RSS

ધર્મનું અફીણ માણસ માટે કેટલું ઘાતક સાબિત થાય છે

આપણે જીવનમાં ઘણા કાર્ય કરીએ છીએ..જે સર્જનહારની કાર્યમાં બાધારૂપ હોય છે..સર્જનહારે પશુ,પંખી,અને માણસો બનાવ્યા…અને આ બધાને જીવનનિર્વાહ ચલાવવાથી લઇને પૅટ ભરીને જમી શકે એટલા માટે વૃક્ષોથી લઇ ઘણા પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરી છે…પશુ,પંખીથી લઇને માણસ સુધીનાં તમામે તમામ પર જવાબદારી નાંખી છે…ને કે એનો વંશવેલો આગળ વધારવાની…સામાજીક ઢાંચાની અંદર રહીને જે તે સમાજમાં આવતા પ્રત્યેક અથવા જેટલા સંપર્કમાં આવે એને કોઇ પણ પ્રકારે મદદરૂપ થવાનું….પંખીથી લઇને પશુઓ અને માણસો વરસોથી ટોળામાં અથવા કબિલામાં કે કુંટુબમાં રહેવાને ટેવાયેલો છે..

 

 

જંગલનાં પ્રાણીઓથી લઇને ઘણીવાર એવું જોવાં મળે છે,કોઇ એક કે બે જે ટોળા અથવા સમાજની જવાબદારી ઉપાડવાની ક્ષમતા ન હોવાથી એને કબિલાંથી નાછુટકે નાશી જવાની ફરજ પડે છે અથવા ફરજ પાડવામાં આવે છે….ટુંકમાં તમારા સમાજ કે કુંટુબને કામ ના આવી શકો તો આડકતરી જોવા જઇએ તો એ સર્જનાહારની પ્રક્રિયામાં એક પ્રકારની બાધા છે….

 

 

આવું આપણા સમાજમાં પણ બને છે…ઘણી જગ્યાએ જોયું હશે કે અમુક માણસો પોતાનાબાયડી,છોકરાઓને રેઢા મુકીને કોઇ પણ પંથને પકડી સાધું અથવા બાવા બની જાય છે..સાધુતાનાં બે પ્રકાર હોવા જોઇએ અથવા હશે….એક જે સંસારિક જવાબદારી સાથે પણ સાધુતાનાં ધર્મને નિભાવે છે….આ સાધુતાં એટલે શૈક્ષણિકથી લઇને કલાનાં અથવા જીવનનિર્વાહ ચાલી શકે એવા ક્ષેત્રોમાં એ વ્યકિતનું સામાજિક સ્તરે પ્રદાન….આવા સાધુઓને કુંટુંબ,પત્ની,છોકરાવો અને બધું જ છે…

 

 

બીજો પ્રકાર- જે માણસ સમાજથી સાવ અલિપ્ત થઇને,સમાજને કોઇ પણ પ્રકારમાં મદદરૂપ ના થઇ શકે……ફકત ભગવા પહેરીને સમાજને સંસ્કારની ભકિતની વાતો કરીને પોતાના પંથ માટે પૈસા એકઠા કરવા સિવાય કશું કરતા નથી..

 

 

ધર્મનું અફીણ માણસ માટે કેટલું ઘાતક સાબિત થાય છે…જ્યારે કોઇ ડૉકટર કે એન્જીનયર્સજેવા વિજ્ઞાન સાથે સંકળાયેલા લોકો અંધશ્રધ્ધાનાં નામે કોઇ ભગવાધારીનાં પગમાં આળૉટતા જોવા મળે ત્યારે વિચાર આવે છે…આવા બુધ્ધિશાળી માણસો જે જાણે છે કે દુનિયામાં ચમ્તકાર જેવું કશું નથી એ જાણે છે છતાં એક સામાન્ય અર્ધશિક્ષિત માણસ જે ધર્મનાં આસન પર બેઠો છે એટલે એ જે કહે એટલું જ પાણી પીવાનું…..આ એક પ્રકારનો ધર્મનાં નામનો અફિણી નશો છે…..વધું પૈસા થતાં માણસ કાં ઐયાશી બને છે અથવા ધાર્મિક બને છે…

 

 

અત્યારનાં સાધુઓ પણ કોર્પોરેટ કંપનીનાં સ્માર્ટ પીઆરઓ જેવા હોય છે….આ સાધુંઓ પણ આવા માલદાર બોકડાઓને શીષ્યો બનાવે છે અને પોતાના પંથ માટે રૂપિયા ખંખેરે છે…અને પેલા ભાઇને એમ થાય કે મે કૈંક ધાર્મિક કાર્ય માટે પૈસા વાપર્યા…કદી કોઇ ભાવકે સાચા અર્થમાં તપાશ કરી છે જે તે પંથ કે સાધુ-સંતોને ધાર્મિકતા નામે પૈસા આપ્યા છે…એ ક્યાં વપરાયા છે?

 

 

સંસાર છોડીને ભાગી જવાની નાકારા વૃતિ ધરાવતા લોકો જો સંસારને નિભાવવાની ત્રેવડ નથી તો એવા લોકો સંત કે સાંધું થઇને સમાજનેં શું ઉપયોગી થઇ શકવાના છે…સાચા સાધું તો એ છે……જે માનવિય સમાજમાં રહીને કમાઇને શૈક્ષણિકથી લઇને માનવિય જીવનમાં ઉપયોગી થતી સંસ્થાઓને ચલાવે છે બનાવે છે..

 

 

હું કોઇ ધર્મ કે પંથનો વિરોધી નથી….ક્યારેક વિચાર આવે કે કોઇ આઠ કે દસ વર્ષનો બાળક સંસાર છોડી સંન્યાસ લે છે…..અને આ સંન્યાસ પણ મોટે ભાગે એની બુધ્ધિનાં                                                                                                                          બળ પર લેવાનો વિચાર હોતો નથી,પણ ઘરની ધાર્મિક વિચારશરણી,અને જે તે પંથનાં ધાર્મિક લોકોની ઠોકી દેવાની વૃતિના શીકાર બનેલા હોય છે અને એક કુમળું બાળમગજ વૈચારિક રીતે પુખ્ત બને એ પહેલા જ એની ધર્મના નામે ખસી કરી નાખવામાં આવે છે..

 

 

હવે વિચારો કે એક આઠ દસ વરસનાં બાળકે કદી ઠોકરો ખાધી નથી….જેને કામ,મોહ અને માયાનો કદી અનૂભવ કર્યો નથી…..જેને દગોફટકા,માનવિય વૃતિનો અનૂભવ નથી…એવો બાળક સંન્યાસ લઇને શું કાંદો કાઢી લેવાનો…?

 

 

આ બધી અધુરી બોટલ જ્યારે આમ તેમ ફંગોળાય છે…..સંન્યાસી બન્યા પછી પણે એને રહેવાનું છે સમાજમાં એટલે…સમાજની રોજબરોજ બનતી ધટનાં ક્યારેક આશ્રમનાં બંધ કમરામાં પણ બનતી રહે છે

 

 

આપણા મનમાં સાધુ કે બાવો એટલે સુકલકડી,પોતડી પહેરેલો એક માણસનો વિચાર આવે…પણ આ મોર્ડન યુગનાં સાધુઓ જુઓ તો હટાકટા,ચમકતી ચામડી વાળા અને તંદુરસ્ત નજરે ચડે છે…જાણે અમેરીકા કે કે યુકેની કોઇ કલબનાં કોઇ મેલ સ્ટ્રીપર હોય…

 

 

કારણકે આ અલમસ્ત ખુટીયા જેવા સ્વામીઓ પોતાનાં ભાવકોનાં ઘરે કે એના આશ્રમો કે મંદિરોમાં સુકામેવા,ઘીમાં  બનાવેલી વાનગી સિવાય કંઇ ખાતા નથી…

 

 

સાધું બનવાથી કંઇ માનવશરીરનાં આવેગો પર તો કાબું રાખી શકવાનાં નથી..પરીણામે કુમળી વયનાં બાળકોથી લઇને આશ્રમની સેવિકાઓથી,ભકતાણીઓ અને બાજારૂં સ્ત્રીઓ આવા ખુટીયાની હેવાનિયતનો ભોગ બને છે….

 

 

અને આવા સમાચારો છાસવારે અખબારોમાં આપણે વાંચતા રહીએ છીએ…

 

 

ખાસ કરીને આપણા હિંદુ સમાજને આજે વ્યકિત પૂજા જેવા ભીષણદુષઓ ખોખલો બનાવી નાખ્યો છે…..અને આપણે આવા નપાવટ અને લંપટ આશ્રમપતિઓ સામે કાંઇ કરી શકતા નથી…..એક રીતે જોઇએ તો સાધુઓની લંપટવૃતિ દ્રારા આચરવામાં આવતા કૃત્યો એક મઝહબી આંતકવાદથી કમ નથી…જે સજા આંતકવાદીઓને થાય છે એવી જ સજા આવા લંપટ ધર્માધીકારીઓને મળવી જોઇએ..

 

 

નાનખટાય વેચનારા,લુહારીકામ કરનારા સાઇકલ પંકચર કરનારા,દારૂ વેચનારાઓ અને અમુક એજયુકેટેડ માણસો પોતાની બાયડીને મુકી ભાગીને સાધુ બની ગયા છે.ધર્મના સંસર્ગમાં આવતા એક સમયના મોથાજ અને આળસુ કહેવાતા આ લોકો મોટા આશ્રમોના સ્વામીઓ બની ગયા છે.મારા જ એક સગાનૉ પરિણીત પુત્ર ઘણા વર્ષો પહેલા બાયડી-છોકરાઓને મુકીને ભાગી ગયો હતો અને પછી અચાનક વર્ષો પછી એ એક મોટો સ્વામી બનીને સામે આવે છે.જે ભાઇજીના નામે આજે અનેક વિદેશી ભારતીયોમાં લોકપ્રિય બાવો છે.આ લોકોને વિદેશી કાર અને એરકંડિશન રૂમ સિવાય ફાવતું પણ નથી. આવા લંપટલોકોના ભક્તગણનો ૨/૩ સમૂહ સ્ત્રીઓનો હોય છે.લોકોએ છેલ્લા વર્ષોમાં ટેલિવિઝન અને અખબારોમાં જોયું હશે કે આવા લંપટસાધુડાની આજુબાજુ ખૂબસૂરત અને ટોપ કલાસનું દેહલાલિત્ય ધરાવતી સ્ત્રીઓનો જમાવડો રહે છે.આમાંની મોટાભાગની સ્ત્રીઓ ભણેલી હોય છે અને અમુક સ્ત્રીઓ ઉચ્ચશિક્ષણ પામેલી હોય છે.છતાં પણ ધર્મના નામે આ સ્ત્રીઓ આવા લંપટ સાધુઓની લીલાનો ભોગ બને છે.

 

 

બાકી..આજે પણ એવી સ્ત્રીઓ છે જે શિક્ષિત છે,આબરૂદાર કુંટુંબની વહુવારુઓ અને દીકરીઓ છે…જેઓ આજે પણ હસતાં મુખે સ્વાંમીઓ કે બાવાઓના પગ દાબવા કે સેવા અથે પહોચી જાય છે,અને તેમાં તેનું કર્તવ્ય સમજે છે..પછી ઘરે ભલેને ભાયડો બીચારો છોકરાઓને સાચવતો હોય.

 

 

“કોઇ પણ મનુષ્ય કે જે ગુરુ,ધર્મગુરુ,શિક્ષક,પ્રેરણાપુરુષ કે અન્ય કલાધર પુરુષ,જેનાથી તમે અંજાયેલા છો અથવા પ્રભાવિત છો..આવી શ્રેણીમા આવતા પુરુષો વંદનીય હોઇ શકે પણ પૂજનીય ન હોય શકે..આ લોકો પણ આપણી જેમ હાંડમાંસમાથી બનેલા મનુષ્યો છે…જો મનુષ્ય જ મનુષ્યને પૂજવા લાગશે તો ઇશ્વરનું મહત્વ ધર્મ માટે શું રહેશે..?”

 

 

વ્યકિતપૂજાના ભંયકર અને ભીષણ દુષણથી બચીને ઇશ્વર સાથે તાદાત્મય સાધો..એમાં જ ભકિતની શ્રેષ્ટતા સાબિત થાય છે.

 

 

-અસ્તું-

-નરેશ કે.ડૉડીયા

તા-૨૮-૦૫-૨૦૧૩

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: