RSS

રેમ,પ્યાર,દોસ્તી,ઇશ્ક યહ સબ કયાં હૈ-

પ્રેમ  -આજ સુધી આ વિષય પર લાખો-કરોડો લેખ લખાયા હશે,પણ પ્રેમ એટલે શું,કોઇ એનાં તળને માપી ન શકયું.જિંદગીમા કેટલાઇ લોકો આવે છે અને જાઇ છે.ઘણી સ્ત્રીઓ એમ માને છે કે પુરુષ એની જિંદગીમાં એક સમયે એકથી લઇને ત્રણ-ચાર સ્ત્રીઓને પ્રેમ કરી શકે છે અને આ બધી સ્ત્રીઓને એક સરખો પ્રેમ કરે છે એવો એહસાસ કરાવતો રહે છે,પણ હક્કીત જુઓ તો આ તથ્ય સાબિત થવાની શકયતા નહિવત છે.કારણે કે એક પુરુષ એકથી વધું સ્ત્રીઓને પ્રેમ કરતો હોય,એમાંની બધી સ્ત્રીઓ એ જ પુરુષનાં પ્રેમ વિશે ચર્ચા કરવા સાથે બેસતી નથી અથવા એક જ પુરુષ દ્વારા એ મોકો મળે એવી શકયતા ઉભી થવા દેતો નથી.

 

કદાચ એક જ પુરુષની બેથી વધું પ્રેમિકા એકબીજાને રૂબરૂ મળી હોય તો પણ એક બિજાને ખબર હોતી નથી કે એક જ પુરુષને પ્રેમ કરે છે.

 

પણ આ વાત અહિંથી પુરી થતી નથી.હક્કીત એ છે કે પુરુષ એની જિંદગીમાં એક જ સ્ત્રીને સાચો પ્રેમ કરી શકે,ભલે એ એક કરતા વધું સ્ત્રીઓને પ્રેમ કરતો હોય,પણ એનાં સાચા પ્રેમનુ લક્ષ્ય તો હમેંશા એક જ સ્ત્રી રહે છે.

 

અને એ પુરુષનાં વિચારો માત્ર અને માત્ર એ જ સ્ત્રીની આસપાસ ફરતા રહે છે,છતાં પણ અન્ય સ્ત્રીઓને એ એહસાસ થવા દેતો નથી કે મુખ્ય પ્રેમની ધારા તો એની ચાહિતી સ્ત્રી સાથે જ જોડાયેલી છે..પણ એ મુખ્ય સ્ત્રીને જે રીતે પ્રેમ કરે છે એનાં અનુભવ થકી બાકીની સ્ત્રીઓને એ એહસાસ કરાવતો રહે છે કે માત્ર અને માત્ર તને એકને જ હું પ્રેમ કરૂં છું.

 

પ્રેમ શું છે એ તો ત્યારે જ ખબર પડે છે જ્યારે એ પુરુષની જિંદગીમાંથી એનાં પ્રેમનું મુખ્યપાત્ર  ચાલ્યું ગયું છે,અથવા ટેમ્પરરી બ્રેકઅપ થયું છે,અથવા સંજોગોને આધિન થઇ એ પ્રેમનું મુખ્યપાત્ર  પ્રેમની ધારાથી અલિપ્ત થઇ ગયું છે.ત્યારે જ સાચો પ્રેમ શું છે એ એને સમજાઇ છે,અને પછી બાકીની સ્ત્રીઓને એ પ્રેમ કરતો હોય છે,એમાની એક પણ સ્ત્રી એ મુખ્યપાત્રના સ્થાને ગોઠવાઇ શકતી નથી.એ પુરુષની પ્રેમની ઝંખના તો એના મુખ્ય પાત્ર સાથે જ જોડાયેલી રહે છે.

 

  પ્રેમ નથી આધ્યાત્મિક,નથી ખુદાઇ..પ્રેમ એટલે આત્માથી લઇને શરીરને એક જ સાથે સોટકા લાગણીથી તરબતર ભીંજવી નાખે છે.કોઇ વ્યકિત એટલી હદે નખશીખ ગમી જવી કે જાણે એ વ્યકિત વિના મારું આયખું મરણપર્યત અધુરું છું.

 

હું કાંઇ સંત નથી કે આધ્યાત્મિક પ્રેમ કરી શકું.લોકો ઇનર બ્યુટીની વાત કરે છે,આત્મા સુંદર હોવાની વાતો કરે છે.પણ એ વ્યકિતની નીકટ આવ્યા વિના કંઇ રીતે જાણી શકો કે જેટલી એ બહારથી ખૂબસૂરત દેખાઇ છે એટલી જ અંદરથી ખૂબસૂરત છે.સંવાદો અને નીકટતા વિના શકય નથી કે તમે એની આંતરીક ખૂબસૂરતીને પરખી શકો.

 

ઘણા લોકો એમ કહે છે કે પ્રેમ એટલે બે આત્માઓનું મિલન છે.આપણા પુરાણૉમાં એમ કહેવામાં આવ્યું છે કે,”શરીર એ આત્માનું પ્રવેશદ્રાર છે.”.

 

એક માનવી તરીકે જો પ્રેમમાં શારિરીક મિલન વિનાં પ્રેમના આત્મિય મિલનનો આંનદ પામી શકતો હોય એ માણસને ખરેખર એક સંત ગણવો જોઇએ.”ઇનરબ્યુટી”શબ્દને વારેવાંરે ઉછાળીને પોતાનાં પ્રિયપાત્રને ખૂશ કરી શકાય…જો પ્રેમ સાચો હોય તો કશું જ અશક્ય નથી…પણ સાચો પ્રેમ એટલે શું?

 

બસ એટલા માટે જ પ્રેમ વિશે જે કાંઇ લખાઇ છે…દુનિયાભરનાં પ્રેમીઓ માટે ફકત એક અધુરો,ક્રમશઃ લેખ સિવાઇ કશું જ નથી..

 

જોકે મારા માટે પ્રેમ એ માણવાનો વિષય નથી,પ્રેમ એ લખવાનો વિષય નથી,પ્રેમ એ ચર્ચા કરવાનો વિષય નથી.પ્રેમ એ તો ફકત અને ફકત કરવાનો અને અનૂભવવાનો વિષય છે.

 

->ચંદ્રકાંત બક્ષી લખે છે કે,” કદાચ લવ વિશેની શ્રેષ્ઠ વ્યાખ્યા મારી દૃષ્ટિએ હેવલોક એલિસે આપી છેઃ

લવની કલા શેમાં રહેલી છે? એક જ અને એ જ વ્યક્તિમાંથી હંમેશાં કંઈક નવું શોધી કાઢવામાં લવની કલા રહેલી છે!કાળક્રમે લવની કલા પ્રેમ જગાડવા કરતાં પ્રેમને જીવંત, ચેતનવંત રાખવામાં રહેલી છે. સેક્સ એ લવની કલાનું માત્ર આરંભબિંદુ છે…! લગ્નનાં વર્ષો પસાર થતાં જાય છે એમ એમ પત્નીનું પત્નીત્વ માતૃત્વમાં કેમ બદલાતું જાય છે?

લવના વિશ્વમાં તમે કોઈને લવ કર્યો છે? જેવા પ્રશ્ન માત્ર આનુષંગિક બનીને ગૌણ બની જાય છે.

 

જે પ્રશ્ન મુખ્ય છે એ છે : તમને કોઈએ લવ કર્યો છે? એક પુસ્તક વાંચ્યું હતું. લવ-સ્ટોરી જેવું કંઈક નામ હતું. અને એમાં એક વ્યાખ્યા હતી :

લવ એ સ્થિતિ છે જ્યાં થેન્ક યૂ કહેવાતું નથી…!

 

->પ્રેમ માણસને ‘હું’ની કૈદમાંથી મુક્તિ આપે છે. હું ને એક પરવાઝ મળે છે. હું નાનો બની જાય છે. ઉંચે જઈ ચાંદનીમાં ભીંજાઈ શકે છે. જે સંબંધમાં બીજો આપણે માટે આપના જેટલા જ અથવા આપણાથી વિશેષ મહત્વનો બની જાય એને પ્રેમ કહેતા હશે..

 

->જયારે પુરુષ સ્ત્રીને કહે કે આપણે મિત્રો તરીકે રહીએ ત્યારે મને એ જૂઠો લાગે છે.અને કદાચ પ્રેમ અને દોસ્તીને સમજવામાં માણસ જિંદગીના છેલ્લા દિવસ સુધી નાકામિયાબ રહે છે. એક ઉંમર હોય છે પ્રેમ થઈ જવાની, અને એક ઉંમર હોય છે પ્રેમ કરવાની, અને એક ઉંમર હોય છે પ્રેમ કરી લેવાની, અને એક ઉંમર હોય છે પ્રેમની નિષ્ફળતાનો સ્વીકાર કરી છૂટવાની. દોસ્તી જુદી વસ્તુ છે.

 

->મારે માટે પ્રેમ દૈહિક છે, મૈત્રી બૌદ્ધિક છે. બુદ્ધિહીનને હું સહન કરી શકતો નથી. બુદ્ધિમાન સ્ત્રી સાથે સેક્સ એ શેમ્પેઈન સાથે કેવિયાર છે, અને શેમ્પેઈન-કેવિયારના લુત્ફનો મને અહેસાસ છે, અનુભવ છે, અનુભૂતિ છે. પ્રેમમાં ઇન્ટેન્સિટી છે, દોસ્તીમાં ઇન્ટિમસી છે. શત્રુ થવાનું માન હું દરેકને આપતો નથી, બહુ જ ખુશકિસ્મત માણસો મારા શત્રુઓ બની શકે છે. બુદ્ધિમાં એ મારો સમકક્ષ અથવા ઉરચકક્ષ હોય તો હું એને શત્રુ બનવાની તક આપું છું, કારણ કે એ મારી ખાનદાનીની તાસીર છે.

 

->પ્રેમ થવો એ તડકો જોવા જેવું કામ છે. તડકો જોવાની ક્રિયાને વૈજ્ઞાનિક રીતે સમજાવવી અઘરી પડે, પણ આંધળો માણસ પણ બંધ આંખોથી સમજી શકે છે કે તડકો ખૂલી ગયો છે.

 

ફેસબુક તમારા વિચારોનાં ફેલાવા માટે એટલું સશકત માધ્યમ છે કે તમારી છીંક પર કોમેન્ટ અને લાઇક મળી શકે છે તો વિચારો કે ફેસબુક પર તમે જેને પ્રેમ કરતાં હો તો….!!!!

 

મારા માટે પ્રેમ એટલે-આત્માંથી શરીર સુધીનાં જેટલી જિંવતતા છે એ બધી જિંવતતા સાથે

તમારા પ્રેમિને દિલ અને આત્માં ફાડીને પ્રેમ કરવો…પગની પાનીને ચુમતા તમારા પ્રિય પાત્રનાં મગજમાં તોફાન મચી જાય અને પછી એનાં શાંત મગજ બીજું કશું જ ના હોય માત્ર અને માત્ર તમે જ આંખો અને હ્રદયને દેખાતા હો.

 

  આજથી દોઢ વર્ષ પહેલા મેં પહેલી નવલકથા “ઓહ!નયનતારા”લખી એ પ્રેમ વિષય પર લખી હતી એ નવલકથાં એક ૨૨ વર્ષનાં યુવાનની અનૂભૂતિને અનૂભવી એક લેખક તરીકે લખી હતી.કારણકે માત્ર ૧૭વર્ષની ઉમરે ધંધામાં જોડાઇ ગયો હતો અને ૨૦ પૂરા નહોતા થયા અને મારા લગ્ન થઇ ગયાં.યુવાનીમાં ઘણા લોકો પ્રેમમાં પડતા હોય છે,પણ મારા માટે “પ્રેમ”શબ્દ થોડો દૂરના સગા જેવો હતો.એ નવલકથામાં લખ્યું હતું કે,

 

-> સારી કાયનાત મને તાન ચડાવે છે.એક અદ્ર્શ્ય શકિત મને ધક્કા મારે છે.પ્રેમ આંધળૉ છે,પ્રેમ પાગલ છે,પ્રેમમાં પડવા ઊમરનો બાધ નથી,પ્રેમ આવારા છે,પ્રેમમાં અફિણી નશો છે,પ્રેમમાં કેશુડાનો રંગ છે,પ્રેમમાં વતનની ભીની માટીની ખુશ્બુ છે,પ્રેમ વર્ષારાણીના આગમનનો છડીદાર છે,પ્રેમ પાનખરનો દુશ્મન છે,પ્રેમ વંસતનો વિહારી છે,પ્રેમ એ મેઘદૂત,શૃંગારસતક અને કામશાસ્ત્રનો રચયતા છે,પ્રેમ એ શીતલહરનો શાંતિદૂત છે….

(ઓહ!નયનતારા…નરેશ ડૉડીયા)

 

-> પ્રેમ-એટલે સાથીના મનની ભાષા સમજવાનો શબ્દ્કોષ છે.આ શબ્દકોષ બ્રેઇલલિપિમાં લખાયેલો હોઇ છે.તેને વાંચવાં માટે અન્ધજનની જેમ આંખો બંધ કરી આંગળીના સ્પર્શ થી

વાંચી શકાઇ છે…પ્રેમ ,પવન્ અને પાણીને સતત વેહવાનો માર્ગ જોઇયે છે…..

( નરેશ ઙોઙીયા….ઑહ ! નયનતારા )

 

ઘણા ફેસબુકનાં મિત્રો મને ઘણીવાર પુછે છે કે મિત્રતા અને પ્રેમમાં શું ફર્ક છે.મોટે ભાગે મને કોઇ પણ મેઇલ આવે છે એ લોકોને રીપ્લાઇ જરૂર આપું છું.જોકે મારા માટે પુરુષ સાથે મિત્રતાં તમેં જીવનકાળ દરમ્યાનનાં જે કાંઇ અનૂભવ્યા છે અને જે કાંઇ અનૂભવવા માંગો છે એ બધાને કાંઇ પણ જાતનાં શાબ્દિક કે દાંભિક વાધા પહેરાવ્યા વિનાં કહી શકો એવો મિત્ર એટલે પુરુષનો પુરુષ મિત્ર ..

 

જ્યારે સ્ત્રી સાથે મિત્રતા એટલે,આમ જુઓ તો ઘણી સરળ છે.પણ આ સરળ બનાવવાની પ્રક્રિયા સુધી પહોંચવાં માટે સ્ત્રીનાં પુરુષ મિત્રએ જાત જાતની પરિક્ષામાંથી પસાર થવું પડે છે.અને સ્ત્રીનો પુરુષ મિત્ર એમની સ્ત્રી મિત્ર સાથે કાંઇ પણ છુપાવી શકતો નથી.પણ સ્ત્રી પોતાની વાત કહેવા માટે “પુરુષ મિત્ર કે પુરુષ માત્ર”નાં પૃથકરણ કરે છે.અને અંતે એ સ્ત્રીને એવો એહસાસ થાઇ કે આ પુરુષ મારો પુરુષમિત્ર થવાને લાયક છે ત્યારે જ એ પુરુષમિત્ર સામે સ્ત્રી પોતાની વાત રજુ કરે છે અને દરેક વાત સમજી-વિચારી ફેસબુકમાં જેમ

ફોટૉને ક્રોપ કરીને જેટલું દેખાડવું હોય એ રીતે સ્ત્રી પોતાની દરેક વાતને ક્રોપ કરીને જેટલી કહેવાની હોય એટલી જ વાત કરે છે.

 

અંતે એક વાત નક્કી છે કે પુરુષની પુરુષની મિત્રતાંમાં પુરુષ સાથે સંબધ તુટે તો મિત્રતા તુટી એવું ચોખું અને સ્પષ્ટ કહી શકાય છે પણ એક સ્ત્રી સાથે જ્યારે મિત્રતા તુટે છે ત્યારે

અંતમાં એ સ્ત્રી અને પુરુષ બેને જ ખબર હોય છે કે મિત્રતા સિવાઇ શું શું તૂટયું છે.સ્ત્રી સાથેની મિત્રતા આમ જુઓ તો એક આધુનિક યુગમાં તપ કરવાં જેવું કાર્ય છે.જો ઋષીમુનિઓ સ્ત્રીના કારણે તપ જેવાં મહાન પાવન કાર્યમાં વિચલિત અને મોહભંગ થઇ શકતા હોય તો આજના યુગનો પામર માનવી સ્ત્રી માટે તપોભંગ થઇ જાય એમાં નવું શું છે.

———————–

Soft – Corner

 

ચાહતઃ-એટલે માનવીને તદ્દન પ્રાકૃતિક બનાવનાર,નિતાંત,નિરીમય,નિઃસીમ,હ્રદયને બીજાના હ્રદય સાથે તાલ મીલાવવા મજબૂર કરનારી,માનવિય જીવનની એક અલૌકિક ઘટના.જેમાં ઇશ્વરિય સામિપ્યનો અનુભવ છે.નિસર્ગની નમણીય નઝમ છે.ગુઢ રહસ્યમય સૂફિ બંદિશ છે..મનનાં મૃદંગ અને શરીરની સિતારની સંગીતમય જુગલબંધી છે..માનવીને જિવતેજીવ સ્વર્ગનો અનુભવ છે..ઇશ્વરના પૃથ્વિ પરના છેલ્લા બે ચમત્કાર-ચાહત અને સ્ત્રી…

(.નરેશ ડૉડીયા)

———————–

અસ્તું

 

નરેશ કે.ડૉડીયાં

૧૧-૦૧-૨૦૧૨

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: