RSS

લેખકો-સ્ત્રી અને પ્રેમ વિશે…(1)

પ્રેમ , લાગણી , સ્નેહ ,આત્મીયતા , માન ,કદર અને યશ મેળવવાની વાત હોય ત્યારે આપણી અપેક્ષાઓ હંમેશાં ઉંચી હોય છે.અપેક્ષા વધુ હોય તેમા કઇ ખોટું નથી.અપેક્ષા રાખનારા વ્યક્તીએ માત્ર એટલુ જ સમજવાની જરૂર છે કે જેમ તમને કોઇની પાસે અપેક્ષા હોય છે તેમ બીજા લોકોને પણ તમારી પાસે અપેક્ષાઓ હોય છે. જો તમે તેની અપેક્ષા પુરી નહીં કરી શકો તો તમારી અપેક્ષાઓ ક્યારેય પુરી નહીં થાય .પ્રેમ અને કદરના કિસ્સાઓમાં વન – વે ટ્રાફિક ન ચાલે. આગ બન્ને તરફ હોવી જોઇયે. દિલના મામલામાં માત્ર સંવેદનાની ચાવીજ લાગુ પડે છે.માણસ પોતાના પ્રેમને પણ લિમીટેડ રાખે છે.કોને કેટલો પ્રેમ કરવો તેનું માપ નક્કી કરી નાંખે છે.તેના કારણેજ સંબંધોમાં અસમતુલા સર્જાય છે.કોઇ ખુબ નજીક હોય છે અને કોઇ ખુબજ દૂર થઇ જાય છે.બધા સાથે સમાન અંતર રાખનારજ બધાનો પ્રેમ મેળવી શકે છે. માણસ ૧ સમયે એક જ વ્યક્તિને ગળે વળગી શકે છે પણ પોતાના વર્તન દ્વારા એક સાથે અનેક વ્યક્તિને હુફ આપી શકે છે.

જોડે ચાલવુ એ “શરુઆત” છે, જોડે રહેવુ એ “પ્રગતી “છે…

————————————————————————————
બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે.

વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઈશ્વરનાં નવાં મંદિર નવાં આવાસ રહેવા દે.

મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું,
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.

જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.

તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારા સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.

પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે

———————————————————————–
મેં તો સિતારી તારા જ નામની બનાવી હતી ઓ વાદક, તને વગાડતા ન આવડે તો હું શું કરું ?
————————————————————————————-
ઓ પ્રિયતમ ! તું તો અવની પર નભની જેમ છવાયો જ છે નિરંતર !
આ તો અમે જ ક્યારેક અમાસ તો ક્યારેક પૂનમ બની જઈએ છીએ !
——————————————————————————————
ખારો ખારો દરિયો જો પેટાળમાં રત્નો સંઘરી બેઠો !
રાતી રાતી આંખલડીમાં આમ ક્યાંથી આવીને પેઠો !
શૈશવની ચંચળતા, જોબનની મસ્તિ ને ઘડપણનું ગાંભિર્ય…
અલ્યા શિખવ્યુ કોણે ઓ દરિયા ?
હાશ ! આણે મારું પાણી ચાખ્યું નથી…દરિયો બબડ્યો !
———————————————————————————————
નિજાનંદનો ઘુંટ ભરિને
તારી મસ્તી ને મેં પીધી છે !
હવે પડી રહેવા દે ઓ દુનિયા મને
બદનામ થવાની ફુરસદ નથી !
લો, ફરી લો કહીને આમ અચાનક
ખડકિ કોણે ખોલી છે !
હવે ક્યાં છે હોંશ ઓ પ્રિયતમ મારાં !
તું કેવો અનાડી છે !
છે તું , છું હું ; આ કલમ હવે તો લથડી છે !
તારાં જ નામની મસ્તિ મહીં
આ દુનિયાને મેં ઘોળી છે
——————————————————————————————
એમ ફીણની કુમળાશથી રેતી પર મોજું પ્રસરાવતો દરિયો !
ચટટાનો સાથે અફળાઇ અફળાઇને તો જમાનો ગુજાર્યો છે !
———————————————————————————-

———————————————————————————————-
ઓ પ્રિયતમ ! તેઓ પૂછે છે કે તારું સાનિધ્ય મને ક્યાં ને કેવી રીતે પ્રાપ્ત થાય છે ? જીવન ઊપવનમાં તેમનાં પ્રવેશ્યા પછી જ તો પુષ્પો ખીલ્યા છે ! આહ્લાદક સમિર તેમનાં જ શ્વાસોની ફોરમ વહાવે છે. ઢળેલી તેમની નજરોની મસ્તિમાં મધૂરસ અકારણ જ છલકાય છે. સ્પર્શનું મોહતાજ નથી હોતું સાનિધ્ય…વણસ્પર્ષ્યે જ તેમનાં ચહેરાનું લાવણ્ય મારા જ પ્રેમની ચાડી ખાય છે. તેમને ખબર જ ક્યાં છે કે તેઓ બનીને “તું” છાનેપગલે તેમની પાછળ પાછળ આવી જ જાય છે ! એનું જ નામ તો સૌંદર્ય છે !
——————————————————————————————
અચાનક રંગમાં ભંગ પડ્યો ! તું રાસ અધવચ્ચેથી છોડીને ચાલી નિકળ્યો ! એવું તો શું થયું હશે ? કહિ મેં કુતુહલથી જોવા મારી ઝુંપડીની બારી ખોલી. જોઊં છું તો એક વ્રુધ્ધ માતાનો હાથ પકડી તેનો એક નો એક દિકરો હળવે હળવે મંદિરનાં પગથિયાં ચડતો હતો. ને તેમનાં પહોંચતા પહેલાં તેમને દર્શન આપવા..નાં નાં..કદાચ તેમનાં જ દર્શન કરવાં તું મૂર્તિમાં સમાઈ જવા ઈછતો હતો !
——————————————————————————————-
ઓ પ્રિયતમ ! તારાં મિલનનીં તડપમાં જીવનનીં ઈચ્છા સુધ્ધા હોમાઈ ગઈ ! હવે અસ્તિત્વનું ભાન જ કોને છે ? જ્યારે લિન તારાંમાં જ થઈ ગયાં ત્યારે અસ્તિત્વ કોનું અને કેવું ? આ નશ્વર દેહ ? એ હાલતાં ચાલતાં પુતળાં ને તમે જીવંત ગણો છો ? ઓ પ્રિયતમ ! તારાંમાં એકાકાર થઈ ગયાં પછી જીવન કોનું અને જીવંત કોણ ? અરે ! આજ તો છે ઈચ્છામ્રૂત્યુ ! આજ તો છે મોક્ષ ! ને આજ તો છે જીવંત સમાધિ ! એક દેહધારિનીં સંપુર્ણ જીવન્મુક્ત અવસ્થા !
———————————————————————————————
મારી જિંદગીમાં દુઃખ સાથે હમેશાં દુશ્મની રહી છે..કદાચ હું મૃત્યુની દેવીના ખોળામાં સુતો હોઇશ ત્યારે પણ મૃત્યુની દેવીની આંખોની અને ચહેરાની ખૂબસૂરતીની તારીફમાં એકાદી કવિતા કે ગઝલની રચના કરતો જઇશ..જે મારાં જિવત અસ્તિત્વની આખરી રચના હશે અને તે યાદગાર હશે..હું હિંદુ પ્રોફેટ છું..મારા અસ્તિત્વનો મિજાજ એ જ સૃષ્ટીના સૌંદર્યનું સમુહગાન છે…
(હિંદુ પ્રોફેટ..નરેશ ડૉડીયા)
——————————————————————————————–
એક જ પુરુષને પ્રેમ અને ટેકાનો સ્ત્રોત બનાવવો તે તેના ઉપર વધું પડતું દબાણ લાવે છે..જ્યારે પુરુષ મૌન રહે ત્યારે સ્ત્રીને સૌથી વધું કલ્પનાઓ કરવાનું સહજ બની જાય છે.પુરુષને સશકત રહસ્ય એ છે કે તેને બદલવા કે સુધારવાનો પ્રયત્ન કદી ન કરવાં..
(જહોન ગ્રે..મેન ફ્રોમ માર્શ ….)
——————————————————————————————–
પ્રેમ એક કામચલાઉ થ્રીલ છે.એને જિંદગીભરની આદત બનાવી દેવાનું અક્કલવાળાને પોષાય નહીં.હું લગ્ન કરીશ તો પણ પ્રેમને એના સ્થાને રાખીને..
સ્ત્રીનું કામ ફિલસૂફ બનવાનું નથી.પુરુષને ફિલસૂફ બનવાનું છે.
ખરાદ સિક્કાઓની જેમ સારી છોકરી ફરતી રહેવી જોઇએ..
જમાવટવાળી છોકરીઓ મને ગમતી નથી.મને હમેશાં નાદાન છોકરીઓ વધારે ગમે છે.નાદાન એટલે અલ્લડ.ઉર્દુમાં તેને ‘અલ્હડ’કહે છે.
(ચંદ્રકાંત બક્ષી)
———————————————————————————————-
સર,આઇ એમ મોનસુન-અ રિયલ ટૉરન્શિયલ વન.તમે મારી છત્રી છો.એ છત્રી હેઠળ ઢબુરાયેલી રહેવાં ઇચ્છું છું,અને કદીક એ છત્રીના લીરા ઉડાડવાનું પણ મને ગમે છે.(ભગવતીકુમાર શર્મા)
——————————————————————————————–
તરૂણમિત્રો !જે યુવતીને તમારું હ્રદય ચાહે છે તેના સોગન આપી કહું છું કે આ કબર ઉપર ફુલો ચડાવજો.કારણ,એકાદ વિસ્મૃત કબર પર તમે જે ફુલો ચડાવો છો તે ઉષારૂપી નવવધુના નેત્રોમાંથી ગુલાબપુષ્પોની પાંખડી પર,ટપકતા ઝાકળબિંદુ સમાન છે.(ખલિલ જિબ્રાન)
———————————————————————————————–
લેખકની ભાષા જ એની સેક્સ અપીલ છે,અને ભાષા એ જ લેખકનો અવાજ છે,અને લેખકના અવાજની લિપિ બહું કાતિલ હોય છે,અને આ બધામાં સૌથી જીવલેણ એ લેખકની છે-એ લેખક જેની છાતીમાં વાળ ઉગે છે..(ચંદ્રકાંત બક્ષી)
——————————————————————————————————————–
લગ્નબાહ્ય સંબધો એટલે અપવિત્ર કે અધાર્મિક સંબધ એવી ગાંઠ વાળી લઇએ તો કૃષ્ણથી કૃષ્ણમૂર્તિ સુધીના મહાનુભવો વિશે નવેસરથી વિચારવું પડૅ તેમ છે.થોડા નામો આ પ્રમાણૅ છે,વિશ્વામિત્ર,વ્યાસ,ભર્તુહરિ,સોક્રેટીસ,ટૉલ્સટૉય,રૂસો,સાર્ત્ર,બટ્રાંડ રસેલ,શેલી,કાર્લ માર્કસ,રવિન્દ્ર્નાથ ટાગોર,જવાહરલાલ નહેરુ,આઇન્સટાઇન,કેનેડી,માઓ ઝેડાંગ,ડૉ.રાધાકૃષ્ણન,ખલિલ જિબ્રાન,આર્થર ક્લાર્ક,ઠ ક્કરબાપા ઇત્યાદી.લગ્ન સંબધ આપોઆપ પવિત્ર નથી બનતો.લગ્નબાહ્ય કે લગ્નેતર પ્રેમસંબધ આપોઆપ અપવિત્ર નથી બની જાતો.”આપોઆપ”શબ્દની નીચે લીટી દોરવી પડૅ છે.(ગુણવંત શાહ)
———————————————————————————————
બ્રિટનમાં આજે કુંવારી સ્ત્રીઓ,જેણૅ કોઇ પરણેલા પુરુષ સાથે સેક્સ સંબધ બાંધ્યો છે તેમાંથી ૩૦ ટકા પુરુષોના લાંબા લગ્નો તોડાવીને તેવી સ્ત્રી સાથે લગ્ન કર્યા છે.જોકે ઇતિહાસમાં આવું બનતું જ રહ્યુ છે.સર વિલિયમ હેમિલ્ટને તેમના ભત્રીજાની પત્નીને પોતાના સાહિત્ય અને વિધ્ય્તાની જાળમાં ફસાવી નાંખીને પતિથી છુટી કરાવી હતી..(કાન્તિ ભટ્ટ્)
———————————————————————————————-
શહેરની એક વ્યાયમ સંસ્થાના ઉત્સવમાં પ્રમુખપદ શોભાવવા જવાની તૈયારી કરી બેઠેલી એ કંચનના બરડા ઢંકાયેલો આછો સાળુ દેવુની ભયભરી તીરછી આંખોએ શું શું બતાવી રહ્યો હતો?અધઢાંકી ફૂલ-વેણીઃપાતળી ગરદન ફરતી સાદી હાથીદાંતની પારાની માળા,કાનની બુટૅ લળક લળક ઝૂલતા એરિંગ,આછા રંગનું પોલકુ,ને પોલકા ઉપર અંબોડાની નીચેની,સીધી નિર્ઝરતી કોઇ રંગ ત્રિવેણી સમી,પેલી હાથીદાંતની માળાની પાછલી રેશમી દોરી,દોરીના છેડે પાછું ફુમકુ.ને ઓહ !તે પછી નજર નીચે ઉતરી…ને નિહાળી રહી સ્ત્રી-દેહનો ભર્યો ભ ર્યો પાછલો કટીપ્રદેશ..
.(ઝવેરચંદ મેઘાણી)
———————————————————————————————
આજની દુનિયામાં જ્યારે સ્ત્રીઓ કામધંધો કરવા માટે અને પોતાની સ્વઓળખ સ્થાપવા માટે બહાર આવી રહી છે,ત્યારે લગ્નબાહ્ય સંબધ કે બે અપરિણીત વ્યક્તિઓ વચ્ચેનો સંબધ,જો સમાજને ખલેલ પહોંચાડનારો ન હોય તો પાપ ન ગણાય.જો આવા સંબધોને કારણે સ્ત્રી સગર્ભા બને તો ય એ સમસ્યા ખડી નહી કરે,કારણકે ગર્ભનિરોધક સાધનો મળી રહે છે..
(રવિન્દ્રનાથ ટાગોર)
———————————————————————————————
આહવાનના ઉઘાડા ભાવવાળુ એક ગીત ગણગણતી એ પલંગ પર બેઠી.વાળમાં ભરાવેલો ગજરો છુટો કરી ગાદલા પર સુવાડી દીધો.બાજુમાં એને પણ લંબાવ્યું,પછી તમને શું કહું…!ગીત ગાતી જાય,ગજરા પર આંગળીઓ ફેરવતી જાય,સ્મિત કરતી જાય,એક વાર,બે વાર,ચાર વાર;માણસ કેટલી વાર સહન કરે…(સારંગ બારોટ્)
——————————————————————————————-
સુંદર સ્ત્રીને પ્રયોગો નથી ખપતા,લેખકો નથી ખપતા,પંતુજી નથી ખપતાઆદર્શો નથી ખપતા.પતિની પંસદગીમાં આ બધું કશું કામ આવતું નથી.સ્ત્રી ચાહે છે,રક્ષણ ઇચ્છે છે.તે આદર્શો કેળવ્યા તેના કરતા બેંક બેલેન્સ વધારવાની શકિત કેળવી હોત તો સ્મિતાને તારી શકયો હોત.પ્રેમના બંધન કરતા સગવડૉનું બંધન વધું જોરદાર હોય છે,એ તારા જેવા પંતુજી સમજતા નથી..(કાન્તિ ભટ્ટ્ની વાર્તા)
——————————————————————————————-
તે દરમ્યાન મારો હાથ એ સ્થળે હતો જ્યાંથી કોઇ પણ વ્યકિત માટૅ તેને ખસેડવો મુશ્કેલ હોય છે.એટલે હું પણ ભાવ,લાગણી,પ્રવાહ,વાસના,ઇચ્છા,પ્રકૃતિ-અથવા લોકો તેને જે કહેતા હોય,જે માનવબુધ્ધિને વરાળ કરી નાંખે છે-તેની સાથે હું વહી ગયો.
(ચેતન ભગત..૩ મિસ્ટેક ઓફ માય લાઇફ)
——————————————————————————————-
આ પુરુષો પણ ખરા છે!લગ્ન પહેલા તેઓ પ્રેમ કરવાના સોંગદ ખાશે અને લગ્ન બાદ સોંગદ ખાવા જેટલો પણ પ્રેમ કરશે નહીં.(શિડની શેલ્ડન)
——————————————————————————————-
ઇશ્વરે આ પ્રુથ્વિમાં દરેક પુરુષ માટે એક ખાસ સ્ત્રી સર્જી છે અને ઘણાખરાના ગૃહજીવન નિષ્ફળ જાય છે.એનું કારણ પણ એ જ છે,કે પુરુષ બહું ઉતાવળૉ છે,અને પત્ની તરીકે પોતાના ખાસ  સર્જાયેલી સ્ત્રીને ન પરણતા પાતાને લાયક ન હોય તેવી સ્ત્રીને પંસદ કરે છે..
(વિલિયમ સોરાયમાન)
—————————————————————————————–
સ્ત્રીઓ માટે મને જરા સોફ્ટ કોર્નર છે.હું આજીવન સ્ત્રીઓનો પ્રેમિ રહ્યો છું.બહેન ન હતી.માતા નથી,અને મને લાગ્યુ કે સ્ત્રી છે માટે આ પ્રુથ્વિ ગોળ ફરે છે,ઋતુઓ બદલાય છે,સુર્ય ઉગે છે,જિંદગી ગુજરી જાય છે.આ પ્રુથ્વિ પર સ્ત્રી ન હોત તો હું આપઘાત કરી નાંખત.સૌંદર્ય મને શારીરિક કરતા માનસિક વિશેષ લાગ્યું છે.સૌંદર્યની સાપેક્ષ કલ્પના માત્ર છે,તુટેલા પુરુષ પાસે એક જ સેલ્વેશન છે,એક જ ઇતિશ્રી છેઃસ્ત્રી.!એક પુરુષ આખી દુનિયા જલાવી દે છે એક સ્ત્રી માટે.સિંકદરની પ્રેમિકા થાઇસે ઇરાનનું આખું પર્સિપોલિસ સળગાવી દીધું હતું..પ્યારની શું તાકાત છે.(ચંન્દ્રકાંત બક્ષી)
———————————————————————————————–
વિપશ્યના કે કોઇ મેડિટેશનને હું સમયની બરબાદી માનું છું.કોઇ સુંદર સ્ત્રી સાથે એકાગ્ર થઇને વાત કરો અને બીજુ કંઇ ન કરો તો તે મેડિટેશન છે.(કાન્તિ ભટ્ટ્)
———————————————————————————————–          ‘વિધ્યા આપણૅ આ શું કરીએ છીએ?’મેં કહ્યું.જોકે મેં તેને છોડી નહીં.હું પણ જાતને અટકાવી શકતો નહોતો.પ્રોબેબલિટી,બીજગણીત,ટ્રિગોનોમેટ્રી અને કેલ્કયુલસ-આ બધી બાબતોને મારી વાસનાએ પાછળ ધકેલી દીધી.
(ચેતન ભગત.૩ મિસ્ટેક ઓફ માય લાઈફ)
———————————————————————————————-
સેક્સનો આંનદ અને તાવનું દુઃખ સહન કરી શકો તો સમજવુંકે તબિયત ચુસ્ત છે.
(ચંન્દ્રકાંત બક્ષી)
———————————————————————————————-
આખી સૃષ્ટીમાં નર અને માદા સમાગમ કરે ત્યારે સામસામા મોઢા કોઇના રહેતા નથી.ઘોડૉ,હાથી,માછલી,ભેંસ-માણસ જો સમાગમ કરે તો મોઢા સામસામા આવી જાય છે.સાલા માણસ જાતને માણસનો ભરોસો નથી..(ચન્દ્રકાંત બક્ષી)
——————————————————————————————————————–
સારા લેખકનું પુસ્તક માણસ માટૅ શું હોય શકે છે?પૈસા,પ્રસિધ્ધિ,નામ અને શોહરત-આ બધું મળી જતા પણ એક વસ્તું ખૂટૅ છે?તે એક પુસ્તક છે જયાં તેની બુધ્દ્ધિનો પૂર્ણવિરામ આવી જાય છે.(સાહિત્ય અને ઇતિહાસ્..નરેશ ડૉડીયા)
————————————————————— ———————————————————
જે મુખ અમલ ન ચાખ્યો,
તૂરીના ખેંચ્યા તંગ
ફટ અલૂણા સાયબા!
આપું તો કી અંગ.
(હે..મીઠા વિનાના મરદ!નશામાં ચકચૂર બનીને,અશ્વની લગામ ખેચી યુધ્ધે ન ચડનારને હું મારો દેહ શું કામ રંગરેલિયા મનાવવાં આપું)
——————————————————————————————————————–
વહુરૂપી પ્રાણીને જો સાસરારૂપી પીંજરામાં સહેજ મીઠી જાળી હોય તો તે દિયર !સાસુ તો સરમુખ્ત્યાર,સસરો લાગણીવાળૉ હોય છંતા બ્રિટનના રાજા જેવો સત્તાવિહિન,નંણદ તો સરમુખ્ત્યારની ખાનગી મંત્રી અને વર સરમુખ્ત્યારનો વફાદાર સેનાપતિ !એટલે બચારી વહુનું જો કોઇ આ બંધારણીય તંત્રમાં ભેરુ હોય તો તે દિયર..
(ઇશ્વર પેટલિકર)
———————————————————————————————–
સૌ પ્રથમ તો સ્ત્રી-પુરુષ રોજિંદા જીવનમાં લગ્ન કર્યા વગર સંબધમાં આવે તેણે પરસ્પર સ્ત્રીકે પુરુષ તરીકે નહીં પણ વ્યકિત તરીકે જ સ્વિકારવાં જોઇએ.તમને કોઇ સ્ત્રી મળે ત્યારે તેના હોઠ કે સ્તન મળતા નથી.માત્ર તેનો દેહ કે સૌંદર્ય મળતા નથી પણ તેના આત્માને મળૉ છો તેવા ભાવ સતત રહે તો સ્ત્રી કે પુરુષ તરીકે બીજા પુરુષ કે સ્ત્રી સાથે ધનિષ્ઠ સંબધ બાંધી શકો છો.આ સંબધ અતિ ઉચ્ચ કક્ષાના છે.(મહર્ષિ અરવિંદ)
———————————————————————————————
અમે અમને બહું ડાહ્યા સમજતાં અને સ્ત્રી-પુરુષ સંબધ અને નીતિ વિષે મદોન્મત થઇને વાતો કરતાં અને એ વિષે લખનારા લેખકો-હેવલોક એલિસ,એબિંગ,વાઇનિંગરની ચર્ચા કરતાં અમને સંકોચ ન થતો.અમને લાગતું કે એ વિષે તજજ્ઞો સિવાયના બીજા કોઇએ એના શાસ્ત્ર વિષે જેટલું જાણવું તેટલું અમે જાણી ચુકયા હતાં.
ખ રી વાત એ હતી કે અમારી બડાસભરી વાતો છતાં અમારામાં ઘણાખરા જ્યારે સ્ત્રી-પુરુષ સંબધની વાતો આવે ત્યારે કંઇક ભીરુતા દાખવતાં.બીજા નહિતો હું તો ભીરુ જ હતો.
(જવાહરલાલ નહેરુ)
———————————————————————————————————————–
વ્હાલી દેવડી,હેત ભર્યા કાગળૉ મળ્યા.આપણી ઓસરીમાં ઝરમરતો ચન્દ્રમાં અને તે કરી રાખેલી પથારી એવી નાનકડી વાતમામ પણ હું કવિ છતાં નવીન પ્રાણ નિહાળુ રહ્યો છું.પહેલી વાર આપણા લગ્નજીવનમાં કાવ્યની સરવાણી ફુટતી લાગે છે.તારામાં ઉંડા ઉંડા સ્નેહગાન સંઘરાયા છે..આજે આટલુંજ,વ્હાલી!કાલે વળી લખીશ.તું નિરાંતે નિંદ્રા કરજે.એવો કાળ ચાલ્યો આવે છે કે જ્યારે હું અને તું બે જ એકબીજાના આધાર બનીશું..
‘લિ.ઝવેરચંદના ઘણા ચુંબન.’
————————————————————————————————————————
ટુક સમયમાં પવન થંભી જશે ત્યારે મારી ઝંખનાઓ વળી નવા દેહ માટે પંચમહાભૂતની રજકણૉ એકત્રે કરશે અને કોઇક અન્ય સ્ત્રી પોતાના ગર્ભમાં મને ધારણ કરશે..(ખલિલ જિબ્રાન)
——————————————————————————————————————-
તમારા કલપ્ના પ્રદેશની સુંદરીઓ બહું સુંદર હોય છે,તે ખરું પણ એમને સુંદર બનાવવામાં તો કલાકારને સષ્ટાનો આંનદ હોય,પણ કલપ્નામૂર્તિ વાસ્તવિક જગતમાં આવતા તો સ્ત્રીઓને રડાવવા,પટાવવા અને રમાડવા સિવાયનો અધિકાર હોય એમ તમને ભાગ્યે જ લાગ્યુ હશે-અનુદારતાથી નહિં પણ સ્ત્રીત્વ અણ પારખ્યું રહ્યુ તેથી.ગુજરાતના નવલકથાકારે સ્ત્રીઓના એમના હ્રદયમાંથી દેશવટૉ નથી દીધો એટલું તો હવે હું જોઇ શકું છું.
(ક.મા.મુનશીને લીલાવતી મુનશીનો પત્ર.તા.૧૧-૬-૧૯૨૨.સ્વપનસિધ્ધિની શોધમાં)
——————————————————————————————————————–
સ્ત્રીના ચાર પ્રકારના ભેદપ્રભેદ શાસ્ત્રોમાં વર્ણવામાં આવ્યા છેઃ’પદમિની’,’ચિત્રિણી’,’હસ્તિની’અને ‘શંખિણી’.આમાં એક નંબર બેસ્ટ છે અને ચાર નંબર વર્સ્ટ છે.પણ બીજો અને ત્રીજો નંબર મધ્યમ છે.આ ચારેય લક્ષણૉ કળિયુગમાં એક જ સ્ત્રીમાં મળી રહે છે.એને ઓફિસગર્લ કહેવામાં આવે છે.(ચંદ્રકાંત બક્ષી)
———————————————————————————————
મારો પતિ પુરાત્વવાદી,જુની ઇમારતોનો અભ્યાસ કરે છે.હું માનું છું કે પુરાત્વવાદીને પરણવું એ દરેક સ્ત્રી માટૅ સારું છે,કારણકે સ્ત્રી દિવસે દિવસે ખંડિયર બનતી જાય છે.(આગાથા ક્રિસ્ટી)
———————————————————————————————
સ્ત્રી હમેંશા પ્રેમ કરીને પછી ઇન્ટીમસીથી ડરે છે.પુરુષે તેને ખેંચવી પડે છે.સાત સંમદર પાર કરીને સ્ત્રીને મેળવવી પડે છે.તેણે વરઘૉડૉ લઇને જવું પડે છે.પુરુષ તેના સ્વભાવની વિરૂધ્ધ જઇને પૂરેપૂરો સરઅંડર થઇ જાય છે.પુરુષના આ પ્રેમમાં ઉંડે ઉંડે ડહાપણ છે.(લિલિયન રૂબીન)
———————————————————————————————
મરદ મરણથી ના ડરે.મરણ તો ચોઘડયુ,જગ્યા અને નિમિત્ત એ ત્રને એકઠા થાય ત્યારે પછી જ આવવાનું છે.એ ત્રણે એકઠા થયા વિના જમનો દૂત આંટા મારે તો પણ કંઇ થવાનું નથી..(સરદાર પટૅલ..૧૯૩૦)
——————————————————————————————
દિલ્હીમાં બાદશાહી તો ક્યારની ખતમ થઇ ગઇ છે,તો પણ જામા મસ્જિદનો ઇમમ પાતાને શાહી ઇમામ તરીકે ઓળખાવે છે.આ વ્યકિત હમેશાં બાદશાહી ભાષા જ બોલે છે.(સ્વામી સચ્ચિદાનંદજી)
——————————————————————————————–
હિંદુઓ એમ માને છે કે એમના દેશ જેવો બીજો કોઇ દેશ નથી.એમની જાતિ જેવી બીજી કોઇ જાતિ નથી.એમના રાજા જેવો બીજો કોઇ રાજા નથી.એમના ધર્મ જેવો બીજો કોઇ ધર્મ નથી,અને એમની વિધા જેવી બીજી કોઇ વિધા નથી.તેઓ ઘમંડી,મિથ્યાભિમાની,આપવડાઇ કરનારા અને બુધ્ધિહીન છે.(અલબેરૂની’સ ઇન્ડિયા.વોલ્યુ.-૧.પાના નં-૨૪)
——————————————————————————————
દિલ્હીના એક મેળાવડામાં નહેરુ અને એડવિના બેઠા હતાં.તેની પાછળ હું બેઠો હતો.હું બંનેના લટકા જટકા જોઇને તાજ્જુબ થઇ ગયો.યુવાનવયે મુગ્ધ પ્રેમિઓ મસ્તી કરતાં હોય તેમ બંને વર્તતા હતાં.એક બીજાના શરીરને ટચ કરતાં હતાં.લેડી એડવિના કાન પાસે મોં નજીક લાવી નહેરુના કાનમાં કંઇક કહેતા હતાં.બંને હસતા હતાં.એકબીજાના હાથમાં હાથ પરોવાયેલા હતાં(નહેરુ-એ ટ્રાઇસ્ટ વિથ ડેસ્ટિની-લેખક-સ્ટેનલિ વોલપર્ટ)
—————————————————————————————————————
પ્રિયતમાની નિંદ્રા સાચી હોય જ નહીં..એ મુર્ખમાં મુર્ખ પ્રેમી પણ જાણે !અને સાચી હોય તો ય તે નિઃશંક જગાડવા પાત્ર જ હોય…(ર.વ.દેસાઇ)
—————————————————————————————————————-
તમે મને બધું જ આપ્યું જે જોઇતું હતું,સુખ થોડુ સંતુલન,થોડુ દુઃખ પણ…તમે મને એક વિચિત્ર પ્રકારની શાંતિ આપી છે.કદાચ મેં પણ એવું કઇક આપ્યુ તમને.. (લેડી એડવિના માઉન્ટબેટન,જવાહરલાલ નહેરુને પત્રમાં,મે-૧૯૪૯)
———————————————————————————————————————
સામાન્ય પતિ એ વાયોલિન વગાડવાની કોશિશ કરતો ઉરાંગઉટાંગ લંગુર છે.સ્ત્રી એ આંનદનું વાધ છે.તેના તાર શી રીતે ઝંકૃત થાય એ જાણવું એક કલા છે..(ફ્રેંચ લેખક બાલ્ઝાક)
———————————————————————————————————————–
લગ્ન સર્વદા વિજયી પુરુષ માંગી લે છે.જે લગ્નમાં સ્ત્રીને જીતાયાનો ભાસ થતો નથી એ લગ્ન હોતાં જ નથી..(રમણલાલ વસંતલાલ દેસાઇ)
——————————————————————————————–
સંધ્યાનો સંધિવૈભવ ને ચંદ્રિકાનો આહલાદ કંઇક જુદો જ હોય છે.આ બંને પ્રસંગોના તે વૈભવ અને આહલાદ એકત્ર થવાથી જે ભાવ નિર્માણ થાય છે,તેનું કવિઓએ હજુ નામ કેમ નથી પાડયું,એ એમનો ગુનો જ કહેવાય.રૂપયોવન યુવતીને પ્રથમ માતૃપદ પ્રાપ્ત થતાં તેના મુખ પર જે વૈભવયુકત સ્થિર શાંતિ પથરાયેલી દેખાય છે તે જ છટા પ્રકૃતિદેવીના અંગેઅંગેમાં દેખાય છે.ચંદ્ર આકાશમાંથી આ બધું જોઇ શકતો હશે ખરો?(કાકા કાલેકર)
——————————————————————————————————————–
સ્ત્રીએ ધર્મ વંશના પુરુષો પાસેથી કોઇ દિવ્સ દિક્ષા ન લેવી.આ કળયુગમાં હજારો સ્ત્રીઓ પુરુષો પાસેથી દિક્ષા ગ્રહણ કરી પશુની પેઠે ભ્રષ્ટ થયેલી દેખાય છે.(સતસંગીજીવનઃપ્રઃ૪.અં.૫૩)
———————————————————————————————————————–
પ્રેમ એ આપણાની જ પૂરેપૂરી પ્રવૃતિ છે અને બહું નાજીક ચીજ છે.તેને પીંખી શકાય નહીં.તેની પીંજણ ન થાય.જો વ્યકિત ભાવૂક કે ચંચળ ન હોય તો તેનો પ્રેમ રીતે સંવેદના વાળૉ હોય શકે?જો વ્યકિતમાં ગહેરાય ન હોય તો તેના પ્રેમમાં કયાંથી ઉંડાણ હોય.માનવી જેવા હોય તેવા તેનો પ્રેમ હોય છે.અલગ અલગ માનવીઓના અલગ પ્રેમ હોય શકે.એટલે પ્રેમની ભાત ઉપરથી નક્કી થઇ શકે કે માનવી કેવો હોય.(જોસેફ ઓર્ટગા..સ્પેનિશ ફિલસૂફ)
———————————————————————————————————————-
તમે નામ બદલો છો.એક પતિને પરણી નાંખો છો.રડો છો.દુનિયાની સૌથી કમજોર સ્ત્રી દુનિયાના સૌથી બળવાન પુરુષને હરાવી નાંખે તેવું અમોધ શસ્ત્ર છે.’પતિ’નામના એક પુરુષ માટે એ લગામ અને ચાબુક બંને છે.(ચંદ્રકાંત બક્ષી)
———————————————————————————————————————
સ્ત્રી કે પુરુષે જિંદગીભરનો ખાલિપો ભરવા માટૅ જો પ્રેમને માણીને અને જિંદગીના એ અનુપમ-અનેરો આંનદ લઇને પ્રેમ માટે લગ્નરૂપી ઇન્શયુરન્સ પોલિશી લેવાતી જ હોય છે..અને તેનું પ્રિમિયમ જિંદગીભર ભરવું પડે છે.શું માત્ર પ્રેમ બસ નથી..(કાન્તિ ભટ્ટ્)
———————————————————————————————————————
જો કોઇ વિજ્ઞાની એ પ્રેમની ભરતી માપવાનું યંત્ર શોધ્યું હોત તો બે-ત્રણ મણની રૂની તળાઇમાં પોઢીને પ્રણ્યગોષ્ટી કરતાં પ્રેમીઓમાં એટલી મીઠાસ ભાગ્યે જ હોત.(ઇશ્વર પેટલીકર)
———————————————————————————————————————-
પ્રેમ વિશે લખવું એટલે લેખકને અર્ધનારેશ્વર બનવું પડે છે.ષોડસી કન્યાના મુગ્ધભાવો અને પ્રોઢાની ગરીમા.વીસ વર્ષના તરવરીયા યુવાનથી લઇને સાઠે પહોચેલા થાકેલા પુરુષની વિષાદી ભાવના જેવા અનેક સ્વ.એટલે કે ખુદને અનુભવવા પડે છે.લેખક એટલે મૃત શબ્દોને કલમની શાહીથી જીવંત બનાવીને કાગળ પર નૃત્ય કરાવે છે.લોંચીગપેડ પરથી જે ગતીથી રોકેટ આકાશ તરફ ફેંકાય છે તે ગતિથી વાંચક મગજમાં શબ્દો ફેંકી શકે છે.ચાંદની ચાંદનીને સ્મિત ફેંક્તો,સુરજ સામે અરિસો ધરનાર..એ પાગલ જેવો માણસ લેખક કે કવિ છે…એ પ્રેમી છે..જે પ્રેમકથાને લખી શકનારો વાર્તાનો સાચો નાયક છે….. (નરેશ ડૉડીયા..સાહિત્ય અને ઇતિહાસ્)
———————————————————————————————————————–
મુસ્લિમોમાં જો કોઇ અજાયબ નેતા હોય તો તે લગભગ અશ્કય છે.મહમદઅલી જિન્હા અને મુસલમાનો વચ્ચે એક જ સામ્ય હતું,અને તે માબાપના વારસામાંથી મળૅલો ધર્મ.બાકી જિન્હા દારુ પીતા,ડુક્કરનું માંસ ખાતા,દરેક સવારે નિયમિત દાઢી કરતાં અને એટલી જ નિયમિતતાથી શુક્રવારે મસ્જિદમાં જવાનું ટાળતા.(ફ્રિડમ એટ મિડનાઇટ..લેરિ કોલિન્સ)
———————————————————————————————————————–
મેં વલ્લભભાઇ પટેલને જોયા..લગભગ બધા જ ઇન્ડિયન રાજકારણીઓ કરતામ વધારે મર્દ..
(ધ વાઇસરોય જનરલ.પા.ન્.૨૦૫.લોર્ડ વેવેલ)
———————————————————————————————————————-
હિંદુસ્તાનના ઇતિહાસના દરેક મોડ પર ગાંધી દેખાશે.(રાના લિયાકતખાન)
———————————————————————————————————————-
..પણ આ ઇસ્લામી સંસ્કૃતિ છે શું?શું એ અરબો,ઇરાનીઓ,તુર્કો વગેરેના મહાન પરાક્રમોનો જાતિય ઇતિહાસ છે?કે શું કોઇ ભાષાનું નામ છે?કે શું કોઇ પ્રકારની અને સંગીત છે?કે રિવાજો છે?વર્તમાન ઇસ્લાંમી કળા કે સંગીતનો કોઇ ઉલ્લેખ હોય એવું મારી જાણમાં નથી.
આ ઇસ્લામી સંસ્કૃતિ એટલે શું,તે સમજવા માટે ઘણૉ પ્રયત્ન કર્યો છતાં મારે કબૂલ કરવું જોઇએ કે હું એ સમજી શકયો નથી.(મારી જીવનકથા.પાન.૫૦૧.જવાહરલાલ નહેરુ)
———————————————————————————————–     અઢાર વર્ષના વિવાહીત જીવન પછી પણ એનો મુગ્ધ કૂમારીકાનો દેખાવ ચાલું રહ્યો.પ્રોઢપણુ એના દેખાવમાં જરાય નહોતું.પહેલે દિવસે જે નવવધુ અમારે આંગણે આવી હતી તેવી જ હજુયે હતી.પણ મારામાં ઘણો ફેર પડી ગયેલો.જો કે મારી ઉ મરના પ્રમાણમાં તાજો,ચપળ અને સ્ફુર્તિવાળૉ હતૉ.અને લોકો કહેતા કે મારો છોકરવાદ સ્વભાવ પણ ઘણૅ અંશે કાયમ હતો.(મારી જીવનક્થા.જવાહરલાલ નહેરુ.પા.૫૯૩)
———————————————————————————————–
લગ્ન દુનિયાને ગોળ ફરતી રાખવાનું સિધ્ધ કરે છે,પણ નાક ઉપર મુક્કો પડે તો પણ એવો જ અનુભવ થાય.(મરફી)
સ્ત્રી ઇશ્વરની બીજી ભુલ હતી અને પુરુષ ખરેખર   પહેલી.પણ બન્ને ભુલો મળીને સત્ય ના બની શકે.(મરફી)
———————————————————————————————-
સીત્કાર કરતાં જેના લોચનો વક્ર બન્યાં છે એવી માનૂનીને જેમણે હથપૂર્વક ચુંબન કર્યુ છે એમણૅ જ અમૃત પ્રાપ્ત કર્યુ છે.મૂઢ દેવોએ તો સાગરમંથન કરીને માત્ર શ્રમનૉ ખેદ કર્યો છે.(વંસતવિલાસઃપા.૫૨)
———————————————————————————————-
પુરુષ સ્ત્રીના પ્રેમમાં પડે અને બંને લાગણીથી બંધાય ત્યારે અનિર્વાયપણે દુઃખ આવે છે.પુરુષ સ્ત્રી વચ્ચેના સંબધમાં તૃપ્તિ હોતી નથી.સ્ત્રીને કારણૅ પુરુષ લાંબા ગાળા માટે દુઃખ સહન કરતો રહે છે.સ્ત્રી પુરુષ માટે કોયડા સમાન છે.(મોંપાશા)
———————————————————————————————–
મૃણાલમાં બારવર્ષની નવોઢાનું અજાણપણુ હતું,સતાવીસ વર્ષની રસિકાનો અસંતોષ હતો,પ્રોઢાથી પણ વધારે મસ્તિ હતી,વૃધ્ધાનું કલપ્નાહીન,અનુભવી,સ્વાર્થી મગજ હતું,બ્રહ્મચારિણીનું શરીરબળ હતું ને ઉગ્ર તાપસીની સાધના હતી.કોઇ દેવપદથી પડેલી દુર્ગા મદમસ્ત જાનવરનું સ્વરૂપ લઇને કદી ન અનુભવેલી એવી લાલસા સંતોષવા અવતરી હોય તેવું તેનામાં લાગતું હતું.(કનૈયાલાલ મુનશી)
———————————————————————————————–
લગ્ન એ કોઇ સતત સુખ-ઝરણૂ નથી અને સતત નીતિ-પ્રેરણા પણ નથી.લગ્નમાંથી ક્યારેક નાસી છુંટવાની જરૂર ઉભી થાય છે ખરી..!(ર.વ.દેસાઇ)
—————————————————————
લગ્નને લેખકો દેવી સંબધ તરીકે ઓળખાવે છે;પરણવું એટલે પ્રભૂતાના પગલા માંડવા એમ કવિઓ કહે છે.દેવીસંબધ !પ્રભૂતાના પગલા !કવિઓના અનેક જુઠાણાઓમાંનું એક ભંયકરમાં ભંયકર જુઠાણુ છે.(ર.વ.દેસાઇ)
—————————————————————
સ્ત્રી અને ઇશ્વરમાં બે મહત્વના ભેદ છે.એક તો એ કે એક ઇશ્વરને સહું કોઇ ભજી શકે છે-ખુશીની સાથે;જયારે એક સ્ત્રીને સહું કોઇ ભજી શકતું નથી,અને બીજો મોટો ભેદ તો એ છે કે ઇશ્વરને ભજતા ભજતા ઇશ્વર જરૂર મળે છે;પરંતુ સ્ત્રીને ભજતા ભજતા સ્ત્રી મળે એની જરાય ખાત્રી નહીં.(ર.વ.દેસાઇ)
—————————————————————
પરાઇ સ્ત્રીનો પ્રેમ ધંધામાં યારી આપતો હોય તો તેને શા માટે જતો કરાય.)ર.વ.દેસાઇ)
—————————————————————
ગુજરાતી ભાષાના ઘણાખરા નવલકથાકારો પાત્રને ત્રીજા પ્રકરણમાં બીજી સ્ત્રી સાથે દેહસંબધ બાંધવા માટે ઉશ્કેરી મૂકે છે,મતલબ કે પોતે ઉશ્કેરાય જાય છે.કારણકે એમનો સ્ત્રીની સેકસ પ્રકૃતિનો અનુભવ પાણીની બાલટીમાં કુદતા બુચ જેવો છે.જે બુચ ભીંજાય શકતો નથી,ડુબી શકતો નથી,તરબતર થઇ શકતો નથી…એ જલની પ્રવાહિતા શું સમજવાનો છે.(ચંદ્રકાંત બક્ષી)
————————————————————–
એબાઉ ઓલ,એની પુત્રી જ નહીં,પોત્રી જેવડી ઉમરની એ જમાનાની ફ્રાન્સની માધુરી દીક્ષિતો અને ઐશ્વર્યારાયો ગણાતી અસંખ્ય(રિપીટ અસંખ્ય,બેહિસાબ!)ફુટડી યુવતીઓ તેના પ્રેમમાં પડે,અને અની સાથે શરીર સંબધ બાંધે!
યસ..યસ..કયાં ટાયલાવેડાની લફરાબાજીને અંધારીયા ખૂણે બેસીને ચશ્મા ચડાવી કાગળ પર ઉતરતાં ઘણાખરા બેડોળ,રૂઢીચુસ્ત,સોગીયા અને લાળ ટપ કાવતા આપણા સાહિત્યકારો અને કયાં ‘મર્દ’ વિકટર !(જય વસાવડા.સિનેમા અને સાહિત્ય.પુ-૪૮)
————————————————————————————————————————-
દરેક સ્ત્રીનું  કર્તવ્ય છે કે બને તેટલું જલ્દી લગ્ન કરી લેવું અને દરેક પુરુષનું કર્તવ્ય છે કે બને ત્યા સુધી લગ્નથી દુર રહેવું.(જર્યોજ બર્નાડ શો)
————————————————————————————————————————
જીવનમાં એક જ ગુનો કરવો છે..કોઇ ખૂબસૂરત ઓરતના દિલના દર્દની લૂટફાંટ કરવી છે..
.(મારી ૧૨ વાર્તા..નરેશ ડૉડીયા)
————————————————————————————————————————
લગ્ન એક એવો જુગાર છે જેમાં પુરુષને પોતાની સ્વતંત્રતા અને સ્ત્રીને પોતાની  પ્રસન્ન્તા દાવ પર લગાડની પડૅ છૅ.(જર્યોજ બર્નાડ શો)
——————————————————————————————————————–
સારી સ્ત્રી સાથે લગ્ન એટલે જીવનના તોફાનમાં શાંતિ અને ખરાબ સ્ત્રી સાથે લગ્ન એટલે જીવનની શાંતિમાં તોફાન..(અંગેજી કહેવત)
———————————————————————————————————————-
દક્ષિણ આફ્રિકાની કાળી જાતિઓમાં રિવાજ યથાર્થની વધું નિકટ છે.ત્યાં પુરુષની પત્ની જ એની બીજી જવાન પત્ની પસંદ કરી આપે છે!આપણૅ આફ્રિકનો કરતાં કેટલા પછાત છીએ.
(ચંદ્રકાંત બક્ષી)
————————————————————————————————————————-
પત્ની ઘરે બેઠા ચરબી વધાર્યે જાય ને ગમે ત્યારે પાછા ફરો ત્યારે ર્ગેરંટેંડ તમારી સેવા કરે તે પ્રેમ નથી.પ્રેમ બહું અસલામતીવાળી ચીજ છે.એ અસલામતીનો આંનદ એટલો જ દિવ્ય હોય છે.(કાન્તિ ભટ્ટ્)
————————————————————————————————————————-
સ્ત્રીના શરીરમાં સૌથી સખત કમરનાં હાડકાં હોય છે જે બળતા નથી,અને પુરુષની લાશના ખંભાના હાડકાં સૌથી સખત હોય છે,જે છેવટ સુધી બળતા નથી.સ્ત્રીની કટીને કમનિય અને લચીલી કહેનાર કવિઓને સ્ત્રીનાં રાતભર બળી જતી ચિતામાંથી ગરમ અસ્થિ લેવાં મોકલવા જોઇએ,કટી કે કમરના હાડકાં લેવા..જેને અગ્નિ પણ બાળી શકતો નથી..(ચંદ્રકાંત બક્ષી)
—————————————————————
વાત્સાયનનું સૂત્ર એકદમ સચોટ છે કે સ્ત્રી ઉપર સવાર થયેલી હોવી જોઇએ.પુરુષ ઉપર હોય તે અંત્યત અસભ્ય છે.સ્ત્રી વધું નાજુક છે.પરંતુ પુરુષ ઉપર એટલા માટે રહે છે કે સ્ત્રી કાબૂમાં રાખી શકે.પશુના બોજ તળૅ સુંદર નાજુક દેહ બેશક અંકુશમાં રહેશે.પુરુષ ઉપર હોય તેવા આસનને પશ્ચિમનાં દેશોમાં મિશનરી આસન કહે છે..(રજનીશ)
————————————————————————————–
મોનિકા….’માય ડાર્લિંગ’લેવન્શકી !પ્રેસિડેન્ટ ચોઇસ એવી આ તંદુરસ્ત તનવીનું ભરાવદાર લાંબીપતલી સુપરમોડેલોને આંટી મારી  આગળ નીકળી ગયું.(યુવા હવા-જય વસાવડા)
——————————————————————————————
યાદ રાખો કે તમારું શરીર તમારા આત્માની વિણા સમાન છે.હવે એ વિણામાંથી મધૂર-સૂરીલૂ સંગીત બહાર લાવવું કે કર્કશ બેસૂરો ઘોંઘાટમાં ફેલાવવો એ તમારા હાથમાં છે..(ખલિલ જિબ્રાન)
——————————————————————————————–
સૌંદર્ય એવું ગીત નથી કે તમે એને સાંભળી શકો,એ કોઇ પડદા પરનું ચિત્ર નથી કે તમે એને જોતા રહો,સૌંદર્ય એ તો એવું ચિત્ર છે જે તમે બંધ આંખે જોઇ શકો.એવું ગીત છે જે તમારા કાન બંધ હોય ત્યારે જ તેને સાંભળી શકો..(ખલિલ જિબ્રાન)
——————————————————————————————–
કુદરતના આ ચમત્કારી રહસ્યો કેટલા છુપાયેલા છે,કુદરતના અનુપમ રંગોની બહાર કોણ લુટશે,કુદરતના સાક્ષાત સૌંદર્યના સંગીતના તાર કોણ ઝણઝણાવશે….મીલાવ હાથ તારો મારા હાથમાં…ઉકેલીશુ આ બધા રંગ અને રહસ્યો અને માણીશુ ભીના ભીના સ્પંદનો..જે કુદરતે બક્ષેલી માનવીને એ અનુપમ સંવેદના……
——————————————————————————————-
આ લંડન શહેર તો કેવું છે?અહીંના સ્ત્રી-પુરુષો જાણે બ્લેન્ડેડ નાગરો સમા લાગે છે.અહીંયા યોવનનો જાણૅ  સંવવનકાળ ચાલતો તેવું લાગે છે.કુદરત પણ જાણે આ લંડન શહેર પર સોળૅ કલાએ ખીલી છે.(ઓહ!નયનતારા..નરેશ ડૉડીયા)
——————————————————————————————–
જીવનના દરેક પ્રંસગોમાં સાથે ઉભા રહો પણ એક બીજાની સાવ જોડાજોડ નહીં.તમે જોયું છે કે મંદિરનાં થાંભલાઓ એકબીજાથી થોડૅક દુર રહેવાં છતાં આખા મંદિરનો એ આધાર બની રહે છે.બે વૃક્ષો એકબીજાની છાયાંમાં વિકસી શકતા નથી,વચ્ચે થોડુંક અંતર હોય છે ત્યારે જ બંને વૃક્ષો વિકસીને ફળફુલથી લચી પડે છે.(ખલિલ જિબ્રાન..ધ પ્રોફેટ)
—————————————————————————————-
પરોઢે  તમારા હ્રદયને પાંખો ફુટે ત્યારે જાગીને પ્રેમનો એક વધુ દિન પ્રાપ્ત થવાં માટે પ્રભુનો અહેસાન માનજો.પ્રેમનાં પરમ આંનદની એ દિવ્ય સ્થિતિ પર ધ્યાનસ્થ થઇ જાઓ અને તમારા પ્રેમીના કલ્યાણ માટે પ્રાથના કરતાં કરતાં હોઠો પર એની પ્રંશસાના ગીત ગણગણતા રહો..(ખલિલ જિબ્રાન..ધ પ્રોફેટ)
———————————————————————————————-

અમે તમને ખુબ ચાહ્યા છે;પરંતુ અમારો પ્રેમ સદાય નિઃશબ્દ હતો અને અનેક પડદાઓ વડૅ એ આચ્છાદિત હતો.પરંતુ હવે અમારો પ્રેમ તમારી સન્મુખ મોટેથી પુકારી રહ્યો છે અને તમામ આવરણૉથી મુકત થઇને તમારી સન્મુખ છે.હમેંશા એવું જ થતું આવ્યું છે કે વિદાયનો સમય આવતા પહેલા પ્રેમ પોતાની ગહેરાય જાણી શકે નહીં.(ખલિલ જિબ્રાન..ધ પ્રોફેટ)

——————————————————————————————————————

જે પળે તેને નિમંત્રતી ત્યારે તે સુંદર વસ્ત્રો પહેરી,સુંદર ઉપાન પહેરી અને સુંદર કમલાને મળવા જતો.અને તેના માટે ભેટૉ લાવતો.તેના શાણા શાણા રાતા અધરો પાસેથી ઘણુ શીખ્યો.તેના લીલા મુલાયમે હાથે ઘણુ શીખવ્યું.રતિવિલાશમાં તે તો હજુ બાળક જેવો હતો.તેના ઉંડાણમાં આંખો મીંચી અને અતૃપ્તીથી ઝંપાલાવવા ઇચ્છતો હતો.કમલાએ તેને શીખવ્યું હતું કે આંનદ આપ્યા વિના આનંદ મળતો નથી.એક એક હાવ ભાવને,એક એક આલિંગનને,એક એક સ્પર્શને,એક એક દ્રષ્ટીને અને દેહના એક એક અવયવને તેનું રહસ્ય હોય છે.તે રહસ્ય એ વ્યકિતને આંનદ આપી શકે જે એને સમજી શકે છે..(સિધ્ધાર્થ-હરમાન હેસ)

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: