RSS

સુંદરતા અને ખૂબસૂરતી,સ્ત્રી અને પુરુષની

સંસારને મિથ્યા માનવાં મારૂં મન ના પાડૅ છે.એના અનેકવિધ રંગોમાં ભલે જાદુગરી હોય તો પણ આ જાદુગરી મારા આંનદનૉ વિષય બની શકે છે.સંસાર માયાવી હોય કે ના હોય,પંરતુ એની રસસમૃધ્ધિ એટલી બધી છે કે આ માયા મારાં આંનદનો વિષય બની શકે છે.

ખૂબસૂરતી એટલે ઇશ્વરે જે સુંદરતા કે જે કંઇ આપેલું છે,એને આકર્ષિત કેમ બનાવવું એ વ્યકિતની આવડત એટલે ખૂબસૂરતી.આ આવડત બધી વ્યકિત પાસે હોતી નથી,માટે અમુક વ્યકિત સુંદર હોય છે પણ ખૂબસૂરત હોતી નથી પણ જે વ્યકિત ખૂબસૂરત હોય છે એ સુંદર અને આકર્ષક હોય છે.

બક્ષીની કલમ મને આકર્ષણ સાથે ઉતેજિત કરતી રહી છે,બક્ષી સાહેબે લખ્યું હતું કે મને ‘સુંદર’શબ્દ મને જરા પણ ગમતો નથી.’સુંદર’શબ્દ કવિઓનો અને ચાપલુસી કરતાં લેખકોનો   બહું કમજોર શબ્દ છે.

મને યાદ છે,લગભગ મારી કવિતા કે લેખોમાં ભાગ્યે જ ‘સુંદર’શબ્દનો ઉપયોગ કર્યો છે.મોટે ભાગે મારા લેખોમાં અને કવિતાઓમાં,’સૌંદર્ય’ અને ‘ખૂબસૂરત’શબ્દોનો પ્રયોગ કર્યો છે.બક્ષીના ચાહક હોવાના નાતે થોડું બક્ષીપણું સાચવી રાખવી બક્ષીના ચાહકની ફરજ સમજું છું

સુંદર હોવું એ આનુંવંશિક છે.એ મોટે ભાગે પેઢી દર પેઢી ઉતરતું આવે છે અને કદાચ ના પણ ઉતરે.અને ખૂબસૂરતી પોતાની પોતિકી કલા છે.એ સ્ત્રી હોય કે પુરુષ.ખૂબસૂરત બનતા શીખવું પડે છે.જોકે એકદમ રૂપાળી અને દેખાવડી સ્ત્રી હોય તો ઘણા પુરુષોને એ આર્કષિત નથી કરી શકતી,અને એના જેવી અન્ય સ્ત્રી હમેંશા પુરુષોના આકર્ષનું કેન્દ્ર બની રહે છે.જેની પત્ની ચાલીસીએ પહોચ્યા પછી ખૂબસૂરત અને આકર્ષણથી ભરપૂર દેખાય છે,એ લોકોએ એક વાર એનાં જુના પડાવેલા ફોટો પર નજર નાખવી જોઇએ.એટલે ખૂબસૂરતી સાચવી રાખવાની,ખૂબસૂરતી એ શું છે,એનો જુનાં ફોટોમાં જે દેખાવ છે અને હાલનો ફોટોમાંની વ્યકિતનો દેખાવ કેવો છે,એનાં તફાવતથી સમજાય જશે કે જે સ્ત્રી ૨૫માં વર્ષે જેટલી  આકર્ષિત નહોતી લાગતી એ સ્ત્રી ચાલીસીએ પહોચ્યાં પછી વધું આકર્ષિત લાગે છે.

ખૂબસૂરતી અને ખૂબસૂરત દેખાવાનાં અનેક આયામો છે,જે સ્ત્રી-પુરુષનાં શરીરના પગની આંગળીથી લઇને બાલોની લટ સુધીમાં,અવાજનાં લહેકાથી લઇને કામક્રિડા સુધીમાં આવી જાય છે.

ખૂબસૂરત હોવું એ માત્ર દેખાવને આધારીત નથી.બહું મહેનતનું કાર્ય છે.આ મહેનત શું છે.જ્યારે સ્ત્રી કે પુરુષ ચાલીસી વટાવે છે ત્યારે દેખાય આવે છે કે જિંદગીનાં પાછલા વર્ષોમાં ખૂબસૂરતી ટકાવી રાખવા જે મહેનત કરી છે એનું પરિણામ ચાલીસ વર્ષ દેખાય આવે છે.અને આ મહેનત એક પ્રકારની સૌંદર્યની દેવી આરાધના છે,પણ બધા ઉપર સૌંદર્યની દેવી પ્રસન્ન થતી નથી

એક બુધ્ધિમંત રૂપાળી છોકરીને લેખક કહે છે,”તું સુંદર છો,અતિ સુંદર છો,આઇ લવ યુ”…છોકરી કહે છે,”તું મને પ્રેમ કરે છે?પણ તું જેને પ્રેમ કરે છે એ હું નથી.આ સૌંદર્ય તો અક્સ્માતે મારાં મા-બાપે મને આપ્યું છે.એ શરીર તો માત્ર ચેસિસ છે.મોટરકારનું ધરૂ છે.એ ચેસિસને પ્રેમ કરતો હો તો તું મારું અપમાન કરે છે.

ખૂબસૂરત દેખાવું એ આજનાં જમાનામાં સ્ત્રીઓનો અધિકાર બની ગયો છે.કારણકે અત્યાર સુધી પુરુષોનાં પૈત્રુક સમાજમાં અખબારોથી લઇને સામાજિક પ્રંસગો સુધી સ્ત્રીઓની હાજરીને માત્ર શોભાનાં ગાંઠીયા રૂપ જ ગણી છે.

આજે સ્ત્રી ભણીને સમાજમા આવી છે અને સમાજની વચ્ચોવચ્ચ રહીને પોતાની હાજરી બુંલદ અવાજે પૂરાવે છે.એ ઘર સંભાળે છે,બહાર નોકરી કરે છે,પોતાનો અલગ વ્યવસાય કરે છે.આજે સ્ત્રીને કોઇ પણ જગ્યાએ પુરુષોના અભિગમના કારણે પુરુષો સાથે હરિફાયનો સામનો કરવો પડે છે.

સમજો કે તમારે કોઇ કલાઇન્ટને મળવા જવું છે.જો કોઇ પુરુષ હોય તો પોતાની રીતે કપડાથી લઇને ચહેરા સુધીની તમામ શારીરીક રીતે થવી જોઇએ સજાવટ કરીને એ કલાઇન્ટને મળવા જશે.

આ વ્યસાયિક અભિગમ છે માટે માનૂની સુંદર હશે તો નહી ચાલે.હાવભાવથી લઇને બોલચાલ,કપડાથી લઇને ચપ્પલ સુધીની પોતાની ખૂબસૂરત દેખાવાની પોતિકી કલા દેખાય આવશે.

ખૂબસૂરતી એટલે ફકત દેખાવ પૂરતી જ જરૂરી નથી.રોજિંદા વપરાશમાં સ્ત્રી પોતાના શરીર પર જે જે વસ્તું ધારણ કરે છે,એ દરેક વસ્તુંઓ પર એની ખૂબસૂરત પંસદગીની અસર દેખાય આવે છે.

એક દાખલો આપું.ફેસબુકમાં એવી ઘણી સ્ત્રીઓની પ્રોફાઇલ છે,જે સ્ત્રીઓ પોતાની ચાલીસી પાર કરી ચુકી છે અથવા ચાલીસીએ પહોચવાની તૈયારીમાં છે.આમાં ઘણી એવી સ્ત્રીઓ છે ચાલીસીએ પણ જાણે પોતે ૩૦થી ૩૫ સુધીની કોઇ પણ આપણે ધારી શકીએ એ હદે પોતાની ખૂબસૂરત દેખાવને જાણવણી કરી છે.

આધુનિક યુગમાં સ્ત્રીઓ શિક્ષિત થતી ગઇ એટલે એમની રહેણીકરણી અને દેખાવ પર આ બાબતની ખાસ અસર જોવા મળે છે.

લગ્ન પછીનાં પાચ,દસ કે પંદર કે વીસ વર્ષ પછી પણ કોઇ પણ સ્ત્રીમાં મુગ્ધાવસ્થાની અસર જોવા મળે છે.અને ખરેખર એ પતિ એ નસીબદાર છે કે જેમની પત્નીઓએ લગ્નનાં અમુક વર્ષો પછી યુવાની ટકાવી રાખી છે.હક્કીતે જોવા જાવ તો લગ્નજિવનનો સાચો આંનદ માણવો હોય તો પોતાનાં પાત્રમાં આ મુગ્ધા કયાં છુપાયેલી છે એ જાણવું ખૂબ જરૂરી છે.

પણ મોટે ભાગે આ પુરુષ આ બાબતથી અજાણ હોય છે.પોતાની પાત્રીંસ કે ચાલીસ વર્ષની પત્નીઓની નાની ક્રિયાઓ પ્રત્યે એનું ધ્યાન જ હોતું નથી.હવે વિચારો કે આ સ્ત્રીએ આધુનિક યુગમાં પોતાની યુવાની ટકાવી રાખવા સવારે ચાલવા જવાથી યોગા કે એકસરસાઇઝ જેવા મહેનતું કાર્ય કરતી હોય.ત્યારે એને પણ મનમાં એમ હોય કે મારી દરેક નાની બાબતોમાં ધ્યાન આપવામાં આવે.નાની કોમ્પલીમેન્ટ પુરુષ તરફથી મળે.લગ્નનાં ઘણા વર્ષો પછી પતિ એની સાથે રોમેન્ટીક વર્તન કરે.અચાનક કોઇ ભેટ આપે.રસોડામાં કોઇ અન્ય જગ્યાએ કામ કરતી હોય અને અચાનક છેડછાડ કરે.એનાં લુકસની સરાહનાં કરે.આ સ્ત્રીઓની સુખની બહું નાની દુનિયા છે.અને આ દુનિયામાં એની મનગમતીને વ્યકિતને જ સ્થાન મળે છે.આ બધું એને ગમે છે.કારણકે મુગ્ધતા અને યૌવનમાં જે આશાઓ સામાજિક રસમો અને કુંટુબની જવાબદારીઓમા ક્યાંક ખોવાઇ ગઇ હોય એ બધી આશાં લગ્નજીવનનાં અમુક તબ્બકા પછી ફરીથી જિંવત થાય છે.

લગ્નજીવનના અમુક વર્ષો બાદ આ વસ્તુંઓ ત્યારે જ શકય બને છે જ્યારે પતિ અને પત્ની વચ્ચે એક વિશ્વાસ,સમજદારી,બંનેની સ્વતંત્રતાં,શંકાની વૃતિનો ત્યાગ જેવી બાબતો પર બંનેનું લગ્નજિવન ટકેલું હોય.

૧૯૭૦ના દશકા પછી સ્ત્રીવાદ એકદમ ઉગ્ર બનતો ગયો,અનેક પૌરૂષિક દિવાલોમાં આ ઉગ્રતાના ગાબડા જોવા મળે છે,આજે એવા અનેક ક્ષેત્રો છે જ્યાં સ્ત્રીઓની હાજરી અચુક જોવા મળે છે.ખાસ કરીને મોબાઇલ ક્રાંતિ અને ફાઇન્સાશિયલ ક્ષેત્રોમાં વિજળીક ગતીએ આગળ વધી ગયું છે.કોઇ પણ બેંક કે મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરની ઓફિસમાં સ્ત્રી કર્મચારીઓની વિશેષ હાજરી જોવા મળે છે.

અને આ સ્ત્રી કર્મચારીને સ્ત્રી હોવાથી પુરુષો જેટલુ જ કામ કરવું પડે છે.પ્રોફેશનલ ક્ષેત્રોમાં નારીભાવનાં કામ ના આવી શકે.ખૂબસૂરત એટલે શું?અહિંયા કામ કરતી સ્ત્રીઓમાં આપ જોઇ શકો છો અને આ ખૂબસૂરતી ઉડીને આંખે વળગે છે.જે તે કંપનીમાં કામ કરતી સ્ત્રી કર્મચારીઓના ખાસ ગણવેશ અથવા ઓફિસમાં કામ કરવા માટે અનૂકૂળ રહે એવા કપડા પહેરેલી સ્ત્રીઓમાં ખૂબસૂરતી દેખાય આવે છે.

ખૂબસૂરતી એ દરેક દેશની સ્ત્રીઓની પોતિકી કલા છે.કારણકે એશીયાથી લઇને યુરોપિયન દેશોમાં વાતાવરણ અને જાતિઓની ભિન્નતાને કારણે ખૂબસૂરતીનાં રહસ્યો પોતિકા રહ્યાં છે.

સ્ત્રીઓ બહાર નીકળે છે,કમાઇ છે,પોતાનાં સૌંદર્ય પાછળ પૈસા ખર્ચે છે.પોતાનાં પર્સમાં નાની સૌંદર્ય પ્રસાધનની કીટ સાથે બેંક પાસબૂક અને ચેકબૂક છે.આવી સ્ત્રીઓની ખૂબસૂરતીમાં પોતિકું રહસ્ય છે,એ છે એનાં ચહેરા પર પગભર થઇને ટટાર ઉભા રહી શકવાની તાકાત,અને આ તાકાત પણ એક જાતની ખૂબસૂરતી છે.અને આ ખૂબસૂરતીને કોઇ પ્રંસગોમાં અન્ય સ્ત્રીઓની સાડી જોઇને ઇર્ષા નથી થતી.આ સ્વમાની સ્ત્રીઓની ખૂબસૂરતીનો એક પ્રકાર છે.

બક્ષીસાહેબને કાળી સ્ત્રીઓ પ્રત્યે થોડો વધું પડતો લગાવ હતો.એમના જ શબ્દોમાં જોઇએ…”મારી ૨૬ નવલક્થાઓમાં એક ‘રોમા’ની નાયિકા ગોરી આવી છે(કદાચ નાદાન ભૂલથી)બાકી બધી જ નાયિકા કાળી અથવા ડાર્ક છે.વષો પહેલા એક વાર લખ્યું હતું કે કાળી છોકરી ડાયનેમો જેવી હોય છે.ગોરી છોકરી ધોવાયેલી લાશ જેવી લાગે છે,અને એના પરિણામો નકારાત્મક અને સકારાત્મક હું હજુ ભોગવી રહ્યો છું.”

પણ સાચું કહું તો બક્ષી સાહેબના આ વિધાન સામે હું સંમત નથી.કારણકે છોકરી કાળી હોય કે ગોરી મને તો બધી પાવરહાઉસ જેવી લાગી છે…વોલ્ટેજ વધધટ હોય છે એ વાત બીજા નંબરની છે.

હિંદુસ્તાની પુરુષની હજું સ્ત્રીઓની આંતરીક કે શારિરીક ખૂબસૂરતીને પારખી શક્યો નથી.સ્ત્રીઓની આંતરીક ખૂબસૂરતી એટલે એ સ્ત્રીઓની શારિરીક સુખની નિશાની છે.

મોટે ભાગે સ્ત્રીઓની સેકસને સમજવામાં ભૂલ ખાય છે.બક્ષી સાહેબ કહે છે એમ સ્ત્રીએ પાવરહાઉસ છે.પુરુષો માટે સેકસ એટલે ફકત પાંચ-દસ મિનિટની મજા છે.પુરુષ એ નથી જાણતો કે સ્ત્રી માટે સેકસ એટલે ફકત ઇન્દ્રીય મર્દનની પાંચ મિનિટની મજા નથી.આ પાંચ મિનિટની મજાં પુરુષ માટે મજા છે પણ સ્ત્રી માટે કદાચ અકથ્ય દર્દ પણ હોય શકે છે,કદાચ જો સ્ત્રી ખૂબસૂરત હોય તો!બાકી સ્ત્રી પણ પુરુષ જેવી જ હોય તો’ચલતા હૈ ચલને દો’નાં સિનારિયો પર બધું ચાલી જાય છે.આ જિંદગી જિવવાની કલા નથી,આ એક જાતનું રેઢીયાળપણું છે.

કારણકે સ્ત્રી માટે સેકસ એટલે એને થોડો સમય જોઇએ,એને સહેલાવી પડે છે,એને ઉતેજનાંને જગાવવી પડે,એની સાથે બાલસહજ હરકતો કરવી પડે.ફોરપ્લેનાં પ્રકારો ઘણા છે.પણ મોટે ભાગે પુરુષ એક ઘોડેશ્વાર થઇને સેકસ ભોગવે છે,જેમ ઘોડેશ્વાર ઘોડા પર સવારી કરીને ફટ દઇને નિચે કુદકો મારી જાય છે.સેમ આ ઘોડેશ્વારની પ્રક્રિયા સેકસ માટે  પુરુષોને લાગું પડે છે.

આ બાબતને સંલગ્ન મેં મારી નવલકથાં ‘ઓહ!નયનતારા’માં એક વાકય લખ્યું હતું.”અહીં ઇંગ્લેન્ડમાં રોમાન્સની જે મજા છે તેવી હિંદુસ્તાનમાં નથી.હિંદુસ્તાની પુરુષોનો રોમાન્સ સ્ત્રીની નાભિ સુધી આવીને અટકી જાય છે અને ઇંગ્લેન્ડમાં પુરુષોનો રોમાન્સ સ્ત્રીના પગના પેનીથી શરૂ થાય છે.કદાચ હિંદુસ્તાનમાં શાકાહારનૉ મહિમા હોવાથી હિંદુસ્તાની પુરુષોના નાકને નાભિ નીચેના સૌંદર્યની ગંધમાં ક્દાચ માંસાહારની ખુશ્બો આવતી હશે. (ઓહ્!નયનતારા.નરેશ ડોડીયા)

પુરુષને એ જાણ નથી એનાં હાથ અને જીભની પણ સ્ત્રીને એટલી જ રહે છે.બેંક બેલેન્સ અને શેરોનાં ભાવના વધવાથી ઉતેજિત થઇ જનારા પુરુષો ઘણી વખત સ્ત્રી સાથે પથારી નિસ્તેજ સાબિત થાય છે.હિંદુસ્તાની પુરુષ નગ્નતાની ખૂબસૂરતીથી દૂર રહ્યો છે.ભલે એક યુગમાં હિંદુસ્તાનનાં કમાનઆકાર મંદિરોમાં,ગુંબજોની કામશીલ્પોની દેદિપ્યામ કલાકોતરાયેલી હતી.

મને આ બાબતે બક્ષી સાહેબનો એક જોરદાર કટાક્ષ યાદ આવે છે.”ગુજરાતી પુરુષોનો માનસિક  પોલ લેવો હોઇ તો પ્રશ્ન જરાં જુદી રીતે મુકવો પડે.તમે તમારી પત્નીને છેલ્લી ર્નિવસ્ત્ર કયારે જોઇ હતી?૮ વર્ષે,૧૪ વર્ષે કે ૨૨ વર્ષે પહેલાં?યુરોપિયન માટે બાળકો, પતિ,નોકરી એ ગુલાંમી છે.ગુજરાતી મણીબહેનોથી મોનાબહેન સુધીની સ્ત્રીઓ માટે આ  સ્વતન્ત્રતાની પરાકાષ્ઠા છે.”( ચન્દ્રકાન્ત બક્ષી  )

અમુક જાણકાર લોકોને અતિસયોકિત લાગશે.મોટે ભાગે પુરુષોને પથારીમાં સુતેલી નગ્ન સ્ત્રીને જ જોવાનો અનુભવ છે.કદી સ્ત્રીને સામે ઉભી રાખીને,ખુલ્લાવાળ હોય અને પાછળથી જોવાનો અનુભવ નથી.આવી અવસ્થામાં સામે ઉભેલી સ્ત્રીમાં સેક્સની દ્રષ્ટિએ જોવાની જરૂર નથી,આ અવસ્થા કલાની દ્રષ્ટિએ જોવાની જરૂર છે.અને આ કલા એ પુરુષમાં હોય છે જે પુરુષ ખૂબસૂરત હોય છે,કારણકે આ કલાપારખુ નજર પુરુષની ખૂબસૂરતીનો એક પ્રકાર છે.

શારીરિક રીતે સુખ પામતી સ્ત્રીઓની ખૂબસૂરતીમાં આત્મવિશ્વાસ છલોછલ દેખાય આવે છે અને શારીરિક રીતે સુખી જોડીની યુવાની લાંબી ટકે છે અને લગ્નજિવનમાં એની ખૂશાલી સ્પષ્ટ દેખાય આવે છે.મોટે ભાગે આવા યુગલો મિલનસાર અને હસમુખા હોય છે.એ પણ એક ખૂબસૂરત લગ્ન જિવનનો પ્રકાર છે.કદાચ આવા જોડાને’ખૂબસૂરત યુગલ’કહી શકાય, અને આવા ખૂબસૂરત યુગલોની મેરીડલાઇફ એકદમ સુખી અને પરસ્પરનાં વિશ્વાસથી ભરપૂર હોય છે

ખૂબસૂરતીનો એક પ્રકાર તમારામાં વિનોદવૃતિ સાથે જોડાયેલો છે જેને આપણે ‘સેન્સ ઓફ હયુમર’પણ ગુંગ્લિશમાં કહીએ છીએ.મારા મિત્ર ભૂપ્રેન્દ્રસિં રાઓલ લખે છે કે,” એક સર્વે એવો છે કે સ્ત્રીઓને જે પુરુષોએ સારી રીતે હસાવી હોય તેઓને ડેટ માટે જલદી આમંત્રણ મળ્યું હોય છે.થોડા વર્ષો પહેલા Eric Bressler, Sigal Balshine and Rod Martin નામના વૈજ્ઞાનિકોએ એવું શોધી કાઢ્યું હતું કે સ્ત્રીઓ એમને હસાવે તેવો પુરુષ પસંદ કરતી હોય છે અને પુરુષો એમની વાતો ઉપર ખૂબ હસે તેવી સ્ત્રીઓ પસંદ કરતા હોય છે.એટલે મેટ ક્વોલીટી માટે હ્યુમર ખાસ જરૂરિયાત છે.સામાન્ય વાતચીતમાં પુરુષોની  રમુજભરી વાતોમાં મોટેથી કે હળવા સ્માઈલ આપવાનું કામ વધારે કરતી હોય છે.સ્ત્રીઓ સેન્સ ઑફ હ્યુમર બુદ્ધિના ઈન્ડીકેટર તરીકે જોતી હોય છે.”

ખલિલ જિબ્રાનનાં વાકયો સાથે લેખ પુરો કરું છું

યાદ રાખો કે તમારું શરીર તમારા આત્માની વિણા સમાન છે.હવે એ વિણામાંથી મધૂર-સૂરીલૂ સંગીત બહાર લાવવું કે કર્કશ બેસૂરો ઘોંઘાટમાં ફેલાવવો એ તમારા હાથમાં છે..(ખલિલ જિબ્રાન)

સૌંદર્ય એવું ગીત નથી કે તમે એને સાંભળી શકો,એ કોઇ પડદા પરનું ચિત્ર નથી કે તમે એને જોતા રહો,સૌંદર્ય એ તો એવું ચિત્ર છે જે તમે બંધ આંખે જોઇ શકો.એવું ગીત છે જે તમારા કાન બંધ હોય ત્યારે જ તેને સાંભળી શકો..(ખલિલ જિબ્રાન)

=કોર્નર=

———–

આ સ્ત્રી નોહતી,પણ્ દેવાંગના હતી.તે લાગતી હતી ત્રિસેક વર્ષની,પણ નાગના ફણા જેવી કેશની ભવય્તાંથી તે અંગુઠાઓમાંથી નીકળતી કમલની દાંડી સમી આંગળીઓ સુધી તે બિચારા આમ્રભટ્ટને તો અપુર્વા ને અદભુત લાગી.દરેક અંગમાં લાલિત્ય હતું.દરેક રેખાઓમાં આકર્ષણ્ હતું.એની આખોમાં મેનકાનો મદ હતો ને ઋષિવરોના મન લોભવવાની મોહકતા હતી. ( કનૈયાલાલ મુનશી… રાજાધિરાજ પા ૭ )

———–

વેદોમાં સ્ત્રીનું સર્જન કેવી રીતે થયું એનું લાંબુ વર્ણન છે.શું શું વસ્તુઓ સ્ત્રી બનાવવાંમાં વપરાય છે?એ દિર્ધ કાવ્યમાંના થોડા અંશ..લત્તાની કમનીયતા,ઘાસની ધ્રુજારી,પાંદડાનું હલકાપણુ,હાથીની સૂંઢનૉ વળાંક,હરણની નજર,વાદળૉનું રડવું,પવનોની અનિશ્ચ્ત્તા,પોપટની છાતીની મુલાયમિયત,મધનું માધુર્ય,વાઘની ક્રુરતા,અગ્નિની ઉષ્માં,બરફની શીતળતા,બગલાનો દંભ,બતકની વફાદારી….આ બધું અને બીજુ કેટલુંક એકત્ર કરી અને સર્જનહારે સ્ત્રી બનાવી અને પુરુષને સોપી દીધી..( ચન્દ્રકાંત બક્ષી)

———-

નરેશ કે.ડૉડીયા

તા-૧૧-૭-૨૦૧૧

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: