RSS

સ્ત્રી-પ્રેમ અને લગ્ન

પુરુષ માટે પ્રેમમાં પડવું એ સાહજિક પ્રક્રિયા છે જ્યારે સ્ત્રી માટે પ્રેમમાં પડવું એ તેના માટૅ વિશ્લેશ્ણની પ્રક્રિયા છે.સ્ત્રી સહેલાયથી કોઇ પણ વ્યકિતના પ્રેમમાં નહીં પડે.ભાગ્યે જ કોઇ વિરલો હશે જેને ઇન્સટ્ન્ટ પ્રેમ મળ્યો હશે.કદાચ મળ્યો હોય તો ‘વન નાઇટ સ્ટેન્ડ’જેવી
અલ્પસમયની પ્રક્રિયા હશે.

સ્ત્રી માટે પ્રેમ એ ‘ચેલેન્જ ઓફ હાર્ટ’જેવી વસ્તું છે.સ્ત્રી લાંબુ વિચારે છે.કદાચ તેને કોઇ પુરુષ પંસદ પડે તો પણ ફટાફટ માર્ગ પંસદ કરતી નથી.માટે હમેંશા પ્રેમમાં પડવાની પહેલ પુરુષોએ કરવી પડે છે.

આ બધી બાબતો ઘણા પુસ્તકોમાં આપે કદાચ વાંચી હશે?પણ આજે પ્રેમમાં પડવું થોડૂ આસાન કાર્ય બની ગયું છે.ટેલિવિઝને ગર્લ્સ અને ગ્લેમરનું એવું અઝબ-ગઝબનું વિશ્વ ઉભું કર્યુ છે કે સોળ વર્ષની ઉમરના છોકરાઓ અને છોકરીઓને ભરબપોરના તડકામાં પણ સપના જોવા મજબૂર કરી નાંખે છે.

પંદર સોળ વર્ષની મધ્યમવર્ગની ગુજરાતી બેબીને તમે તેની નાતના છોકરા સાથે લગ્ન કરવાનું પુછશો તો મુનશી કે મેઘાણીના વખતની મુગ્ધા જવાબ આપે તેવા જવાબની આશા રાખવી નકાંમી છે.

બેબી જવાબ આપશે કે,’જ્યારે મારી ઉમર લગ્ન કરવા જેવડી થશે ત્યારે હું મારી પંસદગીના છોકરા સાથે લગ્ન કરીશ.’

બદલાતા જમાનાની સાથે પ્રેમ(રોમાન્સ)માં ફેશન આવતી ગઇ.સાહિત્ય પણ રોમેન્ટીક બનતું ગયું.પ્રેમ વિશે લખવામાં લેખકોને કોઇ ઉમરબાધ નડતો નથી.

કાન્તિભટ્ટ ૭૭ની ઉમરમાં જેટલુ સ્ત્રી અને પ્રેમ વિશે લખ્યું છે,તેના જેટલુ અથવા તેની તુલનામાં બીજા કોઇ લેખકોએ લખ્યું નથી અથવા ઓછું લખ્યું છે.

પ્રેમ એ કરવા જેવી વસ્તુ છે એવું સમજવા વાળો એક વર્ગ છે અને પ્રેમ એ થઇ જાય છે એવી સમજવાવાળૉ પણ એક વર્ગ છે.આ આધુનિક માનસિકતા છે.

પ્રેમ એટલે શું?કર્ઝ ફિલ્મના એક ગીતમાં ઋષીકપુર એક કડીમાં કહે છે કે,’વો ના કહે તો ખુદકુશી કર જાઉંગા યારો…વો હા કહે તો ખુશીસે મર જાઉંગા યારો….’

એટલે સ્ત્રી પ્રેમનો સ્વિકાર કરે તો પણ મરવાનું છે અને અસ્વિકાર કરે તો પણ મરવાનું છે…..ના,આ પ્રેમ નથી.આ અઢાર-વીસ વર્ષની વયે ગવાતા જોડકણા છે.

સ્ત્રીનો જન્મ થયો એટલે પ્રેમ કરવા માટે જ જન્મી છે.છોકરીની ઉમર ચાર-પાંચ વર્ષની થાય ત્યારથી જ તેનામાં લાગણી અને પ્રેમનો સ્ત્રોત ફુટતો જોવા મળે છે.

તમે મોટા ભાગે જોશો કે બાળક બાબો હશે તો બોલાવતાની સાથે તુરત હશસે નહીં અને બાળક બેબી હશે તો ખિલખિલાટ હસવાં લાગશે.ચાર-પાંચ વર્ષની નાની બેબીને તેનાથી નાનો ભાઇ હશે તો ચોક્ક્સ તેના ભાઇને એક નાનકડી બાળમાતાની જેમ ડ લડાવતી જોવા મળશે.

બેબી ચૌદ વર્ષ પુરા કરે છે.ભાઇ અને પિતાને બેબી તરફથી ભરપૂર પ્રેમ અને લાગણી મળે છે.જે પિતાની દીકરી પંદર-વીસ વર્ષની હોય તે દિકરી તેના પિતાનો પુરતો ખ્યાલ રાખે છે.મોટાભાગે આ ઉમરના છોકરાઓની સાથે તેઓ પિતાનુ
ટ્યુનિંગ પુત્રી સાથે હોય છે તેવુ હોતું નથી…આ હક્કીત છે

સ્ત્રીની ઉમર ૧૭-૧૮વર્ષની થાય છે,પછી તે પોતાના શરીરને પ્રેમ કરે છે.અરીસા સામે ઉભા રહીને બધા એંગલથી પોતાના શરીરને નીરખે છે,પોતાની જાતને પ્રેમ કરતાં શીખી જવાય એટલે આપોઆપ બીજી વ્યકિત પ્રત્યે પ્રેમ થાય છે.આ બધા સ્ત્રીની જિંદગીના નાના નાના સંયોજનો છે.એના પછી ઘણા બધા પ્રાયોજનો થાય છે.

સ્ત્રીની વિજાતિય આકર્ષણની શરૂઆતી ઉમર કંઇ?૧૨-૧૪ કે ૧૫-૧૬.આપણે મોટાભાગે ૧૬વર્ષની કન્યા માટે ષોડસી મુગ્ધાનો શબ્દપ્રયોગ કરીએ છીએ.સ્ત્રી પ્રેમમાં જલ્દીથી પલોટાતી નથી.વાંરમવાર પોતાની તરફ ટીકી ટીકીને જોતા યુવકો મોટે ભાગે સ્ત્રીઓને ગમતાં નથી.કોઇ મનગમતાં યુવક સાથે એક એવી ક્ષણ આવે છે,ત્યારે એક બે અલપઝલપ મુલાકાતોમાં જ તે વ્યકિત માટે પ્રેમનો ઉભરો બહાર નીકળી જાય છે.ઘણા યુવકોને છોકરીના ચક્કર લગાવવાની આદત પડી જાય છે,મોટે ભાગે ચક્કરો મારવાંવાળા યુવકોના પ્રયાસ સફળ થતાં નથી.

પ્રેમમાં થતી કલ્પનાઓ અદભૂત હોય છે,એ કલ્પનાઓનું પરિમાણ વિશાળ હોય છે.જયારે પ્રેમની વાસ્તવિકતાથી કલ્પનાથી બીલકુલ વિપરિત હોય છે.તેનું પરિમાણ ઘણુ નાનુ હોય છે.સ્ત્રીનો પ્રેમ સંપૂર્ણ પુરુષ માંગી લે છે.જ્યારે પુરુષનો પ્રેમ સ્ત્રીને સંપૂર્ણ માંગતો નથી.કારણકે પુરુષ જ્યારે સ્ત્રીના પ્રેમમાં પડે છે ત્યારે તેના બાહ્ય આકર્ષણ થકી પ્રેમમાં પડે છે.

સ્ત્રીના માનસને અને પ્રેમમાં પડેલી સ્ત્રીના માનસને અને પ્રેમ થયાં પછી લગ્ન થયેલી સ્ત્રીના માનસને પુરુષ કદી પણ સમજી શક્યો નથી.આ વસ્તુંમાં એક રેખાના પ્રારંભિક,મધ્યમ અને અંતિમ બિંદુ જેટલો ફરક છે.આ લીટી સીધી જ ચાલી જાય છે,પણ દરેક બિંદુએ સ્ત્રીની માનસિકતા અલગ અલગ હોય છે.

લગ્ન પછી સ્ત્રી પતિને પ્રેમ કરે છે.એ પ્રેમમાં સંપૂર્ણ અધિકારની વાત આવે છે,આની શરૂઆત લગ્ન પછીના ચાર-પાંચ મહિનામાં થઇ જાય છે.પુરુષ જ્યારે સવારે ઉઠે છે અને સાંજે ઘરે પાછો ફરે છે ત્યાં સુધી સ્ત્રી એમ જ ઇચ્છતી હોય છે કે આખા દિવસ દરમિયાન મારા પુરુષ ઉપર મારો અધિકાર રહેવો જોઇએ.આ પણ એક પ્રકારનો પ્રેમ છે,પ્રેમનું એક પ્રકારનું માઇલ-સ્ટોન છે.આ માઇલ-સ્ટોન નક્કી કરે છે કે પ્રેમની ગાડી વ્યવ્સ્થીત ચલાવવી કે નહીં..?

ઘણા પુરુષો આ હક્કીત સ્વિકારી લે છે,ઘણા પુરુષો આ વસ્તુને એક પ્રકારનું બંધન માને છે.કારણકે પુરુષોને આ પ્રકારનો અનુભવ હોતો નથી.મોટે ભાગે પુરુષ કદી સ્ત્રી ઉપર અધિકારભાવ રાખતો નથી અને મોટાભાગના પુરુષોને આ અધિકાર ધરાવતા આવડતું નથી.

દિવસ દરમિયાન સ્ત્રીઓ ઘણી જગ્યાએ આવતી જતી હોય છે પણ પુરુષ કદી આ બાબતે સ્ત્રી સાથે ચર્ચા નહીં કરે કે,’ક્યાં ગઇ હતી’…અને મોટે ભાગે સ્ત્રીઓ જાણવાં માંગતી હોય છે કે ઘરની બહાર રહીને પતિદેવો ક્યાં ક્યાં જાય છે..કારણકે પુરુષ પ્રકૃતિ જ એવી છે..!આ માનસિકતા સ્ત્રીઓમાં સમાન હોય છે પણ ટકાવારી જુદી જુદી હોય છે.

હજારો વર્ષોથી પુરુષ દિવસ દરમિયાન ઘરની બહાર કામ માટે નીકળે છે.જુના જમાનામાં શીકાર કરવાથી લઇને આધુનિક જમાનામાં પૈસા કમાવવા માટે.પુરુષો મોટે ભાગે ઘરમાં દિવસ દરમિયાન જે ઘટનાઓ બનતી હોય છે તેનાથી અજાણ હોય છે.આ બાબત પણ સ્ત્રીઓ અને પુરુષોની માનસિકતાની રેખાના પ્રારંભિક અને અંતિમબિંદુઓ છે.

પતિ અને પત્ની બંને નોકરી કરતાં હોય તો પણ બાળકને સાચવવાથી લઇને ગૃહકાર્ય સુધીની જવાબદારી સ્ત્રીઓને જ સંભાળવાની હોય છે.કારણકે સ્ત્રીઓ ઘરકામથી લઇને બાળકની સંભાળવાના દરેક કાર્યમાં ચીવટ રાખે છે,અને સ્ત્રીઓ એકસાથે ઘણા કામ કરી શકે છે.જ્યારે પુરુષ એક સાથે બે કે ત્રણ કામ સ્ત્રીઓ જેટલી ચીવટતાથી નહીં કરી શકે..!

મોટે ભાગે પતિઓને પોતાની પત્ની સાથે એક બાબતે ઘર્ષણમાં ઉતરવું પડે છે.એ બાબત છે…પત્નીની શંકા..ઘણી એવું પણ બને છે કે પુરુષને કોઇ બહારની કોઇ સ્ત્રીઓ સાથે સંબધ ન હોય તો પણ શંકાનો ભોગ બનવું પડે છે.

લગ્ન એટલે ખરેખર સ્ત્રીઓની માનસિકતાની કઠોર પરીક્ષા છે.માનસિકતઆની ચરમસિમા છે.
સ્ત્રીને થકવી નાંખતી સામાજિક વ્યવસ્થા છે.સ્ત્રીઓનું મનોબળ એકદમ મજબુત હોવાથી
બાપડી ધરાર ધરાર ગાડુ ખેચ્યે જતી હોય છે.આ એક પ્રકારની સામાજિક વેઠ પ્રક્રિયા કહો તો પણ કોઇ હરકત ન હોવી જોઇએ

વધુ આવતા લેખમાં..

 

2 responses to “સ્ત્રી-પ્રેમ અને લગ્ન

 1. CHANDRESH

  સપ્ટેમ્બર 21, 2010 at 6:32 એ એમ (am)

  HIIIIIIIIIII

   
 2. Bela N Patel

  જૂન 6, 2013 at 11:47 એ એમ (am)

  પ્રેમમાં થતી કલ્પનાઓ અદભૂત હોય છે,એ કલ્પનાઓનું પરિમાણ વિશાળ હોય છે.જયારે પ્રેમની વાસ્તવિકતાથી કલ્પનાથી બીલકુલ વિપરિત હોય છે.તેનું પરિમાણ ઘણુ નાનુ હોય છે.સ્ત્રીનો પ્રેમ સંપૂર્ણ પુરુષ માંગી લે છે.જ્યારે પુરુષનો પ્રેમ સ્ત્રીને સંપૂર્ણ માંગતો નથી.કારણકે પુરુષ જ્યારે સ્ત્રીના પ્રેમમાં પડે છે ત્યારે તેના બાહ્ય આકર્ષણ થકી પ્રેમમાં પડે છે.

  સ્ત્રીના માનસને અને પ્રેમમાં પડેલી સ્ત્રીના માનસને અને પ્રેમ થયાં પછી લગ્ન થયેલી સ્ત્રીના માનસને પુરુષ કદી પણ સમજી શક્યો નથી.આ વસ્તુંમાં એક રેખાના પ્રારંભિક,મધ્યમ અને અંતિમ બિંદુ જેટલો ફરક છે.આ લીટી સીધી જ ચાલી જાય છે,પણ દરેક બિંદુએ સ્ત્રીની માનસિકતા અલગ અલગ હોય છે.
  ……very very nice.

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: