RSS

શાયરો જિંદગીની વાત એક શેરમાં જ કહી જાય છે

ખૂશીના ચાકડે તમારી તમન્નાઓને મૌજ કરાવવા
હું મદમસ્ત કમનિય વળાકોવાળી ગઝલ લાવ્યો છું,

શબ્દો કેરા ગાર અને લોહી કેરા પાણીને મિલાવવીને
ઉંમગોમાં રંગ ભરવા રંગીન ગઝલ લાવ્યો છું.

ઉદાસીની સાંજ સુરજની સથવારે ડુસકે ચડે ત્યારે
સામ-એ-અવધની રંગીનિયત ભરી ગઝલ લાવ્યો છું.

હજારો નિરાસાઓની વચ્ચે ડુબતી કસ્તીઓને બચાવવા
જિંદગીના ગીતો ગાતી નાખુદાવાળી ગઝલ લાવ્યો છું.

કરમાયેલા ફૂલોના ચહેરા પર ખૂશ્બૂસબર સ્મિત ભરવા
નવેલી વંસત જેવી લજ્જાશીલ ગઝલ લાવ્યો છું.

જે’આવજો’કહીંને પાછા નથી ફર્યા એ બધા સ્વજનોની
યાદીઓને શબ્દોથી મઢીને ખૂશીઓની ગઝલ લાવ્યો છે.

ગુજરાતની ખમિરવંતી ધરાના કાઠિયાવાડના હાલારથી
ગૌરવવંતી ગુજરાતણ જેવી લટકાળી ગઝલ લાવ્યો છું.

(નરેશ કે.ડૉડીયા)
————————————————————

જે રીતે તે મને આદી બનાવ્યો છે આંખોથી પાઇ પાઇને
નથી એવો નશો કોઇ શરાબખાનાની સાકીના હાથના પ્યાલામા

નસીબદારીના બધા રહસ્યો ખૂલી જાય તારી ખાતિરદારીમા
જરૂર હશે કોઇ ફરીશ્તાની કિસ્મત મારી હાથની રેખાઓમાં

બુંલદી હુસ્નની અમસ્તી નથી આવતી આશિકની પનાહમા
હશે જરૂર કંઇક અસર શબ્દોની વરસતી લગાતાર બુંદાબાંદીમાં

ભર્યા છે ખુદાની કાયનાતમાં મુફલિસ અને મંલગોનો દુઃખ
લગાતાર જીવ્યો છું હું,બાદશાહ બની ફકીરોના આલમમા

‘નરેન’કહે છે અમસ્તી નથી જ બનતી ગઝલને કવિતા
કંઈક રાતોની રાતો આંસુઓની નૂમાઇશ થઇ છે શબ્દોમાં

(નરેશ કે.ડૉડીયા)
————————————————————–

બહુ ના બોલો તમે,આ પડઘા હવે ભારે લાગે છે
સમયનો તકાજો છે,મૌનનું ખૉળીયુ સારું લાગે છે

વાયદાઓના દાખલાઓ હવે બધા ખોટા લાગે છે
રહી રહીને જિવનનું ગણતર મને ખોટૂ લાગે છે

રહી રહી ને ફુલોને હવે હવાનો ભાર લાગે છે
થાકેલા ફુલોને હવે પાનખરનો અહાંગરો લાગે છે.

હવે વંસંતને કયા સુધી મનાવશો ઓ ડાળખીઓ?
વસંતને હવે પરદેશનો માહોલ બહુ સારો લાગે છે.

તમે કયા સુધી પહેરી રાખશો આ ઝાકળનો મુખવટૉ
મુખવટૉ ઉતરી જશે,એને સુરજનો તાપ લાગે છે

ફુટેલી કિસ્મતને સહારો લઇને તમે ક્યાં સુધી જીવશો
લાગે છે!કોઇની કિસ્મતનો સીતારો બુંલદ લાગે છે.

(નરેશ કે.ડૉડીયા)
———————————————————

જરા ધીરે બોલો તમે,આ પડઘાઓનું શહેર છે
સંવેદના ભેદી શકે ,કાચી દિવાલોનું શહેર છે.

જરા ધીરે ચાલો તમે,આ કાંટાળા પંથનું શહેર છે
લોહીની લકિરને ચીલો માનીને ચાલનારું શહેર છે

જરા મલાજો રાખો તમે,આ મરજાદીઓનું શહેર છે
કઈક ખૂબસૂરત ચહેરાના હાસ્યને દફનાવવાનું શહેર છે

જરા તકાજો રાખજો,આ તકસાધુઓનું શહેર છે .
કઈક સત્યવાદીઓના મોતનું કારણ આ શહેર છે.

જરા માથે ઓઢીને ચાલજો,આ રૂઢીવાદીઓનું શહેર છે
કંઇક અબળાઓના જિવતર એળે ગયાનું શહેર છે.

જરા છેટે ચાલજો મારાથી,આ અફવાઓનું શહેર છે
કંઇક નવાણિયા કુટાય ગયાના દાખલાઓનું શહેર છે.

(નરેશ ડૉડીયા)
——————————————————–

મારા ઉપર તમારી દયાની નજર હોવી જોઇએ
નથી જોઇતી દોલત તમને કદર હોવી જોઇએ,

શું છે તાકાત એ લોહમાં,જ્યા સોનું ના બને
ખરેખર આ પારસમાં કંઇક કસર હોવી જોઇએ,

સાગરમા આવે છે મોજાની એ ભરતીઓ
તેને લગાતાર મોહબ્બતની અસર હોવી જોઇએ,

નરેન,જિંદગી જીવીશ તમારી નજર સામે જ
તમારી ચીતા સાથે મારી ચીતા હોવી જોઇએ,

જિવી ગયા દરેક જનમ આપણે યુગ યુગથી
પ્યાસ આપણી જન્મો જન્મની હોવી જોઇએ,

(નરેશ કે. ડૉડીયા)

—————————————————

લાવ તારા ટેરવા,એમાં મારી હસ્તરેખાને સાથે જોડી દઉં,
પછી જોઇએ કે,મારી હથેળીમાં ભાગ્ય-રેખા કેમ બદલે છે?

લાવ તારું એંકાત,એમાં તને મનગમતી ક્ષણોને મઢી દઉ,
પછી જોઇએ કે, એકાંતમાં તારા કાંતની કિંમત શુ છે.

લાવ તારી આંખો,એમાં મારી એક તસ્વીર ઉતારી દઉ
પછી જોઇએ કે,એમાં તું કેવા રંગની રંગોળી પુરે છે?

લાવ તારા કુંવારા હોઠ,એમાં કંઇક ગુલાબને રોપી દઉ
પછી જોઇએ કે,બાગમાં વંસત પુરબહાર કેમ ખીલે છે?

લાવ તારું સ્મિત,એમાં ઝીણા અનારના દાણા વેરી દઉ
પછી જોઇએ કે,અનારકલીની નવી આવૃતિ કેવી લાગે છે?

લાવ તારી ઓઢણી,એમાં હાલારી બાંધણીની ભાત પાડી દઉ,
પછી જોઇએ કે,આ જામસાહેબની સવારી કેમ નીકળે છે?

લાવ તારું હ્રદય,એમાં દરેક ધડકનમાં મારો તાલ મુકી દઉં,
પછી જોઇએ કે, ઉછળતા અરમાનો કેમ પુરા થાય છે?

લાવ તારી પેની,એમાં મારા હાથથી મહેંદી મુકી દઉં,
પછી જોઇએ કે,એમાં મારા ચુમવાની કેવી અસર છે.

લાવ તારું લલાટ,એમાં મારા ભાગ્યના ભાવ ચોડી દઉ
પછી જોઇએ કે,લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરે છે?

(નરેશ કે.ડૉડીયા)

————————————————————

તું હોય ખુદા કે હોય તું ઇશ્વર હવે મને લાગે છે કે
તારી બનાવેલી દુનિયા પર તને પણ અફસોસ હશે?

તું તો મંદિર અને મસ્જિદોમાં આરામ ફરમાવે છે
લડે છે તારી પનાહગાહ માટે, તને અફસોસ હશે?

કોઇ પૂજા કરે કે કોઇ ત્યાં નમાજ અદા કરે પણ,
ત્યાં તારો વાસ નથી એટલે ફરિસ્તાઓને અફસોસ હશે?

હોય ગીતા,કુરાન કે બાઇબલ જેવાં ગ્રંથ દુનિયામાં
પઢે બધા અમલ નથી,એનો તને અફસોસ હશે?

મઝધારમાં છોડી જનારાઓ હવે મને મોત નો ભય નથી
અમોને તારી શકતો નથી ખુદા તને અફસોસ હશે?

(નરેશ કે.ડૉડીયા)
—————————————————————

મળે છે માનવી,
કોઇ વાનર મુખા,
કોઇ સુંવર મુખા,
કોઇ લાલ મુખા,
કોઇ લીલા મુખા,
કોઇ શરીર ભુખા,
કોઇ નજર ભુખા,
કોઇ વાસના ભુખા,
કોઇ આલમગીર્,
કોઇ ફકીર્,
કોઇ સાધુ,
કોઇ શેતાન્,
કોઇ નર,
કોઇ નારી,
કોઇ અર્ધ નારેશ્ર્વર્,

છટ ! પ્રભુ,
તારી સૃષ્ટિ છે ખરાબ !

મને પ્રાણી સંગ્રાહલય બહું ગમે છે,
મળે છે માનવી કેવાં હેત થી,
કોઇ પુંછડી હલાવે છે,
કોઇ એક બિજાને ચાટે છે પ્રેમથી,

ઓહ ! પ્રભુ,
તારી સૃષ્ટિ કેટલી સુંદર છે.. ( નરેશ ડોડીયા )

———————————————————————

આપણા સંબધની દુનિયા બહુ નાની બનતી જાય છે
સવારે ભુલા પડેલા લોકો સાંજે ફરી મળી જાય છે,
એક આંખમાં ભવિષ્ય અને એક આંખમાં સપના ભરી
એક નાનકડા ઓરડામાં આપનું વિશ્વ દોરીયે છીએ

સવારે એ વિશ્વમાંથી બહાર નીકળીને આપણે બે ય
બહારની દુનિયામાં ઠોકરો ખાવા નિકળી પડીયે છીએ
તારા હાથમા ઘરસામગ્રીના વજનદાર થેલાનો ભાર
મારા હાથમા ઓફીસના અધુરા કામના થેલાનો ભાર

એ જ ચહેરાઓ સામે મળે છે જેમ તું સાંજે મળે છે
બે વ્યકિતની વચ્ચેના સંવાદો કેમ થાકતી જાય છે?
કોઇ એવી નિશાળ આપણે શોધી આપણા વિશ્વ બહાર
જયાં બે વ્યકિતીની સંવેદના ઉકેલતા પાઠ ભણાવી શકે

અધુરા રહી ગયેલા ભણતર જેવી તારીમારી સંવેદાનાને
કોઇ લાગણીની નિશાળમા ફરીથી ભણવા મુકીયે તો કેમ?
ચાલ વ્હાલી!આપણા સવાલોના જવાબ આપણે જ શૉધીયે
સંવેદનાને સ્પર્શ સાથે જોડીને કોઇ નવો જવાબ શોધીયે

(નરેશ કે.ડૉડીયા)
————————————————————–

તમે મૃત્યુની કિંમત જાણી ના શક્યા હોત
એમાં વિરહના દર્દની કલ્પના હોવી જોઇએ

મરે છે કંઇક પ્રેમીઓ આ સકળ જગમાં,
પ્રેમીઓને આ કલા કારગત હોવી જોઇએ

ચીલો આ નથી લીલો સહુ કોઇ જાણે
પ્રેમીઓના મિલનની એક કેડી હોવી જોઇએ

પ્રેમીઓને મન જુદાઇ શુ કે મિલન શુ?
સપનામાં પણ મિલનની જગા હોવી જોઇએ

દિવાનગીનો ભેદ ના સમજી શકો ગઝલમાં
પ્રેમ સર્વસ્વ ગુમાવવાની જગા હોવી જોઇએ

દુનિયામા પ્રેમીઑના ચિત્રો છે જુદા જુદા
જેમ કાંટાઓમાં ગુલાબની જગા હોવી જોઇએ

પ્રેમ પથ પર મંજીલના નકશાના ના મળે
કોઇ હમસફરની સફરમાં જગા હોવી જોઇએ

એક વાર તમારી જાતમાથી બહાર નીકળૉ
કોઇના દિલમાં વસવા રજા હોવી જોઇએ

(નરેશ કે.ડૉડીયા)

———————————————-

શૂન્યતાના સિમાડાઓનો વ્યાપ વધતો જાય છે
એકડાઓની માન્યતા તું ઘુંટવાનું હવે બંધ કર.

સંબધોનુ નહીં હોય ગણિત જે તું કંઠસ્થ કરી શકે
તારી વેપારી પેઢીની જેમ જાંગડ વ્યવાહર બંધ કર

માન્યતાની પણ એક હદ હોય છે દરેક સંબધોમાં
થાકી ગયેલા સંબધોને હવે દોડાવવાનું બંધ કર

સંબધોનું આકાશ છે હથેળીમાં ચાંદ-તારા મઢેલું
મધ્યાહને હોય સુરજનુ મોં ચઢેલું તું આંખોને બંધ કર

નહી મળે સંબધનું અખિલ બ્રહ્માંડ જેને તું ઝંખે છે
ઉપગ્રહો ટકરાય છે મતભેદમાં,એ જોવાનું બંધ કર

સંબધોનાં પરિમાણ માપવાના કોઇ યંત્ર ના હોય
દરેક માટે હ્રદયની પ્રયોગશાળાનો ઉપયોગ બંધ કર

(નરેશ કે.ડૉડીયા)
————————————————-

શાંત એંકાતે મૌનનું અજવાળુ તિમિર પર પથરાય જાય છે
યાદોની ઝાંખી મિણબતીના પ્રકાશે જિંદગી જીવાય જાય છે.

સીધી લિટીંમાં વહેતી સરીતા પર ચોમાસું મંડાય જાય છે
દરિયામાં સમાવવા સરિતાના માર્ગ આપમેળે ફંટાય જાય છે

આંગણીયે શુકનવંતા પગલે લાગણીઓ પથરાય જાય છે
આવા અવસર ઉજવવા માટે ચોઘડીયા ભૂલાય જાય છે

ગહેરા ઝખ્મોને કોઇ મુલાયમ સ્પર્શનો મલમ રૂઝાવી જાય છે
પહેલી નજરમાં કોઇ ચહેરો આંખોમાં આઠેપ્રહર છવાય જાય છે

દરિયો અમસ્તો પાગલ નથી બનતો એને બહાનુ મળી જાય છે
કાઠે આવેલી ભરપૂર નદી અચાનક દરિયાને છેહ દઇ જાય છે

લોક કહે ફકત પાંચ શેરમાં આખી ગઝલ લખાય જાય છે
ભીતરના બ્રહ્માસ્ત્રોથી હ્રદય છેદાય ત્યારે ગઝલ લખાય જાય છે

(નરેશ કે.ડૉડીયા)
—————————————————–

સુખ વિશેની વ્યાખ્યા ગઝલમાં લખવા કયારેક અતિરેક થઇ જાય છે
કોયલને ટહુકો કરવો જ હોય છે પણ ચોમાસુ હાથતાળી દઇ જાય છે

મારા ભ્રામક ખ્યાલોથી લોકોને લખીને લખીને ભરમાવતો રહ્યો છું
વિષયોમાં પાંરગત નથી છતાં દોઢડાહી કલમની દાઢ સળકી જાય છે

સુરજના ઘરે અંધારું જ હોય છે એવું લગાતાર લોકોને કહેતો રહ્યો છે
ઔરતનો ચહેરાને ચાંદ સાથે સરખાવું તો ચાંદની કમાન છટકી જાય છે

નથી કળીઓ ને ખુશ્બુ ને બગીચાની વાત કાગળમાં લખાય જાય છે
પ્રાસમાં અક્ષરોનું મરણ થાય છે જ્યારે કાગળના ફુલો સળગી જાય છે

અઢી અક્ષરના પ્રેમના ચોમાશાના નામે કંઇક અડપલા પ્રાસમાં થયા છે
ભીંજાવાની બાધા લીધી હોય તેમ રદીફ-કાફિયા કોરેકાટ રહી જાય છે

રાતોના રાતો ઉજાગરા વેઠીને તું ભલે આખી જિંદગી ગઝલ લખતો રહે
‘નરેન’મરીઝ જેવા શાયરો જિંદગીની વાત એક શેરમાં જ કહી જાય છે

(નરેશ કે.ડૉડીયા)
———————————————————-

 

3 responses to “શાયરો જિંદગીની વાત એક શેરમાં જ કહી જાય છે

 1. HEMALI DEDHIA.

  મે 14, 2011 at 4:55 એ એમ (am)

  EXCELLENTTTTTTT………”’KEEP IY UPPPPPPP””….{always bbbbbbbbbb THEIR………..}..”HEM”’

   
 2. Dave Jigar

  ઓગસ્ટ 29, 2011 at 2:25 પી એમ(pm)

  ખુબ-ખુબ ખુબજ સુંદર…ઉતમ તબિયત ખુશ થઇ ગઈ સાહેબ…
  આવુને આવુ લખતા રહો તેવી શુભેચ્છાઓ…
  આભાર
  – જીગર દવે

   
 3. vishnu dalvadi

  ઓગસ્ટ 25, 2012 at 11:47 એ એમ (am)

  Kub sars naresh bhai

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: