RSS

ચંન્દકાંત કેશવલાલ બક્ષી-PART(1)

એક એવા સાહિત્યકારની વાત કરવી છે,એને સામે વહેંએ તરવાની આદત હતી.એ સાહિત્યકારને હું ૧૪ વર્ષનો હતો ત્યારથી વાંચતો આવું છું..એક એવો સમય હતો,જ્યારે ગુજરાતી યુવાનોની છાપ શરમાળ પ્રકૃતિની હતી.છોકરીઓ સામે આંખ મીલાવતા પણ એ સમયે ગુજરાતી યુવાન શરમાય હતો.

એક એવો સમય હતો.ગુજરાતી સાહિત્યમાં શાકાહારી લેખકોનો મહિમાં હતો.એક જ જાતની શૈલી નવલકથામાં ચાલી આવતી હતી.સિવાય કે મુનશી,મેઘાણી,ર.વ.દેસાઇ જેવા લેખકોને બાદ કરતાં.

સાહિત્યની ઘાણીએ જોતરાયને બપોરનું ટાણુ થતાં બધા સાહિત્યકારો પોતપોતાના ટિફિન ખોલીને જમવા બેસે છે.એ બધા શાકાહારી સાહિત્યકારોની પંગતમાં એક અજાણ્યો ચેહરો નજરે પડે છે.એક દાઢીધારી અને સામ્યવાદી જેવો લાગતો અને બંગાળ તરફથી આવેલા એ સાહિત્યકારને બધા કંઇક અજબ દ્ર્ષ્ટીથી જોવાં લાગ્યા.

આ સાહિત્યકારે જેવું પોતાનું ટિફિન ખોલ્યુ અને સાથે બેઠેલા આ શાકાહારી સાહિત્યકારોએ ભગમભાગ શરૂ કરી દીધી.કેટલાક સાહિત્યકારો બેહોશ થઇ ગયાં.કેટલાયને આફરો ચડી ગયો.

તે દી,ની ઘડી અને આજનો ‘દી..બધા સાહિત્યકારોની એક પંગત પડે છે અને આ સાહિત્યકાર પોતાનું ટિફિન ખોલીને જુદો જમવા બેસે છે…પણ હવે એ સાહિત્યકાર આજે આપણી વચ્ચે નથી.

આ બધાથી અલગ ચોકો જમાવનાર સાહિત્યકાર હતાં,ચંદ્રકાંત કેશવલાલ બક્ષી.

બક્ષીસાહેબના આગમનથી ગુજરાતી સાહિત્યનું પાંરપરીક સૌંદર્ય બદલી ગયું.સાહિત્યનો કલેવર બદલી ગયો.આષ્ચર્ય ઉપર આષ્ચર્ય સર્જાતા ગયા.

ગુજરાતી સાહિત્યનુ પાંરપરીક સૌંદર્ય બદલીને સૌંદર્યનું નવું ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ આવ્યું.
ગામડાની ગોરી અને શહેરી મુગ્ધ કન્યાઓને બદલે,ભુમધ્ય સમુદ્રના તડકામાં તપેલી અને લાલચોળ અને નફ્ફટ સૌંદર્ય ધરાવતી ઇટાલિયન લોલિટાઓ આવી.શરાબી આંખોવાળી અને તામસિક શારીરિક ગંધવાળી બંગાળી કન્યાઓ આવી.મહેનતકશ અને મજબૂત ગુજરાતી સ્ત્રીઓ આવી.ગોરી ગોરી કન્યાઓને બદલે કાળી અને શ્યામવર્ણી નાયિકાઓ આવી.આફ્રિકાની ઝામ્બેઝી નદી જેવી કાળી નીગ્રો સ્ત્રીઓ આવી.ગ્રીક,ફ્રેન્ચ અને લેટીન સ્ત્રીઓ આવી.નવલક્થાઓના વિષયો બદલી ગયાં.સરહદ પારના લોકેશનો આવ્યા.નાયિકાઓ બટકબોલી અને માથાભારે આવવા લાગી.
આગળ વધતા પહેલા મારા પ્રિય મિત્ર જય વસાવડાએ બક્ષી સાહેબ માટે કંઇક લખ્યુ છે,તે જોઇએ.-” ચંદ્રકાંત બક્ષી. સિર્ફ નામ હી કાફી હૈ!

ગુજરાતી અખબારી આકાશમાં સૂડી લેખકો, કાતર લેખકો, છીણી લેખકો, રંધા લેખકો, સૂયા લેખકો, ટાંચણી લેખકો, ચપ્પા લેખકો ઇત્યાદિ ફોજ બણબણી રહી છે ત્યારે બક્ષી ખરા અર્થમાં કટાર લેખક છે. એમની કલમ ધારદાર કટારની જેમ જ ચાલે છે. એમની ચમકને આયખાનો કાટ ચડ્યો નથી. એ સુધારે છે, ચીરેકાપે છે, ખોતરે છે, કોતરે છે! પહેલાં એના પૂરા દામ વસૂલે છે, પછી વસૂલ કરાવી દે છે!

બક્ષી વાર્તાકાર છે, નવલકથાકાર છે, નાટ્યકાર છે, અનુવાદક છે, પત્રકાર છે. એમણે લખેલી વાર્તાઓના પ્લૉટ્સ, નેરેશન અને સ્ટાઇલનો કેફ હજુ પણ મદહોશ કરી શકે છે. થોડા સમય પૂરતા એમણે કરેલા પત્રકારત્વે ગુજરાતી પત્રકારત્વની લેખનશૈલીને હંમેશ માટે ઝકઝોરી નાખી છે.

બક્ષીમાં ડબલ સ્ટાન્ડર્ડ નથી. ખુદ્દારી અને ખુમારી એ રણકતા સિક્કાઓની બે બાજુઓ છે. બક્ષી લેખકોના લેખક છે, વાચકોનાય લેખક છે. હી ઇઝ એમ્પરર ઑફ ધ ઍમ્પરર્સ. બક્ષીએ લેખકોને જરૂર કરતાં વધુ માન નથી આપ્યું, પણ વાચકોને જરૂર કરતાં વધુ મહોબ્બત કરી બતાવી છે.

એમની એટિટ્યૂડને નેગેટિવ કહેનારાઓએ આંતરખોજ કરવી જોઈએ કે એમના ભાગે બક્ષીનો રોષ કેમ ઠલવાયો?”….

એક નહી બે પેઢી બક્ષીને વાંચીને જવાન બની છે.૧૯૫૫થી લઇને ૨૦૦૪ સુધી સરસ્વતીના ખોળે પોતાનું અસ્તિત્વ ધરી દેનાર ચંદ્રકાંત બક્ષી.જેની લખાણશૈલી ઉપર ફીદા થનારી પેઢી
અને બક્ષીના લખાણો વાચીને લેખક બનેલી એક પેઢી…અને બક્ષીના અંદાજ ઉપર જાનિસાંર થનારી એક પેઢી..આ બધા લોકોએ બક્ષીને દિલ ફાડીને પ્રેમ કર્યો છે.

નવલકથાઓમા નવાનવા શબ્દો આવવા લાગ્યા.બક્ષીસાહેબે નવલકથાને તામસિક અને છટપટી બનાવી દીધી.શૃંગારરસમા દરિયાની ખારાસ ભળી ગઇ.મધુર શૃંગારરસ ખાટૉમીઠો બની ગયો.

શરૂઆત બક્ષી સાહેબના નવલકથાના વાકયોથૉ કરીએ…

“લાકડાના પ્લૅટફૉર્મ પરથી પીઆનાનો અવાજ આવ્યો. સંગીત શરૂ થયું. માઈકની પાછળ છોકરી ઊભી રહી ગઈ હતી. ધીરે ધીરે વહેતો, સિસકતો, થરથરાતો સ્વર નાના કમરામાં ફેલાઈ ગયો. બ્લાઉઝના નીચા ઝૂલી ગયેલા કટમાંથી જરા જરા હાંફતી, રસબસતી છાતી દેખાતી હતી અને લાલ ગર્ડલની નીચે કાળા સ્કર્ટનો રેશમી ઘેર તાલબદ્ધ ગરમાતા સંગીતના વેગમાં લહેરાતો હતો. પ્રકાશ ગ્લાસને ગોળ ગોળ હલાવતો રહ્યો અને રેશમી ઘેરને જોતો રહ્યો. ગ્લાસમાંનું ઘેરું પ્રવાહી ગોળ ગોળ ચકરાતું હતું.

ગાતી છોકરીના અવાજમાં કંપન ગતિ અને ભીનાશ આવી ગયાં હતાં. એમાં સ્વતંત્રતા હતી, નિર્લજ્જ આત્મીયતા હતી, ઉદ્દીપક કંપન હતું, પ્રકાશનું ધ્યાન સંગીતના પ્રવાહમાં વહી ગયું. શ્વાસ ગરમ થઈ ગયો, બીઅરના ઘૂંટડાઓ વચ્ચે અંતર વધતું ગયું. ઍસ-ટ્રેમાંથી બુઝાઈ રહેલી સિગારેટોનો ધુમાડો હવે ધ્યાન ખેંચતો હતો.”

(પડઘા ડૂબી ગયા: પૃ.90-91)

રાજેને મને એની છાતી પર દબાવી લીધી. એનું આખું શરીર ગરમ ગરમ હતું અને કપડાંમાં પણ બફારો હતો. એણે ડાબા હાથથી મારી ગરદન પકડી અને મારા ગાલ એના ગાલ પર દબાયા. રાજેનના શરીરમાં તાવ હતો. ધીરેથી મેં મારું વજન ખસેડ્યું અને એની બાજુમાં ઢળી ગઈ. રાજેન ખસ્યો. એના ખાટલામાં કચડાટ થયો…એણે દિવસભર ખાધું ન હતું અને એના હાથમાં સખત તાકાત આવી ગઈ હતી. મારી આંખો બંધ હતી…અને શરીરમાં તરવરાટ હતો અને રાજેનના ધ્રૂજતા હાથ મારા શરીરની આસપાસ લપેટાતા જતા હતા, ભૂખથી, પ્રેમથી, કૂરતાથી. મારી બંધ આંખો સામે ભૂતકાળની રાતો ઝબકવા માંડી અને ધીરે ધીરે… મારું શરીર દબાતું જતું હતું. એના વજનમાં પુરુષત્વની હૂંફ હતી… વર્ષોથી ધુંધવાયેલી ભૂખ એકાએક ભડકી ઊઠી હતી અને મારા થાકી ગયેલા શરીરમાં સળગતી હતી. એને ગળા પર, કપાળ પર, આંખોની નીચે, મૂછોની ઉપર પસીનાનાં ટીપાં પંખાની હવામાં પણ બાઝી ગયાં હતાં અને એનો હાંફતો શ્વાસ સંભળાતો હતો…

(રોમા: પૃ.145)

કેસાન્ડ્રા સ્વસ્થ હતી, તેજ હતી, લગભગ દબાવી ન શકાય એવું એનું વ્યક્તિત્વ હતું અને એનું શરીર માંસલ, કોતરેલા શિલ્પ જેવું, ચુસ્ત, લાંબું, છરહરું, મજબૂત, સેક્સી-પ્રેમમાં પડી જવાય એવું હતું. ચહેરા પર કાળી તગતગતી તાજગી હતી અને એમાં આફ્રિકન ખૂબસૂરતી હતી. વાસનાથી ફાટતા હોઠોની, મુર્ગીના ઈંડાની કાચલી જેવા સફેદ નહિ પણ દૂધ જેવા સફેદ દાંતોની, મોટી મોટી કાળી આંખોની, ચરબી વિનાની ગરદનની, થરથરતા સુંવાળા મેદ વિનાના સુરેખ ગળાની, કપાળ પર ખેંચાઈ ગયેલી એક ધબકતી નસની, કાળી સ્ત્રીના ભડકતા મિજાજની, બહેલાવી નાંખનાર નીગ્રો અવાજની, ઈલેક્ટ્રિક સેક્સની…

(બાકી રાત: પૃ.80)

અત્યાર સુધી ગુજરાતી વાંચકોને આવી તામસિક શૈલીને વાંચવાનો અનુભવ નહોતો.બક્ષી સાહેબ આફ્રિકાની કાળી સ્ત્રીઓ વિશે શું કહે છે.

“આફ્રિકન કવિઓ કાળી સ્ત્રીઓની કેવી તારીફ કરે છે?હમેશાં ભીંજાતેલી..ઝામ્બેઝી પડેલા વરસાદ પછીની તોફાની..હ્વ્વાની બેટી જેવી..સર્પાકાર બદનમાંથી ફાટેલા દુધની વાસવાળી..મકાઇના આથવેલા શરાબ જેવી..કાળા નમકની તામસિક વાસથી તરબતર..!માદા.માંસલ.ભરપૂર.જંગલી કાળા સાથળૉ નચાવતી કાળી સ્ત્રી.જિંદગી ચુસી લેતી કાળી સ્ત્રી.આફ્રિકન કાળી સ્ત્રી..”

બક્ષીસાહેબ સ્ત્રીની ઉત્પતિ માટે શું કહે છે.

“વેદોમાં સ્ત્રીનું સર્જન કેવી રીતે થયું એનું લાંબુ વર્ણન છે.શું શું વસ્તુઓ સ્ત્રી બનાવવાંમાં વપરાય છે?એ દિર્ધ કાવ્યમાંના થોડા અંશ..લત્તાની કમનીયતા,ઘાસની ધ્રુજારી,પાંદડાનું હલકાપણુ,હાથીની સૂંઢનૉ વળાંક,હરણની નજર,વાદળૉનું રડવું,પવનોની અનિશ્ચ્ત્તા,પોપટની છાતીની મુલાયમિયત,મધનું માધુર્ય,વાઘની ક્રુરતા,અગ્નિની ઉષ્માં,બરફની શીતળતા,બગલાનો દંભ,બતકની વફાદારી….આ બધું અને બીજુ કેટલુંક એકત્ર કરી અને સર્જનહારે સ્ત્રી બનાવી અને પુરુષને સોપી દીધી..”

ફરી એક વાર મારા લેખક મિત્ર જયવસાવડા બક્ષીસાહેબ માટે શું કહે છે તે જોઇએ.

“ચંદ્રકાંત બક્ષી જેમનું માત્ર નામ જ નહીં, કામ પણ બોલે છે.

બક્ષીબાબુએ સામા પ્રવાહે તરીને, લડીને, ઝઝૂમીને, મારીપછાડીને ગુજરાતી સાહિત્યમાં સિદ્ધિઓનાં શિખરો પ્રસ્થાપિત કર્યા છે. સલીમ-જાવેદની જેમ એમણે ગુજરાતી લેખકને વટથી પૈસા માગતો કર્યો છે.

બક્ષી આગળ નીકળી ગયા છે પણ એમણે ડોલાવેલા આંદોલનો હજુ ચાલુ છે. આજીવન શેરિફ જેવો મિજાજ ધરાવતા બક્ષીમાં ચિત્તા જેવી ચપળતા અને વાઘ જેવું ખુન્નસ છે. સિંહ જેવી ગરવાઈ અને બૂલ જેવું ઝનૂન છે. બાજનો ઠસ્સો છે. શિકાર શોધતી નજર અને ગુનેગારોનાં હાજાં ગગડાવતી ગર્જના છે.

આ શેરીફ એ પૂરી દુનિયાની એક જનરેશનના ખ્વાબોનાં સુપરહીરો રહી ચૂક્યા છે. બક્ષીનું વિશિષ્ટ લખાણ એકદમ પરફેક્ટ હોય છે. સબ્જેક્ટને વફાદાર. કડક ઈસ્ત્રીદાર: ટુ ધ પૉઈન્ટ, કૉમ્પેક્ટ. મર્યાદિત શબ્દો અને અમર્યાદિત વિચારો.

એલેક્ઝાન્ડ્રિયાની દીવાદાંડી કે ગીઝાના પિરામિડ કે સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની મશાલની જેમ બક્ષી વધુ ને વધુ જવાન થતા જાય છે. માટે બક્ષી લીવિંગ લિજેન્ડ નહોતા, લિજેન્ડ મરે છે. બક્ષી એક્સક્લુઝિવ હ્યુમન બ્રાન્ડ છે. ગુજરાતી ભાષાની ઓન્લી બ્રાન્ડ!”

બક્ષીસાહેબનું એક વાકય જે મને ખુબ પંસદ છે તે મારી પહેલી નવલકથા “ઓહ!નયનતારા”માં લખ્યું છે.

“નયનતારાના ચહેરાનું દેદિપ્યામ સોન્દર્ય જોઇને ચન્દ્રકાન્ત બક્ષીનું વાક્ય યાદ આવી ગયું,”હિંદુઓ મૂર્તિ પૂજક છે,હિંદુઓ મ્રુત્યુ પૂજ્ક છે.જીવતી સ્ત્રીના માંસને પ્રેમ થાય્,મરેલી સ્ત્રીના હાંડ્કાને પ્રેમ થાય્ છે,અને એક જ સ્ત્રીમાં આવાં હાડકા અને માંસ ભરીને જાન ફુંકી શકનાર એ મહાશકિતને આપણે વંદન જ કરી શકીયે એટલી જ આપણી શકિત છે.” (ઓહ્ નયનતારા..નરેશ ડોડીયા)

બક્ષીસાહેબે સ્ત્રીઓ માટે બેહદ પ્રેમ હતો.તે જોઇએ બક્ષીસાહેબના શબ્દોમાં..”સ્ત્રીઓ માટે મને જરા સોફ્ટ કોર્નર છે.હું આજીવન સ્ત્રીઓનો પ્રેમિ રહ્યો છું.બહેન ન હતી.માતા નથી,અને મને લાગ્યુ કે સ્ત્રી છે માટે આ પ્રુથ્વિ ગોળ ફરે છે,ઋતુઓ બદલાય છે,સુર્ય ઉગે છે,જિંદગી ગુજરી જાય છે.આ પ્રુથ્વિ પર સ્ત્રી ન હોત તો હું આપઘાત કરી નાંખત.સૌંદર્ય મને શારીરિક કરતા માનસિક વિશેષ લાગ્યું છે.સૌંદર્યની સાપેક્ષ કલ્પના માત્ર છે,તુટેલા પુરુષ પાસે એક જ સેલ્વેશન છે,એક જ ઇતિશ્રી છેઃસ્ત્રી.!એક પુરુષ આખી દુનિયા જલાવી દે છે એક સ્ત્રી માટે.સિંકદરની પ્રેમિકા થાઇસે ઇરાનનું આખું પર્સિપોલિસ સળગાવી દીધું હતું..પ્યારની શું તાકાત છે.”

“સ્ત્રીના શરીરમાં સૌથી સખત કમરનાં હાડકાં હોય છે જે બળતા નથી,અને પુરુષની લાશના ખંભાના હાડકાં સૌથી સખત હોય છે,જે છેવટ સુધી બળતા નથી.સ્ત્રીની કટીને કમનિય અને લચીલી કહેનાર કવિઓને સ્ત્રીનાં રાતભર બળી જતી ચિતામાંથી ગરમ અસ્થિ લેવાં મોકલવા જોઇએ,કટી કે કમરના હાડકાં લેવા..જેને અગ્નિ પણ બાળી શકતો નથી.”

“સ્ત્રીના ચાર પ્રકારના ભેદપ્રભેદ શાસ્ત્રોમાં વર્ણવામાં આવ્યા ‘પદમિની’,’ચિત્રિણી’,’હસ્તિની’અને ‘શંખિણી’.આમાં એક નંબર બેસ્ટ છે અને ચાર નંબર વર્સ્ટ છે.પણ બીજો અને ત્રીજો નંબર મધ્યમ છે.આ ચારેય લક્ષણૉ કળિયુગમાં એક જ સ્ત્રીમાં મળી રહે છે.એને ઓફિસગર્લ કહેવામાં આવે છે. ”

“દુનિયામાં જેટલી સ્ત્રીઓ છે એટલી લવની થિયરીઓ છે અને જેટ્લા પુરુષો છે એટલી સેકસની થિયરી છે..”

“સ્રી સાથે દોસ્તી કે દુશ્મની કેમ થઈ શકે.? સ્ત્રી સાથે માત્ર પ્રેમ જ થઈ શકે….”

બક્ષીસાહેબે ગુજરાતી પુરુષોના માનસિક પોલ લેવા માટે કેવું જોરદાર અનુમાન લગાવેલુ જરા તેના ઉપર એક નજર…” ગુજરાતી પુરુષોનો માનસિક્ પોલ્ લેવો હોઇ તો પ્રશ્ન જરાં જુદી રીતે મુકવો પડે.તમે તમારી પત્નીને છેલ્લી વસ્ત્ર કયારે જોઇ હતી?૮ વર્ષે,૧૪ વર્ષે કે ૨૨ વર્ષે પહેલાં?યુરોપિયન માટે બાળકો, પતિ,નોકરી એ ગુલાંમી છે.ગુજરાતી મણીબહેનોથી મોનાબહેન સુધીની સ્ત્રીઓ માટે આ સ્વતન્ત્રતાની પરાકાષ્ઠા છે.”

બક્ષીસાહેબ સ્ત્રીઓની ઉમરના પડાવોને કેવી રીતે સરખાવે છે એના પર એક નજર…
“સ્ત્રી-જયારે એ ૨૦ વર્ષની હોય ત્યારે એ આફ્રિકા જેવી હોય છે,અંધારખંડ જેવી,અર્ધ શોધાયેલી.
જ્યારે એ ૩૦ વર્ષની હોય ત્યારે એ ઇંન્ડિયા જેવી હોય છે,ગરમા ગરમ અને રહસ્યમય.
જ્યારે એ ૪૦ વર્ષની હોય ત્યારે એ અમેરિકા જેવી હોય છે,ટેકનિકલી સપુર્ણ.
જ્યારે એ ૫૦ વર્ષની હોય ત્યારે એ યુરોપ જેવી હોય છે,ઢળતા ખંડેર જેવી.
જ્યારે એ ૬૦ વર્ષની હોય ત્યારે એ સાઇબેરિયા જેવી હોય છે,દરેકને ખબર છે કે એ ક્યાં આવ્યું,પણ ત્યાં કોઇ જવાં માંગતું નથી.”

બક્ષીસાહેબને કાળી સ્ત્રીઓ પ્રત્યે થોડો વધું પડતો લગાવ હતો.એમના જ શબ્દોમાં જોઇએ…”મારી ૨૬ નવલક્થાઓમાં એક ‘રોમા’ની નાયિકા ગોરી આવી છે(કદાચ નાદાન ભૂલથી)બાકી બધી જ નાયિકા કાળી અથવા ડાર્ક છે.વષો પહેલા એક વાર લખ્યું હતું કે કાળી છોકરી ડાયનેમો જેવી હોય છે.ગોરી છોકરી ધોવાયેલી લાશ જેવી લાગે છે,અને એના પરિણામો નકારાત્મક અને સકારાત્મક હું હજુ ભોગવી રહ્યો છું.”

પણ સાચું કહું તો બક્ષી સાહેબના આ વિધાન સામે હું સંમત નથી.કારણકે છોકરી કાળી હોય કે ગોરી મને તો બધી પાવરહાઉસ જેવી લાગી છે…વોલ્ટેજ વધધટ હોય છે એ વાત બીજા નંબરની છે..

વધું આવતા હપ્તા

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: