RSS

સ્ત્રી-પ્રેમ અને લગ્ન -2

લગ્ન અને પ્રેમ એ એક રેખાના બંને છેડાના અંતિમ બિંદુઓ છે.આ બંને બિંદુઓને જોડાવા માટે ૩૬૦ડીગ્રીએ વળવું પડે છે.લગ્ન એક એવી એવી પ્રક્રિયા છે કે બને બિંદુઓ ૯૦ડીગ્રીએ પહોચતાં સુધી હાંફી જાય છે.

પ્રેમ જ્યારે વાસ્તવિકતાની સપાટી ઉપર આવે છે ત્યારે તરફડીયા મારે છે.લગ્ન એ પ્રેમ કરવા માટેનું પણ પ્રેમને ટકાવી રાખવાનું બંધન છે.

ચંદ્રકાંત બક્ષીએ લખ્યું છે કે,’પ્રેમ,સેકસ,લગ્ન અને સુખ એ આધુનિક જીવનના ચાર આશ્રમો છે અને દરેક આશ્રમનો અંતરાલ ૨૫વર્ષનો નથી ! આમાંથી એકાદ આશ્રમ આજના જીવનમાં ઘણી વાર ૨૫ મિનિટ પણ ટકતો નથી!પણ એ વિષય જૂદો છે.’

હિંદુસ્તાનમા અને ખાસ કરીને ગુજરાતી લેખકો પ્રેમ અને લગ્નવિષયક પુસ્તકો લખે છે એ મોટા ભાગના નારી વિષયક હોય છે.જેમ કે ‘નારી આચારસંહિતા’,પરિણીત નારીસંહિતા,’સ્ત્રી મર્યાદા,સુખી લગ્નજીવનની ચાવી અને સ્ત્રી અને લગ્ન જેવા અનેક નામધારી પુસ્તકો લખાયા છે..આ ઉપરથી એવુ જ લાગે કે લગ્નજીવન ટકાવી રાખવાની જવાબદારી ફકત સ્ત્રીઓની જ હોય છે..

કદી પુરુષ લેખકોએ’પુરુષ અને લગ્ન’,’પુરુષ આચારસંહિતા’ જેવા પુસ્તકો શા માટે લખતા નથી!આ એક પુરુષ લેખકોની માનસિકતાનો સંશોધનનો વિષય છે.

આ બાબતે સ્ત્રી સાહિત્યકારાઓ પણ પાછડ નથી.લેખિકાઓ પણ પુરુષ સમોવડી થતી હોય તેમ તેઓના પુસ્તકોમાં સ્ત્રીઓને ઢગલાબંધ સલાહો લખી કાઢે છે.આ ગુજરાતી સાહિત્યકારાઓની કમાલ છે.

કવિ રિલ્કે લખે છે કે,’લગ્ન એ એક માથે લીધેલી પ્રવૃતિ છે અને નવી ગંભિરતા છે.-લગ્ન એક પડકાર છે,લગ્ન તમારી તાકાત,ધીરજ અને તમારી પરસ્પરની ઉદારતાની કસોટી કરે છે…અને લગ્ન એ બંને માટે એક નવું ડેન્ઝર છે.’

આધુનિક યુગમાં ઘણા પ્રેમલગ્નો થાય છે.લગ્ન એટલે શું?પ્રેમીયુગલોના લગ્ન એ ધીરે ધીરે પ્રેમનું પ્રમાણ ઘટાડનારૂ એક સામાજીક બંધન છે.પ્રેમ જ્યારે વાસ્તવિકતાની સપાટી ઉપર આવે છે ત્યારે તરફડીયા મારે છે.આધુનિકતાની સાથે ઘણી સમજદારી આવે છે પણ વધું પડતી સમજદારી પણ લગ્નજીવનમાં ભંગાણ સર્જી શકે છે.

સ્ત્રી માટે લગ્ન એ નવતર પ્રકારની જવાબદારી છે.ગુજરાતી મમ્મીઓ હિંદુસ્તાનની શ્રેષ્ઠ માતાઓ છે એવું મારું નમ્ર નિવેદન છે.આધુનિક યુગ ચાલે છે.છોકરી ગેજ્યુએટ છે.એમ.બી.એ કે ડોકટર જેવી ડીગ્રી ધરાવે છે,છતાં પણ આ માતાઓ છોકરીને રસોઇથી માંડીને ભરતગુંથણના કામમાં માહિર લગતાર કોશિશ કરે છે અને આ કોશિશ કામિયાબ બનાવીને જ જંપે છે.એટલે લગ્ન પછી છોકરીઓને સામાજિક ઝાલર ગુંથતા આવડી જાય છે.

સમજવાની પણ એક વાત આવે છે.જોકે ક્યારેક મમ્મીઓની શિખામણ પણ લગ્નજીવનમાં ભંગાણ સર્જી શકે છે.

લગ્ન એટલે આપણા ભારતીય સમાજમા અને ખાસ કરીને ગુજરાતી સમાજમા એવી સમજણ છે કે એક સ્ત્રીને પરણી જવું એ લગ્ન છે.બે બચ્ચા પેદા કરી અને સ્ત્રી પાંત્રીસ-ચાલીસે પહોચે એટલે ત્યારે તેઓ એમ જ સમજતા હોય છે કે,’જાણે ગંગા ન્હાયા.’

પુરુષ માટે લગ્ન એટલે એક સામાજિક જવાબદારી છે એટલું જ સમજે છે.તદન નફિકરો થઇને ફરે છે.આ આપણી હિંદુસ્તાની માનસિકતા છે.

એક મસ્તીભરી આંખોવાળી,ચંચળ,ઉછળતી,પંખીણી જેવી યૌવનના આકાશમાં ઉડતી કોડભરી ક્ન્યાને અણગમતા ભરથાર સાથે ભેરવી દેવાય છે.લગ્ન ઉપરથી એક વાત નક્કી થઇ જાય છે કે ‘સિમોન દ’બુવાર’નું પુસ્તક ‘સેકન્ડ સેકસ’સાચું છે.આજે પણ સ્ત્રીઓને સેક્ન્ડ સેકસ જ ગણવામાં આવે છે અને કેવળ ઉપભોગની જ વસ્તું જ ગણવામાં આવે છે.

ખરેખર લગ્ન એ વ્યવસ્થા છે અને પ્રેમ એ એક અવસ્થા છે.લગ્ન થયા પછી પ્રેમની ટકાવી રાખવાની બંને પાત્રોની સંયુકત જવાબદારી હોય છે પણ લગ્ન નામની વ્યવ્સ્થાના કારણે ક્યારેક કોઇ પણ એક પાત્ર આ જવાબદારીમાંથી છટકી પણ જાય છે.

ક્યારેક એવું પણ બને છે કે પતિકે પત્નીમાંથી કોઇ પણ એક પાત્ર તદન નકામુ હોય છે,પણ લગ્ન થયા પછી એ પાત્ર સાથે ધરાર ધરાર પણ,લગ્નજીવન ટકાવવું જરૂરી બની જાય છે.ક્યારેક ઘણા એવું એવું માનતા આ એક પ્રકારની માનસિક પરિતાપ વધારનારી યોજના છે.

એટલે ર.વ.દેસાયએ એક વાર લખ્યું હતું કે,’ક્યારેક લગ્નજીવનથી ભાગી છૂટવાની ઇચ્છા પણ થાય ખરી….!’

આ યોજનામાં એવું નથી કે સામાન્ય પાત્રો જ અટવાય જાય છે ઘણીવાર ઉચ્ચ અભ્યાસ કરેલા છોકરાઓ અને છોકરીઓ પણ ભોગ બને છે.

લગ્ન એટલે શું?લગ્ન એટલે સ્ત્રીઓને તાણયુકત અવસ્થામાં જીવવામાટેનો કાયદેસરનો સામાજીક પરવાનો.

સવારના દુધ લેવાના સમયથી તેના મગજમાં આખા દિવસની રોજની રિપીટ થતી ક્રિયાઓની ગોઠવણ શરૂ થઇ જાય છે.છોકર્રાઓને ભાવતી વાનગીઓનું લિસ્ટ,પતિની ભાવતી વાનગીઓની લિસ્ટ,સાસુ-સસરાની ભાવતી વાનગીઓનું લિસ્ટ યાદ કરવામાં પોતાના ભાવતા ભોજનનું લિસ્ટ ભૂલી જાય છે.શાક-બકાલુ લેવાની રોજની કડાકુટ,છોકરાઓને સ્કુલે મોકલતી વખતે તેઓને તૈયાર કરવાથી લઇને નાસ્તાના ડબ્બા ભરી આપવાની જવાબદારી,વાસણ અને કપડા પત્યા પછી બપોરની રસોઇ બનાવવાની તૈયારી શરૂ કરવાની

ગુજરાતી પુરુષોની સમાન માનસિકતા છે-ભોજનમા ત્રુટી શોધવામાં માહિર હોય છે.તેઓનું નિશાન બને છે-રસોડાની રાણી-આ લાડકુ બિરુદ આપનારી ગુજરાતી સાહિત્યકારાઓને સલામ.

જો કોઇ ગુજરાતી ભાઇડો આ એક અઠવાડીયા માટે આ સતત એકધારી જવાબદારી સંભાળે
તો સાત દિવસ પછી આ ભાયડો સંસાર છોડવાની ફિરાકમાં હશે….!

બપોરના બે-અઢી કલાક વામકુક્ષીમા વિતાવી પછી ચા બનાવવી,એ પછી સુકાયેલા કપડાઓને વ્યવસ્થિત રાખવા,ધોબીને ઇસ્ત્રી માટે કપડા જુદા રાખવા.સાંજ પડે એટલે બાળકો સ્કુલેથી પાછા ફરે છે ત્યારે બાળકોને ભુખ લાગી હોય એટલે બાળકોને નાસ્તો આપવો અથવા બનાવી આપવાનો.

પહેલાના સમયમાં આજુબાજુની પાડોસીની બાઇઓ ભેગી થતી અને એકબીજાની પીડાઓ અને ખાટીમીઠી વાતોની આપ-લે થતી હતી એટલે સ્ત્રીઓ હળવાશ અનુભવતી.હવે બાજુના ફલેટમાં રહેતી બાઇ સાથે પણ ફક્ત હાય હેલ્લોનો વહેવાર જ હોય છે.દિવસે દિવસે સંબધોનું પરિમાણ ઘટતું જાય છે.

સાંજનો સમય થતાં રાત્રીભોજનની તૈયારી શરૂ કરવાની.આગલા દિવસની રસોઇ રિપીટ ન થવી જોઇએ એ ખાસ ધ્યાન રાખવાનું.ઘરના બધા લોકો જમી લે પછી રસોડાની રાણીને થૉડી ફુરસદ મળે છે.

પ્રાઇમ-ટાઇમની આવતી ટીવી સિરિયલો જોવા માટે રસોડાનીરાણી ગોઠવાય જાય છે.
ટેલિવિઝનમાં આવતી સિરિયલોમાં સ્ત્રી પાત્રો વાસ્તવિકતા પરિવારની સ્ત્રીઓની રહેણીકરણીથી જોજનો દુર હોય તે રીતે દેખાડવામાં આવે છે.

તમારી પત્ની જરદૌસી સિલ્કની સાડી પહેરીને,ગળામાં મંગળસુત્ર અને વધારાના દાગીના પહેરીને,હાથમાં બંગડીઑની હારમાળા પહેરીને,હોઠો ઉપર લિપસ્ટિક અને મેકઅપ કરીને વઘાર કરતી જોવા મળે છે ખરી…….!!!!

છતાં પણ આ સિરિયલોના પાત્ર ગુજરાતી સ્ત્રીઓને માનસિક રાહત પહોચાડનારા છે.કારણકે અમુક વસ્તું વાસ્તવિક જીવનમાં શક્ય ન હોય તે સિરિયલોમાં આવતી રસોડાનીરાણીઓને કરતા જોઇને રાહત અનુભવે છે..

આ બધું પત્યા પછી રસોડાનીરાણી પોતાના શયનકક્ષ તરફ પ્રયાણ કરે છે.

સિમોનદ્’બુવાર લખે છે કે,’સાંજના બારી બારણા બંધ થયા પછી જ સ્ત્રી ૧૦૦ ટકા આઝાદ બને છે.’

કામધંધેથી પાછો ફરેલો ગુજરાતી મર્દ નાહીધોઇને બેડરૂમમાં અન્ય પ્રવૃતિમાં જેવીકે ટીવી જોવાથી ચોપડીઓ વાંચવાની ક્રિયાઓમાં વ્યસ્ત હોય છે.પત્નીના શરીરમાંથી આવતી વઘારની વાસથી ગુજરાતી પતિઓ ટેવાયેલા ના હોવાથી નાછુટકે રસોડાની રાણીને બાથરૂમમાં જઇને સ્નાનવિધી પતાવી પડે છે.એ પછી પારદર્શક નાઇટગાઉન પહેરેલી પોતાની પત્ની તરફ નજર નાંખતા ગુજરાતી મર્દ શરમાય જાય છે.

ક્યારેક એવું પણ બને છે કે ગુજરાતી પત્ની જે બેડરૂમમાં આઝાદ છે તેવી સ્ત્રીઓ ૪૦-થી-૪૪ઇંચનાં ઘેરાવો ધરાવતા વજનદાર પતિઓના બોજ નીચે આઝાદી દબાય જાય છે

કયારેક એવું પણ કામસુત્રના ૮૪આસનોમાંથી અમુક આસનો સ્ત્રીઓની પંસદગીના પણ હોય છે.

કોર્નર-ઘણી વાર ભાગી ગયેલા પતિને હિમ્મ્ત આપનાર તેની પત્ની જ હોય છે.(ર.વ.દેસાય)

નરેશ કે. ડૉડીયા
૨૦-૨-૨૦૧

 

4 responses to “સ્ત્રી-પ્રેમ અને લગ્ન -2

 1. HIMMAT SINH CHAUHAN

  એપ્રિલ 23, 2011 at 2:07 પી એમ(pm)

  PREM KEM 18 VARSH PACHHI THAY 6 HU MANU CHHU KE AMUK EGE PRAMANE AA HOY PN BHAVISHYA BANAVANU HOY AN E PREM PACHHAD PAN JUJVANU HOY TO PRATHAM SU KARAY ANE HA MAHTVA BANNE NU HOY TYARE SU KARVU

  HU EK CHHOKARI NE LOVE KARU CHHU TENA MATE BADHU CHHODVA TAIYAR CHHU PNA MANE MARO BUSINESS PAN VALO CHHE GAR VADA EGRY NATHI ANE CHHOKARINE DHIRAG NATHI JO LAGAN KARU TO DHANDHO GUMAVI BESU TO HU SU KARU MANE SARI SALAH APO HAKARATMK TAMARO ABHAR

   
 2. HEMALI DEDHIA.

  મે 14, 2011 at 5:08 એ એમ (am)

  ”JO BUSINESS SARO HOY TO 1ST THING K POTANU GHAR SEPREAT LAILO ..MARREAGE KARO & SAMAY JATA BADHU THIK THAI J SE……….”ALL THE BAST”’…

   
 3. HEMALI DEDHIA.

  મે 14, 2011 at 5:11 એ એમ (am)

  ”JO BUSINESS SARO HOY TO 1ST THING K POTANU GHAR SEPREAT LAILO ..MARREAGE KARO & SAMAY JATA BADHU THIK THAI J SE ..”HIMMAT BHAI”…ALL THE BAST… ”HIMMATE MARDA TO MARDE KHUDA”….

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: