RSS

લેખન અને સર્જન એક એવી પ્રક્રિયા છે જે તમારા અસ્તિત્વનું ભાન ભૂલાવી દે છે

લેખક,કવિ એટલે શું?મૃત શબ્દોને કલની શાહીંનું અમૃત પાઇને જીંવત બનાવી નાખનાર સૃષ્ટિનો એક કલાકાર છે.શબ્દોની સૃષ્ટિની રચનાર એ વિશ્વકર્મા છે.

‘ખુમારી’ નામનાં શબ્દની જીંવતતા તમોને કાગળ ઉપર નાચતી કરી દેનાર એ સૃષ્ટિનો નટરાજ છે.

અપ્રિતમ સૌંદર્ય આગળ જ્યારે વૈરાગ્ય પરાભૂત થાય છે ત્યારે વિષ્વમાંગ્લયને આઘાત પહોંચે છે,આ આઘાતને નાથી શકે એવી સાધનાં હજું આ દુનિયામાં સર્જાણી નથી.આ વાક્ય કાકા સાહેબ કાલેકરનું છે.

લેખક એ છે આ સાધનાં પોતાની અક્ષરો થકી કાગળ પર જીંવત કરી બતાવે છે.લોચિંગપેડ પરથી જે ગતિથી રોકેટ આકાશ તરફ ઘસે છે,એ જ ગતિથી શબ્દોને વાંચકનાં મગજ તરફ ફેંકી શકે છે.

બક્ષીસાહેબના શબ્દો યાદ આવે છે-‘લેખકો અને કલાકારોએ જુઠ પર વિજય પ્રાપ્ત કરવોં પડે છે.જુઠ સાથેનાં સંર્ઘષમાં કલા હમેંશાં વિજયી થાય છે.સત્યનો શબ્દ આખી પૃથ્વી કરતાં વજનદાર છે.લેખક મૃત્યું પર વિજયની ચીંતા કરતો નથી.કારણકે મૃત્યું સત્ય છે અને સત્ય ભયથી પર છે.’

આજકાલ ગુજરાતી સાહિત્યમાં બહુંબહું લખાય છે.લેખકોનો રાફડો ફાટયો છે.સાહિત્યમાં ફેંકાફેકી ચાલું થઇ ગઇ છે.

ફેસબુક,ઓરકૂટની વોલ પર અને સ્ક્રેપબુકમાં કવિતાઓ,લેખનો,શાયરીઓનું ઘોડાપૂર જોવાં મળે છે.શંકાની કોઇ વાત નથી.આમાંનું ઘણુંખરું વાંચવાલાયક હોય છે.સાવ સામાન્ય લાગતાં  યુવકયુવતીઓનાં લેખનો-કવનો વાંચીયે ત્યારે એમ થાય કે સાહિત્યમાં ઘણૂં બાકી છે.ઘણું જીંવત છે.દુઃખની વાત એ છે કે નાના શહેરો અને ગામડાઓમાં રહેતાં યુવક-યુવતીઓની અમુક રચનાઓ ઓરકુટ-ફેસબુકનાં મિત્રો સુધી સિમિત રહી જાય છે.ખરેખર આ રચનાઓ લોકો સુધી પહોંચવી જરૂરી છે.

લેખક,કલાકાર કે કવિ બનવું સહેલું નથી.ઘણી વ્યથાઓ અને પ્રથાઓનો ભોગ તમારે લગાતાર બનતું રહેવું પડે છે.જેમ કે ચાહિતી વ્યકિતીઓ માટે અણગમો ના દાખવી શકનાર,સમાજ સામે ઉભું રહેવું,ઘરનાં સભ્યોની નારાજગી વ્હોરવી,લેખકના પોતાનાં આજુબાજુંના વર્તુળની ખંઘાય….આવી તો ઘણી બાબતો છે જે એક કલાકાર સામે સૈન્યની જેમ ગોઠવાય જાય છે.

આ સૈનય સામે લડવું છે પણ એકલો માણસ કયાં સુધી લડી શકે?કયાં સુધી ઝીંક જીલી શકે?પરિણામે જે વ્યકિતમાં કલા હોય છે,એ કલાનું અકાળે બાળમરણ થઇ જાય છે.સમાજની કૃર કહીં શકાય એવી વાસ્તવિકતાનો ભોગ એક લાગણીશીલ કલાકારને બનવું પડે છે.

છેવટે થાકીહારીને ઘુંટણિયે પડેલા એ માણસમાં એક નવા પ્રકારનું જોમ પેદા થાય છે.મીણબતિનાં છેલ્લા પ્રકાશની જેમ પ્રકાશમાન થાય છે,હારેલો જુગારી બમણું રમે તેમ,બમણી તાકાતથી એક કલાકાર સમાજ સામે આવે છે.જે સમાજનાં સૈન્યને હરાવીને વિજયમાન થયેલો યોધ્ધો છે.સમાજની આટીંઘૂંટી અને પેતરાબાજીની રગેરગની જાણકારી રાખનારો છેલ્લો માહિતગાર છે..એ સમાજની રાસાયાણિક પ્રક્રિયાનો ઉદિપક છે…જેમ રાસાયાણિક પ્રક્રિયામાં ઉદિપક ભાગ લેતો નથી,પણ એની હાજરી વિના રાસાયાણિક પ્રક્રિયાં થઇ શકતી નથી.

એમ કહેવાય છે કે જ્યાં સરસ્વતીમાતાનાં આર્શિવાદ હોય ત્યાં લક્ષ્મીજી રૂઠી જાય છે,અને જયાં લક્ષ્મીજીની અવિરત કૃપા હોય ત્યાં સરસ્વતી મોઢું ફેરવી લે છે.

ર.વ.દેસાઇ લખે છે – “સાહિત્ય એક કલાસમૂહ છે,સાહિત્ય એક શાસ્ત્ર છે,તો તે સાહિત્ય ઉતપન્ન કરતી પ્રજામાં ઉંચા પ્રકારની રસવૃતિની અપેક્ષા રાખે છે.જે પ્રજામાં તનમયતા કરવાની શકિત હોય તે જ સાહિત્ય સર્જી શકે.નિર્બળ માણસ આંનદ માણી શકે નહી.જેણે શસ્ત્રદાવ જોયા નથી તેનાથી વિરરસની મોજ માણી શકાતી નથી.તેની વાણી વિરરસ ઉચ્ચારે તો તે પોકળ’મોક હેરોઇક’ માલૂમ પડવાની.”

માણસ જ્યારે સરસ્વતીના ખોળે માથું ઝુકાવે છે ત્યારે લક્ષ્મીજી સામે આંદોલન છેડી ચુક્યો હોય છે.અડધી રોટલીથી પેટ ભરનારો,પાણી પીને ઓડકાર ખાનારો,હવાઓ સાથે વાતો કરનારો,ફૂલોની સુંગધ સામે શબ્દમય સુંગધી હાસ્ય ફેંકનારો,શબ્દોને પ્રકાશની જેમ પ્રકાશિત કરીને ધુમકેતુંની જેમ પરિભ્રમણ કરતાં મુકનાર,વનલલિતાની અલકલટૉને ઉછાળનાર,આભનેં ઓળંગી જનાર,સુર્ય સામે અરીસો ધરનાર,ચાંદની સામે જ ચાંદનીની છેડતી કરનારો….એ

પાગલ જેવો માણસ કલાકાર છે,કવિ છે,લેખક છે..

એક જમાનાંમાં લેખક કે કવિની એક પ્રચલિત છાપ હતી.પેન્ટ ઉપર ઝભ્ભો પહેરેલો,જાડા ગ્લાશનાં ચશ્માધારી,બે થી સાત અને અનગિનત દિવસોની દાઢી વધી ગયેલો,ખંભે બગલથેલો લટકાડી રાખનાર,પગપાળા કરનારો માણસ તમારી પાસેથી પસાર થાય ત્યારે સમજવું કે આ માણસ લેખક કે કવિ છે.

જ્યારે આજે વાત જુદી છે.ચંદ્રકાંત બક્ષી જેવા લેખકોએ આ મુફલિસ માણસને બડકમદાર અને બોલકો બનાવી દીધો છે.પૈસા વાપરનારો,પૈસા ફેંકનારો બનાવ્યો.લેખકની એક બ્રાન્ડવેલ્યું સ્થાપિત કરી છે પણ અન્ય કલાકારો સરખામણી એની વેલ્યું ઘણી વ્યાજબી છે.

આજે લેખક કે કવિ મોહતાજ નથી,પણ આ કલાક્ષેત્રમાં થોડી ધીરજ રાખવી પડે છે.

લેખક,કવિ કે કલાકાર આ વ્યવાહરૂં દુનિયાનો માણસ નથી.વ્યવાહરૂ જગતની ઠોકરો ખાઇને

હસતાં મુખે પેસ થનારા એ માણસનાં હ્રદયમાં હજારો મુંગી વેદનાઓ દફન થયેલી હોય છે.કેટલીયે ઇચ્છાઓના બાળમરણની વિસ્મૃત કબરોનું જીવતું જાગતું કબ્રસ્તાન એટલે કલાકાર,કવિ કે લેખકનું હ્રદય.

કૃર યંત્રણઓમાંથી પસાર થઇને છતાં સત્યને વળગી રહેવું એ લેખકનો સાચો ધર્મ છે.

લેખન અને સર્જન એક એવી પ્રક્રિયા છે જે તમારા અસ્તિત્વનું ભાન ભૂલાવી દે છે…તમારી સામે એક નવું વિશ્વ ખૂલી જાય છે..આપણે એક લાગે કે લખવુ એક સામાન્ય પ્રક્રિયા છે.પણ જ્યારે લખવાની શરૂઆત કરો ત્યારે સામાન્ય લાગતી આ પ્રક્રિયા લખનારને અસામાન્ય બનાવી દે છે.કાગળ પર નૃત્ય કરતા શબ્દોની સામે કદાચ મેનકા કે રંભા જેવી નૃત્યાંગના નાચતી હોય તો પણ રંભા કે મેનકાના નૃત્ય કરતાં આ નાચતા શબ્દો લખનારને વધું મંત્રમુગ્ધ કરે છે.

સેક્સ અથવા કામનો સંબધ સર્જન સાથે છે.કલા સાહિત્ય અને સર્જકતા સાથે જોડાયેલા સહું કોઇને સર્જનની ક્ષણૉ દરમ્યાન જે આંનદની અનૂભૂતિ થાય છે તેને “બ્રહ્માનંદ સહોદર” કહેવામાં આવે છે.આમ સંભોગાનંદની તોલે આવે એવા સર્જનના આંનદ પામનારાઓ માટે કામ ગૌણ બની જાય એવો સમયગાળૉ આવે છે..

ઉપરની આ હક્કીત દરેક કલાકારને લાગુ પડે છે,પછી તે લેખક હોય,કવિ હોય,ચિત્રકાર હોય ,નટ હોય કે અન્ય કલાનો જાણનાર હોય.

અત્યારે લેખકોની એવી પેઢી બજારમાં આવી છે તેઓની પાસે શબ્દવૈભવની કંમી છે..શબ્દોના ઝરાઓ સુકાયને આજે એક ચરાહગાહ બની ગઇ છે..સરસ્વતીને પુજનારાઓના હાથમાં આજે કલમની બદલે કોઇ અણીદાર હથીયાર આવી ગયુ છે..જે હથીયારની ધાર ગમે એની જિંદગીને છોલી નાખે છે..

લેખકોને સામાજના આગેવાન ગણવાની જૂની પ્રથા હતી..આજે લેખક કલદાર બન્યો છે પણ કસદાર તરીકે નગુણો સાબિત થયો છે..

નવલકથાઓના લખનારા મહાનુભવોની એક કમી આજે ગુજરાતી સાહિત્યને ડગલેને પગલે વર્તાય છે.ભાષા વૈભવ વિજ્ઞાન છે અને લેખક એક વૈજ્ઞાનિક છે એને સતત નવા નવા શબ્દોની શોધ કરતી રહેવી પડે છે..ગુણવંતશાહથી લઇને અન્ય નાંમી લેખકો ગુજરાતી ભાષા બચાવોનું અભિયાન ચલાવે છે તેની પાછળનું સત્ય પણ આ જ છે..

લખનાર માણસની જવાબદારી બને છે એને સતત ગુજરાતીભાષાને નવા નવા શબ્દો અંગેજીભાષાની જેમ આપતા રહેવા પડશે અને એ લેખક સમાજનો પ્રતિનિધિ છે એ સાબિત કરવું પડશે.

લેખક,કલાકાર જેવા જિંદગીભર પોતાની આંખોને નીચોવી લે તેટલી કામમાં લે છે..છેલ્લે શું બચે છે એક ખખડેલ,અર્ધ અંધ તુટેલો આત્માં જેના ખોળીયામાં એક કલાકાર મરી ગયો હોય છે પણ જિજિવિષા જીવતી રહી ગઇ હોય છે…જવાનીમાં થયેલા ઝખ્મોનો સરવાળૉ અને ઠોકરોના ગુણાકાર..અને મોટાભાગના કલાકારોની પાછલી જિંદગી તકલીફ વાળી હોય છે.

પ્રખ્યાત ગાય’દ મોપાસા ગુપ્તરોગના પીડા અને પાગલપણાના કારણે મૃત્યુ પામ્યો.ફેડરીક નિત્સે પાગલ થઇ ગયો.કવિ એઝરા પાઉન્ડ પાગલ થઇ ગયો હતો.કલાપી શોભનાના વિરહમાં યુવાનીમાં મૃત્યુ પામ્યા.રણજીતરામ જુહુના દરિયામાં ડુબીને મૃત્યુ પામ્યા.કવિ ગેટે તેની પ્રેમિકાના વિરહમાં ૪૫ વર્ષ કાઢી નાંખ્યા.કવિ બાયરનને ઇંગ્લેન્ડમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા.મહાન ખલિલ જિબ્રાન તડપી તડપીને જિંદગી વિતાવી નાંખી.અર્નેસ્ટ હેમિંગવે બંદુકની ગોળીથી આત્મહત્યા કરી લીધી…

ર.વ.દેસાઇએ એક મહત્વની વાત કહી છે – “ગાદી લોભી સાહિત્યકારની જરૂર આજના યુગને નથી.સમાજમાંથી તાણાવાણા મેળવનાર સાહિત્યકાર અંત્યત પ્રજાકીય હોવો જોઇએ.

સાહિત્યમાંથી ગાદી,મઠ,સિહાંસન અને વાડ અદ્ર્શ્ય થવા જોઇએ.સુંદરમાં સુદર મુખ દર્પણ આગળ સુધારો માંગે છે.મેળ વગરના જિવનમાંથી ધ્વનિ નીકળતો નથી એમ જ મેળ વગરના સાહિત્યમાથી પણ જગતને ભરી દેતો ધ્વનિ નીકળતો નથી.”

લેખકોને ઇનામો,પારિતોષિકો અને કદરદાનીના ઇલ્કાબો મળે છે,દેશનિકાલ પણ કરવામાં આવે છે,જેલમાં પણ પૂરી દેવામાં આવે છે.રશિયન લેખક ,દોન નદીની અમરવાર્તા’માટે વીસ વર્ષ પછી નોબેલ પ્રાઇઝ મળેલું અને આ વીસ દરમ્યાન ખામોશ રહેલા આ લેખક એકાએક મશહુર બની ગયાં.બોરિસ પાસ્તરનાકને જિંદગીનાં છેલ્લા દિવસો એમની કૃતિ ‘ડૉ.ઝિવાગો’માટે નોબેલ પ્રાઇઝ મળેલું અને થોડા દિવસોમાં મૃત્યું પામ્યાં.

રશિયન સરકારે પાસ્તરનાક ઉપર પ્રતિંબંધ મુકી દીધો.

શબ્દોની જીંવતતાં માણવાં મહામાનવ,મહાચિંતક ખલિલ જિબ્રાનને યાદ કરવાં જ પડે.જિબ્રાનને લેખક ગણવા,ફિલસૂફ ગણવાં,કોઇ પ્રોફેટ..વેસ્ટર્ન વર્લ્ડમાં ઇશું ખ્રીસ્ત પછી વાસ્તવિક વાણી ઉચ્ચારી હોય તો એ છે ખલિલ જિબ્રાન.આજે પણ જિબ્રાનની કૃતિઓનાં રેશમી કિનખાબી અક્ષરો હ્રદયમાં સળવળાટ અને મુલામિયત પેદા કરે છે.

જિબ્રાન લખે છે.

-યૌવનની પાંપણો પરનાં આંસુ ગુલાબની પાંખડીઓ પર થઇને પમરે છે ત્યારે તેની દર્દિલી હવાં કેવી ઘાયલ કરી જાય છે’

-મારા દિલનું દર્દ અશ્રુંમાં પરિવર્તન પામીને હજું પણ મારા નેત્રોમાંથી ટપકે છે,કાગળ પર કાળી શાહી જેવા અશ્રુંબિંદુઓ કાગળ પર એક કથાના રૂપમાં અત્રે આકાર પામ્યાં છે.

આ મહામાનવની કૃતિઓ દુનિયાભરમાં વંચાય છે અને હજું વેંચાય છે.કરોડો ડોલરની રોયલ્ટી જમાં થઇ ગઇ છે.વારસદારોનાં કેસ ચાલે છે.જિંદગીભર પ્રેમને ઇશ્વર માનીને એમની કૃતિઓમાં સાક્ષાત કરતાં ગયાં

મારા માનવાં મુજબ એમની કૃતિ ‘ધ-પ્રોફેટ’ને ટક્કર મારી શકે અવું સાહિત્ય લખાયું નથી.

બદનામી,હતાશા,પારાવાર વેદનાં,સત્ય,શ્રધ્ધા,પ્રેમ માટેનો તરફડાટ,વાસના,બુધ્ધિ,શરાબ,અભિમાન….જેવી અનેક બાબતોને પાર કરીને કલા જીતી જાય છે અને કલાકાર હારી જાય છે.અંતિમ દિવસોમાં લેખક,કવિ કે કલાકાર માનસિક અને શારીરિક રીતે થાકી ગયેલો હોય છે…..

ઉમરથી…કલમથી…પોતાના અસ્તિત્વથી….અને એના અંતિમથી

અસ્તું

= કોર્નર =

હું આ જગતમાં,જિંદગીનાં ચહેરા ઉપર મારું નામ મોટા અક્ષરોમાં લખવાં આવ્યો છું

( I came to this world to write my name upon the face of life with big letters)

(ખલિલ જિબ્રાન)

નરેશ કે.ડૉડીયા

તા-૧૨-૧-૨૦૧૧

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: