RSS

જવાહરલાલના વિચારને ‘પોપટીયા અવાજ’તરીકે સરદાર પટેલ ફગાવી દેતાં હતાં

 • આ માણસ કેમ મારા પર દાદાગીરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે?માઉન્ટબેટને વિચાર્યુ.સામે બેઠેલા ચટ્ટાન જેવાં આદમી આગળ તેમની’કામણની કામગીરી’એકાએક અટકી ગઇ હતી.ખંભા પર ખાદીની ધોતી નાખેલો,ચળકતી ટાલવાળૉ,રૂક્ષ,ખૂરશીમાં કડક ગોઠવાયેલો આદમી,હિંદુસ્તાની રાજકારણીની બદલે કોઇ રોમન સેનેટર જેવો લાગતો હતો.
 • શબ્દોને આડેધડ વાપરનારા દેશમાં,સરદાર પટેલ એક એવી વ્યકતિ હતાં,જે એક કંજુસની માફક શબ્દોને સંઘરી રાખતાં.
 • નવો સમાજ રચવાના નહેરુંના અલૌકિક આદર્શો સાથે સરદાર પટેલને કાંઇ લેવાદેવા ન હતાં.બહાદૂર સમાજવાદી દુનિયાના સ્વપના જોતાં જવાહરલાલના વિચારને ‘પોપટીયા અવાજ’તરીકે સરદાર પટેલ ફગાવી દેતાં હતાં
 • તેમનાં જ એક મદદનીશે પટેલના વિશે જણાવ્યું હતું કે,’વલ્લભભાઇ એક એવા શહેરમાંથી આવતાં હતાં,મશીનો,ફેકટરીઓ અને કાપડઉધોગનાં કેન્દ્રમાં તે ઉછર્યા હતાં;જયારે નહેરું એક એવી જગ્યાએથી આવતાં હતાં;જ્યાં ફૂલો અને ફળૉનો ઉછેર થતો હતો.
 • ૩૩ વર્ષની વયે સરદાર પટેલ બેરિસ્ટર બનવાં વિલાયત જાય છે.પોતાની જાતકમાઇમાંથી વિલાયત ગયેલા સરદાર પટેલના રહેઠાણથી મિડલટેમ્પલ ખાતેની ‘ઇન્સ ઓફ કોર્ટ’ની લાઇબ્રેરી વચ્ચે ૧૧ માઇલનું અંતર હતું,તે પગે ચાલીને પટેલ જતાં હતાં.
 • ઉપરોકત લખાણ લેરિ કોલિન્સના ચર્ચાસ્પદ પુસ્તક’ફ્રિડમ એટ મિડનાઇટ’માંથી લીધેલા છે.
 • હવે જોઇએ કે હિંદસ્તાનની આઝાદીમાં સૌથી વધું ચર્ચામાં જે ચારેય નામ હતાં તેઓ ,ગાંધી,સરદાર,જિન્હા અને નહેરું.આ ચારેય જણા બેરિસ્ટર થવાં વિલાયત ગયાં હતાં.આ ચારેય વ્યકિતમાંથી ગાંધી અને સરદાર વિલાયતમાં સાદગીથી રહેતાં હતાં અને નહેરું અને જિન્હા બંને ત્યાની બ્રિટિશ લાઇફસ્ટાઇને પુરી રીતે માણીને રહેતાં હતાં.
 • આ બધામાં જિન્હાતો ચારચાસણી ચડે તેવાં હતાં.સુંદર સૂટ,સેમ્પેઇન,વાઇન અને બ્રાનડીના શોખીન જિન્હા મુસલમાન હોવાં છતાં સુંવરનું માંસ ખાતા,ચિરુટ પીતા હતાં.નિયમિત દાઢી કરતાં હતાં અને એટલી જ નિયમિતતંથી દર શુક્રવારે નમાઝ પઢવાનું ટાળતા હતાં.
 • એક વાર મુંબઇની ચાલુ કોર્ટે વલ્લભભાઇને એમની પત્નીના અવસાનનો તાર મળ્યો,તે તાર વાંચીને કોર્ટની આગળની કાર્યવાહીમાં જોડાય ગયાં.
 • વલ્લભભાઇના દિલ્હી ખાતેનાં નિવાશસ્થાને હિંદુસ્તાનના લેખકોએ હિંદ વિશે લખેલા ઘણા પુસ્તકો હતાં.દેશના અલગ અલગ પ્રાંતમાંથી ૩૦ જેટલા અખબારો આવતાં હતાં.
 • ફરીથી ફ્રિડમ એટ મિડનાઇટ પુસ્તકના સરદાર ઉપર લખેલા એક વાકય ઉપર નજર-નહેરું ભલે ગાંધીની ચાદર ઓઢતાં હોય પણ વલ્લભભાઇ જાણતાં હતાં કે સ્વતંત્ર હિંદને બીજા સીઝરની જરૂર પડશે.જિન્હા સાથે વલ્લભભાઇને સારા સંબધ હતાં,એ જિન્હાની માફક જ વલ્લભાઇને ઓછા આંકવામાં આવ્યાં હતાં,ગાંધી અને નહેરું પ્રત્યે મમતાં ઠાલવનાર સૌએ વલ્લભભાઇની ગણતરી કમ કરી હતી…એ એક ગંજાવર ભૂલ હતી.તેના એક મદદનીશે કહ્યું હતું કે,’ખરેખર તો ‘વલ્લભભાઇ’ જ હિંદના છેલ્લા મોગલ હતાં
 • ત્રાજવાના એક પલડામાં સરદારસાહેબને મુકવામાં આવે અને બીજા પલડામાં બધા નેતાઓને મુકવામાં આવે તોપણ સરદારસાહેબનું પલડું ઊંચું ના કરી શકાય,બધા નેતાઓ માટે કહી શકાય કે આ ન હોત તોચાલત.વાંધો ન આવત પણ સરદારસાહેબ માટે એવું કહી જ ન શકાય સરદાર ન હોત તો કશું બગડી જવાનું ન હતું. તે અનિવાર્ય હતા.એક માત્ર અનિવાર્ય.(સ્વામી સચ્ચિદાનંદ)
 • આજે કોંગ્રેશનાં પ્રચારતંત્રમાં એક પણ જગ્યાએ સરદાર પટેલનો ફોટો નજરે પડતો નથી.એ ના ભૂલવું જોઇએ કે એક મહાન ગુજરાતીના બલિદાનથી અને સાચી રાષ્ટ્રભાવનાને કારણે નહેરુંને વડાપ્રધાન પદની ખૂરશી પર બેસવા મળ્યું હતું.સરદાર કેવા દેશભકત હતા,તેના અનેક દાખલા છે.કાયદાની દર્ષ્ટીએ પણ વડાપ્રધાન પદના દાવેદાર તે જ હતાં.૧૯૪૬ માં જે વ્યકિત કોંગ્રેશની પ્રમુખ બની હોય તે સ્વાભાવિકપણે જ હિંદની સરકારના વડા તરીકે પણ પંસદગી જ હોય.હિંદુસ્તાનની ૧૬ માંથી ૧૫ પ્રદેશ કોંગ્રેશ સમિતિઓએ સરદાર પટેલની તરફેણમાં મતદાન કર્યું હતું.પરંતુ ગાંધીજીના બોલને કદી નહી ઉથાપનાર સરદારે ગાંધીજીના કહેવાથી તેમને નહેરુ માટે ખુરશી છોડી દીધી હતી.કારણકે સરદારને પોતાની જાત કરતાં દેશને મહાન બનાવવામાં રસ વધું હતો.એક મહાન અને મર્દ ગુજરાતીના બલિદાનને ભુલી જઇને આજે કોંગ્રેશ પ્રચારમાં નહેરુના ફોટાનો ઉપયોગધું કરે છે.
 • સરદારની જન્મજંયતી અને ઇન્દિરાજીની મરણતીથિ એક જ દિવસે આવે છે.કોંગ્રેશે તો હદ કરી નાખી છે,જે મજબુત બે પાયા ઉપર કોંગ્રેશની ઇમારત ઉભી છે,એવા ગાંધી અને સરદારનું કોંગેશના પ્રચારતંત્રમાં સ્થાન જ નથી,એની બદલે બોફોર્શકાંડ અને શાહબાનું કેસમાં બદનામ થયેલા રાજીવગાંધીના ફોટા વધારે દેખાય છે.
 • સરદાર પટેલને સમાજવાદ પ્રત્યે પણ એટલી જ ચીડ હતી.૧૯૩૪માં આચાર્ય નરેન્દ્ર દેવ અને જયપ્રકાશ નારાયણ બંનેએ મળીને ‘અખિલ ભારતીય કોંગ્રેશ સોશ્યાલિસ્ટ પાર્ટી’નું નવું માળખું   તૈયાર કર્યું હતું.ત્યારે સરદારે આ સમાજવાદીઓને આડે હાથે લીધા હતાં.    સરદાર નીવેદન આપતા કહ્યું હતું કે,’આ પાર્ટીનું બધું જ્ઞાન પુસ્તક પંડીતોને આધારિત છે.પ્રજા અને દેશની સમસ્યા ઉકેલવાનો વ્યવ્હારિક અભિગમ આવા લોકોની સમજ બહારનો વિષય છે
 • એ પછી ગુજરાતમાં સમાજવાદીઓએ પોતાની પાર્ટીની શાખા ખોલી ત્યારે સરદારે પટેલે બયાન આપતાં કહ્યું હતું કે,’જે રીતે મારા ઘરમાંથી એક પાગલ કુતરાને હાંકી કાઢું એ જ રીતે આ પ્રકારનાં સમાજવાદને ગુજરાતમાંથી હાકી કાઢીશં.’
 • આઝાદીના ચાર દિવસ અગાઇ ૧૧ઓગષ્ટ ૧૯૪૭નાં રોજ બધી રિયાસતોને ચેતવણી આપતાં સરદારે બયાન આપ્યું કે,’ચાર દીવસની અંદર વિદેશી સરકાર ચાલી જશે,માટે ૧૫ ઓગષ્ટ   બધી રિયાસતોએ હિંદમાં જોડાય જવાંનું છે.અન્યથા જે રિયાસતો નહિં જોડાય એમની સાથે કઠોર વ્યવાહર કરવામાં આવશે.’ પરિણામે ૫૬૫ રજવાડામાંથી ૫૬૧ રજવાડા આઝાદ હિંદ સાથે જોડાય ગયાં
 • ૭,સપ્ટેમ્બરના રોજ માઉન્ટબેટને જુનાગઢના મામલાને સયુંકત રાષ્ટ્રમાં લઇ જવાનો પ્રસ્તાવ પણ રાખ્યો હતો,ત્યારે સરદારે નહેરૂં સહિત અન્ય નેતાઓને વિરોધ વચ્ચે જુનાગઢનો મામલો   પોતે સંભાળી લઇને જુનાગઢ લશ્કર મોકલવાનો તાત્કાલિક નિર્ણય લીધો હતો.
 • એ પછી ૧૩ નવેમ્બરનાં રોજ કાઠિયાવાડમાં જુનાગઢની પ્રજાને સંબોધતા સરદારે જુનાગઢની પ્રજાને કહ્યું હતું કે,’જે લોકો હજું પણ બે રાષ્ટ્રનાં સિધ્ધાંતમાં માને છે અને જેઓની હમદર્દી  પાકિસ્તાન સાથે છે,તેવા લોકોનું કાઠિયાવાડમાં કોઇ સ્થાન નથી.જેઓનાં મનમાં હિંદ પ્રત્યે વફાદારી નથી,તેઓ પાકિસ્તાન ચાલ્યા જાય.’
 • ૨૦ ફેબ્રુઆરી ૧૯૪૮નાં રોજ જુનાગઢમાં જનમત લેવાયો.કેવળ ૯૧ મતો જ પાકિસ્તાન તરફી પડ્યાં.૨૦ ફેબ્રુઆરી ૧૯૪૯નાં રોજ સૌરાષ્ટ્રસંધમાં જુનાગઢને ભેળવી દેવામાં આવ્યું…આ હતી સરદારની ખુમારી…

  આ બાજું હૈદ્રાબાદનો મુસ્લિમ નિઝામ મીર ઉસ્માનઅલીને પાકિસ્તાન સાથે જોડાવું હતું.આ નવાબે હિંદ સરકારની જાણબહાર ૨૦કરોડ જેવી માતબર રકમ પાકિસ્તાનને ખેરાતમાં આપી દીધી,અને અધુરામાં પુરું નિઝામે હિંદ સરકારને ધમકી આપતાં કહ્યું કે,”જો હિંદ સરકાર હૈદ્રાબાદના મામલે કોઇ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે તો હૈદ્રાબાદમાં રહેતાં દોઢ કરોડ હિંદુઓનાં હાડકા અને રાખ સિવાય કંઇ હાથમાં નહી આવે.”

  બ્રિટનની પાર્લામેન્ટમાં ચર્ચિલે હૈદ્રાબાદની નિઝામની તરફેણમાં નિવેદન આપ્યું હતું.તેથી ગુસ્સે ભરાયેલા સરદારે ચર્ચિલને આડે હાથ લેતાં નિવેદન આપ્યું હતું કે,”ચર્ચિલ એક નિર્લજ સામ્રાજયવાદી નેતા છે,જ્યારે હિંદમાં બ્રિટનની સત્તા છેલ્લા શ્વાસ લઇ રહી છે ત્યારે તેની   બુધ્ધિહિનતાં,હઠાગ્રહ,તર્ક,કલ્પનાં વિવેકની સીમાં પાર કરી ગઇ છે.ઇતિહાસ સાક્ષિ છે,ચર્ચિલની નીતિને કારણે જ હિંદ અને બ્રિટન વચ્ચેની મૈત્રીનાં પ્રયાસો અસફળ રહ્યાં છે.”

  આ બાજું મુસ્લિમ રઝાકારો હૈદ્રાબાદમાં રહેતાં હિંદુઓ ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવાનો શરું કરી દીધો.નિઝામે હજારો કોંગ્રેશી કાર્યકરોને જેલમાં નાંખી દીધા.૯ સપ્ટેમ્બર ૧૯૪૮નાં રોજ સરદારે તાત્કાલિક નિર્ણય લેતાં જનરલ જે.ચૌધરીનાં નેતૃત્વ હેઠળ હૈદ્રાબાદમાં લશ્કર મોકલવાનું નક્કી કર્યું.

  “ઓપરેશન પોલો”નાં નેજા હેઠળ હિંદનાં લશ્કરે હૈદ્રાબાદ પર કાર્યવાહી શરૂં કરી અને અંતે હૈદ્રાબાદનાં મુસ્લિમ નિઝામ મીર ઉસ્માન અલીએ શરણાગતી સ્વીકારી લીધી અને ઉભી પુંછડીએ પાકિસ્તાન ભાગી ગયો.

  એ વખતે હૈદ્રાબાદનો હવાલો સંભાળનાર કનૈયાલાલ મુનશીએ એક બ્યાન આપતાં કહ્યું હતું કે,”જો નહેરુંની ઇચ્છા અનુસાર આ કાર્યવાહી થઇ હોત તો હિંદનાં પેટ ઉપર એક બીજું પાકિસ્તાન ઉભું થઇ ગયું હોત.”

  આ બાજું કાશ્મીરમાં ગંભીર પરિસ્થતી ઉભી થઇ રહી હતી.મુસ્લિમ અફઘાનીઓ,પઠાણો,કબિલાવાળા મુસ્લિમોએ એક સંપ કરીને કાશ્મીરમાં મોટા પાયે ઘુસપેઠ શરું કરી દીધી.કાશ્મીરમાં રહેતાં હિદુઓ અને પંડીતો ઉપર બેરહેમીથી ઝુલ્મ શરું કર્યો.મોટાપાયે લૂંટફાંટ,હિંદુ સ્ત્રીઓ સાથે બળાત્કાર અને હિંદુઓની બેરહમીથી કત્લેઆમનો સિલસિલો કરી દીધો….આ ઘટનાની વિગતવાર અને રજેરજની માહિતી માટે વિજયગુપ્ત મૌર્યનું પુસ્તક ‘કાશ્મીરનું અગ્નિસ્નાન’વાંચી જવાં નમ્ર વિંનતી છે.

  કાશ્મીરનો મામલો જવાહરલાલ અને ગોપાલસ્વામી આંયગરે પોતાનો અલગ મામલો ગણીને  સરદારનાં ગૃહખાતાથી અલગ રખાવ્યો હતો.અંતે નહેરુંની અણસમજ,માઉન્ટબેટન પ્રત્યેના અહોભાવ,ઢીલીપોચી નીતિનાં કારણે કાશ્મીરનો મામલો સયુકત રાષ્ટ્રસંઘમાં પહોંચી ગયો.જે આજ સુધી અટકાયેલો પડયો છે.

 • ઘટનાં બાદ દુઃખી હ્રદયે સરદારે નિવેદન આપ્યું હતું કે,”જો જવાહરલાલ અને ગોપાલ સ્વામી આંયગરે કાશ્મીરને પોતાનો વ્યકિતગત વિષય બનાવીને મારા ગૃહખાતાથી અલગ ના રાખ્યો હોત તો કાશ્મીર સમસ્યાનો ઉકેલ હૈદ્રાબાદની જેમ આજે આવી ગયો હોત.

 • આજે હિદુસ્તાનની પ્રજા નહેરુંની નાદાનીની કિંમત કેટલી મોટા પાયે ચુકવી રહી છે.

  અધુરામાં પુરૂં જવાહરલાલ અને માઉન્ટબેટનના કારણે ૩૭૦ની હિંદુસ્તાનને ખતરારૂપ કલમ મળી તે નફામાં.આ કલમ હિંદુસ્તાનના દરેક નાગરીકને એક જોરદાર તમાચારૂપ છે.આજે કાશ્મીરીઓ સ્વતંત્ર કાશ્મીરની માંગણી કરે છે તે તદન ગેરવ્યાજબી છે.પારકી ભૂમિ ઉપર રચાયેલી દરેક મુસ્લિમ સલ્તનતમાં અંદરોઅંદરની લડાઇઓ અને ટુકી બુધ્ધિના કારણે વહીવટ ખોંરભે ચડ્યો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ આપણી નજર સામેના દાખલા છે…

 • ૩૭૦ની કલમ માટે જો કોઇ દોષીત હોય તો જવાહરલાલ નહેરુ,ગોપાલ સ્વાંમી આંયગર અને શેખ અબદુલ્લા છે.૧૯૪૭માં નહેરૂની સુચનાથી શેખ અબદુલ્લા ૩૭૦ની કલમનો મુસદ્દો લઇને બાબા સાહેબ આંબેડકરને મળવા ગયાં ત્યારે બાબાસાહેબ રીતસર શેખને ધમકાવીને કાઢી મુકયા હતાં.
 • જ્યારે શેખ વીલા મોઢે નહેરુ પાસે પાછા ગયા ત્યારે નહેરુએ બિટીશકાળના બાહોશ સનદી અધિકારી ગોપાલસ્વામી આંયગર ઉપર દબાણ કરીને બંધારણ સભામાં આ મુસદો રજુ કરાવ્યો.
 • એ તો ઠીક..તે સમયે મૌલાના આઝદ જેવા મુસ્લિમ નેતાએ પણ આ મુદદ્દાનો સખત વિરોધ કર્યો હતો.મૌલાનાએ પોતાની દલીલ રજુ કરતા કહ્યુકે,’આ આખી કલમ કાશ્મીરને દેશથી જુદુ પાદી દેશે.જોકે આ જ દલીલ સરદાર પટેલે પણ નહેરુની સામે ઉચ્ચારી હતી.
 • એ સમયે બંધારણના સભ્યોનો વિરોધ શાંત કરવા નહેરુએ કહ્યુકે,’આ કલમની જોગવાય કામચલાઉ ધોરણે છે.’

  પરંતુ આજ સુધી નહેરુના વારસદારો ઇન્દિરાથી લઇને સોનીયા સુધી કોઇએ પણ આ કામચલાઉ જોગવાય દુર કરવાની હિંમ્મ્ત કરી નથી.

  આઝાદીના સમયથી આજ લગી કોંગેશની નીતિ..”ગાય મારીને કુતરાને ધરાવવાની રહી છે.”

  સરદાર પટેલ પછી કોંગેશમાં મર્દ નેતાની ફસલ પાકવાની બંધ થઇ ગઇ છે.

  હિંદુસ્તાન અને પાકિસ્તાનનાં ભાગલા સમયે સરદાર,જિન્હા અને ડૉ.આંબેડકર આ ત્રણેય વ્યકિતઓ બંને બાજુએથી વસતિની ફેરબદલીની તરફેણમાં હતાં

  એ સમયે જિન્હાનાં સાથીદાર સીંધ પ્રાંતનાં પીર ઇલાહી બક્ષે પણ નિવેદન આપ્યું હતું કે -” જો વસતિની સંપૂર્ણપણે ફેરબદલી કરવામાં આવશે જ બંને બાજુએ સાંપ્રાદાયિક તનાવનો અંત આવશે અને લધુમતિઓની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવી શકશે.”

 • આઝાદી પછી હિંદમાં તેજીથી પરિવર્તનની જરૂર હતી. ત્યારે રિયાસતોનાં મામલે સરદારની કઠોર નીતિના કારણે ભીરું પ્રકૃતિના નહેરુંનો  સરદાર સાથે ટકરાવ થયો હતો.કાશ્મીરનો મામલો સયુંકત રાષ્ટ્રસંઘમાં જતાં અને કાશ્મીરનાં મામલે પાકિસ્તાન સામે કઠોર પગલા લેવા બાબતે નહેરુંની ઢીલીપોચી નીતિનાં કારણે સરદારે ગુસ્સે થઇને નહેરુંને, “ભારતનો પાક્કો મુસલમાન” જેવા શબ્દો કહી દીધા હતાં.

 • એ સમયે ડૉ.આંબેડકરે ગ્રીસ અને તુર્કીનો દાખલો આપતાં કહ્યું હતું કે,”ગ્રીસ અને તુર્કીની જેમ પધ્ધતીસર વસતિની ફેરબદલી થવી જોઇએ.પાકિસ્તાનમાં રહેતાં શીખ અને હિંદુઓ તમામ હિંદમાં આવી જાય અને હિંદમાં રહેતાં તમામ મુસલમાનો પાકિસ્તાન ચાલ્યાં જાય.આ રીતે પધ્ધતીસર વસતિની ફેરબદલી થશે તો જ દેશમાં શાતિ સ્થાપાશે…જો કે ડૉ.આંબેડકરે એક બીજી વાત પણ કહી હતી કે ગ્રીસ અને તુર્કીની વસતિના મામલે અહિંયાની ફેરબદલી બહું મોટાપાયે છે,પણ કાયમી શાંતિ માટે આ એક જ આખરી ઉપાય છે.

  કદાચ આજે સરદાર,જિન્હા અને આંબેડકરની સમજણ મુજબ વસતિની ફેરબદલી થઇ હોત  તો આઝાદી પછી બનતી આવતી કોમી ઘટનાઓ,આંતકવાદ અને આંતકવાદીઓને સહેલાયથી મળી રહેતાં સ્થાનિક મોડયુલો મળી રહેવાં,બાબરી મસ્જિદ,ગોધરાકાંડ જેવી ધટનાઓ બનવાનો અવકાશ જ ના રહેવા પામત……ઇન્શા અલ્લાહ…જય હિંદ

  નરેશ કે.ડૉડીયા

  ૧૧-૧૨-૨૦૧0

 

3 responses to “જવાહરલાલના વિચારને ‘પોપટીયા અવાજ’તરીકે સરદાર પટેલ ફગાવી દેતાં હતાં

 1. kalpesh

  ડિસેમ્બર 12, 2011 at 5:00 પી એમ(pm)

  great artilcle…loved it

   
 2. jayantilal

  જાન્યુઆરી 6, 2012 at 2:55 પી એમ(pm)

  sardarpatel ne aje koi vanchtuj nthi lagabhag film ane cricket sivay ksu sujtuj nathi aeva samay par sardar visenu lakhan vanchi anand thayo

   
 3. Harendra Dave

  એપ્રિલ 7, 2012 at 5:10 પી એમ(pm)

  Khub j sundar sampadan karelo lekh chhe…Everyone must read this atricle to understand Sardar .Congratulations for such a good authentic information…..
  Harendra Dave

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: