RSS

એક અનોખી પ્રેમકહાની

એક પ્રેમીકા પોતાના પ્રિયતમનું વર્ણન કરે છે,”આવા મનુષ્યની બુધ્ધિને જગત નમે-મનુષ્ય સ્વભાવ પારખવાની એમની શકિત ગજબની છે-મારી ભાષામાં નાના માણસ છે-અન્નદેવ સાથે એમની મૈત્રી નથી-તેમને સહાનૂભૂતિ ગમતી નથી.હ્રદય તો વાપરે જ કિંમત વધે છે.”

એ પછી પત્ર વ્યવાહર આગળ વધે છે.”હું તો આપણામાં એવી નિમ્ન બની છું કે બીજાનો વિચાર નથી આવતો.તું એકલો ઉપર ગયો અને તારી પાછળ મારૂં હ્ર્દય દોડ્યું.કેમ કરીને આવુ ! તું મારું સાંભળતો નથી અને નિંરાતે ઉંઘતો નથી.તું કેટલો દુઃખી છે.”

કાનુડે ન જાણી પ્રીત,
આવી પડ્યું સહેજે સહેવું,
પ્રીતની આશાએ રહેવું
અજબ એ પ્રીતની રીત-કાનુડા.

૧૯૨૦ની સાલમાં એ પ્રેમિકા લખે છે,” પહેલાની મારી જિંદગીની ખબર છે….?”

“…..આપણા બંનેમાં ઘણુ સામ્ય છે,પણ ઘણી વસ્તુઓ એવી છે કે તમે તેને કેમ નીભાવશો..?મૈત્રી તો સરખાની જ ટકી શકે”

“તમારી કલ્પનામાં એક જાતનૉ એવો જાદુ છે કે એમાંથી છુટાતું નથી અને તમારી ફિલસૂફી પર પણ મેં વિચાર ચલાવવા માંડયા છે..પણ તમારા જેવી મને બીક નથી લાગતી.મારા પર મને વિશ્વાસ છે અને તમારા પર મને વિશ્વાસ આવતો જ નથી…આપણે તોફાની બાળકો હોઇશું,પણ નીચે તો નહીં જ પડીએ.આકાશમાં વસો છો કે પૃથ્વી પર…?

“સદભાગ્યે છેવટે મેં નીર્ણય લીધો કે તમને ચાર દિવસ સુધી એક અક્ષર પણ લખવો નહીં.આજે સવારે તમારો પત્ર આવ્યો કે મારો બધો નિસ્ચય પાણીમાં ! કેવા ખરાબ છો કે કાંઇ જ કરવા નથી દેતા ! નથી લખવાનું સુજતુ કે નથી નીર્ણય ટકતો.તમારા પર વેર લેવા હવે મારે કોઇ નવો ઉપાય શોધવો પડશે.”

“દ્રાક્ષાસવ પીધા પછી એનો સ્વાદ ભૂલાય જાય પણ ઘેન રહીં જાય તેમ.”

આગળ પ્રેમિકાના પ્રેમપત્રોનો ઉલ્લેખ કરતાં પહેલા ખલિલ જિબ્રાનનું એક વાક્ય અહીં ટાકવું જરૂરી છે.

“કલાપ્રેમી પુરુષ,કલાચાહક પુરુષ,લેખક કે કવિ વળી કઇ રીતે એક જ સ્ત્રીને વફાદાર રહીં શકે ? કલાકાર તો સ્ત્રીઓના સતત નૂતન પ્રેમથી પ્રભાવિત થયો હોય છે.કલાકાર કે કવિ આ જગતનો પ્રેકટિકલ માણસ નથી.તે જ્યારે વ્યવાહરૂ જગતની ઠોકર ખાય છે ત્યારે એને કોઇ સુંવાળા હ્રદયની સહાનૂભૂતિ અને પ્રેમની ભૂખ રહે છે.આ પ્રેમ તેને માત્ર પ્રેમાળ સ્ત્રી જ આપી શકે છે.તે પછી કુંવારી હોય,પરણેલી હોય કે વિધવા હોય.”

આ પ્રેમી પુરુષ એક લોંખડી પુરુષ, લેખક અને કવિ પણ છે.એનું કવિહ્રદય બોલે છે.”ઉજ્જયિનીમાં વિહરતા એક ગુજરાતી કવિના મગજ પર અસહ્ય બોજો આવી પડયો છે,ખરો સહચાર તો હ્રદયની વિશાળતા,અંતરની ઉંડી સમજ,નિખાલસપણુ અને મિત્રોના દોષોને ચલાવી લેવાની તો શું પણ તેને જ પ્રિય કરવાની કલા ઉપર રચાય છે.”

“ઘણી વાર વાર્તાનું પ્રકરણ લખતો હોઉ એમ લાગે છે.મારી કલ્પના ચારે ઘોડે ઉપડી છે.તમે વિધીના લાડ વિશે લખો છો પણ થોડા દહાડાનો નશો શમશે પછી જવાબ દઇ શકીશ,જો આ સૌભાગ્ય કહેવાતું હોય તો તેને જોઇને હું કંપી રહ્યો છું.”

“ચઢાણના ઉત્સાહના આંનદમાં એક જ લોઢાની મેખ-કોઇક જે સાથે હસત ને ઉતરી આવત તેની ગેરહાજરી.(પહાડ ચડતી વખતે પણ પ્રેમિકાનો વિરહ સાલે છે-સટીક ! )

રસિકતાની રસલહાણ અને સૌંદર્યની સરવાણી સરદાર પટેલના સાથીદારની રસઝરતી કલમમાથી ઝરે છે-“અમે બેઠા,ઘોડાઓ ઉપડ્યા,ઉડ્યા-આસમાને.બગદાદના મિનારાઓ દેખાતા બંધ થયા.ખેતરો છોડી,જંગલમા ગયાં.જંગલ પસાર કરી મધ્ય એશિયાના નિઃસિમ અરણ્યો કાપતા ચાલ્યા.કોઇ ખલિફાની સત્તા નહોતી.કોઇ દુનિયાની દરકાર નહોતી.દુરને દુર-છુટેલા તીર સમા.”

આ કલ્પના કોઇ તરૂણ પ્રેમીને શરમાવે તેવી મુગ્ધતાથી છ્લોછ્લ લાગે તેવી છે,હક્કીત એ છે કે જ્યારે મુનશી એ સમયે પરિણીત અને બે બાળકોના પિતા હતાં.જ્યારે મુનશી એ સમયે યુરોપની સફરે જાય છે ત્યારે પોતાની બંને પત્નીઓને સાથે લઇ ગયા હતાં.

આ લખનાર પુરુષ એ છે જેને હૈદરાબાદના નીઝામને રાતે પાણીએ રોવડાવ્યો હતો.જેની કલમમાં શુરવીરતા અને સૌંદર્યનો અદભૂત સંગમ હતો.આ ઘટના આઝાદીના લગભગ ૩૦વર્ષ પહેલાની છે.આ પ્રેમપત્રો ૧૯૨૦ની સાલમાં લખાયેલા છે.સૌથી વધું તાજ્જુબીની વાત એ છે કે બંને પ્રેમી અને પ્રેમિકા પરણેલા હતાં.એ સમયે હાલની આધૂનિકતાની કલ્પના પણ ના થઇ શકે.સાચો પ્રેમ માણસને મર્દ બનાવે છે.

જ્યારે હાલના સમયના ચાંદ કે ચંદ્રમોહનના ઇશ્કના ઉભરા કેટલા છીછરા લાગે છે.છેવટે એ ચાંદને અમાશનું ગ્રહણ લાગતા ફીઝાને,”બાય બાય…બાય હાલતી થા..”કહી દીધું.

આ મર્દાના ગુજરાતીએ કોઇ પણ જાતની જેમ કે ચંદ્રમોહનની જેવી જાત બદલાવવાની કે કોઇ જાતની ધાર્મિક્વિધિ પડયા વિના એ પ્રેમિકાને પત્ની પણ બનાવી હતી.જેને “ગુજરાતની અસ્મિતા” નામનો શબ્દ આપ્યો.કાકભટ્ટ,મંજરી,મૃણાલ અને મુંજ જેવા પાત્રોના ગુજરાતીઓના મોઢે રમતા કર્યા હતાં.એ પણ ફક્ત પુસ્તકના પાના ઉપર જ નહીં પણ ચિત્રપટના પડદા ઉપર..!

યસ..બોસ ! એ મર્દ ગુજરાતી લેખક-રાજકારણી-કેબિનેટ મિનિસ્ટર અને ભારતીય વિધ્યાપિઠ ના જન્મદાતા કનૈયાલાલ માણેકલાલ મુનશીની આ અનોખી પ્રેમકહાની છે..અને એની પ્રેમિકા છે લીલાવતી મુનશી.

કનૈયાલાલ મુનશી સરદાર પટેલના અંત્યત વિશ્વાશું સાથીદાર હતાં.જેને આઝાદીના સમયે સરદાર સાથે ખંભેખંભા મીલાવીને કામ કર્યું હતું.

મુનશી એકી સાથે કેટલા મોરચે લડત્તા હતાં.છતાં પણ આ માણસે સાહિત્ય અને લેખનને બાથમાં ભરી રાખ્યા અને જીવનના અંત સુધી આ વસ્તુને મુનશી આંલિગનમાં જકડી રાખી હતી.

હૈદરાબાદના એટરની જનરલ,યુપીના રાજ્યપાલ,મુંબઇના ગૃહ અને કાયદામંત્રી,આઝાદ ભારતના કૃષિ અને અન્નમંત્રી બન્યાં હતાં.ગુજરાતી સાહિત્ય પરિષદના આધારસ્તંભ,મુંબઇ કોર્ટમાં વકિલાત..આ બધુ કરતાં કરતાં મુનશી સાહિત્યક્ષેત્રમાં મહાપરાક્રમી મુનશીનું સાહિત્યમાં મહાપ્રદાન…મુનશીની કૃતિઓ તાજેતરના અમદાવાદના પુસ્તકમેળામાં મોટી સંખ્યામાં ખપી હ તી.જે વિનોદભટ્ટના દિવ્યભાસ્કરની રવિવારની આવૃતિમા વાચ્યું હતું.

નર્મદની જેમ મુનશીને પણ કુળવંતી અને ડાહી સ્ત્રીની જરૂર હતી,જે એને મળી ગઇ-લીલાવતી શેઠ.

લીલાવતી પોતે મુંબઇના એક વેપારીની પત્ની હતાં અને મુનશીના પાડૉસી હતાં.લીલાવતી શેઠના પતિનું મૃત્યુ થયું હતું.સાહિત્યના અંત્યત રસિક અને પોતે પણ સારા લેખક હતાં.પાછળથી લીલાવતી શેઠ પોતે લીલાવતી મુનશી બને છે.

એ બાઇનો ઠસ્સ્સાદાર ફોટો મારી પાસે રહેલી ” સ્વપનસિધ્ધિની શોધમાં”નામની મુનશીની કૃતિ જેની પ્રથમ આવૃતિમાં છપાયેલો છે.૧૯૨૦ની સાલની એક નાજૂક નમણીનાર કેટલું બુંલદ વ્યકિતત્વ ધરાવતી હતી.

લીલાવતી મુનશી બન્યા પછી તેને પણ પુસ્તકો લખ્યા હતાં.તેમના એક પુસ્તક “રેખાચિત્રો”માથી દ્રૌપદી વિશે એક વાકય અહીંયા લખું છું.-“આ સ્ત્રીનો જ્ન્મ અને મૃત્યુ અને વ્યકિતત્વની માફક સૌથી જુદી રીતે થયો હશે.એનામાં શૌર્ય હતું ને શકિતની વાંચ્છના હતી.એનામાં બળ હતું ને બળવાનને આકર્ષવાની શકિત હતી.એનામા ગર્વ હતો ને એ ગર્વને સંતોષવાની તાકાત હતી.એનામાં બુધ્ધિ હતી ને એનો ઉપયોગ કરવાની આવડત હતી.એનામાં સૌંદર્ય હતું ને એને શણગારવાની કલા હતી.”

એક કહેવત છે,”પૃથ્વીને હમેશાં વિરો જ ભોગવે છે.”જે મુનશી માટે યથાયોગ્ય છે.

વર્તમાન સમયમાં આધૂનિકતા આવતા આંતરજ્ઞાતિય લગ્નો વધી ગયા છે.”પ્રેમ” એ સાથીના મનની ભાષા જાણવાનો શબ્દકોષ છે.આ શબ્દકોષ બ્રેઇલલિપિમાં લખાયેલો હોય છે.
એટલે અંધજનની જેમ બંધ આંખે જ સ્પર્શની શકિતથી જ વાંચી શકાય છે.

માટે સામેના પ્રિય પાત્રની મનની ભાષા તમારો પ્રેમનો શબ્દકોષ સમજી શકતો ના હોય તો
એ પ્રેમ કદી મહાસાગર બની શકશે નહીં.થોડા દિવસો ઇશ્કના ઉભરાની જેમ ઉતરી જશે.

આધુનિક જમાના પ્રેમમાં પ્રોફેશનલ થવાની જરૂર પડે છે.કારણકે તમે જેને પ્રેમ કરો છો તેની સાથે બુઢાપા સુધી જિંદગી કાઢવાની છે.માટે સામેનું પાત્ર સ્ત્રી હોય કે પુરુષ..એક બીજાના શોખ,રૂચી અને સ્વભાવ અનૂકૂળ હોય તો જ જિંદગીના અંત સુધી પ્રેમ જિંવત રહેશે.છતાં પણ બેં વ્યકિતમાંથી એક વ્યકિતમાં પ્રેમ જિંવત હશે તો જિંદગી નીકળી જશે
લગ્નજીવનનો રોંમાચ અને રોમાન્સ બંને ગાયબ થઇ જશે.

–કોર્નર–
“મારી જીભે તો તમારા જેવી માનૂનીઓ વશ થઇ છે.”શાંતિથી મુંજે કહ્યું-“પૃથ્વીવલ્લભના હ્રદય પર હાથ રાખ્યા વિના છુટકો નથી.”(પાટણની પ્રભુતા-કૈનયાલાલ મુનશી)

નરેશ કે. ડૉડીયા
તા.-૧૭-૦૨-૨૦૧૦

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: