RSS

-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)

કવિતાઓમાં એક સમયે ન્હાનાલાલની ડોલનશૈલી પ્રચલિત હતી.શબ્દોનાં અપ્રિતમ સંયોજનથી કવિતાની ડોલનશૈલીને આજે મોટા ભાગના કવિઓ અનૂસરે છે.

ન્હાનાલાલની બરાબરીમાં આવતા જે એકબીજાથી બળીયા કે સબળા કહેવાય એ વિશે કહેવાની મારી હસ્તી નથી…કલાપી,લલિત,ખબરદાર અને ન્હાનાલાલ..

ન્હાનાલાલ પછી જે કવિઓ આવ્યા એ વિશે મને લાગતું નથી કે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે,પણ ન્હાનાલાલ પછી જે કવિઓ આવ્યા તેમા સામર્થ્ય છે તે કહેવામાં પણ અતિશયોકતિ નથી.ટોમસન,વુડવર્ડઝ,મિલ્ટન અને શૈલી જેવા બહારી કવિઓની અસર પ્રબળ બની જતી હતી…છતાં પણ આ કવિતાઓ મનમોહક કહી શકાય.

ન્હાનાલાલ પછી કવિતાઓનું ગઝલ સ્વરૂપ બની ગયું.ગઝલ એટલે પ્રેમ કવિતા,પ્રેમના અલગ અલગ ભાવો દર્શાવતા ભાવો,બેવફાઇના અંદાજો બયાં કરતા ભાવો એટલે ગઝલ.
અરબી,ફારસી,ઉર્દુ,હિંદી અને ગુજરાતી શબ્દોના મિશ્રણથી ઘણા ગઝલકારોએ સુંદર ગઝલો રચી છે.

ગઝલનું નામ પડે એટલે કલાપીને તો યાદ કરવાં જ પડે..પંખીઓના કલરવ,વનરાજીની શીતળતા,કાઠિયાવાડી મહેમાન નવાઝી,પ્રિયતમાનાં માર્દવ ગીત ગુંજન,ફુલો ફુલો પર મકરંદના છંદ,અરબસ્તાની જન્નતે ફિરદોસની ખુશ્બોથી તરબતર કલાપીના કેકારવે એ સમયના યુવાનો માટે નવયૌવન નૈવધ ધરી દીધા હતાં.

ઇશ્કના આલમનો શહેનશાહ કલાપી માત્ર ૨૬ વર્ષની ઉમરમાં એક શાંત પનાહગાહમાં પોઢી ગયો…કયોકી ખુદા ભી ઇસ લાઠીકે શહેનશાહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ કો બેપનાહ મુહોબ્બ્ત કરતા થા.નેકદિલ ઇન્સાનકી જરૂરત દુનિયાસે જ્યાદ જન્નતમે હોતી હૈ.

હે ઇશ્ક તો શું ખુદા ! આલ કરી તહોયે ભલે !
છે ઇશ્ક ના તો શું જહાં ! એને ખુદા શું કરે !

સુફી સંમદરમાં ઇશ્કના મોજા ઉભરાય અને ઘુઘવતા હોય અને યુવાનીનો આલમ બેપનાહ બની અને મહેરામણની જેમ માજા મુકે છે.

માશુકોના ગાલની લાલી મહિ લાલી,અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યા નિશાની આપની !

શબ્દોના ચુંબન જ્યારે પ્રિયતમાના ગાલે ચોટે છે,અને પ્રેમના પંથે પ્રિયતમ કદમ રાખે છે.

એ શો થયો નયનનો ચમત્કાર જુદો ?
ભોળા અજાણ ઉર ત્યાં સરકી પડયા શા !
મીઠા લલાટ થકી ચુંબન એ સર્યુ ને
મીઠા કપોલ ઉપરે સરકી પડયુ હા !

પ્રથમ નજરે પ્રેમમાં પડેલા હ્રદયને વાંચા આપતા આ રાજવીના લાગણીના દરબારમાં હજારો તાનસેન અને બૈજીબાવરાની સીતારનો ઝંકાર થતો હોય,અને જે શબ્દધ્વનીનો નાદ થાય તેને કલાપીની રચના કહેવાય.

મને વ્હાલી લાગી,પ્રથમ મળતા હું તારો થયો,
હસ્યુ મોહ તારુંને,તુજ સ્મિત મહી હું મળી રહ્યો.

તને ભેટુ એવી મમ હ્રદય ઇચ્છા કરી રહ્યુ;
વળી તારા નેત્રો અનુકુળ દીઠાને મન ચળી ગયું.

પ્રિયતમાના બે બોલના સહું કોઇ બંધાણી હોય છે,રજવાડાના જમાનામાં આ રાજવી સંપૂર્ણપણે સ્ત્રી સ્વતંત્રતાના અધિકાર આપતા પ્રિયતમાને કહે છે-

કંઇ બોલ અને દિલ ઇચ્છતુ કે
કંઇ બોલ તુ બોલ સદા જ પ્રિયે;

તુજ વાણી સદા શુણતો જ રહુ,
ઝરતા ફુલ એ વીણતો જ રહું.

કલાપીની મશહુર રચના “જ્યાં જ્યાં નજર ફરે મારી, ત્યાં યાદી ભરી આપની..”નીચે આકિ રચના આપના આસ્વાદ માટે મુકુ છું.
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી,
અનેજ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા;
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર;
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું;
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી;
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)

પૌરાણિક શુધ્ધ શૃંગાર કાવ્યોમાં અરબસ્તાની મીટ્ટીની ખુશ્બો,ફારસી મીઠી મીઠી ઝબાન અને શરાબોની માદકતા ભળી જાય અને લાઠીના આ યુવરાજના ચમનમાં ખીલતા ફુલો પણ શરાબી બનીને આમથી તેમ ડોલવા માંડે છે.

કહ્યુ’તું બુલબુલે મારે,બીમારી ઇશ્કની આલમને,
કહ્યુ’તું મેં,ઇશ્કને આલમને શરાબોની ખુમારી છે.

સાકી,જે શરાબ મને દીધો દિલદારને દીધો નહીં,
સાકી,જે નશો મુજને ચડયો,દિલદારને ચડતો નહીં.

કહેવાય છે કે એક નારીના કાજે અનેક સમ્રાટોના રાજયો ગયા,એક નારીના કાજે હજારો યુધ્ધો લડાયા,એક નારીના કાજે લાખો કરોડાના વહાણૉ ડુબી ગયા..એક નારીના કાજે લાખો અને કરોડોની કિંમતના દિલો કોડીના મુલે વેંચાય ગયાં.

સનમના પેરના લાલી,જીગરનું ખુન મારૂ છે!
અરે,એ રંગ મારો તો હજી ફરિયાદ શાની છે!

કિસ્મત હમારી પુછશો તો એક દિલનું બિંદુડુ;
વેચાઇએ આંનદથી લેજો સુખે જેને ખપે !

યારી ગુલામી શું કરું તારી ? સનમ !
ગાલે ચુમુ કે પાનીએ તુને ? સનમ !

૨૬ વર્ષની ઉમરે કલાપીને એહસાસ થઇ ગયો કે હું હવે વિદાય લેવાનો છું,આ ઇશ્કના બાદશાહના છેલ્લા છેલ્લા ઇકરારનામા.-

હું જાંઉ છું,હું જાંઉ છું,ત્યા જોઇ આવશો નહીં!
સો સો દિવાલો બાંધતા ત્યા કોઇ ફાવશો નહીં!

આ ચશ્મ બુરજે છે ચઢયુ આલમ બધી નીહાળવા,
તે ચશ્મ પર પાટો તમે વીંટી શકશો નહી !
મારી કબર અહીમ બાંધી ત્યાં કોઇને સુવાડજો;
હું જ્યાં દટાઉં ત્યાં કોઇ ફુલોને વેરશો નહી..

———————————
આ કારખાનું ઇશ્કનું જોજો તપાસી ખૂબ ખૂબ,
આ ખેલ ને આ ખેલનારો એક નૂરે-ઇશ્ક છે!

એથી ડરું તો ક્યાં ઠરું? કોને ખુદા મારો કરું?
જ્યાં લઐલાજી સર્વની ત્યાં કોણ કોને હાથ દે?

રે! ઇશ્કનું છોડી કદમ માગું ખુદા, માગું સનમ!
શું છે ખુદા? શુ છે સનમ? એને બીમારી એ જ છે!

ક્યાંયે હશે જો કો ખુદા તો ઇશ્કનો બન્દો હશે,
જો ઇશ્કથી જુદો થશે તો ઇશ્કથી હારી જશે!

જો હો ખુદા તો હો ભલે! તેની હમોને શી તમા?
છે ઇશ્કથી તો ના વડો, જે ઇશ્ક મારું તાજ છે!

છે ખાક ચોળી છાપ મારી ઇશ્કની જેને દિલે,
દાખલ થતાં તેને બહિશ્તે રોકનારું કોણ છે?

જો કો હમોને વરશે, કાઈ હમોને પૂછશે,
તો ઇશ્કની ફૂંકે હમારી લાખ કિલ્લા તૂટશે!

ગુલામ થઈ રહેશું કદા પણ બાદશાહી મ્હાલશું,
માલિકના બિલનું કરીને તખ્ત સૂનારા હમે!

હા! લાખરંગી ઇશ્કનું કો એકરંગી જામ છે,
મસ્તાનના મસ્તાન એવું જામ પીનારા હમે!

આવો ભરી પીજો અને એ જીરવી લેજો નશો!
નહિ તો સદા માટે શરાબો સોંપજો પીનારને!

ી તો હમારી માદરે પાયું હમોને જન્મતાં,
ને મોતની મીઠી પથારીમાં ભર્યું એ એ…જ છે!

એ ઇશ્કની લાલી મહીં લાખો ખુદા ઘેલા બન્યા!
એ લાખમાંના એક પણ જુદા જ કૈં ઘેલા હમે!

– કલાપી
—————————
તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો’તો
તેમાં લોહી નિરખી વહતું ક્રૂર હું તો હસ્યો’તો!
એ ના રોયું,તડફડ થયું કાંઈ ના કષ્ટથી એ,
મેં જાણ્યું કે જખમ સહવો રહેલ કરનારને છે!

કિન્તુ નિદ્રા મુજ નયનમાં ત્યારથી કાં ન આવી?
રોતું મારું હ્રદય ગિરિ શા ભાર નીચે દબાઈ!
રે રે! તે ઘા અધિક મુજને મ્રુત્યુથી કાંઈ લાગ્યો,
એ અંગારો મુજ જિગરનાં મૂળને ખાઈ જાતો!

કેવો પાટૉ મલમ લઈને બાંધવા હું ગયો’તો!
તે જોઈને જખમી નયને ધોધ કેવો વહ્યો’તો!
એ અશ્રુ, એ જખમ, મુખ એ, નેત્ર એ, અંગ એ એ
બોલી ઉઠ્યાં પરવશ થયાં હોય સૌ એમ હેતેઃ-

“વ્હાલાં! વ્હાલાં! નવકરીશ રે! કાંઈ મ્હારી દવા તું!
“ઘા સહનારું નવ સહી શકે દર્દ તારી દવાનું !
“ઘા દે બીજો! અગર મરજી હોય તેવું કરી લે!
“તારું તેનો જરૂર જ, સખે પૂર્ણ માલિક તું છે.”

ત્યારે કેવાં હ્રદય ધડક્યાં સાથ સાથે દબાઈ!
વ્યાધિ તેની, મુજ જિગરની પૂર્ણ કેવી ભૂલાઈ!
ઘા રૂઝાયો, સમય બહુ એ ક્રૂર ઘા ને થયો છે,
તોયે તેનું સ્મરણ કરતાં નેત્ર ભીનાં વહે છે!

હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે,
ઓહો! કેવું સ્મરણ મધુરું પાપનું એ ધરે છે!
માફી પામ્યું કુદરત કને એમ માની ગળે છે!

રાજ્યોથી કે જુલમ વતી કે દંડથી ના બને જે
તે પસ્તાવો સહજ વહતાં કાર્ય સાધી શકે છે!
હું પસ્તાયો, પ્રભુ પ્રણયીએ માફી આપી મને છે,
હું પસ્તાયો, મુજ હ્રદયની પૂર્ણ માફી મળી છે.

———————————-
દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
***
મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા;
હમારો રાહ ન્યારો છે, તમોને જે ન ફાવ્યો તે !
***
કલા છે ભોજ્ય મીઠી ને ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.
***
પ્રેમીએ પ્રેમી જાતાં કો બીજાથી પ્રેમ જોડવો,
આવું કાં ન કરે સૌએ પ્રેમી જો કે મળે ખરો?
જોડવી એક જોડીને, બે કો ખંડિત થાય તો
બન્નેનાં એકબીજાથી ઓછાં જેથી બને દુઃખો.
***
પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.
***
ઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ સંતોષ માને,
નહિ કદી રસ શોધે સારસી અન્ય સ્થાને.
***
દર્દીના દર્દની પીડા વિધિને ય દિસે ખરી,
અરે ! તો દર્દ કાં દે છે, ને દે ઔષધ કાં પછી?
***
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
***
હા ! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
***
ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે,
જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે !
***
હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !
મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?
***
વ્હાલી બાબાં! સહન કરવું એ ય છે એક લ્હાણું !
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !
***
સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પ

 

One response to “-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)

 1. Dr.Mayuri

  જૂન 22, 2010 at 1:15 પી એમ(pm)

  હું જાંઉ છું,હું જાંઉ છું,ત્યા જોઇ આવશો નહીં!
  સો સો દિવાલો બાંધતા ત્યા કોઇ ફાવશો નહીં!

  Good Collection…

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: