RSS

સોહરાબુદ્દીન : સીબીઆઈની રામાયણ-સરકારી અન્યાયી રસમો

છેલ્લા કેટલાય દિવસોથી સોહરાબુદ્દીન ગુજરાત અને પુરા વિશ્વમાં ચર્ચાની એરણે છે. એના (જુઠા) એન્કાઉન્ટરના કેસમાં ગુજરાત પોલીસ અને રાજસ્થાન પોલીસના ઓફિસરોની સીબીઆઈએ ધરપકડ કરી જેલમાં બંધ કર્યા છે. કેસ સૌથી વધારે પ્રસિધ્ધ અને હાઈપ્રોફાઈલ તો ત્યારે થયો જયારે એમાં ગુજરાતના ગૃહમંત્રી(હાલ પૂર્વ ગૃહમંત્રી)ની ધરપકડ થઇ. દિવ્યભાસ્કર અખબારે તો બધાય અધિકારીઓથી લઈને ગૃહમંત્રીના બધાયની સાથે સંબંધ સાથે સાથે એમની એ સમયની ફોન કોલ ડીટેલ પણ પ્રસિદ્ધ કરી. હવે આ કેસ સુપ્રીમ કોર્ટના આદેશથી તપાસમાં આગળ વધી રહ્યો હોઈ સ્વતંત્ર ભારતના એક સજાગ નાગરિક તરીકે બંધારણને અનુસરતા આપણે કશી ટીપ્પણી કરી ના શકીએ પણ મારી પાસે આવેલા એક ઈમેલમાં જે વિગતો છે એ મુજબ સોહરાબુદ્દીન એક આતંકવાદીથી વિશેષ કઈ જ નથી.
હવે જોઈએ મને મળેલ મેલની માહિતી :

શું તમને ખબર છે કોણ હતો આ સોહરાબુદ્દીન? લગભગ ૩૫ થી ૩૬ વર્ષનો આ વ્યક્તિ મધ્યપ્રદેશના ઝારાનિયા ગામથી હતો. જેણે એક રીઢો કે ખુંખાર ગુનેગાર કહીએ તો ચાલે કેમ કે તે ગુજરાતની બિલ્ડર લોબી અને રાજસ્થાનની માર્બલ લોબીમાંથી ખંડણી ઉઘરાવવાનું કામ કરતો હતો અને એમાં એનું સારું વર્ચસ્વ પણ હતું. અને એનું બધું જ કામ એ અમદાવાદ, ઉદયપુર અને ઉજ્જૈનથી કરતો હતો.
હવે એના ઉપર નોંધાયેલા ગુનાઓ તરફ નજર કરીએ તો :
ગુજરાત :
અમદાવાદ – ગુનો રજીસ્ટર નં. ૧૧/૯૪
– ૧૯૯૩ : જગન્નાથજી રથયાત્રામાં ભય આતંક ફેલાવવા બોમ્બ વિસ્ફોટનું કાવતરું. દાઉદ અને લતીફ જેવા દેશદ્રોહી સાગરીત.
અમદાવાદ – ગુનો રજીસ્ટર નં. ૨૩૮/૨૦૦૮ : ખંડણી – નાણા પડાવવાનો ગુનો
– અમદાવાદ ગું. ર. નંબર ૧૬૯/૯૫ આર્મ્સ એક્ટ એક્ષ્પ્લોજિવ એક્ટનો ગુનો, શાહપુર
– અમદાવાદ ગું. ર. નંબર ૧૧૨૪/૨૦૦૪ ફાયરીંગનો ગુનો, નવરંગપુરા
મહારાષ્ટ્ર
– ચાંદગઢ કોલ્હાપુર ગુ. ર. નં. ૫૨/૨૦૦૦ જીવલેણ ફાયરીંગ
– ચાંદગઢ પો. સ્ટે. ગુ. ૨,૪/૨૦૦૫ ગુનાહિત ષડયંત્ર રચી એક હત્યા કરી.
મધ્યપ્રદેશ
– નાગડા-ઉજ્જૈન પો. સ્ટે. ગુ. ૨,૨૩૭/૯૫ ગેરકાયદે હથિયારોનું વેચાણ કરતા પકડાયેલ
– મહીદપુર પો. સ્ટે. ગુ. ૨,૨૬૬/૯૫ આર્મ્સ એક્ટનો ગુનો
– લસુડીયા પો. સ્ટે. ગુ. ૨,૩૪૬/૨૦૦૩ ખોટા ડ્રાઈવિંગ લાઇસન્સનો ગુનો
– મધ્યપ્રદેશ પોલીસે સોહરાબુદ્દીનની ૫-૬-૧૯૯૯ના રોજ રાષ્ટ્રીય ધારા હેઠળ ધરપકડ કરી હતી જેમાં જામીન મેળવ્યા પછી ફરાર.
રાજસ્થાન
– હથીપોલ પો.સ્ટે. ગુ. ર. ૨૧૪/૦૪ ફાયરીંગથી હત્યાનો ગુનો
(માહિતી સંચાર:મનોગત,અંક -૩,૨૦૧૦)
અને આ એજ વ્યક્તિ છે કે જેના મધ્યપ્રદેશ સ્થિત ઘરમાંથી લગભગ ૪૦ જેટલી એકે ૪૭, કેટલાય જીવતા હેન્ડગ્રેનેડ અને કારતુસો મળી આવ્યા હતા. જે ભારતના પાંચ રાજ્યોમાં “વોન્ટેડ” જાહેર કરવામાં આવ્યો હતો અને એની સામે નાના મોટા ૪૦ જેટલા ગુનાઓ નોંધાયેલા હતા.
આજે કેન્દ્રમાં બેઠેલી કોંગ્રેસની સરકાર સીબીઆઈનો દુરઉપયોગ કરી રહી છે. ગુજરાત સરકારને અને ગુજરાતના સારા પોલીસ ઓફિસરોને ખોટી રીતે આ કેસમાં ફસાવી રહી છે અને પોલીસ ભાઈઓનું મનોબળ પણ તોડવાનું કામ કરી રહી છે. આ એજ સરકાર અને પોલીસ ઓફિસરો છે જેમના કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી શાંતિ છે. આજે ગુજરાતમાં ભયમુક્ત વાતાવરણ છે અને આપણે શાંતિથી હરી ફરી શકીએ છીએ. કોંગ્રેસ સરકાર પાસે ગુજરાત સરકાર વિરુદ્ધ કોઈ મુદ્દા નથી એટલે ખોટા મુદ્દાઓ ઉભા કરીને ગુજરાતની સરકારને હેરાન કરે છે.

આમ જોવા જઈએ તો સોહરાબુદ્દીન એ કોઈ દુધે ધોયેલું વ્યક્તિત્વ નહોતું કે જેના મોત પાછળ આટલો બખેડો ઉભો કરવાનો હોય.છેલ્લા પાંચ વર્ષથી ચાલતા આ કેસમાં ગુજરાતના લોકો સોહરાબુદ્દીનને બરાબર ઓળખતા થઇ ગયા છે. આજે દિલ્લી, મુંબઈ, ઉત્તરપ્રદેશ,મધ્યપ્રદેશ,બિહાર,છત્તીશગઢ,ઝારખંડ,જમ્મુ ને કાશ્મીર જેવા ભારતના કેટલાય રાજ્યોમાં દિવસના કેટલાય લોકોને મારી નાખવામાં આવે છે. શું એમની જાનની કોઈ કીમત નથી હોતી. તેમાં કોઈ સીબીઆઈ ઇન્ક્વાયરી નથી કરવામાં આવતી. શું ફક્ત સોહરાબુદ્દીનની જાનની કીમત છે? સોહરાબુદ્દીનનો કેસ એ સુપ્રીમ કોર્ટની મંજૂરી છે એમ કહીને ચલાવવામાં આવતો કોંગ્રેસ નો એક મોટો ખેલ છે. બાકી આખા ભારતમાં દર વર્ષે કેટલાય એન્કાઉન્ટર થાય છે અને ગુજરાત કરતા ગુનાનો આંક બીજા રાજ્યોમાં ઘણો છે, ગુજરાત તો તેમાં ખુબજ પાછળ છે તો બીજા રાજ્યોના એન્કાઉન્ટરની તપાસો છોડીને ગુજરાતની તપાસ જ કેમ?
જાગો ગુજરાતીઓ જાગો….. કેમ કે આજે આપણી માં-બહેનો રસ્તા પર ભયમુક્ત થઈને હરી ફરી શકે છે, આજે આપણા સ્કુલે ગયેલા બાળકોની ચિંતા નથી કરવી પડતી, આપણો પરિવાર રાત્રે ઘરમાં શાંતિથી સુઈ શકે છે અને એના માટે આપણી સરકાર અને ગુજરાત પોલીસને લાખ લાખ અભિનંદન આપવા જોઈએ. પણ જો કેન્દ્રમાં બેઠેલી કોંગ્રેસની સરકાર ગુજરાત સરકારને હેરાન કરે કે ગુજરાત પોલીસનું મનોબળ તોડવાનું કામ કરે તેને આપણે કેવી રીતે ચલાવી શકીએ? તમે પોતેજ યાદ કરી જુવો કે ગોધરાકાંડ પછી ગુજરાતમાં નાનું છમકલું પણ થયું છે ખરું? આપણે બીજા રાજ્યોમાં રહેતા લોકો કરતા કેટલી શાંતિની જીન્દગી જીવીએ છીએ,
*******

vimesh pandya

ચંદ્રકાંત બક્ષી લખે છે કે,”હિંદુ એક દિવસમાં આટલો તો ક્ષુબ્ધ થયો નથી!એની પાછળ વર્ષોનો અન્યાયબોધ છે,એણે વર્ષો સુધી સરકારો અને પક્ષોની નફ્ફટ મુસ્લિમ તરફદારી જોઇ છે.એને થયુ છે કે આ દેશની સરકારની મુસ્લિમ એ માનીતી રાણી રહી છે.અહીંના દરેક શાસકને મુસ્લિમની લાગણીની જ ચિંતા છે.આ સિવાય પણ ઘણા બધા કારણૉ છે અને ઘણા બધા વર્ષોથી ભેગા થતા આવ્યા છે.”

ઇસ્લામીક આંતકવાદને કારણે છેલ્લા ૧૨૦૦ વર્ષથી લાખો હિંદુઓ જેઓ નિર્દોષ હતા તેઓ મૃત્યુ પામ્યા છે.છેલ્લા ૧૨૦૦ વર્ષ એટલા માટે કે ઇ.સ.૭૧૨માં મહમદ બિન કાસીમનું આગમનથી અત્યાર સુધી જે જે ઘટનાઓમાં હિંદુઓ મૃત્યુ પામ્યા છે,તેઓનું મુળ કારણ જોવા જશો તો
અરબસ્તાનની ઇસ્લામી તાલિમ જવાબદાર છે.

આપણા માટે આંતકવાદ આમ જુઓ તો ૧૨૦૦ વર્ષ જુનો છે.રાજા રજવાડાના વખતમાં છેટ ૪૦૦૦ કિ.મી.દુર અરબસ્તાનથી ખલિફાના હુકમથી દુનિયાના પારકી પચાવી પાડવા માટે ઇસ્લામીક સેનાપતિઓ આંતકવાદીઓ જ હતાં.

કારણકે હિંદુસ્તાનની વિશાળ ભૂમિ પરના શાસનકર્તાઓ આટલા દુર કદી હુમલાવર બનીને કદી ગયા નથી.કારણ હતું હિંદુસ્તાનની વિશાળ ભૂમિ.જ્યારે ઇસ્લામના ઉદય થતાં અરબસ્તાની બંજર ભૂમિ પર ઉંટો અને ભૂંડ જેવા આરબો સિવાય કશું જ નહોતું.એ સમયે ઇસ્લામની સરહદ વધારવાની ખલિફાની જવાબદારી હતી.એમ કહેવાય છે આ ખલિફાઓને કોઇ ગેબી સુચનો આવતા હતાં.

મોરારજી દેસાઇના શાસનકાળ દરમ્યાન ધર્મપરિવર્તન પર પ્રતિબંધ મૂકવા માટે બિલ પ્રસ્તુત થયું ત્યારે આ બિલનો તમામ મુસ્લિમ સાંસદોએ એકીઅવાજે વિરોધ કર્યો હતો.

હિંદુસ્તાનનાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ગજેન્દ્ર ગડકરે કહ્યું હતું કે,”સંવિધાનની કલમ ૨૬ આ પ્રકારનાં સ્વાતંત્ર્ય આપે છે અને એ સેકયુલર રાજ્યવ્યવ્સ્થામાં અસ્થાને છે.હિંદુઓ માટે એક કાયદો અને મુસ્લિમો માટે બીજો કાયદો છે.હિંદુઓમાં સ્ત્રીઓને જે સ્વાંતત્ર્ય છે તે મુસ્લિમ સ્ત્રીઓ માટે નથી.”

એ પછી રાજીવગાંધીના શાસનમાં શાહબાનૂ કેસનો ચુકાદો આવતા મુસ્લિમ સ્ત્રીઓની રહીસહી આશાઓ પર પાણી ફરી ગયું.

આ રાજીવગાંધી ૧૯૮૩ના ખિલાફત કમિટીના જુલૂસની આગેવાની લેવા મદ્રાસથી ઉડીને હોંસે હોંસે મુંબઇ આવે છે,જ્યારે વિશ્વ હિંદુ પરિષદની એકાત્માં રથયાત્રા યોજાણી માટે બધા કોંગેશીઓ એકી સાથે તાર બેઠેલા સમુહની એકી અવાજે કાગારોળ મચાવીને વિરોધ કર્યો. અને કોઇએ આમાં જોડાવું નહી એવી અપીલ કરી હતી.

વી.પી.સિંહ પ્રધાનમંત્રી હતાં ત્યારે હિંદુઓ માટે અપમાનબોધની ચરમસિમા હતી.
હજરત મહમદના જ્ન્મદિવસની રજા જાહેર કરવા માટે લાલ કિલ્લા પરથી ખુશખુશાલ વદને જાહેરત કરી હતી.જ્યારે આપણા રામ કે કૃષ્ણના જન્મદિવસની રજા નહોતી.

દિલ્હીનો કુખ્યાત જામા મસ્જિદના ઇમામ અબ્દુલા બોખારી જેવાને પોતાના ખાસ પ્રતિનીધી તરીકે ઇરાન મોકલ્યો હતો.મુફતી મહમદ જેવા છાપેલ કાટલાને પોતાની સરકારના ગૃહમંત્રી જેવા પ્રતિષ્ઠીત પદ પર બેસાડ્યા હતાં.આ મુફતી અને એની દીકરી મેહબુબા આજે કાશ્મીર અલગાવવાદી તત્વોને પ્રોત્સાહન આપે છે.ઓમર અબ્દુલાએ યોજેલી શાંતિ બેઠકમાં મહેબુનાને હાજરી આપવા આપણા કઠપૂતળી પ્રધાનમંત્રી ફોન કરીને બેઠકમાં હાજર રહેવં વિંનતી કરે છે.જે કાશ્મીર ઉપર પહેલો હક બને છે કાશ્મીરી પંડીતોને ઓમરે આંમત્રણ પણ નથી આપ્યું.

વી.પી સિંહે દિલ્હીની જે જામમસ્જિદ પરથી અબ્દુલા બોખારી આંતકવાદીઓને પ્રોત્સાહન કરતા ભાષણો આપતો હતો એ જામામસ્જિદ માટે ૬૫ લાખની સહાય જાહેર કરી હતી.એ પણ નવી ફર્શ બનાવવા માટે.

વી.પી.સિંહે જામિયા મિલિયા યુનિવર્સિટીની આજુબાજુની કિંમતી જમીન યુનિવર્સિટીને આપી દે એવી ભલામણ એ વખતના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમને સિફારીસ કરી હતી.

૪૦૦૦૦ જેટલા હજયાત્રીઓને વિના મુલ્યે હેંડબેગો અને છત્રીઓ એર ઇન્ડિયા દ્વારા આપવામાં આવી હતી.વી.પી.સિંહની સુચનાથી.

જે મૌલાના અબદુલઆઝમીએ ભારતમાતાને ‘ડાકણ’કહી હતી તેને રાજયસભાનો સદસ્ય વી.પી.સિહે બનાવ્યો હતો.

સંજયખાનની ટીપુસુલતાન શ્રેણીને શનિવારનો પ્રાઇમ ટાઇમ ફાળવવામાં આવ્યો હતો અને એની જાહેરાત રાષ્ટ્રીય સમાચારમાં મુસલમાનોને ખૂશ કરવા માટે કરવામાં આવી હતી.આવી રીતે કોઇ પણ ટીવી શ્રેણી માટે કરવામાં આવ્યું નહોતું.

૧૯૮૩માં કેરાલામાં ભાગીદાર મુસ્લિમ લીગને ખૂશ કરવા માટે કોંગ્રેશી પ્રધાનમંત્રી કરુણાકરે મોહરમનૉ એક દીવસની બદલે ત્રણ દીવસની રજા જાહેર કરી હતી.

૧૯૮૨માં કેન્દ્રના તત્કાલિન ગૃહમંત્રી રામાસ્વામી વ્યકંટરમણે લોકસભામાં જાહેર કરેલી બધી જ રજાઓ લઘુમતીઓની હતી.પણ દિવાળી અને દશેરાની રજાઓ નહોતી.એનો તર્ક એવો હતો કે ઉતરપૂર્વ અને ગોવામાં દિવાળી ઉજવાતી નથી.પછી એકદમ વિરોધ વધતા આ રજાઓને સૂચીમાં મુકી હતી.

એ વાત અલગ છે કે આફ્રિકાના કેન્યામાં વસતાં હિંદુઓ માટે ત્યાંના રાષ્ટ્રપતિ ડેનિયલ આરાપ મોઇએ હિંદુઓની ધર્મભાવનાને લક્ષમાં દિવાળીને જાહેરરજા કરી હતી.

આવા તો અંસંખ્ય કિસ્સાઓ છે જેમાં સરકારોએ હિંદુસ્તાનના ૮૩ ટકા હિંદુઓને સરેઆમ અન્યાય કર્યો છે.સીબીઆઇને જો ગુનેગારને પકડવાની તાલાવેલી હોય તો ૧૯૮૪ના શીખોના કત્લેઆમના આરોપીને સોહરાબુદિન જેવી સજ્જડ તપાશ કરવી જોઇએ.

જય હિંદ

નરેશ કે.ડૉડીયા.

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: