RSS

ખાં ખાં જગીઝખાં….પણ એ મુસલમાન નહોતો.નખશીખ મોંગોલ હતો.

        

ઇતિહાસનું એક શુરવીર પાત્ર ખાંખાં જંઘીસખાં.જેને આપણે ચંગીઝખાનનાં નામથી જાણીયે છીએ.ચંગીઝખાનનું નામ સામે આવતા એક બર્બર અને ઝનૂની યોધ્ધો સામે આવી જાય છે.

મોંગોલ લોકોનો કોઇ ધર્મ નહોતો.ઇ.સ.૧૧૬૨માં યેશુકાઇ નામનાં મોંગોલ સરદારના ઘરે ચંગીઝનો જ્ન્મ થાય છે.ચંગીઝનું અસલ નામ તેમુંજી હતું.ચંગીઝ તેર વર્ષનો થયો ને બાપ યેશુકાઇનું મૃત્યું થયું.મોંગોલોની જવાબદારી ફકત તેર વર્ષનાં ચંગીઝ ઉપર આવી પડી.

એ લોકોની આસપાસ કિરાત,ઉગુડ અને તાતાર જાતિનાં લોકો રહેતાં હતાં,મોટે ભાગે આ લોકો સાથે મોંગોલોને હાલતા સંઘર્ષમાં ઉતરવું પડતું હતું.

મોંગોલો પર્વતિય વિસ્તારોમાં રહેતાં હોવાંથી હાડમારી ભર્યા જીવનનાં લીધે કસાયેલા અને મજબૂત બની ગયાં હતાં.ઘોડી,બકરી અને ગાડરનાં દુધ અને કાંચા માંસ ખાઇને જીવન ગુજરનાર મોંગોલ ખાનાબદોસ્ત હતાં.

ચંગીઝ યુવાન થાય છે.આપણા પુરાણકાળમાં જેમ આર્ય રાજાઓ અશ્વમેઘનાં ઘોડાને બીજા રાજ્યોમાં મોકલી દેતા અને જે રાજયોનાં રાજાઓ આ ઘોડાનું અપમાન કરતાં,એ રાજાઓને કાં તો સંધી કરીને ખંડણી ભરવી પડતી અથવા તો યુધ્ધ માટે તૈયાર રહેવું પડતું.

આવી જ રીતે ચંગીઝ પાડોશી રાજ્યોમાં પોતાનાં દૂતો મોકલીને મૈત્રીનો સંદેશો મોકલતો હતો.જો પાડોસી રાજ્યનો રાજા મૈત્રીનો સંદેશો ન સ્વીકારે તો ચંગીઝ પોતાની વિરાટ સેના લઇને એ રાજયો પર ચડાઇ કરતો હતો.

ચંગીઝખાનનેં માત્ર મોંગોલોની સરદારીમાં રસ નહોતો,એને એશિયા માઇનોરમાં ધાક જમાવવી હતી.એ સમયે મોંગોલોની સંખ્યા પણ ઓછી હતી.ચંગીઝને તેર વર્ષની ઉમરે ગાદીરૂઢ થતાં જ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.પોતાના કબિલાના વિસ્તાર ગોબીમાંથી તાઇજુડ જાતિનાં સરદારે ચંગીઝને પોતાનાં વિસ્તારમાંથી હાંકી કાઢ્યો હતો.તેમનાં ઘેરામાંથી બાળ ચંગીઝ નાસી ગયો,ત્યારે તેમની પાસે ફકત આઠ ઘોડા હતા,પાછળથી આ જ ચંગીઝખાન પાસે અઢી લાખ ઘોડેશ્વારોનું સૈન્ય હતું

ઘણા મુસલમાનો ચંગીઝખાનને મુસ્લિમ સમજીને એના પર ગૌરવ મહેસુશ કરે છે.હક્કીતે ચંગીઝખાનને કોઇ પણ ધર્મ સાથે લેવાદેવા નહોતો અને ખાસ કરીને ઇસ્લામ સાથે.કારણકે ચંગીઝ અને તેના પુત્ર હલાકુએ સૌથી વધું ખુંવારી ઇસ્લામી સંસ્કૃતિ અને ઇસ્લામી માણસોની કરી છે.

યુવાન ચંગીઝને માત્ર રાજ્યસતાનો ભુખ્યો નહોતો,તેને તો પોતાના સાર્વભોમ જમાવવા માટે

મોંગલો,તાર્તારો,ઉગુડો અને પુર્તોને પોતાના સાર્વભૌમ્તવ હેઠળ રાખીને એશિયા માઇનોરમાં સતા જમાવવી હતી.    

he was obsessed by a hunger for men to serve him.He measured strength not in terms of political,or of wealth;his conception of strength was man-power.When he praised hi horses,he said that they had crashed hard stone into gravel,overturned cliffs,and stoped hard stones rush of deep water.

જોકે ચંગીઝે એના વિસ્તારોમાં રહેતા અને પસાર થતાં ઇસ્લામી,ખ્રિસ્તીઓ કે બૌધ્ધોને કદી સતાવ્યા નથી.એવું ઇતિહાસકાર કહે છે.એક વાર એના શરૂઆતી શાસનકાળ દરમિયાન એક બૌધ્ધ શ્રમણે ચંગીઝ વિરુધ્ધ ખટપટ કરી હતી,ત્યારે પોતાની સત્તા બચાવવા આ બૌધ્ધ શ્રમણની બેરહેમીથી કત્લ કરી નાંખી હતી.

ચંગીઝખાને કદી પોતાના શત્રુઓ સાથે દયાભાવનાં રાખી નથી.શત્રુઓને વધ કરવામાં પણ અલગ અલગ તરીકા અપનાવતો હતો.એના બાપનો સ્નેહી,કિરાતોનાં સરદાર તોઘરુલખાં,એક વખત ચીનનાં તાર્તારો સામેની લડાઇમાં એનો સાથીદાર હતો.તે તોંઘલુરઘાં સામે કારાકોરમની ઘાટીની લડાઇમાં એને હરાવ્યો અને એનો શિરછેદ કર્યો અને સાથે એનાં સમસ્ત કુંટુબીઓને બેરેહમીથી કત્લ કર્યા હતાં.                                                                           

એક વખત ચંગીઝે ૭૦ મોટા દેગડાઓમાં પાણી ભરીને ગરમ કરાવ્યા અને ઉકળતા પાણીમાં પોતાના ૭૦ શત્રુઓને મોઢા પાણીમાં ડુબાડીને મારી નાંખ્યાં.

આ જ રસમ ચંગીઝનાં પુત્ર હલાકુએ જાળવી રાખી હતી.બગદાદમાં પેંગબરનાં વંશજો ખલિફાનું શાસન હતું.હલાકુએ મોંગોલ એલચીઓને બગદાદ મોકલ્યાં,પણ ખલિફા સમજૂ માણસ નહોતો અને ચંગીઝના અનુભવો પરથી કાંઇ શીખ્યો નહોતો.ખલિફાએ હલાકુના એલચીઓને અપમાનિત કર્યા અને સાથે સાથે બગદાદના લોકોનાં ટોળાએ પણ આ એલચીઓને અપમાનિત કર્યા.આથી ક્રોધે ભરાયેલા હલાકુએ તાત્કાલિક બગદાદ ઉપર ચડાઇ કરી.બગદાદની બહાર સતત ચાલીસ દીવસ સુધી ઘેરો ઘાલ્યો,બગદાદવાસીઓને ત્રાહિમામ પોકારાવી દીધા.ચાલીસ દીવસ પછી “એરેબિયન નાઇટ” બગદાદ શહેરનો તથા પાંચસો વર્ષના ઇસ્લામી શાસન દરમિયાન લુટની અન્ય રીતે એકઠી થયેલી અપાર  ઇસ્લામિક  દોલત અને ઐશ્વર્યનો અંત   આવ્યો …

 સૌ પ્રથમ ખલિફાનો એમનાં કુટુંબીઓ અને દરબારીઓ સામે કત્લ કર્યો,ત્યાર બાદ એક પછી એક એમનાં કુટુંબીઓને કત્લ કર્યા.ત્યાર બાદ દરબારીઓને કત્લ કર્યાં,છતાં આટલથી સંતોષ ન થતાં,એલચીઓને અપમાનિત કરનાર બગદાદમાં રહેતા શહેરી મુસ્લિમોને સતત એક અઠવાડીયા સુધી ઘરમાંથી બહાર કાઢીને કત્લ કર્યાં.આ કત્લનો સિલસિલો સતત દસ દીવસથી વધું ચાલ્યો અને આ દીવસો દરમિયાન લગભગ પંદરલાખ જેટલા બગદાદનાં મુસ્લિમોની કત્લ કરી હતી.આ હેવાનિયતનાં કારણે બગદાદની બહાર વહેતી તૈગ્રીસ નદીનું પાણી માઇલોનાં માઇલો સુધી લાલ થઇ ગયું હતું.       

ચંગીઝખાં તેના લશ્કરોનાં માણસોને ખાસ તાલિમ આપવા દર શીયાળે શિકારની મોટી યોજના ગોઠવતો હતો,એનો એક જ નિયમનું  એનું ધર્મશાસ્ત્ર હતું-દુશ્મનને કદી અભયદાન ન આપવું..

પરિણામે ઘણી વખત બૌધ્ધ અને ખ્રિસ્તી સાધુઓની વિંનંતીને ઠુકરાવી લાખો માણસોની કત્લ કરી નાંખી હતી.ચંગીઝનું લશ્કર આ જ કારણસર રાજમહેલમાં રાજવંશના લોકો અને કિલ્લાની અંદર રહેતી પ્રજા વચ્ચે ફર્ક ના સમજ્યો.આ બધાના વધ કરવાનો હુકમ દેતા ચંગીઝ ખચકાતો નથી.કદાચ દુશ્મન હાથમાંથી છટકી જાય તો પણ એનો પીછો કરવામાં પણ ચંગીઝનું લશ્કર અને ખુદ ચંગીઝ કદી કચાસ છોડતા નહોતાં.ચંગીઝની આ નીતિના કારણે સપાટાબંધ છવાય ગયેલા ઇસ્લામિક મુલ્કોને ભારે નુકશાનીનો ભોગ બનવું પડયું હતું.

કારાકોરમ નજીક શાહ અલાઉદીન ખ્વારિઝમ,ઇરાન અને અફઘાનીસ્તાન પર હુકમ ચલાવતો હતો.શાહે ચંગીઝના એલચીઓનું અપમાન કર્યું,કૈફમાં રાચતા આ ઇસ્લામિક યોધ્ધાનું પાણી ઉતારવાં ચંગીઝ એના મોંગોલ લશ્કર સાથે તુટી પડયો.એ સમયનાં ભવ્ય અને જાહોજલાલીથી ભરપૂર ઇસ્લામિક શૌહરત ધરાવતા શહેરો,બાઇમાન,હેરાત,ગઝની,સમરકંદ અને બુખારા જેવા શહેરો બાળીને ભસ્મીભૂત કરી નાંખ્યાં.આ યુધ્ધ દરમિયાન અલાઉદીનનો પુત્ર જલાલુદીન મોકાનો લાભ લઇને નાશી છુટ્યો.નાશીને જલાલુદીન સીંધું નદી સુધી પહોચી ગયો.છેટ સીંધું નદી સુધી પીછૉ કરીને ચંગીઝનું લશ્કર ત્યાં પહોચ્યું.

થોડે દુરથી ચંગીઝનાં લશ્કરના હાકલા-પડકારા સાંભળીને જલાલુદીને સીંધું નદીની વીસ ફટ જેટલી ઉંચી કોતરો પરથી સીંધું નદીનાં ઘસમસતા વહેણમાં ઝંપલાવી દીધું.આ બાજૂં સામે કાઠે ખુદ ચંગીઝ પહોંચી ગયો,પણ બહાદુર જલાલુદીનને પકડી શક્યાં નહી.આ જલાલુદીન સીંધ અને પંજાબ પાર કરીને છેટ દિલ્હી સુલતાન ઇલ્તમુસનાં દરબારમાં મદદ માટે પહોંચી જાય છે.                                 

સમજદાર ઇલ્તમુસે ચંગીઝ જેવા ખુંખાર યોધ્ધાની સામે લડવાની ના પાડી દીધી.આ બાજું ચંગીઝ અને એનું લશ્કર છેટ પંજાબ સુધી પહોંચી ગયું.એ સમય હતો ૧૨૨૧ની સાલના ઉનાળાનો.જલાલુદીનને દિલ્હી સલ્તનતની મદદ મળી નહી પણ નશીબનો બળવાન જલાલુદીનનું નશીબ ફરી એને મદદે આવ્યું.પંજાબનો કાળજાળ ઉનાળો ચંગીઝ અને એના લશ્કરોથી સહન ના થતાં પંજાબનાં શહેરોને લૂંટીને ચંગીઝ આંતક મચાવે છે.પાછા વળતી વખતે રસ્તામાં આવતા લાહોર અને પેશાવર જેવાં શહેરોને લૂંટે છે અને આ બંને શહેરને બાળી નાંખે છે.બોખારાની મસ્જિદમાં ચંગીઝ પોતાનાં ઘોડાની ખરીથી કુરાન તોડી નાખે છે                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  

જતી વખતે ચંગીઝ જલાલુદીનની બહાદુરી ઉપર આફ્રિન થઇને બોલ્યો હતો,”ધન્ય છે એના માતા અને પિતાને,જેમને આ બહાદુર બેટાને જન્મ આપ્યો.”

 

ચંગીઝે જે જે સંસ્કૃતિઓને હરાવી છે એમાની કોઇ પણ સંસ્કૃતિની અસર એને થઇ નહોતી.જેમ કે હિંદુસ્તાનમાં મુસ્લિમો પહેલા આવેલા હુણો,શકો,ગ્રીકો,પર્શિઅનો જેવી સંસ્કૃતિના લોકો આર્ય સંસ્કૃતિમાં ભળી ગયાં હતાં.

ચંગીઝખાં જેવાં યોધ્ધા સામે સિઝર ,નેપોલિયન કે હનિબાલ જેવા યોધ્ધાઓ ઝાંખા પડે તેટલી ઝડપે વિજયો નોંધાવ્યા હતાં.એક વખત મોંગોલ સામ્રાજયની ધાક ઉપર હતી.વોલ્ગા નદીના તટથી લઇને સીંધું નદી સુધીના વિસ્તારો.કોરીઆથી લઇને ઇજિપ્ત સુધીના વિસ્તારો,આશિયા માઇનોર સુધીની અડધી દુનિયા પર મોંગોલોનું સાર્વભોમત્વ સ્થપાય ગયું હતું.

ચંગીઝ ચીનમાં વિજયી થયો એના પર બૌધ્ધ ધર્મની અસર ન થઇ.ઇરાન જીત્યો એના પર શીયા મુસ્લિમ સંસ્કૃતિની અસર ન થઇ.ખોરાસન,ઇરાક જેવા વિસ્તારોમાં ગયો ત્યાંની સુન્ની મુસ્લિમ સંસ્કૃતિની અસર ન થઇ.હિંદુસ્તાન આવ્યો,હિંદુ સંસ્કૃતિની અસર ન થઇ.

ચંગીઝની યુધ્ધકળાથી એ સમયે યુરોપિયન સરદારો પણ અંચંબિત થઇ ગયાં હતાં.જેની પાસે અઢી લાખ ઘોડેશ્વારોનું સૈન્ય હોય એની સામે કોઇ સામ્રાજય ઉભું રહી શકતું નહી.તદન  જંગલી અવસ્થામાં જીવતા આ મોંગોલો.કાચું માંસ ખાતા અને ધેટીઓનું દુધ પીતા હતાં.કોઇ ધર્મની સંસ્કૃતિની અસર નહોતી.છંતાં તેર વર્ષે સરદાર બનનાર ચંગીઝમાં કંઇક તો કોઠાસૂઝ હોવી જોઇએ.કે કારાકોરમની પહાડીમાં એક નાનકડી વસાહતનો સરદાર અડધી દુનિયા પર કબજો જમાવી ગયો.

દુશ્મનનાં પ્રદેશોની ખબર મેળવવાં ચારસો-પાંચશો ઘોડેસ્વારોનું લશ્કર આગળ મુકી દેતો.એ પછી બે-ચાર હજાર ધોડેશ્વારોને દુશ્મનો સાથે લડવા મોકલી દેતા અને એ પછી મુખ્ય લશ્કર દુશ્મનો ઉપર તૂટી પડતું અને દુશ્મનોને આ રીતે ચારે તરફથી ઘેરી લઇને બેરહેમીથી કત્લ કરી નાંખતાં હતાં.

ચંગીઝ પછી એનો દીકરો હલાકુ સત્તા પર આવ્યો,એ પછી એમનાં વંશજો આવતા રહ્યાં.કાળક્રમે ચીનમાં વસી ગયેલા મોંગોલો બુધ્ધ ધર્મી બન્યાં.ઇરાનમાં વસી ગયેલા મોંગોલ શીયા પંથી મુસલમાન બની ગયાં.ખોરાસન,ઇરાકમાં વસેલા મોંગોલો સુન્ની મુસલમાન બની ગયાં.યુરોપમાં વસેલા મોંગોલો ખ્રિસ્તીઓ બની ગયાં.

બાબરની માતા ચંગીઝનાં વંશ હતી.હિંદુમાં આવીને મોગોલો બની ગયાં.અકબરે  આ મોગલાઇ સંસ્કૃતિને હિંદમાં આગળ વધારી.

પાકિસ્તાન અને હિંદનાં અમુક ઇતિહાસકારો ચંગીઝખાન જાણે મુસ્લિમ હોય એ રીતે ગર્વગાથા કહેતાં હતાં.પાકિસ્તાનના રાજકારણીઓ અને પ્રજા આજે પણ ચંગીઝખાનને પોતાનો મુસ્લિમ હીરો માને છે.

ખાં ખાં જગીઝખાંનું સાચું નામ તેંમુંજી હતું.આ મોંગોલો કેવા હતાં?-“khan’s voice is compared to the thunder in the mountains,his hand were strong like bear’s poaws,and wish them he could break a man in two,as easily as an arrow may be broken.he would lie naked near an immense glasier in the winter,heedless of cinders and shark that fell in this body,and awakening would mistake the burns merely for the bites of insects.her ate a sheep a day,and drank immense quantities of kemis(fermented mare’s milk)

એક વાર ખ્રિસ્તીઓ સામે લિગ્નીત્ઝનાં યુધ્ધમાં હારેલા તમાંમ ખ્રિસ્તી યોધ્ધાઓનાં કાન કાપી લેવામાં આવ્યા અને દુશ્મનોનાં કાન કોથળાઓમાં ભરી લેવામાં આવ્યા હતાં.

To crush the enemies,to see them fall at his feet,to take their horses and goods and to here the imentations of their women.that is the best.

ઇતિહાસ જેટલો ભણવામાં કે વાંચવામાં ભલે ખૂબસૂરત લાગે,પણ હક્કીતમાં બધી ઐતહાસિક ઘટનાઓ રકતરંજીત છે.કદાચ ઇતિહાસ જે પ્રજાં વાંચતી હોય છે એ પ્રજાએ તાજા લોહીની વાસ સુંધી નથી.રકતની ગરમાહટની જાણી નથી.છઠી સદીમાં ઇસ્લામ અસ્તિત્વમાં આવ્યાં પછી સાતંમી સદીથી છેટ ૧૯૪૭ની હિંદુસ્તાનની આઝાદી સુધી એશિયા માઇનોરથી યુરોપની ભૂમિના ઇતિહાસે લોહીનાં ખાબોચિયામાં કરવટ બદલી છે.ખુંખાર અરબી યોધ્ધાઓ,તુર્કો,મોંગોલ જેવી પ્રજાએ અડધી દુનિયાની પ્રજાને પોતાનો પરચમ બતાવી દીધૉ.

મોંગોલો ધર્મ ઝૂનીની નહોતો.જ્યારે મુસ્લિમ યોધ્ધાઓ ધર્મ ઝૂનૂની હતાં.મોંગોલો જ્યાં જ્યાં ગયાં ત્યાં પ્રજા અને રાજવંશોની બેરેહમીથી કત્લ કરી છે.મહેલો આવાશો બાળી નાંખ્યાં,પણ ધર્મના નામે ધાર્મિક સ્થળોનો નાશ નથી કર્યો.જ્યારે મુસ્લિમ યોધ્ધાઓએ સર્વ પ્રથમ સ્થાનિક પ્રજાનાં મર્મ સ્થાન પર પ્રહાર કરવાં ધાર્મિકસ્થળૉને ટાર્ગેટ બનાવ્યાં,મોટા પાયે ધર્મ પરિવર્તન કરાવ્યાં.

હિંદુસ્તાન,ઇસ્તંબુલ,બોલકનનાં દેશો,ઇરાન,ઇરાક,અફઘાનીસ્તાન,યુરોપનાં દેશોનાં અમુક લોકોને વતનથી લઇને પોતનાં મુળ ધર્મનાં અસ્તિત્વ પર ઇસ્લામને કબૂલ કરવો પડયો.

ચંગીઝે બામિયાને સંપુર્ણપણે ખત્મ કરી નાંખ્યું હતું પણ બામિયાનની બુદ્ધની પ્રતિમાને હાથ નહોતો લગાડયો.પંજાબ સુધી આવ્યો,લાહોર,પેશાવર જેવા શહેરો બાળી નાંખ્યાં પણ ધાર્મિક સ્થળૉનાં ખંડનો નહોતા કર્યાં.                                           

મીહિરગૂલ,અચિલા જેવા સરદારો,ચંદ્રગુપ્ત,અશોક  જેવાં શાસકો સાતમી સદી પહેલા થઇ ગયાં.ખરેખર આજની પ્રજાનો ઇતિહાસ સાતંમી સદીમાં મહમદ બીન કાસિમ આગમન પછીનો જ હોવો જોઇએ.સાતમી સદીથી લગાતાર સોળમી સદી સુધી હિંદુ યોધ્ધો બહારી સંસ્કૃતિના લોકોના હાથે પરાસ્ત થતો રહ્યો.પરિણામે આજે અંખડ હિંદ કહેવાતું હિંદુસ્તાન આજે અનેક બહારી સંસ્કૃતિની વિકૃતિની અસર બદનામ થતું રહ્યું.

હિંદુસ્તાનની ભૂમિ ઋષીમૂનિઓ,સાધુંસંતો,યોગીઓની ફસલ માટે ફળદ્રુપ બનતી ગઇ.આ ભૂમિ પર યોધ્ધાઓની ફસલ પાકવાની બંધ થઇ ગઇ.અહિંસાવાદી પુરુષોની મબલખ ફસલ પાકતી ગઇ પરિણામે આવનારી પ્રજા પર આ અસર જોરદાર લાગુ પડતી ગઇ.નેપોલિયન,દરિયાવુશ,સાયરસ,હિટલર,મુસોલિની,ગઝની જેવા યોધ્ધાઓની ફસલ માટે હિંદુસ્તાનની ભૂમિ બંજર સાબિત થઇ.દુશ્મનની તલવારની ધાર સામે અહિંશાના ઉપદેશ આપતું પુસ્તક ઢાલ તરીકે વાપરવાનું હિંદુઓને ભારે પડયું.પરિણામે હિંદુઓના કાંડા કપાય ગયાં..

that is the ખાં ખાં જગીઝખાં….પણ એ મુસલમાન નહોતો.નખશીખ મોંગોલ હતો.

=કોર્નર=

જિતેલી પ્રજા ઇતિહાસ લખે છે.હારેલી પ્રજા લખે છે.જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે એ પ્રજાને ઇતિહાસ એક સજા કરે છે;એ પ્રજાને ઇતિહાસ ફરીથી જીવવો પડે છે.

 નરેશ કે.ડૉડીયા

તા-૧૧-૨-૨૦૧૧

 

One response to “ખાં ખાં જગીઝખાં….પણ એ મુસલમાન નહોતો.નખશીખ મોંગોલ હતો.

  1. m1r42013

    જાન્યુઆરી 31, 2013 at 1:32 એ એમ (am)

    Great…

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: