RSS

ફેસબુક ફન મસ્તી અને મજા અને મૌજ અને અનુભવ-હાસ્ય લેખ

ફેસબુકના ભાવકોની સંખ્યાં રાજાની કુંવરીની જેમ દિવસે ના વધે એટલી રાત્રે વધે અને રાત્રે ના વધે એટલી દિવસે વધે છે…ફેસબુક વિશે મે એક વાર મેં ૨ રચનાં લખી હતી.એ રચનાઓના અમુક શેરોનું ફેસબુકનાં મહાન કવિશ્રી “ખરાજ સાહેબે” એમની રમતિયાળ શૈલીમાં પૃથકરણ કર્યું છે.સાથે સાથે એમનાં ફેસબુક મિત્રોનાં અનુભવો,ફેસબુકના ભાવકોનાં બારીકીથી અભ્યાસ કરીને પોતાનાં અનુભવો ખુબ જ રસાળ શૈલીમાં આલેખન કર્યું છે.

“ખરાજ સાહેબ”ને ફેસબુકમાં કોણ જાણતું નથી છતા થોડા શબ્દોમાં એના વિશે ઘણું કહું છું.

આ કવિનું આખું નામ છે.ખચરીયા રામજી જમન.તેના તખ્ખલુસ “ખરાજ”ના નામે ફેસબુકમાં જાણિતા છે.ખખરીય રામજી-જમન(ખરાજ)હાલમાં ફેસબુક નેટવર્કમાં જબ્બરદસ્ત લોકપ્રિયતા ધરાવે છે.જેવી પોતાની પોસ્ટ મુકે અથવા કોઇની વોલ પર ટેગ કરે એની સાથે તો કોમેન્ટોનો ધસારો શરૂ થઇ જાય.ખરાજ કોઇ પણ રચના લખે દીલને ડૉલાવી નાખે એવી હોય છે…ખરાજ સાહેબની સ્ત્રી પ્રંસશકોનો એક સમુહ છે.એ ફેસબુકમાં લોગ-ઇન થાય એટલે પહેલા ખરાજ સાહેબની વોલ દર્શન કરે છે અને પછી પોતાની ફેસબુકની કાર્યવાહી આગળ વધારે છે.

જે લોકો ફેસબુકમા આવ્યા પછી પોતે કવિ બનવાના ખ્વાબ સેવતા હોય એ નવાસવા કવિઓ ખરાજ સાહેબની વોલમાં ૧૧ કોમેન્ટથી લઇને ૫૧ કોમેન્ટ સુધીની માનતા રાખે છે..અને મોટા ભાગના કવિઓની આ માનતા સફળ થઇ છે અને આ કવિઓના બેફામ ટેંગીગ પ્રવૃતિઓથી ફેસબુકની વોલ ભરાયેલી પડી છે.

આ હૈયું મારું બેટું કેમેય કરીને ના રે છેટૂ

બાયું દેખીને થાય છે ખુટીયાની જેમ ભુરાટુ ..

રોજ સવારે બ્રસ કરીને હું નાશતો કરૂં છું

એટલે હું દરેક લારીવાળાથી નાસતો ફરૂં છું

મારી નીચે લખેલી ૨ રચના પર શ્રી ખરાજ સાહેબે કરેલા પૃથકરણને માણૉ..ખરાજ સાહેબનું પોતાનું અંગત મંતવ્ય છે,માટે ખરાજ સાહેબની દિલથી નમ્ર પણે અરજ છે કે કોઇ પોતાની રીતે બંધ બેસતી પાઘડી ના પહેરે…માર્ચ એન્ડીંગનાં ત્રાસમાંથી બહાર આવેલા બધા લોકો માટે થોડી હળવાશ મળે માટે માનનિય ખરાજ સાહેબે થોડી મહેનત કરી છે.

લોગઇન થાઉ ને એની પ્રોફાઇલ ખોલુ

જેસકે,ને ગુડમોર્નિંગ મહોતરમાને બોલુ

થોડી વાતું ને થોડા ગપાટા જીકું રોજ

ને પછી લાગણીના ડિઝિટલ કોડ તોડુ

આમ તો રોજ સારાસારી રાખવી પડે

નાં હમજે તો કૈંક લાગણીના બમ ફોડું

આ તો થઈ મારી ફેસબુકની રોજનીશી

મારા ભેરુંબંધોનાં કૈંક રાઝ હવે હું ખોલુ

ટેગ  કરવાનો એકેય મોકો ન ચુકે કોઇ

કોશ-કોદાળી વિનાં ટેગથી વોલ રગદોળું

ગામેગામની નવી-નોટો દર્શન દે રોજ

ટેટસનાં નામે ખબર પડે ચલણ છે કોરું

ફેસબુકમાં બાયુની પ્રોફાઇલમાં કૈંક ખોળું

વાત કૈં બને તો પસી મોબાઇલ જોડું

પયણેલી કે કાચી કુવાંરી,ફેર શું પડે

જરી ઢાળ મલે,ને દલડું કીયે હું દોડુ

ગામે ગામના નવા મોડેલ જોવા મળે

ઠીકાઠીક બાયુંનાં ફૉટાંમાં કોમેન્ટુંનું ટોળુ

પોક-પોક ને નોક-જોક,હાયલા જ કરે

બાય જાકારો આપે મોઢું થૈ જાઇ મોળું

સ્પેસીયલ-ચીલાચાલુ ફ્રેન્ડ અલગ રાખો

ખાસમખાસનેં જોઇને મોઢું થાય પહોળું

ભારે કરી નરેન,મહોતરમામાં શું જોયુ?

બાયુંને ભાવ દેવાનું બંધ કયરૂ હંચોડું

(નરેશ કે.ડૉડીયા)

————————

ફેસબુકમાં એક એની પ્રોફાઇલ જે મારા માટે સારી છે

એનો પ્રોફાઇલ ફોટૉ મારા કવનને સતત આભારી છે

કહેવાઇ અંગ્રેજીમાં જેને વોલ,કોઇ ખાલી કે ભરેલી હોય

આમ જુઓ તો ઘણા-ખરા માટે એમાં ખાસ બારી છે

જયાં જુઓ ત્યાં ફિમેલોની વોલમાં ચિતરે છે કલાકારો

ચરકની જેમ ચિતરાય વોલ,એમની ખાસ કલાકારી છે

હેકર્સ અને ટેગર્સ વચ્ચે કોઇ ફરક ના હોય એવું લાગે

ફોટાવાળી બાઇનું સૌંદર્ય બે લીંટીના શેરને સાભારી છે

નોક-જોક અને પોક-પોક ક્યાં કોઇને દેખાઇ છે અહિંયા

કોણે પોક મુકી છે એવાં આંસુદાર સ્ટેટસ પણ જારી છે

સાત સંમદર પારથી આવીને કોઇ સળી કરી જાય જો

ગમી જાય તો સાળી છે,ના ગમે તો કહે ફ્રેન્ડ સારી છે

લચ્છેદાર,ગુચ્છેદાર વાળ ને ઝબ્બાવાળા કોઇ નથી અહીં

શાનદાર કપડામા કવિનો ફોટૉ જોઇ લાગે કે કારભારી છે

સુંદરતા પણ અહિંયા બાધાંરૂપ બની અમુક સૌંદર્યવતીને

ભૂલથી કોમેન્ટ મુકે તો રીકવેસ્ટોની શરૂં થતી મહામારી છે

લડે છે ઝઘડે છે,ડાઘુંઓ જેવા સ્યુડૉ સેકયુલર લોકો જાણે

પાકિસ્તાનની જેમ ફેસબુકની દુનિયા પણ એને પ્યારી છે

વેપાર કરતાં કરતાં તમે ક્યાં આવી ચડયાં અહિં’નરેન’

લોગ-ઇન કર્યા વિના પ્રેમ થઇ શકે એ સમજણ સારી છે

(નરેશ કે.ડૉડીયા)

ફેસબુકમાં આવ્યાને લગભગ બે વર્ષ ઉપર થવાં આવ્યાં.આ સફરમાં રોજ ને રોજ કંઇક નિતનવા અનૂભવો થતા રહે છે.ઘણા મિત્રો મળ્યાં…મિત્રો મળ્યા પછી સ્વજનો જેવા બની ગયા..શરૂઆતમાં લખવાનો અનુભવ નહોતો.ત્યારે ઘણા ખરા લખનારા પણ ફેસબુકમાં નહોતાં.ધીરેધીરે બધાને લખતાં જોઇને લખતાં શીખતો ગયો અને હજું પણ લખતાં શીખું છું.

આજે પેહેલી એપ્રિલનાં દિવસે મિત્રોનાં મગજને ટેન્સન લાગે એવું કાંઇ ના સમજાય એવું નથી લખવું ….થોડી મજા…મસ્તી અને મૌજ….મારી ઉપરોકત રચનાં પરથી કાંઇક કહેવું છે…

-ટેગર્સ-

ટેગ કરવાનો એકેય મોકો ન ચુકે કોઇ

કોશ-કોદાળી વિનાં ટેગથી વોલ રગદોળું

આ પ્રકારનાં ભાવકો અહીંયા ફેસબુકમાં છે..એમનાં ઘણા પ્રકારો છે.

-પીકસ ટેગર્સ-એ લોગ ઇન થાય છે.હોમપેજમાં એમની નજરે* સારા પીકસ દેખાઇ એટલે ફટફટ ટેગ કરીને મિત્રોની વોલ પર પીકસ ટેગીંગનો આંતક મચાવે છે.

-વન લાઇનર પીકસ ટેગર્સ-આ ટેગર્સ મનમાં કાંઇ પણ આવી જાય એટલે એક લાઇન જે ક્યારેક સમજાઇ છે..એ લખીને ટેગ કરે છે…વાંચવાવાળાની માનસિક પરિક્ષા છે.

-ફુડ પીકસ ટેગર્સ-આ પ્રકારનાં ટેગર્સો ઓનલાઇન થાઇ છે,અને જેવા કોઇ ખાવાની ડીસનાં ફોટા જોવે…”એ હાલો ફલાણીઢીકણી ડીસ ખાવા.”..જાણે કોઇ કાઠીયાવાડી હરિહરની હાકલ પાડતો હોય એવી રીતે એકી સાથે ૧૦૦થી વધું મિત્રોની પ્રોફાઇલ પરે ટેગ કરી વોલ સ્પાઇસી બનાવી નાખે છે.

-બલ્ક ટેગર્સ- આ પ્રકારનાં ટેગર્સ,માનસિક સંતુલન ગુમાવીને ટેગ કરવા માટે આવે છે…કોઇનાં આલબમમાથી એકી સાથે પાંચથી દસ ફોટૉ સિલેકટ કરી,રેકોર્ડ સમયમાં મિત્રોની વોલ પર એક પછી એક ફોટો ટેગ કરી મિત્રોની મગજની પથારી ફેરવી અને મિત્રોની વોલને ચિતરી નાખે છે.

-ફિમેલ ફ્રેન્ડલી ટેગર્સ- આ પ્રકારનાં ટૅગર્સ પોતે જેવુ તેવું કાંઇક લખી ને પહેલા જેટલી ફીમેલ ફ્રેન્ડસ હોય એને ટેગ કરે છે,પછી અમુક ફેસબુકની જાણીતી પ્રોફાઇલમાં ટેગ કરીને આંતક ફેલાવે છે….આ ટેગર્સની એક ખાસિયત છે….આ ટેગર્સ બાયુની પોસ્ટમાં જ કોમેન્ટ કરવાનો રેકોર્ડ ધરાવે છે….અને પોતાની જાતને કોઇ મોટી હસ્તી સમજતા હોય એવો ફાંકો રાખે છે…

અંહકારી ટેગર્સ- આ પ્રકારનાં ટેગર્સની જાતિ હમણા હમણા જોવા મળી છે…આ પ્રકારનાં ટેગર્સ ફકત પોતાની લખેલી રચના ટેગ કરે છે….જેમ જેમ કોમેન્ટ આવતી જાય એમ જેની કોમેન્ટ આવી હોય એને રીમુવ કરીને અન્ય મિત્રોની નશો ખેચવાનો કાર્યક્રમ જારી રાખે છે….આ ટેગર્સ જેની જેની પ્રોફાઇલમાં ટેગ કરે છે..એમાની એક પણ પ્રોફાઇલમાં પોસ્ટ જોવાની દરકાર નથી કરતા….અને આ પામરજીવ પોતાની પોસ્ટમાં એમ લખે કે હું કોઇની પોસ્ટમાં કોમેન્ટ કે લાઇક આપતો નથી…જુવો ભાઇ,તમોને આવો ફાંકો હોય તો…મારી કાઠીયાવાડી ભાષામાં કહું છું- તારા જેવા તો ડૉફે માર્યા જાય છે….

-કચકચીયા ટેગર્સ-આ પ્રકારનાં ટેગર્સ બહું જુજ છે..જેના ટેગ પર કોમેન્ટ મુકીએ પછી આપણી પ્રોફાઇલમાં ચેક કરવા આવે છે કે મારી પોસ્ટ જે ટેગ કરી છે,એ પોસ્ટ રીમુવ કરી છે કે નહી..થોડા મહિનાં પહેલા એક બાઇએ એની નોટ મારી પ્રોફાઇલમાં ટેગ કરી…મેં કોમેન્ટ આપી અને હમેંશાની જેમ મારી વોલ પર કોઇ પણ ટેગ કરે એમાં લાઇક અથવા કોમેન્ટ આપીને ટેગ રીમુવ કરી નાંખું છું…એટલે એ બાઇની ટેગ મેં રીમુંવ કરી નાખી એટલે મને મેઇલ કર્યો કે તમે મારી પોસ્ટ જે ટેગ કરી હતી એ તમારી પ્રોફાઇલ પરથી મને પુછયા વિનાં રીમુવ કેમ કરી….મે જવાબ આપ્યો કે હું કોઇના ટેગ મારી પ્રોફાઇલ પર રાખતો નથી…એ બાઇએ મને ફ્રેન્ડલિસ્ટમાંથી ડીલીટ કરી નાખ્યો…બાયુને એકેય વાતો ના પોગી શકો…પીપી.

-વાટકી વહેવારીયા ટેગર્સ-આ પ્રકારનાં ટેગર્સ એક ખાસિયત છે,જ્યારે એમને કાંઇ ટેગ કરવાની ઘડી આવે ત્યારે,આપણી અમુક પોસ્ટ પર કોમેન્ટ મુકે છે.એટલે આપણે સમજી જવાનું કે થોડી વાર પછી આપણે વાટકી વહેવાર નિભાવવાની તૈયારી કરવી પડશે.

આપ ટેગ કરો મારી કોઇ મનાઇ નથી..સારું લખેલું હોય શેર કરવા જેવું હોય…કોઇ નવી રચના,કવિતા કે ગઝલ લખી હોય આપ બેધડક ટેગ કરો આપને હ્રદયપુર્વક આવકારું છું..

ગામેગામની નવી-નોટો દર્શન દે રોજ

ટેટસનાં નામે ખબર પડે ચલણ છે કોરું

કોઇની મજાક કે મશ્કરી કરવાં માટે નથી લખ્યું..જેમ તુલસીદાસ કહે છે કે..”તુલસી,ઇસ સંસાર એ ભાત ભાત કે લોગ.”….એ રીતે ફેસબુકનાં સંસારમાં ગામે ગામની નોટૉ મળે છે…કોઇ નોટની પુરેપુરી વેલ્યું હોય છે…તો કોઇ નોટ થીગડા મારીને સાંધેલી હોય છે..તો કોઇ નોટ નીચેનો નંબર વાંચી શકાતો હોય પણ ઉપરનાં નંબર કપાઇ ગયેલો હોય છે..(પીપી)….માનવિય ચલણ છે…..હરતું ફરતું રહેવાથી કોઇ સચવાઇ જાય છે અને કોઇ ચીમડાઇ જાઇ છે…..

ફેસબુકમાં બાયુની પ્રોફાઇલમાં કૈંક ખોળું

વાત કૈં બને તો પસી મોબાઇલ જોડું

પયણેલી કે કાચી કુવાંરી,ફેર શું પડે

જરી ઢાળ મલે,ને દલડું કીયે હું દોડુ

જેમ અમુક ટેગર્સ ફકત ફીમેલની પોસ્ટ પર જ કોમેન્ટ મુકે છે….એવી જ રીતે એક વર્ગ એવો હરખપદુડૉ છે….જેવી ફિમેલ પોસ્ટ મુકે અને ઘા એ ઘા એ ભાઇ  કોમેન્ટ કરવાં પોગી જાય છે..સુપર સ્પીડમાં ફિમેલની ન્યું પોસ્ટમાં કોમેન્ટ મુકવામાં આ લોકોની માસ્ટરી છે…તેઓ ભાગ્યેજ મેલ ફ્રેન્ડની પોસ્ટમા કોમેન્ટ મુકે છે.

ફિમેલ સાથે થોડી સારાસારી થાય એટલે મોબાઇલ નંબરની માંગણી સૌથી પહેલા કરવામાં આવે છે…ફેસબુકમાં મેસેજની સાથે સાથે મોબાઇલમાં એસ.એમ.એસના મારાથી ફિમેલનાં મોબાઇલ એવો ગરમ કરી નાખે કે એક બે વાર પર્સમાંથી ધુંવાડા નીકળ્યાનાં બનાવો બન્યાં છે…(પીપી)

મેં એક વાત જોઇ કે ફેસબુક મોટાભાગની ફિમેલ ફ્રેન્ડ બહું સતર્ક રહે છે,પણ અમુક તમામ ઉમ્ર ગુજારી હૈ,હમને હસીનો કે ખ્વાબ દેખને મે…એવા લોકો જ્યારે એનાં ફ્રેન્ડલિસ્ટમાં એડ થાય છે ત્યારે,આ “તમાંમઉમ્ર”….ફિમેલની ઉમરનો લિહાજ રાખ્યા વિનાં એના ઇનબોકસ અને વોલમાં તમામઉમ્રનાં અનુભવનો નીચોડને શબ્દોમાં ઢાળીને પીરસે છે….જોકે જવલ્લે આ “તમામઉમ્ર”નો અનુભવનો શબ્દોમાં ઢાળેલો નિચોડ female friends ને માફક આવ્યો છે…”તમામઉમ્ર” અંતે એની વોલમાંથી રવાનાં થાય છે…..પણ “તમામઉમ્ર”નાં મોઢે ગીત ગણગણતો જાય છે….”રૂક જાના નહી તું કહી હાર કે…”

ગામે ગામના નવા મોડેલ જોવા મળે

ઠીકાઠીક બાયુંનાં ફૉટાંમાં કોમેન્ટુંનું ટોળુ

પોક-પોક ને નોક-જોક,હાયલા જ કરે

બાય જાકારો આપે મોઢું થૈ જાઇ મોળું

અહીંયા ભાવકોની ખાસિયત છે…જેવો ફિમેલ ફ્રેન્ડ પ્રોફાઇલ પીકસ ચેન્જ કરે એટલે કોમેન્ટનું ટોળું જમાં થઇ જાય છે…કારણકે આ ટૉળામાં હું પણ ભળી જાંઉ છે ટૉળાંઆં ધક્ક્કામુકીમાં ઠેબા ખાતો હોવ છું.(પીપી)

પોક પોક અને નોક જોક – આ વિશે મારે કાંઇ કહેવું નથી..હાલમાં જ બધાં જાણે છે કે ફેસબુકનાં પોક માસ્ટર્સનું બહું મોટા પાયે સન્માન કરવામાં આવ્યું હતું….લોકોએ એ પોકમાસ્ટરને ઢગલાબંધ શુભેચ્છાઓ આપી હતી અને આ સિલસિલો હજું પણ ચાલું છે.

સ્પેસીયલ-ચીલાચાલુ ફ્રેન્ડ અલગ રાખો

ખાસમખાસનેં જોઇને મોઢું થાય પહોળું

મોટા ભાગનાં ફેસબુક ભાવકોની એક ખાસમખાસ લોકોની ટોળકી હોય છે….એ લોકો એનામાં જ પડયાં હોય છે….આવા લોકોની પોસ્ટ પણ એ ટૉળકીનાં સભ્યોને લાગું પડે એવી વાતોની જ હોય છે….એક ગ્રુપ બનાવી પોસ્ટની મજા લેતા હોય છે..અન્ય ફ્રેન્ડસ સાથે આવા લોકોને કાંઇ લેવાદેવા નથી… ને અન્યફ્રેન્ડ અમસ્તા પોસ્ટને લાઇક કરતા હોય છે.

નોક-જોક અને પોક-પોક ક્યાં કોઇને દેખાઇ છે અહિંયા

કોણે પોક મુકી છે એવાં આંસુદાર સ્ટેટસ પણ જારી છે

વર્ચ્યુલ રીલેસનની એક મજાની દુનિયાં છે..સંબધો બંધાય છે.હવાઓમાં મહેલ બંધાય છે..પતાઓની દિવાલો બંધાય છે અને એ દિવાલોની પાછળ ગુફતુગું થતી રહે છે…આ પણ એક આહલાદક અનૂભવ છે….ખાસ કરીને જે નવા નવાં યુવાનો અને યુવતીઓ છે,એ લોકો માટે જાણે ખુલ્લું આકાશ છે….ક્યારેક બે ઉડતાં પંખીમાંથી અચાનક એક પંખી જ્યારે વાસ્તિકનાં ધરતી પર ઉતરે છે ત્યારે આભમાં ઉડતું એકલું પંખીનાં આંસુઓનાં ટહુકાથી પોસ્ટ ભરાઇ જાય છે….કોઇ હ્રદયનાં લોહીલુહાણ ફોટો,કોઇ છોકરી જાણે ડૉકટર હોય અને છાતી ફાડીને હ્રદય નીકાલતી હોય એવા મહાભયાનક ફોટા મુકીને અન્ય દોસ્તોની વોલ પર આવા ફોટા સાથે આંસુદાર શાયરી મુકી બીજા લોકોની વોલ લોહીલુહાણ કરી નાંખે છે.

સાત સંમદર પારથી આવીને કોઇ સળી કરી જાય જો

ગમી જાય તો સાળી છે,ના ગમે તો કહે ફ્રેન્ડ સારી છે

સોશ્યિલ સાઇટને કારણે સમગ્ર જગત તમારા ખીસામાં રહેલા મોબાઇલમાં સમાય જાઇ છે..હિંદુસ્તાનમાં વસતા માણસ અમેરીકા ફલોરીડા કે એટલાન્ટા બેઠેલા માણસ જાણે બાજુમાં બેઠો હોય એટલા નજીક લાવી દીધા છે…ફેસબુક એવી એક સાઇટ છે,જેમાં તમારી ચાહીતી,માનીતી કે ગમતી વ્યકિતને જાહેરમાં ખાનગીમાં તમારી લાગણી કહી શકો એવા ભરપૂર ઓપસન આપ્યા છે…(પીપી)

લચ્છેદાર,ગુચ્છેદાર વાળ ને ઝબ્બાવાળા કોઇ નથી અહીં

શાનદાર કપડામા કવિનો ફોટૉ જોઇ લાગે કે કારભારી છે

પહેલા કવિની કલ્પનાં કરો કે એટલે જાડા કાચનાં ચશ્મા પહેરેલો અને ઝબ્બા-લેંઘાધારી એક શખ્સની છબી તમારી આંખમાં તાદશ સામે આવે…પણ અહીંયા ફેસબુકમાં કવિઓની છબી વિરુધ્ધ છે…સુટબુટ,અને ચકચકાટ કપડા પહેરેલા કવિઓ જાણે કોઇ હીરો હોય એવા ફોટૉ પોતાની પ્રોફાઇલમાં મુકે છે…જાણે કોઇ મોટા બિઝનેસમેન હોય એવા લાગે છે.

લડે છે ઝઘડે છે,ડાઘુંઓ જેવા સ્યુડૉ સેકયુલર લોકો જાણે

પાકિસ્તાનની જેમ ફેસબુકની દુનિયા પણ એને પ્યારી છે.

ઘણા દિવસોથી એક શાંત અને સુષુપ્ત થઇ ગયેલી એક પ્રજાતિ ફરીથી ગુજરાત અને ફેસબુકમાં સક્રિય થઇ છે,એવું જાણકાર સ્ત્રોતમાંથી જાણવા મલ્યું છે…ખાસ તો નરેન્દ્ર મોદીનો ફોટૉ ટાઇમ મેગેઝીનનાં મુખપુષ્ઠ પર આવ્યો પછી આ જાતીનાં જનાવરો ફરી સળવળ્યા છે…છેલા દોઢ વર્ષથી ગઝલ-કવિતાના સૌમ્ય અને ફુલોનાં પાથ પર ચાલતી કલમને ફરી એક બે વ્યકિતએ ઘોકાવાળી કરી છે તો આજે કાંઇક આ ખખડેલ અને હલકી પ્રજાતિ વિશે થોડું અહીંયા લખું છું..

આ પ્રજાતીની ઉત્પતી સ્ત્રી અને પુરુષનાં સંવવન થકી થઇ નથી…આ પ્રજાતી ગે પુરુષોનાં સંવવન થાય ત્યારે પુરુષ પેદા થાય છે અને બે લેસબિયન સ્ત્રીઓનાં સંવવનથી સ્ત્રી પેદા થાય છે….આ પ્રજાતીના સ્ત્રીઓ અને પુરુષોને આપણે “સ્યુડૉ સેકયુર એનિમલ” કહીશું…

દેખાવે અદલોઅદલ આપણા જેવા માનવો લાગે છે,દાઢી મુછો રાખે છે…સ્ત્રી લિપસ્ટીક કરે છે…ગુજરાતી ભાષા સુધા બોલે છે,અને ગુજરાતી હોવાનો ઉલ્લેખ પણ કરે છે.

અહિંયા ગુજરાતમો એક એવો વર્ગ વસે છે,જે જ્ન્મે તો ગુજરાતી હિંદુ છે,પણ સદા કાળ આ લોકો ૩ વસ્તુંઓનાં વિરોધી રહ્યાં છે…”ગુજરાત-ગુજરાતી અને મોદી”….આ ૩ નામમાંથી કોઇ પણ એક નામ આવે તો આવા લોકોનાં પેટમાં તેલ રેડાઇ જાઇ છે…ઘણીવાર વિચાર આવે કે….સાચે આ ગુજરાતી વિરોધી લોકોની નશોમાં હિંદુનું લોહી વહેતું હશે…ખરેખર આવા લોકોનાં ડીએનએ ટેસ્ટ કરાવવો જોઇએ…..જો ડીએનએ ટેસ્ટ થાય તો ઘણા લોક્કોનાં ઉત્પતીના તાર પાકિસ્તાન સુધી પહોચતા હોવા જોઇએ…..

ગોધરાકાંડ હોય કે અન્ય બાબત….આ વર્ગ પોતાના કેફ અને ખુમારમાં બોલતો હોય છે અને એના લખાણોમાં ખડદાપણું ચોક્કસ દેખાઇ આવે છે…હક્કીત એ છે કે આ વર્ગનાં સ્ત્રી અને પુરુષોને કોઇ ગણકારતું નથી…કારણકે આ પ્રજાતિનાં પુરુષોનો રેકોર્ડ છે…તેઓએ કદી એમની સ્ત્રીને ચરમસિમાનો અનૂભવ કરાવી શક્યા નથી

આ વર્ગની ખાસિયતો છે..એ લોકો એમની ગલીમા જાય તો ગલીના કુતરા પણ ભસવા લાગે છે…કારણેકે પોતે ખહુળીયા કુતરા જેવા છે…ઘરમાં જાય તો બાયડી અને છોકરાઓ એને તગેડી મુકે છે…એટલે બીચારા જાય ક્યાં…..ક્યાંક ગુસ્સો કાઢવો પડે….એટલે હાલતા બકડીયાની જેમ મોદી અને ગુજરાત-ગુજરાતી વિરોધી પપુડી વગાડીને મુખ વાટે અલગ પ્રકારોના સ્ખલનો કરે છે…કારણકે આ લોકો શારીરિક રીએ અસક્ષમ હોવાથી અન્ય ભાગોમાંથી સ્ખલન કરી શકતા નથી…

જેમ ખહુળીયા કુતરાને કોઇ સંધરે નહી,એમ આવા લોકોને કોઇ સંઘરતું નથી…..ગુજરાત માટે આવા લોકો કાળાધબ્બા છે…ફેસબુકમાં પણ આવા લોકો સક્રિય છે..

સુંદરતા પણ અહિંયા બાધાંરૂપ બની અમુક સૌંદર્યવતીને

ભૂલથી કોમેન્ટ મુકે તો રીકવેસ્ટોની શરૂં થતી મહામારી છે

સુંદર દેખાવું અહીંયા,ફેસબુકમાં અમુક રૂપગર્વિતાઓ માટે મુશ્કેલી સર્જે છે.પોતાનાં ખૂબસૂરત ફોટૉ પ્રોફાઇલમાં મુક્યાં હોય અને એ માનુની કોઇની પોસ્ટમાં મુકે એટલે એના સુંદર ચહેરાઓના કારણે જેની પોસ્ટમાં કોમેન્ટ મુકી હોય એનાં ફ્રેન્ડલિસ્ટમાંથી ફ્રેન્ડરીકવેસ્ટની ભરમાર શરૂં થઇ જાઇ છે..આવી પરિસ્થિતીની સર્જાતા અમુક સુંદર ચહેરાવાળી માનુની કોમેન્ટ આપવાનું બંધ કરે છે અથવાં પોતાનાં અસલ ફોટૉને બદલે પ્રોફાઇલમાં કોઇ ઢીંગલી કે રૂપકડી એકટ્રેસનો ફોટૉ મુકે છે.

ઘણીવાર એવું પણ બને છે..અમુક ફિમેલ જ્યારથી પોતાનું ફેસબુક એકાઉન્ટ ખોલાવ્યું તે દીવસથી પોતાનો અસલ ફોટૉ મુક્યો નથી…ફેસબુકનાં અમુક તરવરીયા લોકોનું માનવું છે કે,જો એ પોતાનો અસલ મુકે તો એનાં ફ્રેન્ડલિસ્ટમાંથી મોટા પાયે પુરુષોમુત્રોની સંખ્યામાં ઘટાડૉ થવાની શક્યતાઓ વધી શકે છે…(પીપી)

આપ સૌવની ખેરીયત ઇચ્છતા અને નવા નાણાકીય વર્ષની હાર્દિક શુભેચ્છા સાથે

નરેશ કે. ડૉડીયા

 

One response to “ફેસબુક ફન મસ્તી અને મજા અને મૌજ અને અનુભવ-હાસ્ય લેખ

  1. કમલેશ કૂમાર

    મે 27, 2013 at 4:40 પી એમ(pm)

    Waah

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: