RSS

રણજિતરામ વાવાભાઇ મહેતા

ગુજરાતી સાહિત્યકારોને “રણજિતરામ ચંદ્રક” અપાય છે.ગુજરાતી અખબારોમાં મુનશી,મેઘાણી,ધુમકેતુ,ર.વ.દેસાઇ જેવા લેખકો તથા નર્મદ,ઉમાશંકર,સુંદરમ જેવા કવિઓ વિશે અવારનવાર લખાણો છપાતા હોય છે..જે વ્યકિતના નામે સાહિત્યના ક્ષેત્રમાં ચંદ્રક આપવામાં આવે છે એવા રણજિતરામ વાવાભાઇ મહેતા વિશે કદી કોઇ લેખ છપાયો હોય એવું મારા ધ્યાનમાં છેલ્લા ૧૫ વર્ષમાં આવ્યુ નથી.

રણજીતરામ પોતાના ટુકા સાહિત્યકાળમાં ઘણૂ બધું સાહિત્યના ક્ષેત્રમાં પ્રદાન કરતા ગયા છે.કમનસીબે એમનું મૃત્યુ જુહુના દરિયામાં ડૂબી જવાથી થયું.

રણજિતરામ લખે છે – “રાષ્ટ્રનું જ્યારે ચેતન જગાવવાનું હોય છે ત્યારે સાહિત્ય બે રીતે જુસ્સો જગાડે છે.એક રીત એવી છે કે પ્રજાના અતિત પરાક્રમોનું એવું યશોગાન કરવું કે પ્રજાની રગેરગમાં ક્ષાત્રોદ્રેક વહે..અને બીજી રીત એવી છે કે કલ્પિત પ્રંસગો ઉપજાવી પોતાની પ્રજાને પરાક્રમ કરતી ચીતરવી અને આ રીતે પ્રજામાં જે ગુણોની,જે જુસ્સાની ન્યુનતા હોય તે જગાડવી.અંગેજી બાળક પોતાની પ્રજાના પરાક્રમથી વાકેફ હોય છે.”

રણજિતરામ આગળ લખે છે-“આપણા ગુજરાત માટે આપણને તેમ જ પરદેશીઓને હાલ બહું ઉચો મત હોય તેવું લાગતું નથી.આપણે પરાક્રમહિન હોઇએ એવું લાગે છે.મરાઠા,રજપૂત કે બંગાલીઓ કે પંજાબીઓની આગળ આપણે કુછ બિસાતમાં નથી,એવું લાગે છે.વર્તમાન વિશ્વ વિગ્રહમાં બંગાળીઓ સામેલ થયા છે,સમગ્ર હિંદને હર્ષોત્સવનું સાધન થયું છે.એ પ્રસગને હિંદીઓ પોતાના ક્ષાત્રભવિષ્યની ઉષા માને છે.”

“પણ બીચારા ગુજરાતી કયાં…?એ હિંગતોલુઓ લડાઇની વાત શી જાણે..?એમને અને યુધ્ધને કરોડો જોજનનું અંતર..આવું આપણે માનીયે છીયે તો આપણા પાડોશીઓ માને એમાં નવાઇ શી….?”

આ લખાણ બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન લખાયું છે..રણજિતરામ આગળ લખે છે-“પણ એવો છેક જ આપણૉ અધઃપાત નથી થયો.થોડાકને જ ખબર હશે કે ગુજરાતીઓ આ વિગ્રહમાં લડવા ગયા છે.જામનગર અને ભાવનગરના રસાલામાંથી જે રજપૂતો લડવા ગયા છે તે બધા ગુજરાતીઓ છે.ભાવનગરના રસાલામાંથી સેનાપતિ કેપ્ટન જોરાવરસિંહજી મુંબઇ યુનિવર્સિટીનાં ગેજયુએટ છે અને મિસરના રણક્ષેત્રમાં તેમણે નામના મેળવી ગુજરાતીઓની પ્રતિષ્ઠા વધારી છે,પણ ગુજરાત બેદરકાર છે અને એના શુરાપુત્રો માટે ભાવ નથી.ભાવ નથી એના દોષ માટે અનેક કારણો છે અને એમાય ખાસ દોષ ગુજરાતી સાહિત્યનો છે.ગુજરાતનું ક્ષત્રિયહ્રદય એ સાહિત્યક્ષેત્રએ હલમ લાવ્યું નથી.જે પ્રજામાં ક્ષાત્રાદ્રેક નથી તે માણસમાં જ નથી.જે સાહિત્યને પોતાની પ્રજાના ઇતિહાસના પ્રત્ય્રેક પરાક્રમથી ગાજીનથી રહ્યુ તે સાહિત્યને શું કહેવું..?”

રણજિતરામ આગળ લખે છે-“બ્રિટિશ રાજ્ય દરમ્યાન સતાવનના બળવા વખતનાં પ્રંસગોમાં રૂપા અને કેવળ નાયકનાં પ્રંસગો,ટોડા માણેકનાં વગેરે વાઘેરોનાં બહારવટીયા તથા કાઠિયાવાડનાં અનેક વખતનાં બનેલા વિરોદ્ર્કવાળા પ્રંસગો વિસ્તારભર્યે બાતલ રાખવામાં આવ્યા છે-

ઇ.સ.૮૩૪-૩૫માં ગુજરાતી વહાણવટીઓ તિગ્રીસ નદી ઉપર ખલિફાનાં પાટનગર ઉતરી પડયા હતાં.રાતા સમુદ્ર સુધી તેઓ લૂટ ચલાવતાં હતાં.ઇ.સ.૧૨૯૦માં માર્કોપોલો ગુજરાતનાં ચાંચીયાઓથી ત્રાસ પામ્યો હતો.આ ઉપરાંત ‘બોમ્બે ગેઝેટિયર’માં આપેલો ઇતિહાસ રસથી,કલ્પનાથી અને મમત્વથી વંચાય તો ઘણા પ્રંસગો ગુજરાતીઓના શૌર્ય,ઝૂનૂન,રણનિપૂણ્ય આદિ કીર્તિવંત કરનારા મળી આવશે..”

રણજિતરામ ગુજરાતી વિશે ઘસાતું બોલવાવાળાને લોકોને જવાબ આપતા લખે છે…

“ગુજરાતીઓ બાયલા છે-તે માત્ર હિંગતોલુ વેપારીઓ છે-તેમણે રણક્ષેત્ર નિહાળ્યા નથી,એ આક્ષેપ ઇતિહાસ ખોટો પાડે છે.ગુજરાતનું સાહિત્ય ગુજરાતનું સુપ્ત ચેતન જગાવશે તો આક્ષેપ દુર થશે.”

“દેશના પુત્રોનાં ઝણઝણાટ પ્રેરતા વિચારોથી સાહિત્ય જવલંત હોય છે,ત્યારે દેશમાં ચેતન આવે છે.ગુજરાત માટે,પ્રત્યેક ગુજરાતી વસ્તું,પ્રંસગો,પુરુષ માટે જ્યાં લગી અભિમાન,મમત્વ ,ઉત્સાહ,માન નહી જાગે ત્યા સુધી ગુજરાતની એકતા નથી.ગુજરાતના ભાગ્યમાં ત્યારે જ આપણને “ગૌરવાન્તિંત અને પૌરુષયુકત” શ્રધ્ધા થશે,ત્યારે જ નમ્રભાગનો ત્યાગ કરી,છાતી ઠોકી આપણે કહી શકીશુ કે,’અમે ગુજરાતી છીએ’ત્યારે જ ગુજરાતીની બુધ્ધિ પુનર્જન્મ પામશે અને ફલવતી બનશે.”

ઉપરોકત લેખ રણજિતરામે આઝાદી પહેલા ગુજરાતની પ્રજામાં ચેતના જગાવવા માટે “ગુજરાત” નામનાં સામાયિકમાં તારીખ ૨૨ ઓક્ટો ૧૯૧૬માં લખેલો હતો.મુનશી,મેઘાણી,ર.વ.દેસાઇ જેવા અનેક લોકોએ ગુજરાતીઓને પાનો ચડાવવાની કોશિશ કરી હતી.પરિણામ શું આવ્યુ….?

રણજિતરામ સ્ત્રી કેળવણી વિશે ૧૯૧૭ની સાલમાં શું લખે છે એના ઉપર જરા નજર નાખીયે-

“કેળવાયેલી સ્ત્રીઓ જ તેમના પતિની સખી બની શકે છે;અભણ સ્ત્રી ગમે તેટલી પતિવ્રતા હોય પણ તેના પતિની દાસી જ છે-તેની અર્ધાંગના કે બીજી હ્રદય નથી.તેના ઘરમાં તમે કર્તાકરાવતા બનશો;તેના ખજાનાની ચાવી તમારી પાસે રહેશે;તેના વૈભવની મોજ માણી શકશો;પણ એના જીવનના ગુઢમંદિરમાં પ્રવેશ નહીં થાય.”

રણજિતરામે માતા વિશે સુંદર વ્યાખ્યા આપી છે-“પરમાર્થનું કેન્દ્ર,સ્વાર્થત્યાગનું મુર્તિમન્ત સ્વરુપ્,સેવાધર્મ જેના લોહીના ટિપેટિપામાં ઉજળી રહ્યો છે,આનંદના ફુવારા જેના શરીરમાંથી ફુટી રહ્યા છે,જેના હ્ર્દયમાં ઘુઘવાટ કરતો ભરતીની માફક મનુષ્ય કીનારાઓ પખાળવા ઘસી રહ્યો છે,કલ્યાણ જેની આંખમાં વસી રહ્યું છે…,સૌભાગ્ય્ જેનાં કપાળમાં ઝગમગાટ મારી રહ્યું છે,પવિત્રતાથી જેનો દેહ બન્ધાયેલો છે.એવી ઉત્ક્રુષ્ટ્ મહિલા માતા છે.”

રણજિતરામ ૧૯૧૬માં સ્ત્રીઓને બ્યુટી ટીપ આપતા લખે છે-“વિશ્વની સુંદર વસ્તુઓમાં સ્ત્રીનું સૌંદર્ય અનુપમ છે.તે જેટલુ દ્રષ્ટિએ આહલાદક વૃતિને મોહક છે તેટલુ જ આત્માંને સાંત્વનપ્રદ અને મનને ઉલ્લાસપ્રદ છે.વિશ્વ વ્યવસ્થામાં એ સૌંદર્યને સ્થાન છે.એની આવશ્યકતા છે.એ સત્ય હાલ આપણા દેશમાં જોઇએ તેટલુ સમજાયુ નથી.જીવનનાં પ્રત્યેક વ્યવાહરમાં એ સૌંદર્યનાં પ્રકાશ-ઉષ્માં ઓતપ્રોત થવાં જોઇએ-

સુંદર થવા માટે કૃત્રિમ સાધનોની જરૂર નથી,આ ખાસ લક્ષમાં રાખવા જેવું છે-અત્તર કે સેન્ટના મઘમઘટથી જનસમૂહમાં ઘુમતી સુંદરી કરતાં પોતાના સૌંદર્યથી અને તેમાંથી ફોરતી સુંગધથી સમાગમમાં આવનાર ડોલાવતી સુંદરી ધન્યાસ્પદ છે.કસરતથી યૌવન અને લાવણ્ય જળવાય છે,તેવું પાવડર વગેરેના લેપથી નથી થતું..”

વાહ..૧૯૧૬માં રણજિતરામ બ્રેઇન એન્ડ બ્યુટી વિશે ખાસ્સી જાણકારી ધરાવતા હતાં.વીસમી સદીની શરૂઆતનું આ લખાણ આજે પણ આધુનિક લાગે છે.કારણકે એ સમયના લેખકોથી લઇને નેતાઓ,બધા મોટા ભાગે વિલાયતમા ભણ્યા હતાં અથવા હિંદ ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ હતું..

અમારી ગરવી ગુણવંતી રસાળ ગુજરાતી સુંદરીઓ-જેમનાં સૌભાગ્યના શ્રીનિવાશ ચંપુકાર મુગ્ધ થયો હતો-તે નિરંતર હુશ્ન-અને નસીબના બજારમાં હાજર રહો !

રણજિતરામ “ચંચ્ચ અને સુહવી” નામનાં પુસ્તકનું તેમની રસદાર શૈલીમાં વિવેચન કરે છે-“એ પુસ્તક નારાયણ ઠક્કરનું લખેલું છે અને ‘ગુજરાતી’ને ભેટ રૂપે વેંહચાયેલું છે.”ગુજરાતી”ની ભેટના જે પુસ્તકો નારાયણ ઠક્કરના લખેલા હોય તે બધા સરખા જ હોય છે.ઐતહાસિક નવલકથાઓ તરીકે તે ઓળખાય છે અને તેમાં હક્કીત સાથે અનેક બિભત્સ પ્રંસગો પણ મુકેલા હોય છે.આ પુસ્તકનું અવલોકન કોઇ શિષ્ટ સાક્ષરે અગાઉ કરેલુ હોય એવું જાણવાંમાં આવ્યુ નથી-જનસમાજમાં એ પ્રકારનું ફેલાવવાથી કોઇ સાક્ષર તે પુસ્તકોની દરકાર કરતાં નથી.

નારાયણ ઠક્કરની કલમમાં જે ઝેર છે તે વિરલ છે.તેમણે કે દેલવાડેકરે આ નોંધનો જવાબ વાળેલો છે કે નહી તેની મને ખબર નથી…”

આ શૈલી જોતા એમ લાગતું નથી કે ચંદ્રકાંત બક્ષી કરતા પહેલા એક રણજિતરામ મહેતા હતાં.

ગુજરાતી સાહિત્ય અને પ્રજાને ચેતનવંતી કરનારા એ જમાના સાહિત્યકારોને મારા સલામ

-કોર્નર-

ગ્રંથવિક્રેતા પાસેથી દરવર્ષે વાર્ષિક વિક્રયનું સરવૈયુ મેળવી ગુજરાતની અભિરુચીનું માપ કાઢવા પ્રયત્ન કરવો જોઇએ-

ગુજરાતી ભાષાનું શાસ્ત્રીય વ્યાકરણ રચવા જુદા જુદા પ્રદેશ અને નાતોમાં વપરાતી ભાષા,શબ્દો,રૂપો,રૂઢીપ્રયોગો,કહેવતો વગેરેનાં સંગ્રહ કરાવવો જોઇએ.
(રણજિતરામ વાવાભાઇ મહેતા)

નરેશ કે.ડૉડીયા
તા-૧૬-૩-૨૦૧

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: