RSS

સર્જનહાર જરૂર પુરુષ હોવો જોઇએ.?

મનેં હમેંશા એમ લાગે કે સર્જનહાર જરૂર પુરુષ હોવો જોઇએ.?ખાસ કરીને સ્ત્રીઓને હું જોંઉ છું ત્યારે,ખાસ કરીને સ્ત્રીઓ વિશે વિચાર કરૂં ત્યારે.

 

જ્યારે જ્યારે સ્ત્રીઓની છબીઓ જોંઉ છું ત્યારે,સ્ત્રીઓને પ્રત્યક્ષ નિહાળું છું ત્યારે,કોઇ સ્ત્રીઓ સાથે આત્મિયતાથી વાતો કરું છું ત્યારે,સ્ત્રી સાથે અંત્યત નજદિકતા હોય ત્યારે,અને છેલ્લે એક સ્ત્રી સાથે નજદિકતાથી વધું નિકટ હોંઉ છું ત્યારે એટલે કે એ સ્ત્રીની પરમસમિપે હોવું.

 

ત્યારે ખબર નહી!સ્ત્રીની પરમસમિપે હોંઉ ત્યારે,એક પુરુષની લોલુપ નજરે નહીં,પણ એ પુરુષ સર્જનહારની વિશ્વની સર્વશ્રેષ્ઠ માનવિય કલાકૃતિને એક શિલ્પકાર તરીકે નિહાળતો હોવ,અને એના ભાવક તરીકે એમનાં બનાવેલા ભાવવિશ્વને,પ્રથમ એક માનવિય અહોભાવથી,દ્રિતિય એક કલાકાર તરીકે,ત્રિતીય એક ચિત્રકાર તરીકે,ચોથું એક કવિ કે ગઝલકાર તરીકે,પાંચમું એક લેખક તરીકે જે લેખકે સ્ત્રીઓ પર લખવું ગમતો વિષય છે,છઠું એક યુવાન સ્વપનદ્રષ્ટા તરીકે જોંઉ છું.

 

સ્ત્રીને પ્રાથમિક ઉચ્ચકક્ષાનું માન આપવાનું હોય ત્યારે હમેંશાં મને એ સ્ત્રીને’માં’નાં સ્થાન પર બેસાડવી ગમે છે.એક માં તરીકે સ્ત્રીનો વિચાર કરો ત્યારે તમારા મનમાં સ્ત્રી વિશે કલ્પનાં હોય એના સ્થાને એક નક્કર હક્કીત ઉપસી આવે છે અને હક્કીત એ છે તમારી ‘માં’થી શ્રેષ્ઠ સ્ત્રી દુનિયામાં કદી મળવાની નથી.અને મળશે પણ નહીં.

 

જોકે દુનિયામાં ઘણા એવા લોકો છે એમને જન્મતાંની સાથે માતાને ગુમાવી દીધી હશે,પણ જયારે એ અનાથોને કોઇ એક સ્ત્રીએ બાળકની જેમ ઉછેર કર્યો હશે,એ સ્ત્રીમાં એને માતાની મમતા અને માતા એ શું છે એનો સાક્ષાતકાર તો થયો જ હશે.ત્યારે પણ એ બાળકની જગ્યાએ હું હોવ અને વિચાર કરૂં કે એક સ્ત્રીનાં સ્પર્શ વિના બાળક ઉછેરનો મતલબ શું?

જાનવરથી લઇને માણસ સુધી…જિભથી ચાટીને પોતાના બચ્ચાને વ્હાલ કરતી એક જાનવર માતા અને બાળકને નવડાવવાથી ધવડાવવા સુધી ક્રિયામાં માતા તરીકે માદાને કયો એવો આંનદ મળતો હશેઃએમાં એ અનુભવ કરતી હશે અહિંયા મારું સ્ત્રી કે માદા હોવાનું સંપુંણ કાર્ય છે??એક પુરુષ તરીકે તમે લાચાર છો,આ આંનદના અનુભવની કલ્પનાં તમારા કલ્પના બહારનો વિષય છે.

છ હજાર વર્ષ પૂર્વે ઉપનિષદોમાં લખ્યું છે કે,સ્ત્રી તું જ્યાં સુધી તારા પતિની બનીશ નહીં ત્યા સુધી તારા પતિની તું પત્ની બની શકશે નહી.જ્યારે આધુનિક વિજ્ઞાન પણ આ જ વાત કહે છે,દરેક પુરુષ સ્ત્રીમાં પોતાની માતા જેવો કેરીંગ ભાવ શોધે છે અને દરેક સ્ત્રી પુરુષમાં પોતાના પિતા જેવું વાત્સલ્ય અને એક પ્રકારની પૈત્રુજનક હુંફ શોધે છે,જ્યાં સ્ત્રી પોતાને સંપૂર્ણ સુરક્ષિત રહી શકે.

 

રજનીશ કહે છે કે,સ્ત્રી એ મૂળભૂતપણે માતા છે અને પિતા એ ઉપજાવી કાઢેલી સંસ્થા છે,એ પ્રાકૃતિક નથી,જ્યારે સ્ત્રીનું માતાપણું અવિનાશી અને કુદરતી છે.નવા જ્ન્મતા બાળકને શરૂઆતી દોરમાં ફરજિયાતપણે માતાના શરીરની ઉષ્મા જરૂરી છે.

 

આ વાત થઇ એક માતા તરીકે સ્ત્રીની.સ્ત્રી વિશે કોઇ પણ લેખ વાંચશો ત્યારે લેખનો સંદર્ભ આખરે તો સ્ત્રીના શરીરની આસપાસ ઘુમતો જોવા મળશે.એ પછી કોઇ ડૉકટરે લખેલો લેખ હોઉ કે કોઇ શાયરે એક સ્ત્રી પર લખેલી કવિતા કે ગઝલ હોય.

 

એક પુરુષ તરીકે જ્યારે તમે સ્ત્રી વિશે વિચારો તો ૧૦૦માંથી મોટાભાગનાં પુરુષોના મગજમાં પોતાની ગમતી સ્ત્રીનાં શરીર વિશે વિચાર આવશે.

 

શું હશે એ કમાલ સર્જનહારની કે સ્ત્રી અને સ્ત્રીનું શરીર બનાવતી વખતે એને માત્ર અને માત્ર પુરુષોને સવલત પડે એટલા માટે જ સ્ત્રીનાં શરીરનું સર્જન કર્યું.જરૂર સર્જનહાર પુરુષ હોવો જોઇએ તો જ સ્ત્રીને બનાવતી વખતે પુરુષોને આખી જિંદગી સ્ત્રીનાં શરીરમાંથી કંઇને કંઇ મેળવતો રહે છે.

 

કદી વિચાર કર્યો છે કે બાળકનાં સ્તનપાનથી લઇને ઝૂલ્ફ,સીના,આંખ,કટીથી લઇને વક્ષસ્થળ સુધી લખવા કે વિચારવા માટે ડૉકટરોથી લઇને કવિ-લેખકોને માત્ર સ્ત્રીનું શરીર નજરમાં આવે છે!!!!

 

એક શિલ્પકાર તરીકે સ્ત્રીના શરીરને જોંઉ ત્યારે ખરેખર મારી આંખો કોઇ ઇશ્વરીય લેન્સ પહેરીને સ્ત્રીને નિહાળતી હોય એવો અહેસાસ હમેશાં રહે છે.કોઇ નખશીખ સુંદર સ્ત્રી જેનું શરીર સંપૂર્ણપણે પુરુષોને ગમતી સ્ત્રીની કલ્પનાની લગોલગ હોય,એવી સ્ત્રીઓને જોંઉ છું ત્યારે મને યુરોપિયન કલાકૃતિઓ યાદ આવી જાઇ છે.સ્પેન,ઇટાલી,ફ્રાંસ અને ઇગ્લેંડમાં જોયેલા સંપૂર્ણ માનવિય કદનાં મારબલ અને વ્હાઇટ સિમેન્ટ કે અન્ય મટીરિયલમાંથી બનાવેલા એ જાજરમાન પૂતળાઓ યાદ આવે છે.

 

ફર્ક ક્યાં છે.?પુરુષ પ્રતિમાઓ જ્યારે જુઓ ત્યારે સામાન્ય નજર ફેરવી લઇએ છીએ પણ જ્યારે પ્રતિમાં સ્ત્રીની હોય ત્યારે આપણી અંદરનો પુરુષ સ્ત્રીના પુતળાનાં દરેક અંગોના લય અને લચકને આપણે એક કલાકારની અદાથી જોઇએ છીએ.છેવટે વાત સ્ત્રીનાં શરીર પર આવીને અટકે છે.!!!

 

એનું કારણ ક્યારેક મારા મગજમાં આવે છે,જે માત્ર મારો તર્ક છે.પુરુષ એક કેન્દ્રીય કામોતેજનાં અનૂભવે છે અને સ્ત્રી અનેકવિધ કામોતેજનાં ધરાવે છે.જ્યારે પુરુષ સામે સ્ત્રી આવે છે,ત્યારે સ્ત્રી સાથે એનું શરીર પણ આંખો સામે આવે છે.પુરુષ હમેંશાં સ્ત્રીને ઉપરથી નિહાળવાનું શરૂ કરશે.જ્યારે સ્ત્રીની સામે પુરુષ આવે ત્યારે મોટે ભાગે સ્ત્રીની નજર મહદઅંશે ઢળેલી કે અથવા પુરુષ એના લક્ષમાં નથી એવા ચોક્કસ ભાવ એની આંખો કહી દેશે.

 

યાદ રાખવા જેવી વાત એટલા માટે છે કે સ્ત્રીને કામોતેજનાં બહુંકેન્દ્રીય હોવાથી એને માત્ર પુરુષનાં શરીરમાં જ રસ નથી,પણ પુરુષની કામોતેજનાં એકકેન્દ્રીય હોવાંથી હમેંશા એની આંખો સામે સ્ત્રી કરતા એનાં શરીરને જોવાંમાં વધું આંનદ મળે છે અને આ બાબતથી દરેક પુરુષ વાકેફ છે.

 

પુરુષ માટે સ્ત્રી દેહનું રહસ્ય હમેંશાં ગુઢ રહેવાનું કારણ પણ આ જ હોઇ શકે.થોડા ઉંડાણમાં પુરુષ તરીકે જો વિચારો કે,ભલે આપણા લગ્ન થઇ ગયા હોય,દસ,પંદર કે વીસ વર્ષનાં લગ્નજીવનમાં ભરપૂર કે ઓછે-વધતે જાતિયતાનો આંનદ માણ્યો હોય,પણ પત્ની સિવાઇની અન્ય સ્ત્રીનાં દેહ જોવા મળે તો પુરુષ એક પણ મોકો જતો નથી કરી શકતો.બ્લ્યું ફિલ્મથી લઇને નેટ અને જાહેર જીવનમાં કે ખાનગીમાં કોઇ પણ અન્ય સ્ત્રીના દેહ કે એના અંગો જોવા મળે ત્યારે એને જોવાનો એક પણ ચુકી શકતો નથી.જ્યારે સ્ત્રી આ રીતે પુરુષને જાતિયતાને લક્ષમાં લઇને પુરુષનું અવલોકન કરતી નથી…આખરે મામલો સ્ત્રીના શરીર પર આવીને ઉભો રહે છે!!!!!

 

એક કવિ તરીકે અથવા કલાકાર તરીકે શું કરીએ છીએ.સ્ત્રીઓની એક જાતની સ્તુતી જ કરીએ છીએ.અત્યાર સુધી કાવ્યનો ઇતિહાસ જુઓ દરેક કવિ કે ગઝલકારોએ પોતાની કારર્કીદીની મોટા ભાગની રચનાઓ સ્ત્રીઓ માટે જ લખી છે.હા!પણ આ એક એવી કલા છે જેમાં સ્ત્રીઓનાં શરીર જ આગળ વધીને સ્ત્રીઓનાં પ્રેમ અને બેવફાઇને વણી લેવામાં આવી છે.

 

મોટાભાગનાં કિસ્સાઓમાં સ્ત્રી-પુરુષના સંબધોમાં સ્ત્રીઓએ બેવફાઇ કરી હોય એનું પ્રમાણ વધું જોવા મળે છે.આ બાબતનું સજ્જડ કારણ છે.ભલે આપણે સ્ત્રીને પ્રેમની દેવી કહીએ પણ સ્ત્રીને ખબર છે કે પુરુષને જેટલી જરૂર સ્ત્રીની છે એટલી જરૂર સ્ત્રીને પુરુષને નથી.એક વાર સંબધો ટુટી ગયાં પછી મોટા ભાગે સ્ત્રી પોતાના સામાન્ય જિવનમાં ગોઠવાઇ જાય છે,જ્યારે પુરુષ આખી જિંદગી એક સ્ત્રી માટે ખુંવાર થઇ શકે છે અને આખી જિંદગી એક સ્ત્રી માટે ગઝલ કે કવિતા લખીને પોતાની નાકામિયાબી અને સ્ત્રીની બેવફાઇનાં કિસ્સા લખતો રહે છે.એનો મતલબ એ નથી કે કોઇ કલાકારને સ્ત્રીનાં શરીર સાથે વધું પડતો લગાવ એમની કલાને સંલગ્ન છે.દુનિયાનો ઇતિહાસ જુઓ,સ્ત્રીઓને સૌથી વધું આકર્ષણ કોઇ કલાકાર પુરુષનું રહ્યું છે અને રહેશે.

 

એનું પણ કારણ છે,જે રીતે સ્ત્રીને શબ્દોમાં,છબીમાં કે અન્ય કલામાં શણગારી શકે છે એ રીતે કોઇ સામાન્ય પુરુષ સ્ત્રીને પોતાની ભાવનાંમાં વ્યકત કરી શકતો નથી.પ્રેમ અને આકર્ષણનું વિશ્વ હમેંશાં ભાવનાઓનાં પાયા પર ટકેલું છે.

 

સદીઓથી સ્ત્રીને પુરુષે ચાલાકીથી ઉચ્ચ આસને બેસાડી છે.ગ્રંથોથી લઇને મૂર્તિઓ સુધી સ્ત્રીઓની હેસિયત કરતાં વધું મહત્વ આપી સ્ત્રીઓને જમાના સામે રાખતો આવ્યો છે. સ્થાપત્યથી લઇને ગ્રંથો સુધી સ્ત્રીઓનું વર્ણન જુઓ તો એનાં શરીર પૂરતું મર્યાદિત રહ્યું છે.વાત છેવટે સ્ત્રીનાં શરીર પર આવીને અટકી જાય છે.

 

છેવટે વાત સ્ત્રી અને પુરુષનાં ભેદ પર આવીને ઉભી રહે છે.મુળભૂત રીતે કંઇ ફર્ક નથી,પણ

અમુક ભિન્નતા અને અમુક શારીરિક રચનાં સ્ત્રીઓને આગવું સૌંદર્ય બક્ષે છે.કારણકે મારું માનવું છે કે “સર્જનહાર જરૂર પુરુષ હોવો જોઇએ.”

 

સ્ત્રી જીવનનું પુનરુત્પાદન કરવા સક્ષમ છે.જ્યારે પુરુષ નથી અને છે તો એની કક્ષા નિમ્ન છે.અને આ લઘુતાગ્રંથીને છુપાવવા સદીઓથી સ્ત્રીઓ પર આધિપત્ય જમાવવા માટે જાત જાતનાં સામાજિક,માનસિક અને શારીરિક રીતે સ્ત્રીઓથી ઉચ્ચકક્ષાનો છે એ દર્શાવવા તુક્કાઓ અથવા સ્ત્રીઓને બંધનમાં રહી શકે એવા નિયમો પૈતૃકસમાજમાં બનાવતો રહ્યો છે.

 

રજનીશ લખે છે કે-પુરુષનો આ ચડિયાતો હોવાનો દેખાવ,પોતાની જાતને છેતરવા અને દુનિયાને છેતરવા, આ જ કારણસર પુરુષ સદીઓથી સ્ત્રીઓની પ્રતિભા,સામર્થ્ય અને ક્ષમતાને ખતમ કરતો આવ્યો છે,જેથી કરીને એ પોતાની જાતને દુનિયા સમક્ષ ચડિયાતી સાબિત કરી શકે.

 

રજનીશ આગળ લખે છે-સ્ત્રી જ્ન્મદાત્રી હોવાથી નવમાસ કે વધું સમય માટે અસુરક્ષિત અને પુરુષની આશ્રિત રહે છે.પુરુષોએ આ પરિસ્થતિનો લાભ ઉઠાવ્યો છે.રૂપની આ દૈહિક છે;તેનાથી કોઇ ફર્ક પડવો ન જોઇએ.છતાં પુરુષોએ સ્ત્રીની માનસિકતા ભ્રષ્ટ કરી છે-જે સત્ય નથી એવી વાતો કહીને,પુરુષોએ ગુલામ બનાવીને,તેને દ્રિતિય દરજ્જાની નાગરીક કક્ષાએ ઉતારી પાડી છે.અને એ પાછળનું કારણ એ હતું કે પુરુષની સ્નાયુંશકિતની દ્રષ્ટિએ વિશેષ શકિતશાળી છે.પરંતું સ્નાયુંશકિત વડે સર્વોપરિતા સાબિત થતી હોય તો કોઇ પણ પ્રાણી પુરુષ કરતા બળવાન છે.અહિંયાં પણ વાત સ્ત્રીના શરીર પર આવીને અટકી જાય છે.

 

હવે એક યુવાન દ્રષ્ટા તરીકે સ્ત્રીને હું જોંઉ કે એની નજદિકતા હોય કે એની પરમસમિપે હોવું.કારણકે સ્ત્રીની પરમસમિપતા તમારા સ્ટેટસ કે સામાજિક મોભાને એક બાજું મુકી દે છે.અને સ્ત્રી કે પુરુષનું નજદિક હોવું કે આત્મિય મિત્ર-સાઉલમેટ હોવું એ કેવળ બેશરીરો મળવાનું બહાનું કે બંધન નથી બની જતું.એક સ્ત્રી જિંદગીમાં અનેક પુરુષોને કેવળ શરીર કરતાં પુરુષોને કલ્પનાંથી વધું આપી શકે.કારણકે દેશીભાષામાં કહું તો સ્ત્રીઓને મોટે ભાગે આપણે ભોગવતા આવ્યા છીએ.બચ્ચાઓ પેદા કરીને,એક સ્ત્રીને માતાનો દરજ્જો આપીને ઉચ્ચસ્થાને બેસાડતો આવ્યાં છીએ,પણ કુદરતી રીતે અંગણિત કહી શકાય એવી અનેક ખૂબીઓ સ્ત્રીઓમાં છે એની અવગણના કરતાં આવ્યા છીએ.કદાચ આજે મારી વાતો પુરુષ સમાજ માટે થોડી અકડાવનારી લાગશે,અને આની પાછળ સ્ત્રીઓને ખૂશ કરવાનો ઇરાદો પણ નથી આ નક્ક્રર હક્કીત છે અને વહેલામોડા પૈતૃકસમાજે સમજવી પડશે.

 

કોઇને કદાચ પચે નહી એવી રજનીશની વાત છે,પણ આવી વાત કોઇએ તો લખવાની કે કહેવાની પહેલ તો કરવી જ પડશે.-“પુરુષ અને સ્ત્રીઓને લગ્ન જેવાં બંધનોથી જોડાઇ કે ના જોડાઇ,પણ બેશક પ્રેમમાં જીવવું જોઇએ,પરંતું એમની આઝાદી જાળવી રાખવી જોઇએ.તેઓ એકબીજાથી ઋણાનુંબંધથી જોડાયેલા નથી.આપણું જીવન વધું તરલ-વધું પ્રવાહિત હોવું જોઇએ.એક સ્ત્રી અનેક પુરુષ મિત્રોનાં સંપર્કમાં આવી જોઇએ અને એક પુરુષ અનેક સ્ત્રી મિત્રોનાં સંપર્કમાં આવવો જોઇએ એવો નિયમ હોવો જોઇએ.પરંતું એ શકય ત્યારે જ બને જ્યારે (કામ)સેકસને એક રમત કે વિનોદ રૂપે જુએ.એ કોઇ પાપ નથી.કેવળ વિનોદ જ છે.

 

આપણે હમેંશા આધુનિકતાનો દેખાવ કરીએ છીએ.પણ લગ્નસંસ્થા આપણી અમુક દશકા પાછળ જીવે છે.મિત્રતા અને પ્રેમનો વિશાળ ફલક છે અને આ ફલક નીચે સ્ત્રીઑ અને પુરુષોને પોતપોતાની અભિવ્યકિત અતિસય સ્વતંત્રતાથી આપવી જોઇએ.સ્ત્રી સ્વતંત્રતામાં માનતો હો તો સ્ત્રીઓને પોતાની અભિવ્યકિત કરવાં કોઇ જાતની પુરુષ નામની ફાયરવોલ ના હોવી જોઇએ…આખરે સ્ત્રી પણ માણસ છે એ ફકત શરીર નથી,પણ સ્ત્રી પાસે શરીર છે એ એની તાકાત છે કેવળ પુરુષોનું મનોરંજન કરવા માટે નથી.

 

એક પુરુષ અને સ્ત્રીના શરીરનું મિલન એક સંપૂર્ણ કુદરતી આવેગોને સંગીતમય રીતે ઝંકૃત કરતું કાર્ય છે.અને સ્ત્રી અને એનું શરીર સંગીતનાં વાધ્ય જેવી છે.અતિસય સવેદનશીલ હોવાથી એની સંવેદનાને એક પુરુષ તરીકે નહીં પણ એક પુરુષ કલાકાર તરીકે ઝંકૃત કરવી જોઇએ..રતિક્રીડા હોય કે સ્ત્રી મિત્રો સાથે સમિપતા હોય..હમેંશાં એક પુરુષ,પતિ કે મિત્ર તરીકે નહી,પણ એક કલાકાર તરીકે વર્તો અને એની નાની વાતો અને ખૂબીઓને જાણીને એનામય બનવાની કોશિશ કરો..જો આ કોશિશ થોડા ઘણા પણ સફળ થશો તો,તમારા માટે એ સ્ત્રી -માત્ર સ્ત્રી કે શરીર જ નહી,એ તમારા માટે આંનદનું ઝરણું બની રહેશે.જિંદગીને આ ઝરણાની શિતળતા અને ચંચળતા ખરેખર આંનદમય અને ઉલ્લાસથી ભરપૂર બનાવી  દેશે.

 

=કોર્નર=

–> પ્રેમ એક કામચલાઉ થ્રીલ છે. એને જિંદગીભરની આદત બનાવી દેવાનું અક્કલવાળાને પોષાય નહીં. હું લગ્ન કરીશ તો પણ પ્રેમને એના સ્થાને જ રાખીને કે જેથી જિંદગીમાં કામ કરવાનાં ચાળીસ વર્ષો બગડે નહીં. બુઢાપામાં, સેક્સ ખતમ થઈ ચૂકી હોય ત્યારે સમજી શકાય છે કે માણસને સો ટકા પ્રેમની જરૂર પડે – બાળકની જેમ. પણ માણસ સશક્ત હોય, આખી જિંદગી સામે ઊભી હોય ત્યારે વધારે મહત્વની વસ્તુ છે કામ. પોતાની ઈચ્છા, શોખ કે જવાબદારીવાળી પ્રવૃત્તિ જાનવરો પણ આખી જિંદગી પ્રેમ કરતાં નથી, ફક્ત સીઝનમાં જ, ઋતુ પ્રમાણે પ્રેમ કરી લે છે. એક પ્રવૃત્તિરૂપે. માણસ પાસેથી જિંદગીના વધારે સમજદાર પ્લાનિંગની આશા રાખી શકાય!

 

ચંદ્રકાંત બક્ષી

(રીફ-મરીના: પૃ.82)

—–

થોડી સી વીજડી અને અષાઢી મેઘ,

લઇ ને બેઠેલ હશે બ્રહ્મા,

 

હે..ભુલકણા દેવ..!,

 

તમે પંખીડુ વિસરી અને,

ધડી કેમ માનવ કન્યા…!!

 

(ઝવેરચંદ મેઘાણી.)

 

 

નરેશ કે.ડૉડીયા

તા-૧૪-૨-૨૦૧૨

સમય ૧૭.૩૦

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: