RSS

મને સ્ત્રીઓ ઉપર લખવું ગમે છે….

જે કવિ છે,લેખક છે,ચિત્રકાર છે,કલાકાર છે,પ્રેમી છે,કુદરત અને સૌંદર્યનો આશકત છે.તેઓના મનમાં સ્ત્રીનું સ્થાન મન સુધી જ સિમિત નથી.એના શરીરના અણુઓમાં,હ્રદયમા અને આંખોની પલકોમાં સમાયેલુ હોય છે.આવા લોકો માટે સ્ત્રી ફકત ભોગવવાની જ વસ્તું નથી.તેઓ માટે સ્ત્રી એક સૌંદર્ય છે,કલાનો હાર્દ છે,એમની અંદરની શકિતને ઉજાગર કરનાર એક પ્રોત્સાહક પરિબળ છે.

સ્ત્રીના હૃદય સુધી પહોંચવા પુરુષે અર્ધનારેશ્વરની ભાવના કેળવવી જોઇએ. સ્ત્રીને સમજવા માટે પુરુષે પોતે પુરુષ હોવાનો ગર્વ છોડવો પડે છે..ઇશ્વરે બનાવેલી એક માનવિય રચના એવી છે જેને તમે બધી રીતે જીતી શકો છો,છેતરી શકો છો,એને લલચાવી શકો છો,લાગણીના નામે ભોળવી શકો છો…પણ જ્યારે તમારે એને ચાહવી હોય તો પહેલા એના શરીરથી શરૂઆત કરશો તો ફકત સ્ત્રીનું શરીર જ મળશે….એની અંદર જે પ્રેમની દેવી વસે છે એ તમને નહી મળી શકે….

સ્ત્રીની અંદર રહેતી પ્રેમનીદેવીને પામવા માટે એની આરાધનાં સ્ત્રીનાં આત્માને રીજવવો જરૂરી છે.આ આત્માંને રીજવવા માટે સ્ત્રીના આત્મિય પાત્ર બનવાની ક્ષમતા કેળવવી પડે છે.

પુરુષે એક વાત યાદ રાખવા જેવી છે..દરેક સમયે સ્ત્રીને પુરૂષની જરૂર રહેતી નથી.જો તમે એનો સતત સહવાશ ચાહતા હો તો…તમારામાં બાળક,એક મિત્ર,એક સ્ત્રી,એક વડીલ,એક પ્રોઢા….જેવા ગુણ કેળવવા પડે છે.

કારણકે સ્ત્રીનો સ્વભાવ જ એવો છો.અમુક વખતે તમે એના પ્રેમી કે પતિ તરીકે એને ન મનાવી શકો..કોઇ વાર બાળક બનવુ પડે છે,તો કોઇ વાર એની સખી બનવું પડે છે,તો કોઇ વાર ફ્કત એનો મિત્ર બનવું પડે તો કોઇ વાર એના વડીલ બનવું પડે છે..

ઘણીવાર અમુક પતિદેવો ધોલધપાટ મારીને પત્નીઓ પાસેથી પોતાનું ધાર્યુ કામ કઢાવી લે છે.પણ એક વાર પતિનાં હાથનો માર ખાધેલી પત્નીનાં મનમાં એ પતિનું સ્થાન માનવિય પ્રાણી તરીકેનું અંકિત થઇ જાય છે…પછી પથારીમાં પતિ-પત્ની વચ્ચે માનવિય સંવેદનાંનું વહન એક શરીરમાંથી બીજા શરીરમાં નથી થતું…..બલ્કે એ વાસનાંતૃપ્તી જ રહે છે..એ મિલનમાં સંવેદનાની બદલે નિર્જિવતા જ રહે છે…આ નિર્જિવતા ઉપર ઘણા લગ્નો ટકી જાય છે…..આવા લગ્ન એટલે સુખની વહેતું ઝરણૂ નથી પણ બંધીયાર પાણીનું એક ગંધાતું ખાબોચીયું છે…જેમાં અંસંખ્ય જીવાતોનો ઉપદ્રવ ફેલાય છે અને આ જીવાતોને કારણે ઘરનૂ વાતાવરણ સતત જીવાતોની ગણગણાટથી ગુંજતું રહે છે..

આજે મહિલા દિવસ છે એટલે લોકો મહિલા માટે ઘણું બધુ લખશે,પણ એનો અમલ કેટલી મહિલાઓ અને કેટલા પુરુષો કરે છે એ જ જોવાનું રહે છે.

લગ્ન એટલે તમે જેને પરણીને લઇ આવ્યા છે એ તમારી પત્ની છે જો એવું માનવું હોય તો સામાજીક રીતે મળેલો લગ્ન નામનાં પરવાનાં તરીકે અધિકાર હોય એવું લાગે છે..પણ જો તમે પત્નીમાં તમે સ્ત્રીને ઉજાગર કરવાં માંગતા હો તો પતિની સાથે સાથે એનો મિત્ર બનવું જરૂરી છે.

કારણકે આજે એવા ઘણા યુગલો જેવા જોવા મળે છે જેમાં પત્ની એનાં પતિ કરતાં બુધ્ધિશાળિ હોય છે અને દિવસે દિવસે કદાચ આ સંખ્યા વધતી જવાની છે..કારણકે છોકરીઓ આજે ઘણા ક્ષેત્રમાં તેજતર્રાર સાબિત થઇ છે.

મને સ્ત્રીઓ વિશે લખવામાં આંનદ આવે છે.કારણકે બાળપણથી સ્ત્રીઓ પ્રત્યે મને સોફટકોર્નર ર્હ્યો છે,એક એવા વિસ્તારમાં મારી જિંદગીના શરૂઆતી ૨૨ વર્ષ વિતાવ્યા છે.જ્યાં ભાભીઓના ટૉળા,છોકરીઓના ઝુમખા,દાદીઓના ઝુંડ અને નાની નાની બાળસખીઓ સાથે મારો ઉછેર થયો છે.આ બધી સ્ત્રીઓના કારણે અને તેઓના થકી મળેલા પ્રેમાળ બાળપણના કારણે મારામાં ખડતલ પૌરુષિક તત્વ ઉમેરાય ગયું છે.

લોકોએ સ્વાર્થ વગરનો પ્રેમ આપ્યો છે,એક નાના બાળ તરીકે,મુગ્ધ તરુણ તરીકે,ભાભીઓના દેર તરીકે,માતાઓના પુત્ર તરીકે..અને ખાસમ ખાસ,બે ત્રણ છોકરીઓના પુરુષમિત્ર તરીકે,મારો ઉછેર થયો છે.

આ બધી જવામર્દ સ્ત્રીઓ હતી.અમુક વિધવાઓ હતી અને સ્વમાનથી જીવતી હતી.ત્યારે ઘણી સ્ત્રીઓના પતિ સાઉદી અરબમાં કમાવા ગયા હતાં.અમુક સ્ત્રીઓના પતિઓ વ્યસ્ત રહેતા હતાં.જેમણે અમારા વિસ્તારના લગભગ ૧૦થી ૧૨ છોકરાઓનો સામુહિક ઉછેર કર્યો હતો.તદ્દન નિસ્વાર્થ પ્રેમ જેને કહેવાય એનું સત્ય હું સાત-આઠ વર્ષે જાણી ગયો હતો..

મારા ફેવરિટ બક્ષીસાહેબે એક વાકયમાં સ્ત્રીનું મહત્વ એમની શૈલીમા સચોટ રીતે સમજાવ્યું છે.

-“હિંદુઓ મૂર્તિ પૂજક છે,હિંદુઓ મ્રુત્યુ પૂજ્ક છે.જીવતી સ્ત્રીના માંસને પ્રેમ થાય્,મરેલી સ્ત્રીના હાંડ્કાને પ્રેમ થાય્ છે,અને એક જ સ્ત્રીમાં આવાં હાડકા અને માંસ ભરીને જાન ફુંકી શકનાર એ મહાશકિતને આપણે વંદન જ કરી શકીયે એટલી જ આપણી શકિત છે.”

બક્ષી સાહેબે લખ્યુ છે કે કોઇ પણ નવો લેખક મોટે ભાગે બે વિષયો ઉપર લખીને શરૂઆત કરે છે-ઇતિહાસ અને સેકસ.

સેકસ-સ્ત્રીઓ વિના આ શબ્દની કિંમત કોડીની થઇ જાય.પગની પેનીથી લઇને માથાના વાળ સુધી..નજરમાં પડતું,આંખોને મુગ્ધ બનાવતું,સાઠી વટાવી ગયેલા લેખકોને યૌવના આશિર્વાદ આપતું,મોતિયા ઉતરાવેલી આંખોમાં કામણ આંજતું,યુવાનોને સતત પ્રોત્સાહિત કરતું,બ્રહ્મચારીઓના બ્રહ્મસત્યને મિથ્યા બનાવતુ,મૃતિકારોને આહવાન આપતું,ચિત્રકારોને પીછીને ચેતનવતું બનાવતું,તરૂણૉને રહસ્યમય લાગતું,મુગ્ધતાને માંગણ બનાવતું,કાંમાધને મોહાંધ બનાવતું,કવિઓને સતત ઝુલ્ફી છાંયમાં રાખતું-આવા તો અસંખ્ય ખૂબસૂરત બનાવોની પાછળ જવાબદાર છે-સ્ત્રીનું શરીર-લોકો માટે સેકસ એટલે સ્ત્રીનું શરીર.

પુરુષોની આંખોમાં સ્ત્રીનું સ્થાન નથી.સ્ત્રીના શરીરનું સ્થાન છે.સ્ત્રીઓના અંગઉપાંગોનું સ્થાન છે.સિવાય કે માતા અને બહેન.પિતાની અને પોતાની.

કારણકે ઇતિહાસ અને સેક્સ- આ બન્ને સ્ત્રીના હોય તો ઉદભવવાનો સવાલ જ ઉભો નથી થતો.

એટલે મને સ્ત્રીઓ ઉપર લખવું ગમે છે,કારણકે સ્ત્રીઓ છે તો યોધ્ધા જન્મે છે અને ઇતિહાસ રચે છે.સ્ત્રીઓ છે તો સેકસ છે અને સ્ત્રીઓ છે એટલા માટે યોધ્ધા લડે છે અને મરે છે.

ચંદ્રકાંત બક્ષીની નવલકથાનું એક વાકય છે– ગુજરાતી સમાજમાં, હિન્દુસ્તાની સમાજોમાં, એકલી અપરિણીત સ્ત્રીનું ચારિત્ર્ય દરેક પુરુષના ખાનગી રસનો વિષય છે. દરેક પુરુષનું ચારિત્ર્ય એ એની પોતાની દુનિયા છે, દરેક સ્ત્રીનું અને મધ્યવયસ્ક સ્ત્રીનું અને પરિપક્વ સ્ત્રીનું ચારિત્ર્ય એ માત્ર એની પોતાની દુનિયા નથી. વાગ્દેવી વિચારમાં ઊતરી ગઈ. સ્ત્રીનો સૌથી મોટો શત્રુ કોણ હોય છે? એનું શરીર ! સ્ત્રીનું શરીર મંદિર નથી, અદાલત છે. સ્ત્રીને પોતાના શરીરનો અધિકાર નામની કોઈ વસ્તુ હોય છે? એ સમાજમાં જ્યાં પુરુષ આંખોથી રેપ કરી શકતો હોય છે, પ્રતિક્ષણ, પ્રતિ પ્રહર? દંભી, દમિત, ઉચ્ચ ગુજરાતી સમાજમાં મોટી ઉંમરની અપરિણીતા, મનસ્વી, તેજસ્વી, સ્ત્રીની સેક્સ એ દુર્યોધનની જાંઘની જેમ એક એવું મર્મસ્થાન છે જેના પર ગમે તે દુશ્ચારિત્ર કે દુર્જન, મવાલી કે મૂર્ખ પ્રહાર કરી શકે છે.

(મારું નામ તારું નામ : પૃ.201)

આજે આપણૉ સમાજ પુરુષ પ્રધાન છે,અને પુરુષ લેખકો માટે સિમોન દ’બુવ્વાર નું’સેકન્ડ સેક્સ’પુસ્તક્ હાથવગુ હથિયાર છે.જે પુસ્તકના અનુસંધાને સ્ત્રીઓને સેકન્ડ સેક્સનું માધ્યમ ગણૅ છે,પણ મારાં માનવાં મૂજબ હું સેકન્ડ સેક્સ માનવાં તૈયાર નથી.માનવિય જિવનમાં લગ્ન અથવા એક સ્ત્રી અને પુરુષનાં સંબધનું વર્તુળ રચાય છે ત્યારે દરેક પુરુષના જિવનમાં આવતી સ્ત્રી ઇશ્વરે આપેલા કુમળા છોડ સમાન છે જેને તમારા દિલના અરમાનોની કોમળ માટીમાં રોપી અને તેને માવજતથી ઉછેરવો પડે છે.

સ્ત્રી અને પુરુષનાં શરીરનું એક સત્ય છે.પુરુર્ષો પચાસ પછી પણ કાર્યરત્ રહેતા હોય્ છે.સામાજીક મિલનોને કારણે અને જ્વાની હાથમાં સરકી જવાંનાં ડરને કારણે સતત તણાવમાં રહે છે.કોઇ વખત મનમાં દબાયેલી વ્રુતિઓ ઉછળીને બહાર આવે છે.આ વ્રુતિઓ સામાન્ય્ માણસથી લઇને મહાન માણસો બધા માટે સરખી હોઇ છે.

આ બાબતનું સચોટ ઉદાહરણ છે આપણાં સાઠી વટાવી ગયેલાં લેખકો છે.ચન્દ્રકાન્ત બક્ષીથી કાન્તિભટ્ટ સાહેબનાં પ્રેમ અને સ્ત્રી વિશેનાં લખાણૉ કોઇ યુવાનને પણને આંટી મારી દે તેવાં હોય છે.કારણકે લેખન્એ સશ્ક્ત્ માધ્યમ છે.જેમાં જાણ્યે અજાણ્યે અંતરમાં છુપાયેલી વેદનાઓ વિચાર્ રુપી કલમમાં ઉતરી આવે છે.આ એક જાતની સમાન્ માનસિક્તા છે.લેખક હોય કે સામાન્ય માણસ,દરેકને આકૅષતિ વસ્તુંઓ સમાન સ્ત્રી અને સેક્સ,રોમાન્સ અને રમૂજ,આ ચારેય વસ્તુઓ સીધી લિટીમાં આવી જાય એટલે થ્રિલ ! અને જિંદગીમાં આ થ્રિલ માનવમગજમાં મરણ પર્યન્ત્ જિવન્ત રહે છે.યુવાનીમાં થયેલાં થ્રિલનાં અનુભવો જ પુરુષને જલ્દીથી બુઢો બનવા દેતાં નથી.મગજને સતત યુવાને બનાવી રાખે છે જોકે આ બાબત ધાર્મિક ઓથાર તળે જિવતાં લેખકોને બાકાત રાખે તેવી શક્યતાં સૌથી વધું છે.

ગુણવંતશાહ જેવા લેખક પણ કહે છે કે,’સહજીવન ઉપર લખવુ એ મારો હમેંશા લાડકો વિષય રહ્યો છે’.

Naresh K.Dodia

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: