RSS

સોમનાથ મંદિર – હિંદુઓનું મર્મસ્થાન

સોમનાથ મંદિર – હિંદુઓનું મર્મસ્થાન
by Naresh K Dodia on Friday, January 18, 2013 at 6:07pm ·

મંદિરોની ભાંગફોડ અંગે ખોટી માન્યતાઓના સર્જનમાં આપણા ઘણા નામી ઇતિહાસકારોનો મહત્વનો ફાળૉ છે,એમાં પણ ખાસ કરીને ડાબેરી વિચારધારાવાળા ઇતિહાસકારોએ અમુક ઐતિહાસિક તથ્યોને પોતાની મરજી આંકલન કરીને પોતાના પુસ્તકોમાં મુક્યાં છે,તે છતા આવા લેખકોના પુસ્તકોને નામી પ્રકાશનો દ્રારા છાપવામાં આવે છે..

મંદિરોની તોડફોડની માહિતીનો જે ઐતિહાસિક સ્ત્રોત છે તે સમકાલિન મુસ્લિમ ઇતિહાસકારો દ્રારા લખાયેલા છે..મોટા ભાગનું લખાણ અરેબિક અને પર્શિયન ભાષામાં છે.અસંખ્ય મુસ્લિમ સ્ત્રોતો અને ફળસ્પદ તથ્ય સાથેની નોંધો એક વાતની સાક્ષી પૂરે છે કે મુસ્લિમ આક્રમણખોરો માટે અને મુસ્લિમ વિધ્વાનો માટે મંદિરોની ભાગફોંદ અત્યંત મહત્વનું પાસું હતું અને હાલનાં જે ઇતિહાસકારો છે એમની ઐતિહાસિક કૃતિઓ માટે આ પાસું મહત્વનું છે..

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક અને મુસ્લિમ ઇતિહાસકાર સર સૈયદ અહમદ ખાન જેવા મોટા ગજાના માણસ પણ જ્યારે મંદિરોનો ઉલ્લેખ આવે તો તેઓ અસલ મોગલાય કેફમા આવી જાય છે.

૧૮મી અને ૧૯મી સદીમાં બ્રિટીશ ઇતિહાસકારો અને લોર્ડ સુધીના લોકોએ પણ મંદિરોની તોડફોડ બાબતે રસપૂર્વક સંશોધન કર્યું હતું..અને સત્યની અંત્યત નજીક જઇને અંગેજો દ્રારા કરાયેલા સર્વે બાબતે એક વાત તો નક્કી થાય છે કે….જે રીતે રોમિલા થાપર,હરબંસ મુખિયા જેવા લોકોએ ઐતિહાસિક તથ્યોને પોતાની મરજી આંકલન કરીને પોતાના પુસ્તકો લખ્યાં છે,અને એમાં એવું સાબિત કરવા માંગે છે કે મંદિરોની તોડફોડને બહું ઐતિહાસિક મહત્વ આપવાની જરૂર નથી…..પણ બ્રિટીશ વિધ્વાનો દ્રારા કરાયેલો સર્વે મંદિરોની તોડફોડને બહું મોટૂ ઐતિહાસિક મહત્વ હોય એનો સબળ પૂરાવો છે.

અંત્યત ખૂશીના ભાવે અને પ્રસ્સન ચિતે મધ્યયુગીન મુસ્લિમ ઇતિહાસકારો જે રીતે તોડફોડની નોંધ લખતા હતા,તેના કારણે મુસ્લિમ આક્રમણખોરો બિન મુસ્લિમ સમાજ પર વધું ત્રાસદાયક રીતે ઇસ્લામ લાદવાનો પ્રયાસ કરતા હતા.તેઓ મૂર્તિઓ અને મંદિરો પ્રતિ હિંદુઓની શ્રધ્ધાને ભારે અડચણરૂપ માનતા થયા..એમ જ સમજતા હતા કે બિનમુસ્લિમોને ઇસ્લામ પ્રત્યે આકર્ષવા મંદિરોને મૂર્તિઓની તોડફોડ અનિવાર્ય છે..

સત્યની નજીક રહીને એરિઝોના યુનિવર્સિટીના ઇતિહાસકાર પ્રોફેસર રીચાર્ડ એમ.એટને અપવિત્ર થયેલા ૮૦ મંદિરોની નોંધ કરી છે,સાથે મુસ્લિમ આક્રમણખોરો દ્રારા જઘન્ય કહી શકાય એવા કૃત્યોની ઝપટમા આવેલા મંદિરોના સ્થળૉ બતાવતા ૩ નકશા પણ મુકવામાં આવ્યા છે..

જિર્ણોધાર અને તોડફોડ વચ્ચે શું ફર્ક છે,એ બાબતે જ્ઞાન ના ધરાવતા ચોક્કસ ધ્યેયલક્ષી લેખકો મંદિરોની તોડફોડ અંગેની ઐતિહાસિક બાબતો પર ન લખે તો સમાજ માટે મોટૉ ફાયદો છે..અને એમના વાંચકો સામે પોતાની બેવકુફીનો વરવું પ્રદર્શન ના કરવું જોઇએ…..કારણકે એવા ઘણા વાંચકો છે,જેને લેખકને જેટલી જાણકારી તેનાથી વધું વાંચન અને જાણકારીનો સમૃધ્ધ અનૂભવ હોય શકે છે…જદુનાથ સરકારથી લઇને ચંદ્રકાત બક્ષી કે પ્રફૂલ્લ ગોરડીયા સુધીના ઇતિહાસકારો જેને વાંચ્યા હોય….એવા વાંચકો માટે રોમિલાથાપર અને હરબંસ મુખિયા જેવા ચોક્કસ ધ્યેયલક્ષી લેખકોના પુસ્તકો,ઇતિહાસ સાથે ચેડા કરવાનો એક બેવકુફીભર્યા પ્રયાસથી વધું કશું નથી..

લોર્ડ કનિંગહામ ઇતિહાસમાં પૂરતો રસ ધરાવતા હતા,એના સમયમાં જેમ્સ ફર્ગયુસન નામનાં પૂરાત્વવિદે પણ મંદિરોની તોડફોડ બાબતે ઘણા મોટા પાયે સંશોધન કર્યું હતું.

ત્યારે ઇ.આર.નેવે (આઇસીએસ)દ્રારા સંકલિત અને સંપાદિત એવા ૧૯૧૧નાં ફરુખાબાદ ડિસ્ટ્રીકટ ગેઝેટ મૂજબ લખ્યું છે કે – “મહમુદ ગઝનીના મૂર્તિભંજક ઝનૂને દસમી સદી અગાઉની તમામ હિંદુ ધર્મની મોટી ઇમારતોને ખેદાન મેદાન કરી નાંખી હતી.ત્યાર પછીની કોઇ પણ મોટા કદની અને ગમે તેટલી મહત્વ ધરાવતી ઇમારત માત્ર મુસ્લિમોની જ જોવા મળે છે.”

પછી આ જ સંદર્ભમાં સ્ટેનલી લેનપૂલની નોંધ-“કનોજ પર મહમદ ગઝનીને હુમલો કર્યો ત્યારે આ નગરનાં સાતે સાત કાંગરા એક જ દિવસમાં તોડી પાડવામાં આવ્યા અને આ નગરના એક પણ હિંદુ મંદિરો અને મૂર્તિઓને તોડી પાડવામાં બાકી નહોતા રાખ્યાં.

કોઇ લેખકને મતે સોમનાથ મંદિરનું ગઝની દ્રારા ખંડન થયું છે એનું કોઇ ઐતિહાસિક મહત્વ નથી…..માત્ર અને માત્ર એની બેવકુફીનું વરવુ પ્રદર્શન અને નૈતિકતા તથા લેખકધર્મને ચુકવાની વાત જ છે…કારણકે એક તરફી દ્રેષ રાખીને લખો એ કોઇ લેખકની કલા નથી..લેખકનાં ખુદના આત્મા સાથે છેતરપિંડી છે.અને આવું એ જ લેખક કરે,જેનું મગજ ઉમરના કારણે સરકીને બે પગની વચ્ચે ફસાઇ ગયું હોય.

જો આ ધટનાનું કોઇ ઐતિહાસિક મહત્વ ના હોય તો વિશ્વનાં અને હિંદુસ્તાનના ઇતિહાસવીદો અને લેખકો આ બાબતને આટલું મહત્વ શા માટે આપે છે…એ આવા ખાનદાની ઢગાશાહી ધરાવતા અને ખહુળીયા અને ચેપીરોગી કુતરા સમા ચમચાઓથી ઘેરાયેલા લેખકોને કોણ સમજાવે..?

સોમનાથ મંદિર વિશે જવાહરલાલ નહેરું લખે છે-“આ સ્થળ સોમનાથ છે કે જ્યાં મહમુદને સૌથી વધું ખજાનો મળ્યો હતો..કારણકે મહાન મંદિરોમાનું એક હતું..મહમુદે જ્યારે હુમલો કર્યો ત્યારે લોકોએ અહીંયા આશરો લીધો હતો…અંતમાં મહમુદે આ મંદિર લૂંટી લીધું અને ત્યા સંતાયેલા અને બીજા ૫૦૦૦૦ જેટલાં હિંદુંઓની કતલ કરી નાંખી..”

અલબેરૂની સોમનાથ મંદિર વિશે લખે છે-“સોમનાથ તરીકે ઓળખાતું આ લિંગ એક વિશાળ પથ્થરમાંથી બનેલું છે.’સોમ’નો અર્થ ચંદ્ર અને ‘નાથ’નો અર્થ માલિક થાય છે.રાજકુમાર મહમુદે આ આકૃતિને તોડી નાંખી છે.માટે અલ્લાહ સુલતાન મહમુદ ગઝની પર દયા વરસાવજો.એ.એચ ૪૯૬.આ ઇમારતના ઉપરના ભાગને ભાંગીને ભૂક્કો કરી નાખવામાં આવ્યો છે તથા નીચેના ભાગને તથા ત્યા રાખવામાં આવેલા સોના,ઝવેરાત અને ભરતગુંથણ ભરેલા વસ્ત્રોને,પોતાના નિવાસસ્થાન ગઝની શહેરમાં પહોચડાવાનો હુકમ કર્યો હતો…અને સાથે લાવેલા સોમનાથના લિંગના બે ટુકડા કરીને એમાનો એક ટૂકડૉ ઘોડદોડના મેદાનમા અને બીજો ટૂકડાને ગઝની શહેરની મસ્જિદની આગળ પગથીયા સ્વરૂપે જડવામાં આવ્યો હતો..જેથી મસ્જિદમાં આવનારા દરેક મુસલમાન એમના પગમાં ચોટેલી ગંદકી સાફ કરી શકે.

ગ્રોવસે પણ સોમનાથ મંદિર વિશે લખે છે-” જો કોઇ આના જેવી ઇમારત બનાવવા માંગતું હોય તો તેણે ઓછામાં ઓછા એક હજાર લાખ દિનાર પણ ઓછા પડશે,માત્ર એટલું જ નહી!ખૂબ જ શ્રેષ્ઠ અને અનૂભવી કારીગરોને કામે લગાડવા છતા,એ બાંધકામને પૂર્ણ થતા ૨૦૦ વર્ષ લાગે..છતા આવા મંદિરને સળગાવી દેવાનો અને જમીનદોસ્ત કરી દેવાનો અપાયો હતો.ગઝનીની એ લૂંટમાં પાંચ વિશાળ સોનાની મૂર્તિનો પણ સમાવેશ થતો હતો.આ લૂંટના માલની કિંમત અંદાજે ત્રીસેક લાખ રૂપિયા થતી હતી.વળી તેમની સાથે ૫૦૦૦થી વધારે હિંદુઓને બંદી બનાવીને તેમની સાથે લઇ જવામાં આવ્યા હતાં.

આવો જ એક જાણીતો હડફેટ ઇતિહાસકાર હરબંસ મુખીયા લખે છે,”જે રીતે સુલતાનનાં સમયના જુના ઇતિહાસકારો મંદિરોની તોડફોડ અંગેની વાતો બઢાવી ચઢાવીને લખે છે એ જ રીતે આજના ઇતિહાસકારો પણ જુનવાણી ઇતિહાસકારોની વાતોને બઢાવી ચઢાવીને લખીને કારણ વગરનું તોફાન મચાવે છે,એ સમયે મંદિરોની તોડફોડ કાંઇ હિંદુઓ પર ઇસ્લામને ઠોકી બેસાડવા માટે નહોતી થઇ…જ્યારે લોકોનાં દિલ જીતવાની વાત હોય ત્યારે કોઇ તેમનાં મંદિરો તોડે ખરા?…મંદિરોના તોડફોડથી કાંઇ હિંદુ હ્રદયમાં પ્રેમની લાગણી ઉદભવે..??..એટલે મંદિરોની તોડફોડ હિંદુઓના ધર્મ પરિવર્તન માટે નહિ પણ કોઇ અન્ય કારણસર થઇ હતી…વળી સુલતાનના સામ્રાજયની સરહદમાં ક્યાંય મંદિરો તોડવામાં આવ્યા નહોતા>..દુશ્મન સામેની લડાઇમાં મંદિરો તૂટી જાય તો એમાં સુલતાનનો શો વાંક???….

હા..પોતાનું વિરૂધ્ધના કાવત્રા માટે કોઇ મંદિરનો ક્રેન્દ્ર તરીકે ઉપયોગ થતો અને આવા મંદિરોનો નાશ કરવામાં આવે તો ગેરવ્યાજબી શું હતું??…ઔરંગઝેબનાં સમયમાં આવું ધણી વાર બન્યું હતું….આમ દુશ્મનની સરહદ પર ઉભેલા મંદિરોનો વિનાશ એ તો સુલતાન વિજયની ઘોષણાના પ્રતિક સમાન હતું..
(અને આવી કચરા જેવી પુસ્તીકાને પિપલ્સ પબ્લીશીંગ હાઉસ જેવી માતબર સંસ્થા પબ્લીશ કરે છે..)

આવી જ એક હડફેટ ઇતિહાસકારા ગાર્ગી ચક્રવતી લખે છે કે,” મહમદ ગઝનીના કૃત્યોને એવી રીતે ચિતરવામાં આવે છે કે જાણે બધા મુસ્લિમો આવા કામ કરતા હોય..પરંતું સાચી વાત તો એ છે કે મહમૂદ કાંઇ ધર્મઝનૂની માણસ નહોતો…તેમણે જે લોકોને લૂટ્યા હતા,તેમના પર ધર્મપરિવર્તન માટે તેણે કોઇ જ દબાણ કર્યું ન હતું…

પ્રોફેસર મુહંમદ નઝીમ સોમનાથ મંદિર વિશે લખે છે-“સોમનાથ મંદિરનો નાશ એ તો મૂર્તિપૂજકો પર ઇસ્લામનાં ગૌરવવંતા વિજય સમાન હતો…આ પાક કૃત્ય કરવા બદલ સુલતાન મહમૂદને આખા મુસ્લિમ વિશ્વમાંથી શાબાસી મળી હતી..”

શેખ ફખરૂદિન અત્તાર લખે છે-“સુલતાન મહંમુદ મૂર્તિઓ વેચનાર કરતાં મૂર્તિઓ તોડનાર બનવાનું પસંદ કર્યું.હિંદુઓએ સોમનાથની મૂર્તિના વજન જેટલું જ સોનું મૂર્તિના બદલામાં આપવા માટે સુલતાનને ચોક્કસ પ્રસ્તાવ મુકયો હશે.ત્યારે એ પ્રસ્તાવને ઠુકરાવતા સુલતાન મહમુંદે ચોક્કસ એવું કહ્યું હશે કે” મને ડર છે કે ક્યામતનાં દિવસે બધા જ મૂર્તિચાહકોને અલ્લાહ સમક્ષ રજૂ કરવામાં આવે.એક જણ મૂર્તિ ઘડનાર છે અને બીજો મૂર્તિ તોડનાર…એક અધાર(જે પેગમ્બરના સાહેબના કાકા હતા,જે મૂર્તિઓ ધડીને પોતાનું જીવન ગુજારતા હતાં) અને એક સુલતાન..માટે અધારને દોઝખમાં અને સુલતાનને જન્નતમાં મોકલવામાં આવશે..

બાકી સાચી અને સત્યને અડતી હક્કીતો કનિંગહામ અને ફરગ્યુસન જેવા અંગ્રેજ પુરાત્વવીદો…જેને દરેક સ્થળૉની મુલાકાતો લઇને એકદમ જીણવટ પૂર્વક અભ્યાસ કરીને ૨૩ વોલ્યુંમ તૈયાર કરીને ભારતમાં મુકી ગયા છે…અને મોટેભાગે જે મંદિરોની તોડફોડ બાબતે ઐતિહાસિક હક્કીતોને તોડફોડ કરીને રજૂ કરી છે એવા કોઇ લેખકે આ વોલ્યુંમનો સંદર્ભ લેવાની તસ્દી લીધી નથી…..અને પોતાના પુસ્તકોમાં રોમિલા થાપર કે હરબંસ મુખિયાની જેમ ઠોકમઠોક જ કરી છે…..અને નવા નવા લોલાઓ જાગ્યા જ કરે છે.

જે રોમિલા થાપરનાં નામે પોતાની દાળ ગળવાની બેવકુફી કરી છે…

તો આ રોમિલા થાપર શું લખે છે એ જોઇએ -” રોમિલા થાપર લખે છે કે,” આજનું મિડીયા દંતકથાઓથી ભરાય ચુકયું છે અને ઇતિહાસનું મહોરું ચડાવીને બેઠેલું છે,અને એમાં પણ જે દંતકથાઓ છે,તે તો ચોક્કસ પ્રકારનાં વૃતાંતને ઉપસાવવા માટે અને ફંડામેન્ટાલીસ્ટૉને મદદરૂપ થાય એ રીતે ધડવામાં આવી હોય તેવી છે…

ટેલિવિઝન પર જે રામાયણ અને મહાભારત સિરિયલો બતાવવામા આવી હતી,તેના કારણે જ બાબરી મસ્જિદનાં વિવાદની તથા કોમી આગ વધારે ભભૂકી છે..જેના કારણે છેલ્લા મહિનાઓમાં એક હજારથી વધું મુસ્લિમો મર્યા છે…”

આ તો થોડી જ માહિતી અહીંયા રજૂ કરી છે…જેને માત્ર એક પુસ્તકના સંદર્ભને ધ્યાનમાં લઇને પોતાની તતુંડી વગાડવી છે….એને દિલ્હીના મોટા પબ્લિસીંગ હાઉસમાં જઇને થોકબધ્ધ પુસ્તકો જેમાં સાચો ઇતિહાસ લખાયેલો છે,એની ખરીદી કરવી જોઇએ…

સોમનાથ મંદિરને ગઝનીએ જમીનદોસ્ત કર્યા પછી ભીમદેવે એને ફરીથી બનાવ્યું હતું..ત્યાર બાદ પણ આ મંદિર આક્રમણખોરોનું ભોગ બનતું રહ્યું…તે પછી કુમારપાળ દ્વારા આ મંદિરનો નવેસરથી બનાવવામાં આવ્યું અને આઝાદી પછી સરદાર પટેલ દ્વારા આ મંદિરને નવેસરથી ઓપ આપવામાં આવ્યો

રોમિલા થાપર કે હરબંસ મુખિયા કે ફખરૂદીન અત્તાર જેવા લોકોની હરોળમાં બેસવાના પ્રયાસ કરનારા ઓછા જાણીતા લેખકો ઇતિહાસને એમની સંકુચિત માનસિકતા દ્રારા વિકૃત કરીને લોકો સમક્ષ રજુ કરનારા લેખકોની એક ધ્યેયલક્ષી કોશિશ છે…અને આ કોશિશ નેગેટીવીટી ભરપૂર છે..આ માનસિકતા નેગેટીવ પબ્લિસિટી મેળવીને લાઇમ લાઇટમા રહેવાની છે…ચંદ્રકાંત બક્ષી કે ગુણવંત શાહની હરોળમાં આવવાની વ્યર્થ કોશીશ સિવાય કશું નથી
અસ્તું
નરેશ કે.ડૉડીયા
તા-૧૫-૦૧-૨૦૧૩

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: