RSS

બરકત ગુલામહુશેન વિરાણી – ઉર્ફે ‘બેફામ’ કાઠિયાવાડી ખમિર

બરકત ગુલામહુશેન વિરાણી-મુશાયરાની સૌથી વધુ લાડકુ નામ.બરકત વિરાણી ઉર્ફે ‘બેફામ’.આ નામની જાહેરાત થતાં જ શ્રોતાગણોના ચહેરા ઉપર એક અનેરો ઉત્સાહ ઉભરી આવતો અને એના નામની ચેતનવંતી અસર અનાયાસે હાથોના પંજાને તાળીઓથી વધાવવા મજબૂર કરી દેતી.

જે જુના લોકો રેડિયોથી પરિચિત હશે તેઓએ બરકતનો અવાજ રેડિયો ઉપર સાંભળ્યો હશે.અમારા જેવા જવાન સાહિત્યોકારોની એક આખી જમાતે ગુજરાતી સાહિત્ય અને ગઝલ-કવિતાઓની ધરોહર સમા ગઝલકારો અને સાહિત્યોકારો એક આખી પેઢીને અમારા જન્મ પહેલા કે જ્ન્મના થોડા સમય પછી પંચમાહાભૂતમાં વિલિન થતી જોઇ છે.

રેડિયો સ્ટેસનમાં નોકરી મળવા પાછળ પણ બેફામની ગઝલ અને એનો જાદુઇ આવાજ કારણભૂત છે.

વર્ષો પહેલાની વાત છે.એક મુશાયરામાં એક યુવાન ગઝલકારની ગઝલોની રજૂઆત અને કોઠાસૂઝથી સ્ટેસન ડિરેકટર શ્રી બુખારી સાહેબ આ યુવાનથી પ્રભાવિત થઇ ગયાં.આ યુવાન ગઝલકારની કલાને પારખીને કલાપારખુ એવા બુખારી સાહેબે રેડિયોમાં નોકરીએ રાખી લીધા.
આ યુવાન ગઝલકાર બરકત વિરાણી ઉર્ફે આપણા લાડકા એવા ‘બેફામ’.

દુઃખોને પચાવી જનાર બેફામનું હાસ્ય પણ સદાબહાર હતું.એના ઉપરથી એક શેર યાદ આવે છે.

કોણે કીધુ મારા દુઃખની ભાષા મારા રડવું છે
એ મારૂં સદાબહાર સ્મિત પણ હોઇ શકે?

બેફામ સાહેબ જ્યારે મંચ ઉપર બિરાજમાન હોય ત્યારે આપણા મિત્રની માફક ખિલતાં હતાં.
ભીતરથી દાબી રાખેલો સંતાપ મૌજ બનીને આખા રંગમંચના શ્રોતાગણો ઉપર વશીકરણ કરતો હતો.હોઠ ભીડીને દબાવી રાખેલું દુઃખ ગઝલોમાં શોખિનો માટે કાનમાં સુખ બનીને ગણગણતું હતું.

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે
તમને બોલાવે પ્યાર તમે ઉભા રહો
દિલના ખુલ્લા છે દ્વાર તમે ઉભા રહો
જરા ઉભા રહો, જરા ઉભા રહો
જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે,
નજરના જામ….

મારી થઇ ગઇ છે ભુલ મને માફ કરો
મેં તો આપ્યા છે ફુલ મને માફ કરો
મને માફ કરો, મને માફ કરો
પ્રણયના ફુલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે
નજરના જામ….

થઇને પુનમની રાત તમે આવ્યા હતા
થઇને જીવન પ્રભાત તમે આવ્યા હતા
તમે આવ્યા હતા, તમે આવ્યા હતા
વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે
નજરના જામ….

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે

– બરકત વિરાણી ‘બેફામ

આજે તો રેડિયોની ચમક ટેલિવિઝનના આગમન કારણે ફીક્કી પડી ગઇ છે..એક સમયે જ્યારે રેડિયોની બોલબાલા હતી ત્યારે એક રેડિયો બનાવતી એક કંપનીનું સ્લોગન હતું-યોર હોમ નીડ્સ રેડીયો-આ વાતને આધારે બેફામ હસતા હસતા કહેતા કે,”મારી પાસે રેડિયો તો હતો પણ ઘર નહોતું એટલે હું કહું છું કે માય રેડિયો નીડસ એ હોમ.”

એક ગઝલકાર તરીકે બેફામની સફળતાનું રહસ્ય-બેફામે જીવનમા થતાં સારામાઠા અનૂભવો અને ઘટનાઓને બેફામે ખૂશી ખૂશી સ્વીકાર કર્યો છે.આ ઘટનાઓને અને પ્રંસગોને આબાદ રીતે કાવ્યતાંમાં ઉતાર્યા છે.

બેફામના જ શબ્દોમાં
—————-

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી

– બરકત વિરાણી ‘બેફામ

ચંદ્રકાંત બક્ષી કહેતાકે સાહિત્યકાર પ્રેમ અને સેક્સ ઉપર પૂર્ણ રીતે ખીલીને લખી શકે છે.સાહિત્યકારોએ મોત ઉપર બહું ઓછુ લખ્યું છે.એ રીતે જોઇએ તો બેફામે પોતાની મોટા ભાગની રચનાઓમાં મોતનો ઉલ્લેખ પણ મસ્તીથી કર્યો છે.

જીવનના આ જુગારમાં રાતો રહી ગઇ,
દિવસો હતા એ હારી ગયો છું હું દાવમાં.

તારી જ ખોટ કિંતુ સતત સાલતી રહી,
જીવી રહ્યો છું નહિ તો ઘણાયે અભાવમાં.

મારી પીડાની વાત વધારીને ના કહો,
છાંટો નહીં ઓ દોસ્ત, નમક મારા ઘાવમાં.

આ ફૂલ, આ ચિરાગ કબર પર વૃથા નથી;
‘બેફામ’ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં.

– બરકત વિરાણી ‘બેફામ

વ્યથા અને પીડાનો જાણે ખૂશીનો ઉત્સવ હોય એ રીતે બેફામે પોતાની ગઝલોમાં ઉતાર્યો છે.

જુઓ ‘બેફામ’આ મારું મરણ કેવું નિખાલસ છે?
બધાની આંખ સામે જ હું સંતાય જાંઉ છું.

બેફામ સાહેબનો જન્મ શીહોર તાલુકાનાં ધાંધલી ગામે તા-૨૫,નવેમ્બર ૧૯૨૫ના રોજ થયો હતો.પોતાનો પ્રાથમિક અભ્યાસ ભાવનગરમા કર્યો હતો.૬ઠા ધોરણથી ચિત્રકામ ઉપર હાથ અજમાવવાનું શરૂ કર્યું હતું.૧૯૪૨ની ચળવળમાં ભાગ લીધો અને અભ્યાસને તિલાંજલી આપી.

નાનપણથી ચિત્રકામ અને કવિતાઓમાં રૂચી હોવાને કારણે આ કલાકાર જીવને સમયસર કિસ્મત કુરેશીની ગુરુપ્રેરણા મળી.કુરેશી સાહેબે એમને ‘બેઝાર’અને ‘બેફામ’તખલ્લુસ સૂચ્વ્યા,અને બેફામ નામ પંસદ આવતા પોતાનું તખલ્લુસ ‘બેફામ’રાખ્યુ.જે એના મિજાજ માટે યથાર્થ હતું.

બેફામને ભણીગણીને મોટા પ્રોફેસર થવાની ઇચ્છા હતી પણ કિસ્મતમાં કંઇક જુદુ જ લખ્યું હતું.છેવટે ૧૯૪૫માં શયદાના આગ્રહથી તેઓ મુંબઇ જવાં રવાના થાય છે.બરાબર એક વર્ષ પછી બેફામ સાહેબ મરીઝના પરિચયમાં આવ્યાં.

એ જમાનો હતો ત્યારે મુંબઇ,અમદાવાદ,વડૉદરા અને રાજકોટમાં મુશાયરાઓ યોજાતા રહેતા હતાં.કેસરબાગ,જહાંગીરજી કાંવસજી હોલ વગેરે સ્થળૉ પર મુશાયરો હોય એટલે ગઝલ સમ્રાટ શયદા હોય અને એની સાથે એ સમયનાં ઉગતા ગઝલકારો જેવાં કે મરીઝ,સૈફ પાલનપૂરી,શૂન્ય પાલનપૂરી,બરકત વીરાણી અને અમૃત ઘાયલ.

બેફામ ઉપર ગઝલ સમ્રાટ શયદાના ચાર હાથ હતાં.છેવટે ૧૯૫૨માં શયદા પોતાની પુત્રી રૂકૈયાના નિકાહ બેફામ સાથે તય કરે છે.ગુરૂને દક્ષિણા આપવાને બદલે શીષ્યને ગુરૂ ખુદ સાંઈ દક્ષિણા આપે છે.

એ સમયે મુશાયરામાં આ પાંચેય શાયરો હુકમના પત્તા જેવા હતાં.ધીરે ધીરે આ શાયરો મુશાયરા પુરતાં જ સિમિત ન રહ્યાં અને તેમના સંગ્રહો બહાર પડવા લાગ્યા.પરિણામે ગઝલોના શોખિનો માટે મુશાયરો જ એક ગઝલોને માણવાનું સ્થળ બનવાને બદલે એકાંતમાં ગઝલ સંગ્રહોને માણવાનું સહેલું બન્યું..આજે આ શાયરોનાં નામ આપણા દિમાગમાં જીંવત છે એનું સાચું શ્રેય એમના ગઝલ સંગ્રહો પ્રકાશિત કરનારા પ્રકાશકોને આભારી છે.

જો કે મુશાયરામાં ગઝલની રજુઆત શાયરના મુખે થાય અને દિલ ઉપર અસર કરે છે.છતાં પણ પુસ્તકોમાં ગઝલોનું મુદ્રણ પણ અસરકારક ભાગ ભજવે છે.

દોઢ વર્ષ પહેલા મેં જ્યારે લખવાની શરૂઆત કરી ત્યારે નોવેલ ઉપર હાથ અજમાવ્યો હતો.છેલ્લા એકાદ વર્ષથી કવિતા વગેરે લખવાની શરૂઆત કરી એનું સંપૂર્ણ શ્રેય મારા ફેસબુકના મિત્રોને આભારી છે.જો હું ફેસબુક જેવા માધ્યમમાં જોડાણૉ ના હોત તો આ શાનદાર કાવ્યો અને ગઝલોની દુનિયાથી વિમુખ રહ્યો હોત.

બરકત સાહેબની ગઝલનાં મક્તાંમાં મરણની વાત આવે છે.એની પાછળનું કારણ એ પણ હોઇ શકે કે,જીવનના માધ્યમની વાત કરવી હોય તો મરણના માધ્યમથી બહું અસરકારક રીતે રજુ કરી શકાશે.

મારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.
તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.

જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.

તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે ‘બેફામ’,
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે.

– બરકત વિરાણી ‘બેફામ’

સુરેશ દલાલ લખે છે કે,”પ્રેમની ઉન્મત દશામાં વસ્ત્રોને ફાડતો અને ‘ઝીની ઝીનીઈ બીની ચંદરિયા’ ગાતો અને વણતો કબીર મારામાં અડખેપડખે છે એમ કહેવાની પ્રેમની આધ્યાત્મિકતાં અને પ્રેમ બંને કેટલી આસાનીથી બેફામ પ્રગટ કરી શક્યાં છે.

બેફામનાં હ્રદયમા વસતો ઉર્મિશીલ યુવાન શાયર એની રચનાઓમાં દિલને સ્પર્શી જાય તેવા ઉર્મિકાવ્યો આપતો રહ્યો છે.શાયર ગમે તેટલો બુઢો થાય પણ એના હ્રદયમાં એક તરોતાજા યુવાન ધડકનો સાથે તાલ મિલાવતો હોય છે.ગુજરાતીઓના બચ્ચેબચ્ચાના કાનમાં આ રચના આજે પણ ગુંજે છે.સૌથી વધું મોબાઇલ રિંગટોન આ ઉર્મિકાવ્યના છે.

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે

ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે

નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે

ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.

નિવારણ છો કે કારણ્ ના પડી એની ખબર કઈએ,
ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે.

નથી મસ્તી મહોબ્બત એવુ કઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચુ છે અમે એના મઝારે તમને જોયા છે.

– બરકત વિરાણી ‘બેફામ’

કાઠિયાવાડી મિજાજ અને ખુમારીની અસર ઘાયલ અને બેફામના શબ્દોમાં અસરકારક રીતે વર્તાય આવતી હતી.

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે ;
તું નયન સામે નથી તોપણ મને દેખાય છે.
જ્યાં જુઓ ત્યાં બસ બધે એક જ વદન દેખાય છે ;
કોઇને એક વાર જોયા બાદ આવું થાય છે.

એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે ;
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.

આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઇને બહું ઝાંખી રીતે મલકાય છે.

એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુઃખોની પણ ઘટા ઘેરાય છે.

હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.

હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.

પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.

છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.

છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.

– બરકત વિરાણી ‘બેફામ

ખરેખર ગઝલ એટલે દિલમાં ઉઠતી સવેંદનાની સૂરાવલી છે.ઉર્મિઓનું આત્મકથન છે.એક પ્રેમીનું હ્રદય શાયરની ગઝલ સાથે તાલ મીલાવતું હોય છે અને ધબકારાનો ગ્રાફ એટલે ગઝલના અક્ષરો.

કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે,
કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે.
સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે,
એ પછી જે કાંઇ બચશે, લાગણી કરશું એમે.

પ્રીતને પણ એટલી સોહામણી કરશું અમે,
કે તમારા રૂપની સરખામણી કરશું અમે.

આ જગત અમને ભલેને નોખનોખા માર્ગ દે,
પણ સફર જીવનની તારા ઘર ભણી કરશું અમે.

આભધરતીનો તફાવત છે તો એથી શું થયું ?
ચંદ્ર થઇ જાશું ને તમને પોયણી કરશું અમે.

તું ન ચાહે તો પછી એને કોઇ ચાહે નહીં,
જિન્દગીને એ રીતે અળખામણી કરશું અમે.

શી દશા થઇ છે જીવનની, ખ્યાલ તો આવે તને,
એની કુરબાની નહીં પણ સોંપણી કરશું અમે.

કાં મળે સૌ કાંઇ અમને, કાંઇ મળે ના કાંઇ પણ,
એની પાસે એની ખુદની માગણી કરશું અમે.

એક વખત સ્પર્શી અમારી શુધ્ધતા પણ જોઇ લો,
છો તમે પથ્થર ભલે, પારસમણિ કરશું અમે.

છે ખુદા સૌના અને એથી એ સંતાઇ ગયો,
ડર હતો એને કે એની વહેંચણી કરશું અમે.

ચાર દિનની જિન્દગીમાં ઘર તો ક્યાંથી થઇ શકે ?
વિશ્ર્વને “બેફામ” ખાલી છાવણી કરશું અમે.

– બરકત વિરાણી ‘બેફામ

મનહર ઉધાસના કંઠે ગવાયેલી આ ગઝલ બેફામ સાહેબની વેદનાઓનું તાદશ વર્ણન છતું થાય છે.

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા
પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે
વાટ કીન્તુ બીજાને બતાવી દીધી

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.

જીવતાં જે ભરોષો ઇશ પર
એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
જાત મારી ભલે ને તરાવી નહી
લાશ મારી પરંતુ તરાવી દીધી.

– બરકત વિરાણી ‘બેફામ’

ચાહીતી વ્યકિતને પામવાની તીવ્ર ઉત્કંઠા અને છતાં પણ એ વ્યકિતના દ્વાર બંધ હોય છે સદાને માટે..એ દ્વાર ઉપર ટકોરા મારી મારીને આંગળીઓ છોલાય જાય છે.છતાં પણ જખ્મી આંગળીઓ વડે ગઝલ લખાય છે..પણ એ ગઝલ નથી.શાયરની લાચારી અને વેદનાનું પ્રમાણપત્ર છે.બંધ હોઠોમાંથી નીકળતા પ્રણયના નિષ્ફળતાના આલેખ છે.

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને,
તરસ ને કારણે નો’તી રહી તાકાત ચરણોમાં
નહી તો હું તો નીકળી જાત રણથી ઝાંઝવા લઇને

હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું
મને ના તોળશો લોકો તમારા ત્રાજવા લઇને

ગમી જાય છે ચેહરો કોઈ, તો એમ લાગે છે,
પધાર્યા છો તમે ખુદ રૂપ જાણે જુજવા લઈ ને,

સફરના તાપ માં માથા ઉપર એનો છાંયો છે,
હું નિકળ્યો છું નજરમાં મારા ઘરના ને જવા લઈ ને,

બધાના બંધ ઘરના દ્વાર ખખડાવી ફર્યો પાછો,
અને એ પણ ટકોરાથી તુટેલા ટેરવા લઈ ને,

ફક્ત એથી જ મારા શ્વાસ અટકાવી દીધા “બેફામ,”
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈ ને…

– બરકત વિરાણી ‘બેફામ’

કવિ રિલ્કેએ લખેલા ‘લેટર ઓફ યંગ પોએટ’નામાનાં પુસ્તકમાં સૌથી વધું ઝાઝો ભાર પ્રણ્યકાવ્ય લખવાની વૃતિને ટાળવા ઉપર મૂક્યો છે.આવેશની આતશબાજીમાં શબ્દો દાઝે નહીં એના ઉપર ખાસ ભાર મૂક્યો છે.કાવ્યની મૂળ નજાકત લાગણીવેડામાં ખોવાય ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે.ઉર્મિકાવ્યની આડઅસર ઘણી જગ્યાએ ઉપસી આવતી હોય છે.

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે ;
તું નયન સામે નથી તોપણ મને દેખાય છે.
જ્યાં જુઓ ત્યાં બસ બધે એક જ વદન દેખાય છે ;
કોઇને એક વાર જોયા બાદ આવું થાય છે.

એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે ;
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.

આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઇને બહું ઝાંખી રીતે મલકાય છે.

એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુઃખોની પણ ઘટા ઘેરાય છે.

હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.

હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.

પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.

છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.

છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.

– બરકત વિરાણી ‘બેફામ

મૌજ અને મસ્તીથી વંચાતી કવિતા અને ગઝલની કૃતિઓમાં કેટલાય શાયરો અને કવિઓના રકતની લકીરો,બદકિસ્મતી,બદનામી,લાચારી અને કટુતા છુપાયેલી હોય છે…અંગુઠાની રેખાઓની સાથે શાયરોની કિસ્મતની રેખાઓ પણ ભૂસાય જાય છે…ફકત નામ રહી જાય છે.ગુજરાતી શાયરીઓ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી ‘બેફામ’નું નામ આપણી વચ્ચે સતત ધબકતું રહેશે.

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.
દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.
મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.
સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?
કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.
જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.
હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.
જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.
કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.
-બેફામ

=કોર્નર=

તમે કવિઓના દર્દ શું પારખી જાણો છો માનવીઓ !
જ્યાં ખુદા નામના ડૉકટરે પોતાના હાથ ઉચાં કર્યા છે!

(નરેશ કે.ડૉડીયા)

નરેશ કે.ડૉડીયા
તા-૨૦-૭-૨૦૧

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: