RSS

મહાન રોમનો અને રોમન સંસ્કૃતિ,ઐતહાસિક ખૂબસૂરતી

વાઇલ્ડ લાઇફ,વાઇન,સાહિત્ય,ઇતિહાસમાંથી સૌથી પંસદીદા વિષય છે-ઇતિહાસ…બધી પ્રજાઓનો ઇતિહાસ મહાન હોતો નથી,એનું કારણ પ્રજાની મહાનતા કરતા ઉદાસિનતાં વધું  અસર કરે છે.તવારિખકારોનાં પુસ્તકો વાંચતી વખતે જાણે મને એમ લાગે  છે કે હું તત્કાલિનયુગમાં પહોચી ગયો છું.જહોન ગંથર,જદુનાથ સરકાર,બેનરજી આર.ડી.શુકલ રામચંદ્ર,હિસ્ટોરી ઓફ ઇસ્લામ બાય ઓકસફોર્ડ,અસરફ કે.એમ,મુનશી,ર.વ.દેસાઇ,બક્ષી અને આવા અનેક લોકોના ઈતિહાસ વિષયક પુસ્તકો વાંચ્યાં છે અને હજુ પણ વાંચું છું.પણ જ્યારે રોમન હિસ્ટોરીનો ઉલ્લેખ આવે ત્યારે શરીરમાં એક રોંમાંચ અનુભવું છું,કારણકે રોમન ઐતહાસિક સ્થાપત્યોને નજરો નજર નિહાળ્યા છે.આ સ્થાપત્યોમાંથી ઇતિહાસ આજે પણ છલકે છે એનું મુખ્ય કારણ એ પણ છે કે યુરોપિયન પ્રજા પોતાનાં ઇતિહાસ પ્રત્યે ઉદાસીન નથી,પોતાની વસ્તુની જેમ ઐતહાસિક મુલ્યોનું રક્ષણ કર્યું છે.

એ પછી ઇંગ્લેન્ડનાં સ્થાપત્યો હોય કે સ્પેનનાં સ્થાપત્યો હોય કે ફ્રાંસનાં સ્થાપત્યો હોય,સમગ્ર યુરોપના દેશોમાં જોઇએ તો પોતાની ઇતિહાસની ધરોહરને સાચવીને રાખી છે.

એ પછી ઇંગ્લેન્ડમાં મહાન નાટયકર સેક્સપિયરનાં સ્ટ્રેટફોર્ડમાં આવેલા ઘર તથા એની વસ્તુઓની જાણવણી હોય,કે પેરીસનાં લુવ્ર મ્યુઝિયમ મોનાલિસાથી લઇને નેપોલિયનના એપાર્ટમેન્ટ અને એની બધી ચીજો હોય કે વિનસ ડી’મિલ્લોની કૃતિ હોય,કે લુઇ રાજાઓના મહેલની જાણવણૉ હોય…તમામ યુરોપિયન દેશોએ પાતાની ઐતહાસિક સ્થળોને સાચવણી એવી રીતે કરી છે કે આજે જગતનાં જોવા લાયક સ્થળોમાં ગણતરી થાય છે.

ફ્રેંચ રાષ્ટ્રપતિ ચાર્લ્સ દ’ ગોલે કહ્ય હતુ કે,”તમે અલ્જિરિયાના ફ્રેંચો! ….એક વાત યાદ રાખો કે જો ઈતિહાસના મહાન પવનોએ એક પાનું ફેરવી લીધું છે તો તે પછી તમારી જવાબદારી રહે છે બીજું પાનું લખવાની…”

આ શહેર રોમ છે.ઇટાલીની ધડકન છે.પશ્ચિમી સંસ્કૃતિનું હ્રદય છે.માફિયાઓની જ્ન્મભૂમિ છે.નફ્ફટ અને ભૂમધ્ય સમુદ્રની જેમ ફાટાફાટ યૌવનનો ઉભાર ધરાવતી ઇટાલિયન લોલિટાની સૌંદર્યભૂમિ છે.ઇતિહાસનું એક અમરગાન એટલે રોમ.નેપોલિયને પોતાની કારકિર્દીની શરુંઆત ઇટાલીથી કરી હતી,પણ તાજ્જુબીની વાત એ છે કે નેપોલિયને એ પછી રોમમાં કદી પગ મુકયો નહોતો.

રોમ શહેરના નામ ઉપરથી રોમન સંસ્કૃતિ આવી છે.ઇતિહાસનાં દરેક સદાબહાર તત્વો રોમ સાથે જોડાયેલા છે.મર્દાનગી,રંગીનિયત,ખૂબસૂરતી,વિલાસિનતા,કપટ,કત્લેઆમ,નિઃસિમ પાગલપન અને સંળગ ૮૬ રાજાઓ,આ બધું રોમનાં ઇતિહાસ સાથે જોડાયેલું છે.

મારા જેવા ઇતિહાસ રસિકજીવને જીવનમાં ૨ વખત રોમ શહેરની મુલાકાત લેવાનો મોકો મળ્યો છે.રોમ,ઇસ્તંબુલ અને પેરીસ,આ ત્રણે શહેરની ઐતહાસિક ઇમારતો અને સ્થાપત્યો જોઇને રોંમાંચથી શરીરમા ઝણઝણાટી બોલી જાય છે.

આજે આપણે રોમ શહેર અને રોમનો વિશે વાત કરવી છે.રોમ શહેરની જ્ન્મતારીખ ઇસુનાં પૂર્વે ૭૫૩ વર્ષ પહેલાની છે.રોમમાં બધું જ હતું.ઘનદોલત,વિલાસ,ઐશ્વર્ય,દુનિયાની સૌથી ખૂબસૂરત સ્ત્રીઓ,દુનિયાભરમાંથી ભેગી કરેલી લૂંટની મિલકતો,દુનિયાભરમાંથી ભેગા કરેલા ગુલામો અને ગુલામ સ્ત્રીઓ,એશોઆરામ,મદિરા,ચારિત્ર્યહિનતાં,અંહકારી મિજાજી શાસકો,દુનિયાનાં ઇતિહાસમાં આવેલા સંળગ ૮૬ રાજાઓ,સંતથી સુંવર જેવી પ્રકૃતિનાથી લઇને શહેનશાહી પ્રકૃતિનાં પ્રતિભાશાળી સુધીના અને પાગલકિસમનાં રાજાઓનાં પ્રકારો રોમની ધરતી પર પેદા થયાં છે.

શ્વાસ થંભી જાય તેવી ઇતિહાસની દિલધડક ક્ષણૉ!રોમમાં દુનિયાભરમાંથી જહાજો આવતાં,રોમનાં વિશાળ ઓડિટોરિયમમાં નાટકો થતાં,તેમાં પાણી ભરેલા સરવરો બનાવવામાં આવતાં,ગુલામૉને સાચી વર્દી પહેરાવી અંદરોઅંદર સાચી લડાઇઓ લડાવવામાં આવતી.આ લડાઇ દરમિયાન રાજવીઓ અને રોમન પ્રજા ચિચિયારી પાડતી,જ્યાં સુધી કોઇ પણ એક ટુકડીનાં ગુલામો મરી ના જાય ત્યાં સુધી ગુલામોની ખુંખાર લડાઇઓ ચાલુ રખાવતાં.લોહી વહીને સરોવરનાં પાણીમાં ભળી જતું ત્યારે સરોવરનાં પાણી લાલચોળ થઇ જતાં હતાં.રોમન રાજવીઓના પાશવી આંનદની કોઇ સિમા ન હતી.

રોમનાં કોલોઝિયમમાં એક લાખ માણસો બેસી શકે એવી વ્યવસ્થા હતી.આજે પણ આ કોલોઝિયમનું ખંડેર રોમમાં ગવાહી આપે છે.અહિંયા ક્રુર રમતો યોજાતી હતી.મદિરાપાન થતું,ઇટાલિયન ખૂબસૂરત સ્ત્રીઓને નગ્ન કરીને લડાઇઓ લડાવતાં હતાં.માણસ અને સિંહો વચ્ચે લડાઇઓ થતી હતી,સ્ત્રીઓ અને ઠીંગણા માણસો વચ્ચે લડાઇઓ થતી હતી.જીવતાં સુંવરોને ભુંજી નાખીને જ્યાફતો ઉડાવવામાં આવતી હતી.

રોમન રાજાઓ અને રોમન પ્રજાઓ પાશવી અને ક્રુર રમતોના આશક્ત હતાં.સર્કસ મેકસિમસમાં અઢી લાખ માણસો બેસી શકે એવી વ્યવસ્થા હતી.આ પ્રેક્ષકો ચાર ઘોડાવાળા રથની જીવલેણ સ્પર્ધા જોતાં હતાં.આ રમતનાં અંતે રથનાં પૈડાઓ તૂટી જતાં હતાં.માણસો અને જાનવરોનાં માંસનાં લોચાઓ ઊડતા,રોમનો આંનદથી ચિચિયારીઓ પાડતા.આ સર્કસને જિંવત રાખવાં રોમન સૈનિકો અને શિકારીઓ દુનિયાભરમાંથી જાનવરો પકડીને લાવતાં હતાં.પરિણામે ઇસ્ટ આફ્રિકામાં હાથી અને મેસોપોટેમિયામાં સિંહો, અને ન્યુબિયાંમાંથી હિપોપોએટેમસ આ રોમનોને કારણે ખતમ થવાની કગાર પર આવી ગયાં.

દુનિયાનાં ઇતિહાસનું મહાન પાત્ર જુલિયસ સિઝર.રોમનો મહાન પ્રતાપી રાજા.કિલિયોપેટ્રાનો પ્રેમી.સિઝરે વિજળીવેગે ૮૦૦ નગરો જીત્યા હતાં.સ્કોટલેન્ડનાં પર્વતોથી લઇને સહરાનાં રણ સુધી,જિબ્રાલ્ટરની ખાડીથી લઇને પર્શિયન-ગલ્ફ સુધી સિઝરનાં શાસનકાળમાં રોમનોનો પરચમ લહેરાતો હતો.

લોહીલુહાણ તવારિખથી લથબથ રોમનું સામ્રાજય જ્યાં જયાં ફેલાયું ત્યાની ભૂમિ રકતરંજિત બની છે.બખ્તરબંધ રોમન સૈનિકોની ટુકદી બનતી એમાં ૪૨૦૦ સૈનિકો અને ૩૦૦ ઘોડેશ્વાર યોધાઓનો સમાવેશ થતો હતો,આ ટુકડીને ‘લિજિયન’કહેવાતી.જે વિસ્તારમાંથી આ લિજિયન પસાર થતી ત્યાનાં પ્રદેશો ક્રુરતાથી જિતતા હતાં.યુરોપ,અશિયા અને આફ્રિકાની દુનિયા ઝૂકી જતી હતી,જે ના ઝુકે એને રોમનોની ક્રુરતાનો ભોગ બનવું પડતું હતું.

એ સમયે આફ્રિકામાં ફિનિશ્યન મુળની કાર્થેજિયન પ્રજાનું રાજય હતું.રોમનો અને કાર્થેજિયન વચ્ચે ત્રણ ખુંખાર યુધ્ધો થયા હતાં.ઇતિહાસમાં આ યુધ્ધોને ‘પ્યુનિક વોર્સ’તરીકે ઓળખાય ચે.રોમનોએ અંત્યત ક્રુરતાથી કાથેજિયન સામ્રાજય નષ્ટ કરી નાંખ્યું.કાર્થેજિયન મહાન સમ્રાટ હનિબાલ આ યુધ્ધમાં જોડાય છે.આ હનિબાલ બાર્બાસ વંસનો હતો અને તેના ઉપરથી સ્પેનનાં શહેરનું બાર્સલોનાં પડયું હતું,સ્પેનનું નામ એ સમયે સ્પેનિયા હતું અને ત્યાં કાર્થેજિયનનું રાજય હતું.સંગુન્ટમમાં રોમનો અને હનિબાલ વચ્ચે ખુંખાર અને લાંબુ યુધ્ધ થાય છે અને છેવટે તાકાતવર રોમન સામ્રાજય સામે હનિબાલ હારી જાય છે.અંતે સ્પેન ઉપર રોમન સામ્રાજયનો વાવટો ફરકે છે.રોમનો કાર્થેજિયનોએ પાડેલા સ્પેનીયા   નામમાં ફેરફાર સ્પેન નામ આપે છે.આ યુધ્ધમાં રોમનોનો સેનાપતિ સ્કીપિયો હતો.વિજયી થયેલા સ્કીપિયો ઉપર રોમન સેનેટ ભ્રષ્ટાચારનો આરોપ લગાડે છે.આ અન્યાયથી સળગી ઉઠેલો સ્કીપિયો ઇતિહાસની વિશ્વપ્રસિધ્ધ લીંટી લખીને સેનેટને મોકલે છે-“નાલાયક માતૃભૂમિ તને તો મારા હાડકાં પણ નહીં આપું.”અંતે રોમ શહેરની બહાર સ્કીપિયો આપઘાત કરે છે.

આ સંઘર્ષનાં છેલ્લા અને ત્રીજા યુધ્ધમાં રોમનો એકી સાથે સામુહિક સાડા ચાર લાખ કાર્થેજિયનોની કતલ કરે છે.ધરતીને ખોદાવીને તેમાં મીઠું ભરી દીધું.આ રીતે મહાન કાર્થેજિયનોની ભૂમિને દુનિયાનાનાં નકશામાંથી મિટાવી દીધી.

રોમ જગત-સામ્રાજ્ઞી બની ચુકયું હતું.એ સમયે રોમસામ્રાજયમાં પ્રજાતંત્ર હતું.રોમનોનાં ચાર ભાગ હતાં.પેટ્રિશિયન,ઇકિવટીશ,પ્લેબિયન અને ગુલામો.કહેવાય છે રોમ્યુલસ રાજા,જેના નામ પરથી રોમ શહેરનું નામ પડયું હતું એને સો મુખ્ય પરિવારોને એના સલાહકારો તરીકે નિમ્યા હતાં,તેઓને ‘પેટર્સ’નામ આપવામાં આવ્યું હતું,આ પરિવારમાંથી જેઓ જન્મ્યાં તેઓ પેટ્રિશિયન(ઉમરાવો) કહેવાયા.ઇકિવટીશ જેઓ ધનિક વેપારીઓ હતાં,પ્લેબિયન એટલે સામાન્ય પ્રજાનો સમુહ હતો.ગુલામો જેઓ મજુરી અને ગુલામી કરતાં હતાં.

જો કે અધિકાર તો પેટ્રિશિયન અને પ્લેબિયન વચ્ચે વહેંચાયેલો હતો.અને વર્ષો સુધી આ બંને વચ્ચે સત્તાની ખેંચતાણો બાબતો સંઘર્ષ થતાં રહ્યાં હતાં.જે વ્યકિત રોમન સૈન્યમાં દસ વર્ષ કામ કર્યું હતું એને કોઇ પણ હોદો મળી શકતો.

દુનિયાની પ્રથમં ક્રાંતિ જેને કહીં શકાય એવી ઘટનાં રોમમાં બની હતીં.ર્સ્પાટેક નામનાં ગુલામે ૨૦૦ ગુલામોની મદદથી રોમન ઉમરાવો સામે બળવો કરે છે.૨૦૦ ગુલામૉની સંખ્યામાં ઉત્તરોતર વધારો થતો રહ્યો અને અંતે ર્સ્પાટેક આ ગુલામોનાં સૈન્ય સેનાપતિ બની

રોમનો ઉપર હુમલો કરે છે અને ગુલામોનું સૈન્ય રોમનોને હરાવીને દક્ષિણ ઇટાલી કબજે કરે છે અને ત્યાંથી રોમ તરફ કુચ કરે છે ત્યાં રોમન સેનાપતિ ક્રેસસની સેનાં અને ર્સ્પાટેકની સેનાં વચ્ચે ખુંખાર યુધ્ધ થાય છે અને અંતે આ યુધ્ધમાં વિશ્વનો પ્રથમ ક્રાંતિકારી ગુલામ ર્સ્પાટેક વિરગતિ પામે છે.

હવે જુલિયસ સિઝરની વાત ઉપર આવીયે.સિઝરે ફ્રાંસ જીત્યુ,સ્પેન જીત્યું ત્યાથી ઇંગ્લેન્ડ પહોંચે છે.આ પુરા બનાવની કોમેન્ટરીઝ લખી.સિઝરે પોમ્પીને હરાવ્યો,પોમ્પી ઇજિપ્ત ભાગી ગયો,ઇજિપ્તમાં પોમ્પીનું ખુન થાય છે અને પોમ્પીનું માથું તાશકમાં સિઝરને ભેટ ધરવામાં આવે છે.કહેવાય છે કે રોમનું પ્રથમ સમાચારપત્ર  સિઝરે પ્રગટ                કરાવ્યું હતું.ઇ.સ.પૂર્વે ૧૦૦ની સાલમાં જન્મેલા સિઝરને તેની માતાની પેટ ચીરીને જન્મ આપવામાં આવ્યો હતો.જેના ઉપરથી આજે ‘સિઝેરિયન’શબ્દ આવા ઓપરેશન માટે વપરાય છે.

સિઝર ઇજિપ્ત પહોંચે છે,અને અહિંથી શરૂ થાય છે વિશ્વ ઇતિહાસનું યાદગાર અને માદક પ્રકરણ.એ સમયે ઇજિપ્તમાં મહાન અને માદક સૌંદર્યકારા કિલિયોપેટ્રાનું રાજ હતું.કિલિયોપેટ્રાને જોઇને જ સિઝર એના પર મોહી પડે છે.

જિવલેણ સૌંદર્ય ધરાવતી કિલિયોપેટ્રા સાથે સિઝર નવ માસ ગાળે છે.કિલિયોપેટ્રાને સિઝર થકી સિઝરિયન નામનો પુત્ર પેદા થાય છે.ત્યાંથી સિઝર એશિયા માઇનોર જાય છે.સિઝરએ એશિયા માઇનોરથી પ્રખ્યાત સંદેશો મોકલે છે.”આઇ કેઇમ,આઇ સો,આઇ કોન્કર્ડ”(વિનિ,વિડિ,વિંસી)

જુલાઇ મહિનો જુલિયસ સિઝરનાં નામ ઉપર છે.

છપ્પન વર્ષની ઉમરે સિઝરની હત્યા એનો અનૌરસ પુત્ર બ્રુટસ,પ્રખ્યાત પોમ્પી થિયેટર પાસે કરી નાંખે છે,મરતાં સમયે ઇતિહાસનું એક યાદગાર વાકય સિઝરનાં મુખેથી નિકળે છે.”ઓહ !બ્રુટસ યું ટું !”

સિઝરનાં મૃત્યું પછી રોમનનાં ઇતિહાસનાં બીજા બે મહાન પાત્રો આવે છે,માર્ક એન્ટોની અને ઓગસ્ટસ સિઝર…ઓગસ્ટસ સિઝરનો ભત્રીજો હતો.રોમના જે ૮૬ રાજાઓ થઇ ગયા તેમાં ઓગસ્ટસનો કાળ શ્રેષ્ઠ ગણાય છે.એના સમયમાં રોમનોએ ખૂબ પ્રગતિ કરે છે.

ઓગસ્ટસને શાસનની શરૂઆતમાં જ લિપિડસ સામે યુધ્ધમાં ઉતરવું પડે છે અને જીત મેળવે છે.ઇ.સ.પૂર્વે ૩૧થી ઇ.સ.૧૪ એ ઓગસ્ટસ સિઝરકાળ ગણાય છે.આ કાળ રોમન ઇતિહાસનો સુર્વણકાળ ગણાય છે.આ કાળનાં ઉતરાર્ધમાં જેનાં નામથી  ઇસુ સંવત ગણાય છે એ જિસસ ક્રાઇસ્ટનો જ્ન્મ થાય છે.

ઇ.સ.પુર્વે ૩૨માં ઓગસ્ટસ એના કાકાની પ્રેમિકા કિલિયોપેટ્રા સામે યુધ્ધ કરે છે.કિલિયોપેટ્રા સાથે તેનો યુવાન પ્રેમી માર્ક એન્ટોની હોય છે.કિલિયોપેટ્રા અને એન્ટોની એક લાખ સૈનિકો અને બાર હજાર ઘોડેશ્વારોને લઇને આવે છે અને એકટિયમનાં મેદાનમાં ખુંખાર યુધ્ધ થાય છે.અંતે કિલિયોપેટ્રા શરણે આવવા સ્વીકારે છે.કહેવાય છે કે ઓગસ્ટસ જેવા યુવાન અને પ્રતાપી શાસક પર કલિયોપેટ્રાની નજર હતી.

જુદા મિજાજનો ઓગસ્ટસ કિલિયોપેટ્રાને સંદેશો મોકલે છે કે એન્ટોનીની હત્યા કરાવે તો જ શરણાગતીની શરત સ્વીકારવામાં આવશે.

આ શરત સ્વીકારવાનાં બદલે કિલિયોપેટ્રા છાતીમાં ઝેરી ડંખ મરાવીને મૃત્યું પામે છે એ પહેલા કિલિયોપેટ્રાનો પ્રેમી એન્ટોની કલિયોપેટ્રાનાણ ખોળામાં મૃત્યું પામે છે.કારણકે એન્ટોનીની    ઇચ્છા હતી કે તેનું મૃત્યું કિલિયોપેટ્રાનાં ખોળામાં થાય.

આ રીતે રોમન ઇતિહાસની ખતરનાક અને ખૂબસૂરત પ્રેમકહાનીનો અંત આવે છે.આ બાજું ઓગસ્ટસ એનાં કાકા સિઝરનાં પુત્ર સિઝરેયિન અને એન્ટોનીના મોટા પુત્રની હત્યા કરી નાંખે છે.ઇજિપ્તમાં રોમન પ્રતિનિધી મુકી ઓગસ્ટસ ત્યાંથી અખુટ સંપતિ લુટી જાય છે.

સંળગ ૮૬ રાજાઓમાં બે પાગલપાત્રો આવે છે-કેલિગુલા અને નીરો.કેલિગુલાએ રોમનાં પ્રાંતનાં પ્રતિનિધી તરીકે પોતાનાં માનિતા ઘોડાની નિમણક કરી હતી.

કલોડિયસનો યુવાન પુત્ર નીરો દેખાવડો પુરુષ હતો.નીરોનું પાગલપણું નિઃસિમ હતું.કોઇક વાર આખી આખી રાત ગાતો રહેતો.એનાં શિક્ષક પ્રખ્યાત ફિલસુફ સેનેકા હતાં.નીરો સેનેકાને પણ આત્મહત્યા કરવાં મજબૂર કરે છે.પોતાની માતા એગ્રિપોનાનું ખૂન કરાવી નાંખે છે.આ નીરો પોતાને મહાન કલાકાર ગણતો હતો.રોમમાં મોટા પાયે આગ લાગી પછી નીરોએ સોનેરી મહેલ બનાવ્યો હતો.એમાં પોતાની ૧૨૦ફૂટ ઉંચી પ્રતિમાં બનાવી હતી.હાથીદાંતની છત બનાવી હતી.જ્યાં ભોજન લેવાતું એ ખંડની છત ગોળ ફરે તેવી બનાવી હતી.નીરો વિશેની કહેવત પ્રખ્યાત છે.”રોમ જ્યારે ભડકે બળતું હતું ત્યારે નીરો ફિડલ વગાડતો હતો.”

પ્રતિભાવંત થી લઇને પાગલ રોમન રાજવીઓની રોમન સંસ્કૃતિએ દુનિયાને જે આપ્યું છે તેની ગણતરી કરવી મુશ્કેલ છે.-રોમન આંકડાઓ,રોમન કેલેન્ડર,પાકા રસ્તાઓ,લોંખડનાં શસ્ત્રો,કાયદા શાસ્ત્ર,રોમન ફિલસુફીના સાહિત્યોનો અખુટ ભંડાર,શિલ્પ,સર્જકો અને મહાન નાટયકારો અને નાટકો અને ઘણું બીજુબધું.

જુલિયસ સિઝર,માર્ક     એન્ટોની,સિઝેરિયન,ઓગસ્ટસ,સેનેકા,નીરો,કેલિગુલા,ઓરેલિયસ,કેટલસ,

વર્જિલ,હોરેસ,

લુક્રેશિયસ,સિસેરો,લીબી,ટેસિટસ,પ્લુટાર્ક,નેપોલિયન,પ્લીની ધ એલ્ડર,ઓવિડ,આલ્બર્તો મોરાવિયો,મુસોલિની,કવિ દાંતે,આલબર્ટી,પાવારોટ્ટી,લિયોનાર્દો વિન્સી,માઇકલ એન્જલો,ગેલિલિયો,યુકીની,સરજિયો લિયોન,વિવાલ્ડી ,વેલેન્ટીનો……અને છેલ્લે સોનિયા ગાંધી જેવી હસ્તી રોમન સંસ્કૃતિની ભેટ છે.

કવિ ઓવિડે પુરુષોએ પરણેલી સ્ત્રીઓને કેમ આકર્ષવી તેની કળા શીખવતું પુસ્તક લખ્યું હતું.આ વિષય ઉપર એમને બે પુસ્તકો લખેલા હતાં અને ત્યાર બાદ એને ત્રીજું પુસ્તક સ્ત્રીઓ માટે લખવું પડયું હતું-કારણકે એ જમાનાં ઇટાલીની સ્ત્રીઓની જબ્બર ડિંમાન્ડ હતી કે પરણેલી કે કુંવારી સ્ત્રીઓએ કંઇ રીતે પરણેલા પુરુષને પ્રેમમાં પાડવો એ લખો.

વિશ્વ પ્રસિધ્ધ સિસ્ટિન ચેપલ ઇટાલીનાં વેટિકન શહેરમાં છે,દુનિયાભરનાં ખ્રિસ્તીઓ માટે સૌથી પવિત્ર યાત્રાધામ છે.

મેં જોયેલાં ઐતહાસિક સ્થાપત્યોમાં ચાર સ્થળ મને રોમાંચિત કરી ગયાં છે,એક પેરીસમાં લુઇ રાજાનો પેલેસ,પેરીસનું લુવ્ર મ્યુઝિયમ,લંડન બ્રિજ અને સિસ્ટિન ચેપલની બાંધણી.

સિસ્ટિન ચેપલની છત એટલે ઇતિહાસ અને વર્તમાનને જોડતો ભવ્યાતિભવ્ય નઝારો.માઇકલ એન્જલો અને બર્નિનીની કલાનો જાજરમાન પરિચય,આ ચેપલની છત પર દોરેલા ચિત્રોમાં છે.માઇકલ એન્જલોની માસ્ટરપીસ કલાકારી.એક કલાકાર જ્યારે પોતાની કલામાં જાન રેડી છે ત્યારે જ આવી કલાકૃતિ સર્જાય છે.

મહામાનવોનાં આકારનાં પૌરુષી ચિત્રો,જાણે જીવતા યોધ્ધાઓ છત પર ટાંગી દીધા હોય તેવું લે છે.માનવનરોનાં અદભૂત અંગો ચિત્રકારીમા જિંવતતા દેખાય છે.સ્ત્રીઓની આંખો આ ચિત્રોને જોતા જ સ્થિર થઇ જાય.આ મહાન પુરુષોની દેહલતાંમાં રોમન ઇતિહાસની ભવ્યતા છલકાય છે.સિઝર,ઓગસ્ટસ અને પોમ્પી જેવા યોધ્ધાઓ જે ધરતી પર પાક્યા છે તે ધરતીના માલિકની સેવામાં આ છત પર બિરાજમાન હોય એવું લાગે છે.

કાઉન્સીલ,એસેમ્બલી,સેનેટ,વોટ,સેન્સર,એરિસ્ટોક્રસી,રિપબ્લિક,ડિક્ટેટર,વિટૉ,ટ્રિબ્યુન,પ્રેટર જેવા અનેક શબ્દો રોમન સંસ્કૃતિની ભેટ છે.લેટિન ભાષા રોમનોએ આપી છે જેના કારને અન્ય યુરોપિયન ભાષાઓ જન્મી છે

એક ભવ્યાતિભવ્ય સંસ્કૃતિ કેમ ઇતિહાસ બની ગઇ? જેને કાઉન્સીલ,વિટૉ,એસેમ્બલી,સેનેટ,વોટ,સેન્સર,ટ્રિબ્યુન,એરિસ્ટોક્રસી,રિપબ્લિક,ડિક્ટેટર.પ્રેટર જેવા શબ્દોને જ્ન્મ આપ્યો હતો.

હવે તમે વિચાર કરો કે ઇટાલીનાં હાલનાં વડાપ્રધાન સિલ્વયો બર્લુસ્કોની આ બધી લીલાઓને સમાચાર માધ્યમોમાં જુવો અને વાંચો છો ત્યારે એમ લાગે કે  રોમન સંસ્કૃતિ હજું પણ ઇટાલીમાં ધબકે છે.

=કોર્નર=

——-

મે કલિઓપેટ્રાની વાર્તા સાંભળી છે.તે વિશ્વની સુંદરતમ સ્ત્રી હતી.જ્યારે તે મૃત્યુ પામી ત્યારે પ્રાચિન ઇજિપ્સિયન ક્રિયાકાંડ અનુસાર ત્રણ દિવસ સુધી દફનાવવામાં આવી નહોતી.આ ત્રણ દિવસ દરમિયાન તેના મૃતદેહ ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યા,જ્યારે મેં આ સૌપ્રથમ જાણ્યું ત્યારે મને અચરજ થયું કે તેની ઉપર બળાત્કાર કરનારાં કેવા અધમ(નીચ)હશે?પરંતુ મને લાગ્યું કે કદાચ આ નવિન ઘટના નથી,પુરુષોએ સ્ત્રીઓને મડદા જેવી બનાવી દીધી છે.કમસે કમ જ્યારે તેઓ રતિક્રિડા કરે છે.(રજનીશ)

નરેશ કે.ડૉડીયા

તા-૧૧-૦૩-૨૦૧૧

colisum
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: