RSS

ચંન્દકાંત કેશવલાલ બક્ષી. Part (3)

સ્ત્રી અને પુરુષનાં શરીરનું એક સત્ય છે.પુરુર્ષો પચાસ પછી પણ કાર્યરત્ રહેતા હોય્ છે.સામાજીક મિલનોને કારણે અને જ્વાની હાથમાં સરકી જવાંનાં ડરને કારણે સતત તણાવમાં રહે છે.કોઇ વખત મનમાં દબાયેલી વ્રુતિઓ ઉછળીને બહાર આવે છે.આ વ્રુતિઓ સામાન્ય્ માણસથી લઇને મહાન માણસો બધા માટે સરખી હોઇ છે.

આ બાબતનું સચોટ ઉદાહરણ છે આપણાં સાઠી વટાવી ગયેલાં લેખકો છે.ચન્દ્રકાન્ત બક્ષીથી કાન્તિભટ્ટ સાહેબનાં પ્રેમ અને સ્ત્રી વિશેનાં લખાણૉ કોઇ યુવાનને પણને આંટી મારી દે તેવાં હોય છે.કારણકે લેખન્એ સશ્ક્ત્ માધ્યમ છે.જેમાં જાણ્યે અજાણ્યે અંતરમાં છુપાયેલી વેદનાઓ વિચાર્ રુપી કલમમાં ઉતરી આવે છે.આ એક જાતની સમાન્ માનસિક્તા છે.લેખક હોય કે સામાન્ય માણસ,દરેકને આકૅષતિ વસ્તુંઓ સમાન સ્ત્રી અને સેક્સ,રોમાન્સ અને રમૂજ,આ ચારેય વસ્તુઓ સીધી લિટીમાં આવી જાય એટલે થ્રિલ ! અને જિંદગીમાં આ થ્રિલ માનવમગજમાં મરણ પર્યન્ત્ જિવન્ત રહે છે.યુવાનીમાં થયેલાં થ્રિલનાં અનુભવો જ પુરુષને જલ્દીથી બુઢો બનવા દેતાં નથી.મગજને સતત યુવાને બનાવી રાખે છે જોકે આ બાબત ધાર્મિક ઓથાર તળે જિવતાં લેખકોને બાકાત રાખે તેવી શક્યતાં સૌથી વધું છે.

જ્યારે બક્ષીસાહેબ ધાર્મિક ઓથારથી પર હતાં.બક્ષીસાહેબને અર્નેસ્ટ હેમિંગવે અને સાર્ત્રના મોટા ચાહક હતાં,અને હેમિંગવેની અસર તેમની વાતાઓમાં ઘણી વખત દેખાય આવતી હતી.

સાર્ત્રની જેમ અણધાર્યુ લખાણ અને કલ્પનાઓ બક્ષીના લખાણોમા આવી જતી.હેંમિંગવેની જેમ શબ્દના ભાવ અને પ્રતિભાવ અને પ્રતિસાદને કાયમ કરવાની કલા બક્ષી સાહેબમાં હતી..

,જે અન્ય ગુજરાતી નવલકથાકારોમાં દેખાતી નથી.ઘણા નવલકથાકારોએ ૫૦થી વધુ વાર્તાઓ લખી છે પણ એમાં એકજાતની બિબાઢાળ વાસ્તવિકતા નજરે પડે છે..

એક વાણીયાના દીકરાએ સરસ્વતીના ખોળે માથુ મુકયુ ત્યારે એને લક્ષ્મીની સામે આંદોલન છેડી દીધુ હતું.

કટલેરીની દુકાનમાં પોતાની શરુઆતની કૃતિઓ બક્ષીસહેબે લખી હતી.એ પછી આજીવન શબ્દની બંદગી કરનારા એક બંદાની જેમ પુરી કરી નાંખી.બાઇબલમાં લખ્યુ છે કે,”ઇન ધ બીગીનિંગ ધેર વોઝ એ વર્ડ.”..તો ઉપનિષદો કહે છે કે,”શબ્દ એ તો બ્રહ્મ છે.”…પછી તો બક્ષીના શબ્દના બ્રહ્મનાદ થતાં જ રહ્યા.

આજના લેખમાં બક્ષી સાહેબના અમુક જાનદાર અને શાનદાર વાક્યોને માણીસુ..તો થઇ
જાવ તૈયાર બક્ષીની તામસિક શૈલીને માણવા….!!!

“છોકરીઓ માટે પશ્ચાતકિશોરાવસ્થા અને આરંભકુમારાવસ્થા માટે બે સરસ, સૂચક સંસ્કૃત શબ્દો છે: કન્યા અને તરુણી! કન્યા શબ્દની ધાતુ વિશે વિવિધતા છે. કન એટલે ઈચ્છા કરવી, જે ઈચ્છા કરે છે એ કન્યા છે. બીજો એક અર્થ છે: કેન ઈયમ નેયા ઈતિ ન નિશ્ચિતમ, કોણ એને સ્વીકારશે એ નિશ્ચિત નથી. એક ત્રીજો અર્થ પણ છે, કમનીયા ઈતિ કન્યા. જે કમનીય છે એ કન્યા છે. માટે કહેવાયું છે કે નિર્દોષન કન્યાદર્શન. એટલે કે કન્યાનું દર્શન એક નિર્દોષ ક્રિયા છે. તરુણી શબ્દ તૃ ધાતુ પરથી આવે છે. જેના પરથી તરુ અથવા વૃક્ષ શબ્દ બન્યો છે. તૃ એટલે ઊગવું, વિસ્તરવું ઓળંગવું. એ છોકરી જેણે બાલ્યાવસ્થા ઓળંગી લીધી છે એ તરુણી છે.”
(યુવતા : પૃ.2)

“બહાદુર શબ્દ આપણો નથી. એ શબ્દ મંગોલ છે. મંગોલ પશ્ચિમ એશિયા પરથી ફૂંકાઈ ગયા, બધું જ તારાજ કરતા ગયા. ખાનાખરાબી, આગજની, તબાહી અને એ પ્રજા બે શબ્દો મૂકતી ગઈ: ખાન અને બહાદુર. આજે “ખાન” શબ્દ પઠાણો માટે અને “બહાદુર” શબ્દ ગુરખાઓ માટે વપરાય છે પણ એ બંને શબ્દો મંગોલ આક્રમકોએ આપેલા છે. બહાદુર શબ્દને વ્યાખ્યાની મર્યાદામાં માપવો અઘરો છે. કારણ કે એની ક્ષિતિજો વિસ્તરી ગઈ છે. સામાન્યમાં સામાન્ય અને નિર્બળમાં નિર્બળ સ્ત્રી કે પુરુષ બહાદુર બની શકે છે. એ માનસિક શૌર્યની સાથે સાથે માનસિક શક્તિ માગી લે છે.”
(સાહસ: પૃ.5)

“શક્ય નથી. 62 વર્ષની જિંદગી જીવી લીધા પછી એ શક્ય નથી. આ ઉંમરની ટ્રેજેડી એ હોય છે કે જે સ્ત્રીમાંથી તમારાં સંતાનો આવ્યાં છે એ સંતાનોને તમે ચાહો છો અને એ સ્ત્રીની સાથે તમારો ફક્ત નફરતનો જ સંબંધ રહ્યો છે. પાંજરામાંનું પક્ષી એ સમજે છે કે એણે પાંજરાની અંદર જ ગાતા રહેવાનું છે, પણ સમુદ્રની માછલીએ પાણીની જેલની અંદર જ રહેવાનું છે. જેલ અગાધ છે, પણ એ જલ છે, દેવી ! કુટુંબના સંબંધો, કુટુંબનાં બંધનો… અને જ્યારે ખૂબ પૈસાની વાત હોય ત્યારે કોઈ કુટુંબ છોડી શકતું નથી. હું ખુલ્લી હવામાં નહીં જીવી શકું, મારે માછલીની જેમ પાણીમાં જ વહેતા રહેવું પડશે.” તેજ ચૂપ થઈ ગયો. પછી મોઢું નીચું રાખીને જ બોલ્યો, “દરેકની જલનનો પણ પોતાનો રંગ હોય છે, જુદો.”
(મારું નામ, તારું નામ. : પૃ.7)

‘તને પરિવાર પસંદ નથી? પત્ની, બાળકો?’

‘એક જ જાનવરને એની પત્ની અને બાળકોની માયા હોય છે અને એ બધાને લઈને સપરિવાર ફર્યા કરે છે…અને એ જાનવર છે સિંહ!’ અંકુશ હસ્યો, ‘હું સિંહની જેમ જીવી શકું નહીં.’

‘મને તો એકાદ બાળક હોય તો ગમે…માતૃત્વ-બાતૃત્વ માટે નહીં પણ એકલી સ્ત્રીની જિંદગી ન્યુસન્સ છે. હું જ્યારે એકલી સ્ત્રી જોઉં છું ત્યારે હું એ જ વિચારું છું કે એની શહાદતની ભાવનામાં કેટલો બધો દોષ છલકે છે! ત્યાગની સપાટીની નીચે જ ઘણી વાર દોષ ભટકતો હોય છે.’
(રીફ-મરીના: પૃ.82)

“ઘણી સાંજો અમે સાથે ગુજારી હતી, હોટલોમાં, દરિયાને કિનારે ઠંડી હવામાં, સિનેમાના અંધારા હૉલોમાં, એના ઘરની દીવાલોની વચ્ચે…અને મારું દિલ ખટકતું હતું. આ બધું શું હતું? બદમાશી, ફરેબ, જિંદગીની એક મૃગજાળ! ના, મારી તૂટેલી, ફેંકાઈ ગયેલી જિંદગીને એક દિશા મળી હતી. એમાં મુક્તિ હતી, જિંદગીભરની શુષ્કતાનો જવાબ હતો. હું બિડાઈ ગયેલી જિંદગીને ફરી ઉઘાડવા માગતી હતી.

રાજેને એની ડાયરીમાં લખ્યું હતું એમ જ- વર્ષે વર્ષે વસંત આવતી હોત તો? મારી દુનિયામાંથી પાનખર ચાલી ગઈ હતી, વસંતના રંગો આવી રહ્યા હતા…અને હું એ રંગો તરફ મિશ્રિત ભાવથી જોતી હતી….મને એ રંગોનું જીવલેણ ખેંચાણ હતું અને હું એ રંગોથી ડરતી હતી-”
(રોમા: પૃ.151)

” જિંદગી એ પડાવ પર આવી ગઈ હતી જ્યાંથી હવે માત્ર આગળ જ જવાનું હતું. સંબંધો ભુલાતા નથી, પણ તૂટ્યા પછી સંધાતા પણ નથી. જો સંધાય છે તો વચ્ચે ગાંઠ પડી જાય છે, જેનો કોઈ ઈલાજ નથી. સ્વીકાર એ અંતિમ અનુકૂલન છે, જ્યાં ઈચ્છાઓ ગૌણ બની જાય છે. જે કર્યું છે એ સારું કર્યું છે કે ખરાબ એ સમજવા માટે હજી સમય પસાર થયો નથી, અને જ્યાં સુધી સમય જતો નથી ત્યાં સુધી એક તટસ્થ પરિપ્રેક્ષ્ય મળતો નથી. જોખમ રોમાંસની પ્રાથમિક અવસ્થામાંથી હવે બહાર આવી ચૂક્યું હતું. બાકી જિંદગી ધીરે ધીરે ટપકતી સાંભળી શકાય એ દિવસો આવી રહ્યા હતા, આવી ગયા હતા..”
(મારું નામ, તારું નામ: પૃ.230)

બક્ષીસાહેબે હમેશાં વાંચકોને યાર બાદશાહો બનાવ્યા છે..વિવેચકોના વિવેચન કરવામાં બક્ષીસાહેબે હમેશા વિવેક ચુકયો છે..બક્ષીસાહેબ લખે છે,”ગુજરાતી સાહિત્યમાંથી મને ખૂબ મળ્યુ છે.માલિકે ખૂબ તાવી તાવીને આપ્યુ છે,પણ જે આપ્યુ છે એ કોઇ ગુજરાતી લેખકને આપ્યું નથી.અને આંખો ઝુકાવ્યા વિના,પુંછડી પટપટાવ્યા વિના,અથાણાની સિઝનમાં શેઠાણીને કાચી કેરીઓ સપ્લાય કર્યા વિના આટલું બધું મળ્યુ છે.હવે મારે માટે ભાવકો રહ્યા નથી,ચાહકો છે.હું વિવેચકો માટે લખતો નથી.હું આશિકો માટે લખું છું.કોઇ અપેક્ષા નથી.કોઇ હસરત નથી.”

બક્ષીસાહેબ લખે છે,”મને ફદફદી ગયેલા,મુરમુરાના થેલાઓ જેવાં કે સાડા પાંચ મહિનાની ગર્ભવતી સ્ત્રીના જેવા પેટ લઇને ફરતા ગુજરાતી લેખકો ક્યારેય ગમ્યા નથી.છરહરા શરીરમાં જ તેજ દિમાગ રહી શકે છે,એવું ગ્રીકો માને છે અને હું પ્રાચીન ગ્રીકોની એ વાતને હમેશાં માનતો રહ્યો છું.બીજાના શરીરને પ્રેમ કર્યો છે.પણ મારો પ્રથમ મારા શરીર માટે છે.આ શરીર બગાડીને ચિતાને સોંપવું નથી.હું માનું છુ કે બીમાર,અસ્વસ્થ,ઢંગધડા વગરના શરીરમાંથી ફાટેલા ગુમડાની મવાદ જેવું જ ગુજરાતી સાહિત્ય ઝર્યા કરે છે.ચુસ્ત અને મસ્ત શરીરમાંથી જે ગધ પ્રકટે છે એમાં ચુસ્તી અને મસ્તી રહેશે.”

બક્ષી પોતે જિવનના અંત સુધી રોજ સવારે કસરત કરતા હતાં.બક્ષીસાહેબની પુત્રી રીવા બક્ષી એના પિતા માટે શું કહે છે-“ડેડીને મેં ડમ્બેલ્સ અને બારબેલ્સ લઇને આદમકદના આયના સામે વ્યાયમ કરતાં જોય છે..એમનાં શરીર પ્રત્યેની મરદાના જિદ્દને જોઇ છે..એવી જ મરદાના કલમ પર ન્યોચ્છાવર થતી એક પેઢી જોઇ છે.”

બક્ષીસાહેબની એક અનેરી ઝલક જોઇએ..

“પ્રકાશ બોલતો ગયો, ‘જ્યારે હું નસીમને – એક વેશ્યાને – એના ઈશ્વરની બંદગી કરતાં જોઉં છું ત્યારે એકાએક ઈશ્વરમાં રહીસહી શ્રદ્ધા ફરી ભડકી ઊઠે છે. જે મંદિરોના સેંકડો ઘંટારવો નથી ભડકાવી શકતા….દુનિયા છે, ઘણું જોતો રહ્યો છું, ઘણું જોઉં છું અને જિંદગીમાં દિલચશ્પી વધતી જાય છે. કૉલેજમાં પાંચ છોકરાઓ સાથે ‘લવ’ કરીને, પૂરા ચકાસીને, છઠ્ઠાને પરણી ગયેલી ખૂબસૂરત છોકરીને મેં ત્રણ જ મહિનામાં વિધવા થતી જોઈ છે. ત્રણ ત્રણ વર્ષ સુધી ‘ટેમ્પરરી’ નોકરી કર્યા પછી રજા અપાયેલા જવાન માણસોની ઓગળતી સખ્તાઈ ભરેલા ચહેરાઓ મેં જોયા છે. આંધળા થઈ ગયેલા બચ્ચાને મેં એનું જૂનું રમકડું આંગળીઓથી ઓળખતાં જોયું છે…છ ફૂટ ઊંચા પુરુષોને મેં રડતા જોયા છે…

‘…અને છતાં પણ જિંદગીમાં દિલચસ્પી રહી ગઈ છે.’

‘અને તેરસો માઈલ દૂરથી એક ઔરત આવીને તારું દિલ થપથપાવે છે ત્યારે એ દિલચસ્પી વધી જાય છે, ખરું ને?’ અલકા બોલી.

‘દિલ થપથપાવે છે? અલકા, તું તો તબિયત હલાલ કરી નાખનારી છોકરી છે…જેને દુનિયા દુ:ખ કહે છે એ વસ્તુ આવે છે ત્યારે જિંદગીમાં રસ સુકાતો જાય છે. દુ:ખનો ઈલાજ છે સહારો. મારી પાસે બધું જ છે….અને કંઈ નથી, કારણ કે મારે માટે બે આંખો ભીની કરનાર કોઈ નથી. આજે મને લાગે છે કે મારે માટે પણ એક મુલાયમ દિલ છે…”
(પડઘા ડૂબી ગયા: પૃ.152-153)

” કર્ણ વિચારે ચડી ગયો. અંતે નિર્ણય લઈ જ લેવો પડશે. એ લંડન ગયો એ પહેલાંની ગૌતમી – અને આજે કદાચ મળશે એ ગૌતમીની આંખોમાં રોષ હશે, એક મધ્યમવર્ગીય છોકરાના ત્રીજા માળના ઘરની બ્લૅક ઍન્ડ વ્હાઈટ ઈમાનદારીને ઠગી લેવાનો! ”

“કર્ણ, તારી અને મારી દુનિયા જુદી છે. તારા શ્વાસમાંથી પણ ઈમ્પોર્ટેડ વાસ આવે છે. અમારા અત્તરોમાં પણ મિટ્ટી અને પસીનાની ખૂશ્બૂ છે. અમારી સાંજો ભીડની ગંધથી ભરેલી છે. ફક્ત અમારી આંખો બીમાર નથી અને લોહી લાલ હોય છે. અમે આખે શરીરથી હસીએ છીએ. અમારી બંને હથેળીઓ પૂરેપૂરી ખૂલી શકે છે. અમારા નખ સાફ છે અને સખ્ત છે કારણ કે આંગળીઓની મજદૂરી કરીને અમો પગાર લઈએ છીએ. અમે આંખો ઝુકાવીને ક્યારેય જોતા નથી, અમે આંખોમાં આંખો નાખીને વાત કરી શકીએ છીએ. અમારી રોટીમાં, કર્ણ, બધા જ સ્વાદો હોય છે. અમે એરકન્ડિશન્ડ રૂમમાં પૅક કરીને મોટાં કરેલાં એનેમિક અને સફેદ મોડેલો નથી, અમે હાથપગ, દિલો-દિમાગવાળા, ભૂખ-હર્ષ-ગુસ્સાથી છલકાતા કાળા, બદામી ઘઉંવર્ણા માણસો છીએ.”
(હથેળી પર બાદબાકી: પૃ.129)

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: