.સ્પેન પોણઆઠસો વર્ષ સુધી સંઘર્ષ કરી પોતાની મુળ સત્તા પાછી મેળવે છે.જ્યારે હિંદુસ્તાનના મહાન સમ્રાટૉ,મહાભારત અને રામાયણના યુધ્ધના પરાક્રમ ઉપર મુસ્તાક,શસ્ત્રોની બદલે શાસ્ત્રોક ચર્ચા અને વાદવિવાદમાં પડેલી પ્રજા ઇતિહાસના ક્રુર અને ધર્માંધ મુસ્લિમ શાસન સામે ઘુંટણીયે પડી જાય છે.

ખોબા જેવડૂ સ્પેન યુરોપના દેશોને આત્મભિમાનથી કહેતું કે,”દક્ષિણમાથી આવેલા આ મુસ્લિમોના ધાડાને અમોએ રોક્યા ન હોત તો સમગ્ર યુરોપમાં પહોચી ગયા હોત,અમો આ ધાડા ફકત રોક્યા નથી,પણ પાછા મોકલી આપ્યા છે.”

ચંદ્રકાંત બક્ષીએ લખ્યું હતુ કે,’જીતેલી પ્રજા ઇતિહાસ લખે છે અને હારેલી પ્રજા કવિતા લખે છે.’

એટલે જ નહેરુ,બાજપાઇ અને એ સિવાયના ઘણા નેતાઓ અને આગળના રાજારજવાડાઓ કવિ પ્રકૃતિના હતાં.

સ્પેનના યુવાનોની પંસદીદા રમત છે,ફુટબોલ અને બુલફાઈટ.

મજબુત અને કસાયેલા શરીરો,પાંચ હાથ પુરા સ્પેનીશ પુરુષોની પ્રકૃતિ છેલ્લા આઠસો વર્ષોના ઇતિહાસના કારણે મિશ્રિત થઇ ગઇ છે.મુર,જર્મન વિસિગોથ અને ખ્રિસ્તી લોહીના મિશ્રણની અસર જોવા મળે છે.આ પ્રજાની તાસિર યુરોપની અન્ય પ્રજા કરતા અલગ પડે છે.જે રીતે ગુજરાતમાં કાઠિયાવાડી પ્રજા અલગ પડી જાય છે.

થોડીક હઠીલી,હિંમતવાન,મોં ફાટ બોલવાવાળી અને થૉડી ક્રુર પ્રકૃતિની પણ સરવાળે સરળ અને મોજીલી પ્રજા છે.આ સ્પેનીશ પ્રજાની તાસિર છે.

સ્પેનીશ સ્ત્રીઓ-ભુમધ્યસમુદ્રની અફાટ સૌંદર્ય ધરાવતી સ્પેનીશ સ્ત્રીઓનું દેહલાલિત્ય પણ ખડતલ છે.કારણકે આ સ્પેનીશ પ્રિયાઓને આખલા સાથે લડાઇઓ લડવાવાળા પુરુષો સાથે પનારો પડે છે.જે સ્પેનીશ પુરુષો આખલા સામે બાથૂ ભરતા હોય તેઓની સામે નાજુક દેહલાલિત્ય ધરાવતી સુંદરીની શી વિસાત….!

માડ્રીડ શહેરમાં મારી સાથે આવેલા ગુજરાતી યુવાનોએ આ સ્પેનીશ પ્રિયાઓને જોઇને કકળાટ કરી મુક્યો કે.”અરેરે..આપણે તો આખલાઓ અને પાડાઓને ચરાવતા હતાં પણ કદી આખલા સામે બાથ ન ભીડી.તો પછી આપણે દાળભાત,દહીવડા અને ગાંઠીયાના શોખીન,દારૂબંધીના મહાન રાજ્યના ગુજરાતી યુવાનોએ આખલાઓ સામે બાથ ભીડી હોત તો….?..તો આ લાલ ચટાક સૌંદર્ય ધરાવતી,માંસલ,પુર્ણવિકસિત,ભુમધ્ય સમુદ્રના તડકામાં તપેલી આ સ્પેનીશ સૌંદર્યકારાઓ સામે આકર્ષણ પેદા કરી શકયા હોત..”

સ્પેન વિશે એક રમુજ પ્રસિધ્ધ છે – સ્પેનના સર્જન સમયે પરમાત્માએ સ્પેનના લોકોને આર્શિવાદ માંગવા આદેશ કર્યો.સ્પેનીશ પ્રજાને પરમાત્મા પાસે માંગ્યુ કે(૧)વિવિધ હવામાન વાળો પ્રદેશ આપો.(૨)સુંદર સ્ત્રીઓ આપો.(૩)સ્વાદિષ્ટ ભોજન,દારૂ અને ફળૉ.

આ ત્રણેય માંગણી મુકી પછી વધારાની એક માંગણી મુકી..’સારી સરકાર’..પરમાત્માએ કહ્યુ,’આટલુ બસ,આ માંગણી વધારે પડતી છે.

એ પછી સ્પેનમાં કદી સારી સરકાર આવી જ નહીં.બીજા વિશ્વયુધ્ધના પાંચ વર્ષ પહેલા આંતરિક વિગ્રહમાં છ લાખ જેટલા સ્પેનીશ લોકો મૃત્યુ પામ્યા..આ કોઇ ક્રુસેડ(ધાર્મિકયુધ્ધ)
નહોતું પણ ધર્મ અને રાજકારણની ભેળસેળ થઇ જવાથી અને બે રાજકિય પક્ષોની ખેંચતાણના કારણે આ આંતરવિગ્રહ ફાટી નીકળયો હતો.

કોંગેશ,મુસ્લિમલિગ હોય કે શીવસેના કાગડા તો બધે જ કાળા જ હોય છે.

— કોર્નર—
અલ્લાહનો આદેશ છે કે બીજાઓ સાથે ન્યાયથી વર્તો.બીજાઓ સાથે ભલાય કરો.પાડોસીઓને દાન આપો.અનિષ્ટ તથા પાપકર્મોથી દુર રહો અને એકબીજા સાથે ઝઘડો ના કરો..
(કુરાન – ૧૬-૯૦)

નરેશ કે. ડૉડીયા
૨૨-૨-૨૦૧

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: